Home CRIME ડાંગ ભાજપ નેતાએ ત્રણ વ્હોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ફોટા મુકતા ચકચાર

ડાંગ ભાજપ નેતાએ ત્રણ વ્હોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ફોટા મુકતા ચકચાર

2
0

ગ્રુપના મહિલા સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા.

સુબિર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ વસનજી કુંવરે ન્યૂડ ફોટા મુકી લાંબા સમય સુધી ડિલીટ કરવાની તસ્દી ન લેતા સ્ક્રીન શોટ વાયરલ થયા.

ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા વ્હોટ્સએપ ગ્રુપમાં ભાજપના એક નેતાએ આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટાઓ મુકી દેતા ચકચાર મચી હતી. આ વ્હોટ્સએપ ગ્રુપમાં ભાજપની મહિલા અગ્રણીઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી તેમજ હાલનાં સુબિર તાલુકા પંચાયતનાં સરપંચ એસોસિએશનનાં પ્રમુખ વસનજીભાઈ કુંવરે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા નામનાં વ્હોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટા મુકી દેતા ખળખળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. આ ગ્રુપમાં ડાંગ ભાજપની મહિલા અગ્રણીઓ અને ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ પણ સભ્ય તરીકે સક્રિય જોવા મળે છે. ખાસ કરીને મહિલા સભ્યો । ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ભાજપના અગ્રણી દ્વારા જ આવા આપત્તિજનક ન્યૂડ ફોટા અને પોસ્ટ મુકવાથી ભાજુપા પાર્ટીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યુ છે. ડાંગ ભાજપાનાં નેતા પાનજીભાઈ કુંવરે ફોટા અપલોડ કર્યા પછી ઘણા સમય સુધી ડિલીટ કરવાની તસ્દી પણ લીધી ન હોતી. જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. અને આ મામલાનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા.

આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલા અગ્રણીઓએ નામ ન આપવાની શરતે આ કૃત્યની સખત નિંદા કરી છે. અને વસનજીભાઈ કુંવર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ઘટનાએ ડાંગ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here