Home SURAT સચિનમાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો

સચિનમાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો

47
0
ક્રાંતિ સમય

સચિનમાં શુક્રવારે રાતે ચોથા માળે ગેલેરીમા સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જી.આઇ.ડી.સી રોડ પર ૨૮ વર્ષીય દિપક રાજેશ સીંગ ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં બિલ્ડીગમાં રહેતો અને ત્યાં મજુરી કામ કરતો. ૨૮ વર્ષીય દિપક રાજેશ સીંગ શુક્રવારે રાતે ત્યાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો હતો. જોકે દિપક ભર ઉંધમાં જ નીચે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સચિન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here