Home SURAT સિટી બસ નં. 305માં ટિકિટના પૈસા મુદ્દે માથાકૂટ, કંડક્ટરે યાત્રીને માર માર્યો...

સિટી બસ નં. 305માં ટિકિટના પૈસા મુદ્દે માથાકૂટ, કંડક્ટરે યાત્રીને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ

55
0
ક્રાંતિ સમય

સુરત શહેર ના ઉધના વિસ્તારમાં સિટી બસના કંડક્ટરે રવિવારે બપોરે એક યાત્રીને માર માર્યો હોવાની વાત થઇ રહી છે. 305 નંબરની સિટી બસના કંડક્ટરની દાદાગીરીનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર સામે આવ્યો છે. લોહીલુહાણ હાલતમાં યાત્રીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે. સિટી બસ ઉધનાના બીઆરસી તરફથી આવી રહી હતી. ત્યારે યાત્રીને કંડક્ટર સાથે ટિકિટના પૈસા મુદ્દે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે. આ અંગે ઈજા પામેલા પોલીસમાં ફરિયાદ કરી ન હતી. જેથી પોલીસ મથકમાં કોઇ ગુનો નોંધાયો ન હતો. પરંતુ બસનો ચાલક અને કંડક્ટર બંને ઉધના પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસને કહ્યું કે યાત્રી પીધેલો હોવાનું અને ટિકિટના પૈસા આપતો ન હોવાની વાત કરી રહીયો હતો. ઈજા પામેલો યાત્રી આવે ત્યાર પછી સાચી હકીકતો બહાર આવી શકશે.

ઘટના મુજબ પેસેન્જર સાથે કંડક્ટરનું ટિકિટ બાબતે પૈસા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં કંડક્ટરે કાયદો હાથમાં લઈ યાત્રી પર હુમલો કરી દીધો હતો. યાત્રીને લોહીલુહાણ હાલતમાં રસ્તામાં ઉતારી દીધો હતો. જેના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા અને બસને રસ્તાની વચ્ચે અટકાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here