Home Uncategorized પાંડેસરા કાયદા નું ઉલ્લંઘન છતાં વિડીયો વાયરલ થયા પછી જ કેમ કાર્યવાહી...

પાંડેસરા કાયદા નું ઉલ્લંઘન છતાં વિડીયો વાયરલ થયા પછી જ કેમ કાર્યવાહી લોકો માં ચર્ચા નું વિષય બન્યા.

2
0

જાહેરમાં તલવાર કાઢી અને લાકડાના ફટકા સાથે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી. એટલું જ નહીં અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો,

આ વિડીયો વાયરલ થયા બાદ અમુક નેતાજી નાં સમર્થકો લોકો ને ધાક -ધમકીઓ પણ આપતા ફોન નું ઘંટીઓ વાગડી હતી. જેમાં આ વિડીયો ચલાવા બાબત માં કાનૂની કાર્યવાહી કરવા અંગે ની ધમકીઓ પણ આપવામાં આવેલ હતા.

પરંતુ યુવક હટી જતાં આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી. સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે, લાકડાના ફટકા વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો.

જેને કારણે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા.આસપાસના લોકોએ બંને પક્ષોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ખૂબ ઉગ્ર બની ગયો હતો. લાકડાના ફટકાથી હુમલો કરવાના લીધે બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.પાંડેસરાના પીઆઈ એચએમ ગઢવીના જણાવ્યા અનુસાર બંને પરિવારો નાનકડી બાબતમાં ઝઘડી પડ્યા હતા. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો અમારા ધ્યાન પર આવ્યો હતો. અમે કાર્યવાહી શરૂ કરી છે. બે વ્યક્તિ ઇજા પામ્યા છે, તેઓની સારવાર ચાલી રહી છે. શ્વાન મામલે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરી એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here