Home CRIME મોબાઈલ ફોન ઉપર વાત કરતી પત્ની માટે બન્યું મોત નું કારણ

મોબાઈલ ફોન ઉપર વાત કરતી પત્ની માટે બન્યું મોત નું કારણ

57
0

પત્ની મોબાઈલ પર વાત કરતી હતી તે ન ગમતાં પતિએ કરી હત્યા

સુરતના સચીન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા થઈ છે.સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુલીસ તપાસ માં હત્યા નું કારણ મોબાઈલ ફોન ઉપર વાત કર્તા હોવાનું મોત નું કારણ બન્યું છે, તેવું વિગતવાર માહિતી તપાસ માં સામે આવી.જે કારણવશ મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી છે.20 વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરારામ ઉર્ફે હરીશ ભીલે બેરહેમીથી કરી છે. અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી. તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. 

ગત તા. 19 એપ્રિલના રોજ સવારે અંજલિ મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. તે પતિ હીરારામ જોઈ ગયો હતો. કોની સાથે વાત કરે છે એમ પૂછતા અંજલિએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું કહ્યું હતું. પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલિ યુપીમાં રહેતા ઓમપ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું. ઓમપ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે હીરારામની પત્ની અંજલિ અને ઓમપ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા.હોળી પર હીરારામે પત્ની અંજલિ અને ઓમપ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા. ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે, તે ઓમપ્રકાશ સાથે વાત નહીં કરે. તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમપ્રકાશ સાથે વાત કરતી હતી. આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો. જેથી વેલણ, લાકડાના ફટકાથી પત્ની અંજલિને ઢોર માર માર્યો હતો. માથામાં તથા શરીરના જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલિ બેહોશ થઈ ગઈ હતી. તેણીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચીન પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here