Home Uncategorized સુરત સચિન હાઉસિંગમાં રખડતા કુતરાઓ આક્રમક બન્યા.

સુરત સચિન હાઉસિંગમાં રખડતા કુતરાઓ આક્રમક બન્યા.

55
0

સચિનમાં સવારે પાંચ થી દસ વાગ્યા સુધી બે બાળકોને કૂતરાએ બચકા ભર્યા.

સચીન: વોર્ડ ૩૦ ના સચિન હાઉસિંગ ખાતેના આશાપુરી સોસાયટીમાં રખડતા કુતરા આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા કરી રહ્યા છે. આજે સવારથી બે બાળકોને બચકા ભર્યા હજી અટકવાનું નામ લેતા નથી. સિવિલમાંથી સારવાર કરી ઘરે આવી એસએમસી માર્કેટ વિભાગમાં જાણ કરી તો આજે રજા હોવાથી કોઈ કર્મચારી કુતરાને પકડવા નહિ આવી શકશે જણાવ્યું. હવે જો કાલ સુધીમાં આ કાળા કુતરાનો આંતક વધે તો જવાબદાર કોણ? આજે શહેરના હાઉસિંગ વિસ્તારમાં આશાપુરી સોસાયટીના બે બાળકો પર કુતરાએ હુમલો કરી બચકા ભર્યા ના બનાવ બન્યા છે. કુતરાએ બચકા ભરતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આવા બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે એસ એમ સી તાત્કાલિક પગલાં ભરે એવી વાલીઓની ફરિયાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here