વેડ રોડ રાધેશ્યામ સોસાયટી-૩માં વકીલ પ્રશાંત પટેલની શરાબ અને સુંદરીઓની મહેફિલમાં પોલીસે ભંગ પાડયો હતો.
વેડ રોડ પર પોલીસ ત્રાટકી, જવેલર્સ, સોફ્ટવેર એન્જિનિયર પકડાયા.
વેડ રોડ રાધેશ્યામ સોસાયટી-૩માં વકીલ પ્રશાંત પટેલની શરાબ અને સુંદરીઓની મહેફિલમાં પોલીસે ભંગ પાડયો હતો.દારૂની બે ખુલ્લી બોટલ સાથે વકીલ સહિત ચાર પુરુષો અને જવેલરીનું મોડલિંગ કરતી હરિયાણાની બે સગી બહેનો સહિત છની ધરપકડ કરી હતી. ધરપકડ કરાવેલી બીજી ત્રણ વ્યક્તિઓમાં એક જવેલર્સ તથા બે સોફ્ટવેર એન્જિનિયર છે.ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરીના માર્ગદર્શનમાં ગત સોમવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં રાધેશ્યામ સોસાયટી-૩માં રેઈડ કરવામાં આવી હતી.

અહીં એક મકાનમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી વચ્ચે રેઈ ડ કરવા પોલીસ પહોંચી ત્યારે દંગ રહી ગઈ હતી. અહીં રહેતા પ્રશાંત ધરમશી પટેલ તથા તેના ત્રણ મિત્રો જયકુંજ ગબરૂ કથીરીવા (રહે.ભક્તિનંદન સોસા., મોટા વરાછા), કૌતિક જયસુખ કાથરોટીયા (રહે. બજરંગ રો-હાઉસ, લસકાણા) અને જયદીપ સંજય ધાનાણી (રહે. સી. એચ. પાર્ક, સરથાણા) સાથે શરાબ સાથે સુંદરીઓની મહેફિલ માણી રહ્યા હતા. બે કચિત મોડલ પણ અહીં હાજર મળી આવી હતી. હરિયાણાના રોહતકની ૩૨ વર્ષીય સંજના ઈન્દ્રસિંહ થાપા અને તેની ૨૯ વર્ષીય બહેન મોનિકા દિલ્હીમાં જવેલરીના મોડલિંગ સાથે સંકળાવેલી હતી.
બંને મોડલ ફ્લાઇટથી અમદાવાદ થઇ સુરત આવી.
ઝડપાયેલા ચાર પૈકી જયકુંજ કથીરીયા (ઉ.વ.૨૦) જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે દિલ્હીની બંને બહેનોના સંપર્કમાં હતો. જયકંજ જે જવેલરી નવી બનાવવામાં આવી હોય ત્યારે તેને પ્રદર્શિત કરતી વખતે મોડલની જરૂર પડતી હોઇ બંને બહેનોનો મોડલ તરીકે ઉપયોગ કરતો હતો. બંને બહેનો મુંબઈ જવા પહેલાં જયકુંજના કહેવાથી અમદાવાદમાં લાઇટથી પહોંચ્યા બાદ બાય રોડ સુરત આવી હતી.
મોઘા બ્રાન્ડની દારૂની બે બોટલ મળી.
વકીલે ઘરે રાખેલી પાર્ટીમાં જયકુંજ ઉપરાંત સોફટવેર એન્જિનિયર મિત્ર કૌતિક કાથરોટીયા અને જયદીપ ધાનાણીને નિમંત્ર્યા હતા. આ ચારેય પાર્ટી કરી રહ્યા હતા ત્યારે ત્રાટકેલી પોલીસને અહીંથી બેલેન્ટાઇસ અને જેમ્સન ટ્રિપલ આઇરીશ વ્હીસ્કીની બે ખુલેલી બોટલ મળી હતી. જેમાંથી ઘણો દારૂ પોલીસને મળી આવ્યો હતો. આ દારૂ વકીલ બે દિવસ પહેલાં સ્ટેશનથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાનું જણાવી રહ્યો છે. કોણે કોણે નશો કર્યો હતો તે જાણવા પોલીસે સેમ્પલ્સ પણ લેવડાવ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર એસ.આઇ. મકરાણી વધુ તપાસ કરી રહ્યા છે.