Home Blog Page 7

સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, બે ફોટાગ્રાફ ઉપર સ્પસ્ટતા થયા છે કાયદા નું પાલન

0

પોલીસ જેવા ડ્રેસ પહેરી કામગીરી કર્તા મનપા ના સુરક્ષાકર્મી નું વર્તન શું યોગ્ય છે.

SMC કર્મચારીઓ અને દંપતી વચ્ચે છૂટાહાથની મારામારી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ અને એક ચાની લારી ચલાવતાં દંપતી વચ્ચે ઉગ્ર ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.સુરત પાલિકા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાલિકાના ઉધના એ ઝોનમાં પાંડેસરા વિસ્તારમાં સરકારી જગ્યા પર ન્યુસન્સ રૂપ બનેલા દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ગઈ હતી. ત્યારે માથાભારે તત્ત્વોએ પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પાલિકા અને દબાણ કરનારા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, સ્થિતિ વણસે તે પહેલાં પોલીસ બોલાવી લીધી હતી અને પોલીસ બંદોબસ્તના કારણે માંડ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સુરત પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ડી માર્ટ ખાતે સરકારી જમીન આવી છે અને કેટલાક માથાભારે તત્ત્વોએ આ સરકારી જગ્યામાં લારી ગલ્લાના દબાણ કરી દીધા હતા અને આસપાસના લોકો તથા વાહન ચાલકો માટે આ દબાણ ન્યુસન્સ રૂપ બની ગયા હતા. આ દબાણ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્ર દ્વારા દબાણ દુર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. પાલિકાની ટીમ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને પાલિકાની ટીમને ઘેરી લીધી હતી.માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની ટીમને ધક્કે ચઢાવી હતી. જોકે આવા વિરોધ છતાં પાલિકાની ટીમે લારી ઉચકવાની શરૂઆત કરી હતી. ત્યારે મહિલાઓ સહિત કેટલાક પુરુષોએ પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી કરી મારામારી શરૂ કરી દીધી હતી. જાહેર રસ્તા પર પાલિકાની ટીમ સાથે દબાણ કરનારાઓની છૂટાહાથની મારામારી જોવા મળી હતી. સ્થિતિ વણસે તે પહેલાં પોલીસને જાણ કરતા પોલીસ  ઘટના સ્થળે આવી હતી.

SMCની સામાન્ય સભામાં ખાડીપૂરને લઈ બબાલ ભાજપના દીપેન દેસાઈ AAPના વિપુલ સુહાગિયાને લાફો મારવા દોડ્યા

0

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપૂર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ AAPના વિપુલ સુહાગિયાને તમાચો મારવા દોડી જતાં સામાન્ય સબામાં હોબાળો મચી ગયો હતો. જ્યારે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડી પૂર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપૂર કોણ લાવ્યું… કોણ લાવ્યું… ભાજપ લાવ્યું… ભાજપ લાવ્યું…, સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું… ભાજપે ડુબાડ્યું… ભાજપે ડુબાડ્યુંના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પાંડેસરા ખાતે વડોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેમ્પસમાં દારૂની બોટલો અને ગંદકીના દૃશ્યો :કાયદા નું ઉલ્લંઘન કે પાલન

0

વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર-ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે. સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી, આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે.વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દૃશ્યો ચોંકાવનારા છે. જ્યાં લોકો આરોગ્ય સુધારવા જતા હોય છે, ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

0

માહિતી બ્યૂરો:સુરત:શનિવાર: સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી.
જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ તરફથી મળતી રજૂઆતોનો સત્વરે નિકાલ આવે તે જરૂરી છે. કલેકટરશ્રીએ છેલ્લા એક વર્ષ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા-તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રજુ થયેલા પ્રશ્નો યોગ્ય નિકાલ થયો છે કે કેમ તેનો રીવ્યું કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.


કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ નૈતિક જવાબદારી સમજી પ્રજાના પ્રતિનિધિઓ પ્રશ્રનો રજુ કરે તે પહેલા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે આવશ્યક છે.
બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ ગભેણી-બુડીયા બ્રિજની નીચે કચરાનો નિકાલ કરવા, ચોર્યાસીના કરાડવા ગ્રામ્ય વિસ્તારમાં મધુરમ સર્કલ થી કરાડવા કેનાલ રસ્તા પર ઘરેલું અને ઔદ્યોગિક કચરો ખૂબ જ મોટા પ્રમાણમાં એકઠો થયો હોય સત્વરે દુર કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ સબંધિત અધિકારીને પ્રશનોનો યોગ્ય ઉકેલ લાવવા સુચના આપી હતી. પાલ લેક ગાર્ડન થઈ ગૌરવપથ તરફ જતા રસ્તાની વચ્ચે જેટકોના મોટા બે હાઈટેન્શન ટાવરની લાઈન અંડર ગ્રાઉન્ડ કરવાની રજુઆતો કરી હતી. જે સંદર્ભે કલેકટરશ્રીએ જેટકોના અધિકારીઓએ સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સુડા-૧,૨,૩ સચિન ખાતે આવેલા કોમન પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલ હોય દબાણો દુર કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સંત્વરે સુડાના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સણીયા-કણદે આગળ રસ્તાને તાત્કાલિક રીકાર્પેટ કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મરામત કરવા જણાવ્યું હતું. બુડીયા, દીપલી, જીઆવ, સોનારી ગામોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોય જે સંદર્ભે કલેકટરશ્રીએ ડી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યશ્રીએ મેટ્રો રેલ પ્રોજેકટના કારણે અનેક જગ્યાયાએ રસ્તાઓ નુકસાનગ્રસ્ત થયા છે. બેરીકેટના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી બિનજરૂરી બેરીકેટ દુર કરવાની રજુઆત અંતર્ગત મેટ્રોના અધિકારીએ જણાવ્યું કે, સુરત શહેરમાં હાલમાં ૩૦ કિ.મી.ના બેરીકેટમાંથી ૧૫ કિ.મી.ના બેરીકેટ દુર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂરી ન હોય તેવા તમામ બેરીકેટ હટાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી અરવિંદ રાણાએ અશાંતધારા કાયદાનો કડક અમલ કરવાની રજુઆત કરી હતી. ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે ધામદોડલુંભા ગામે અનેક સોસાયટીઓમાં વરસાદના કારણે પાણી ભરાવાના કારણે મુશ્કેલી પડતી હોવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે રહીને દબાણો દૂર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કલેકટરશ્રીએ નગર નિયોજન અધિકારીઓને ખાડીની આસપાસ મકાન બાંધકામોની પરવાનગી આપતી વેળાએ સિંચાઈ સાથે સંકલન કરીને પરવાનગી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નગરપાલિકા તથા ગ્રામ પંચાયતોમાં રેશીડેન્સ સોસાયટી કે ઔદ્યોગિક બાંધકામો થયા હોય ત્યારે વીજ મીટરોના કનેકશનો આપતી વેળાએ ગ્રામ પંચાયત કે નગરપાલિકાની એન.ઓ.સી. રજુ કર્યા બાદ જ મીટરો આપવાની રજુઆત કરી હતી, જે સંદર્ભે કલેકટરશ્રીએ ડી.જી.વી.એલ.ના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઉધના વિધાનસભાના ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે ઉધના ઉદ્યોગ નગર, ભેસ્તાન જેવા વિસ્તારોમાં તપેલા ડાઈગ મીલો કેમિકલયુકત પાણી ગટરમાં છોડવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. કલેકટરશ્રીએ પ્રદુષણ નિયત્રણ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંકલન સાધી પ્રશ્નનું નિરાકરણ કરવા સુચના આપી હતી.
ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ બારડોલી-અનાવલ ફોર લેન મંજૂર થયો છે, જેના સંપાદનની કાર્યવાહી તથા વલવાડા ગામે બની રહેલા બ્રિજના કામ માટે જમીન સંપાદન માટેની કાર્યવાહી તત્કાલ કરવાની રજૂઆત કરતાં પ્રાંત અધિકારી બારડોલીને જરૂરી સુચનાઓ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સહિત અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. સંકલન બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર વિજય રબારીએ બેઠકનું સંચાલન કર્યું હતું.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં સાકાર થનાર ૦૭ નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત

0

નવી પ્રા. શાળાઓમાં ૨૦૩ વર્ગખંડો નિર્માણ પામશે: ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ મળશે

માહિતી બ્યુરો-સુરત, રવિવાર: સુરત મહાનગરપાલિકાના સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂ. ૩પ.૪૭ કરોડના ખર્ચે મનપાના સાઉથ ઝોન-બી (કનકપુર), લિંબાયત, વરાછા-એ અને બી તેમજ રાંદેર ઝોનમાં સાકારિત થનાર ૭ નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત સાઉથ ઝોન-બી (કનકપુર)ના પીએમશ્રી પારડી કણદે પ્રાથમિક શાળા નં.૩૬૭ ખાતેથી મેયર શ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે. ઝડપભેર સાકાર થનાર નવી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટેકનોલોજીના સંગમ સાથે જીવનલક્ષી શિક્ષણ મળશે. મનપાની શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ પર ભાર આપવાના પ્રયાસોને આવકાર્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીએ સચિનની શાળામાં છ વર્ષ સુધી અભ્યાસ કર્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.

સુરત મનપા વિકાસ કામોની વણઝાર સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું ચોથા નંબરનું શહેર છે. જે આપણું ગૌરવ છે. આવનારા ૫૦ વર્ષના વિકાસના આયોજન સાથે સૂરત આગળ વધી રહ્યું છે. ટુંક સમયમાં બુલેટ તથા મેટ્રો રેલ્વેનો લાભ શહેરીજનોને મળશે એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જળસંચયનું મહત્વ જણાવી ‘જળ છે તો જીવન છે’ અને ‘જલ હે તો કલ હે’ સૂત્રને સાકાર કરવા માટે સૌને એપાર્ટમેન્ટમાંથી, પોતાના ઘરની અગાશીઓ તથા કોર્પોરેશનના બિલ્ડીંગોમાંથી પાણી જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નો કરવાનો અનુરોધ કર્યો હતો. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટે બાળકોને નાનપણથી સંસ્કારો આપવાનો અનુરોધ કરી તેમણે સુરત મનપાના આઇકોનિક ઓફિસની વિશેષતા તથા અન્ય વિકાસકામોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.
મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસોથી સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે નવો મુકામ હાંસલ કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના અંદાજીત બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા વર્ષમાં ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળાઓમાંથી પાલિકાની શાળાઓમાં એડમિશન મેળવ્યું છે.
”વસુધૈવ કુટુંબકમ”ની વૈશ્વિક વિભાવનાને ચરિતાર્થ કરી દેશના વિવિધ રાજ્યમાંથી સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર લોકોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ૬ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. પાલિકાની તમામ શાળામાં સ્માર્ટ બોર્ડ સુવિધા ઉભી કરાઈ છે. આ વર્ષે ધોરણ-૧૦માં ૯૬% અને ધોરણ-૧ર માં ૯૪% રિઝલ્ટ સુમન શાળાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યુ હોવાનુ શ્રી માવાણીએ કહ્યું હતું.
ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં દેશભરમાં અગ્રેસર છે. સુરતમાં ડુમસ સી ફેસ, સુરત મહાનગરપાલિકાનું આઈકોનિક ઓફિસ બિલ્ડીંગ, તાપી રિવર ફ્રન્ટ,સુરત રેલ્વે સ્ટેશન, બુલેટ અને મેટ્રો રેલ પ્રોજેકટ જેવા કરોડોના મહત્વાકાંક્ષી વિકાસકામો ચાલી રહયા છે.
આ પ્રસંગે ડે.મેયર ડો નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, કોર્પોરેટરો, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, નગર પ્રાથમિક સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુ. સભ્યો, શિક્ષકો, શહેરીજનો સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાઉથ ઝોન-બી (કનકપુર), લિંબાયત, વરાછા-એ અને બી તેમજ રાંદેર ઝોનમાં સાકાર થશે ૭ નવી પ્રા. શાળાઓ

૧) સાઉથ ઝોન-બી (કનકપુર )માં શાળા નં.૩૬૭ પીએમશ્રી પારડી કણદે પ્રા. શાળા, પારડી કણદે-સચિન-કનસાડ, પ૦ બેડ હોસ્પિટલની બાજુમાં, ૨) લિંબાયત ઝોનમાં શાળા નં. ૧૯પ અને ૧૦ર પ્લોટ નં.૧૬ર, ટી.પી.૪૧, ખોડલકૃપા સોસાયટી, સ્વસ્તિક સ્કવેર બિલ્ડીંગ સામે, નવાગામ શાકમાર્કેટ પાસે, નવાગામ
૩) લિંબાયત ઝોનમાં શાળા નં. ૬૩ , પ્લોટ નં.૧૩પ, જ્ઞાનસાગર વિદ્યાલય પાસે, શિવ પૂજન એપાર્ટમેન્ટ અને વૃંદાવન સોસાયટી પાસે,
૪) વરાછા-એ ઝોનમાં શાળા નં. ૯૪ અને ૯૬ બોમ્બે કોલોનીની બાજુમાં, કાપોદ્રા ચાર રસ્તા પાસે, વરાછા રોડ
૫) વરાછા-એ ઝોનમાં શાળા નં.૩૭પ , મુ.પો.સણીયા હેમાદ, નિશાળ ફળિયું, પાણીની ટાંકી પાસે,
૬) વરાછા-બી ઝોનમાં શાળા નં.૩૮૧ મુ.પો.વાલક
૭) રાંદેર ઝોનમાં શાળા નં.૩૧૯ , પ્લોટ નં.૧૭૩, ટી.પી.૧૪(પાલ) પાલ ગામ, સહિતની કુલ-૦૭ શાળામાં નવા બાંધકામમાં સાકારિત થનાર કુલ ર૦૩ ક્લાસરૂમ નિર્માણ પામશે અને અંદાજિત કુલ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાનો લાભ મળશે.

પાંડેસરામાં બૂટલેગરે બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ચાર જેટલા ઘા મારીને યુવકના આંતરડા કાઢી નાખ્યા

0

પાંડેસરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે રોડ પર ભાઈને મુકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી બૂટલેગર સહિત આઠ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. બૂટલેગર દ્વારા ચપ્પુના ચાર જેટલા ઘા મારીને યુવકના આંતરડા બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી નગરમાં 34 વર્ષીય મીતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, ભાઈ ભાભી છે. મીતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન મીતુનો ભાઈ બીટ્ટાસાહબ પ્રધાન વતન જતો હોવાથી ગત રોજ રાત્રે મીતુ, તેનો પિતરાઈ ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મુકવા માટે ઘર નજીક ઉભા હતા.

મૃતક મિતુના ભાઈ બીટ્ટાસાહબ પ્રધાને જણાવ્યું હતું કે, બદ્રી નામનો એક માથાભારે ઈસમ જે પાંડેસરા નાગશેનનગરમાં દારૂનો ધંધો કરે છે તે આઠ જેટલા ઇસમો સાથે ધસી આવ્યો હતો. કિશન અને મિતુને પહેલા બે તમાચા માર્યા હતા. ત્યારબાદ તેને પૂછ્યું હતું કે શા માટે મારમારી રહ્યો છે તો અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો. બદ્રીએ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલા મિતુને ચાર જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ ત્રણ જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા. આ સાથે જ કિશનને પણ હાથ પર એક ઘા આવ્યો હતો.મિતુને પેટના ભાગે ચાર જેટલા મારવામાં આવતા આંતરડા પણ બહાર આવી ગયા હતા અને સંતોષને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં મીતુનું સવારે 10 વાગ્યે મોત નીપજ્યું હતું. જ્યારે સંતોષ હજુ પણ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મીતુના ભાઈએ કહ્યું હતું કે, બદ્રી નામનો માથાભારે બૂટલેગર ઈસમ રોજ કોઈને અને કોઈને ચપ્પુના ઘા મારતો હોય તેવું અમને જાણવા મળ્યું છે. આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. હવે મારો ભાઈ તો રહ્યો નથી તો તેને સજા તો ફાંસીની જ થવી જોઈએ.તેવું રજુઆત મીડિયા સમક્ષ્ કરવામાં આવેલ.

સુરતના ચકચારી લૂંટ વીથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, ગુનાને અંજામ આપી બિહાર ભાગી છૂટ્યા હતા

0

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7મી જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીઓ બિહારથી ઝડપાયા છે. ઘટના સમયે દિપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. તે પૈકીના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી હજી પણ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. ચારેય આરોપીઓએ શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેને પેઢીના માલિક આશિષ રાજપરાએ રોકવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા આશિષ રાજપરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જો કે, દિપક પાસવાન નામના એક લૂંટારુને લોકોએ દબોચી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હતા. ભાગી છુટેલા ત્રણ લૂંટારુ પૈકી 2 લૂંટારુને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારના એક ગામમાંથી ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે ૧૫૬ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી

0

મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા.

માહિતી બ્યુરો,સુરત:રવિવાર: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી ૧૫૬ જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

શ્રી સંઘવીએ બપોરે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. આ રજૂઆતોમાં સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, અને વ્યક્તિગત સમસ્યાઓ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થતો હતો.

મંત્રીશ્રીએ દરેક અરજદારને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા. આ પ્રયાસના ભાગરૂપે ૧૫૬ જેટલા અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેનાથી નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

ગૃહ રાજ્યમંત્રી દ્વારા નિયમિતપણે આવા જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે પ્રશાસનને લોકોની નજીક લાવવા અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. સુરત ખાતેના આજના કાર્યક્રમમાં પણ મંત્રીશ્રીની કાર્યદક્ષતા અને સંવેદનશીલતા સ્પષ્ટપણે જોવા મળી હતી.

સાતવલ્લા જંક્શન પાસે રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચને પેવરબ્લોક નાંખી રિપેર કરાયો: વાહનચાલકોને મોટી રાહત

0

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-નવસારી રોડ ઉપર કામગીરી.

વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ઓવરબ્રિજના એપ્રોચને રાત્રિના સમયમાં બંધ રાખી તા.૮ થી ૧૧ જુલાઈ એમ સતત ચાર રાત્રિ સમારકામ કરાયું.

માહિતી બ્યૂરો:સુરત:શનિવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં સુરત-નવસારી રોડ ઉપર સાતવલ્લા જંક્શન પાસે રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચને પેવરબ્લોક નાંખી રિપેર કરાયો છે, જેથી વાહનચાલકોને મોટી રાહત થઈ છે.


સુરત-નવસારી રોડના સચીન તરફના છેડા પર GIDC ના ગેટ પાસે આવેલ સાતવલ્લા રેલ્વે ઓવરબ્રિજ પરથી પલસાણા-હજીરા તરફથી આવતા વાહનો તથા નવસારી તરફથી વાહન વ્યવહારની બહોળા પ્રમાણમાં અવર-જવર રહે છે. આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી સુરતથી નવસારી અપ અને ડાઉન બન્ને તરફના હેવી ટ્રાફિકનું ભારણ આ બ્રિજ ઉપર રહે છે.
હાલમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે આ બ્રિજના સચીન તરફના એપ્રોચ પાસેના જંક્શન ઉપર પોટહોલ્સ પડ્યા હતા તેમજ રોડ સર્ફેસમાં નુકસાન થયુ હતું. મેયરશ્રી દક્ષેશ માવાણી, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને વિવિધ ટેક્નિકથી યુદ્ધના ધોરણે રિપેરીંગ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ખુબ જ વધારે પ્રમાણમાં રહેતું હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ બ્રિજને રાત્રીના સમયમાં બંધ કરાવી તા.૮ થી ૧૧ જુલાઈ એમ સતત ચાર રાત્રિ કામગીરી કરી સચીન તરફના એપ્રોચ પાસેના જંક્શન ઉપર આશરે ૩૮૭૦.00 ચો.ફૂટ વિસ્તારમાં પેવરબ્લોક બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જાના કારણે નેશનલ હાઈવે પરથી આવતા ભારે વાહનો તથા સુરતથી નવસારી તરફ અવર-જવર કરતા લોકોને વાહન વ્યવહારમાં સરળતા થઈ છે.

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 16ના મોત

0

પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. ઈજાગ્રસ્તોને પાદરા અને વડોદરા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મૃતકોના નામ

  1. વખત સિંહ મનુભાઈ જાદવ (35 વર્ષ) રહે. કહાનવા, તા.જંબુસર
  2. કાનજીભાઈ મેલાભાઈ માછી (70 વર્ષ) રહે.ગંભીરા, તા.આણંદ
  3. પ્રવીણ લાલજીભાઈ જાદવ (33 વર્ષ) ઉદેવ, ખંભાત
  4. રમેશ રાવજીભાઈ પઢીયાર (38 વર્ષ) મુજપુર, પાદરા
  5. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર (40 વર્ષ) હર્ષદપુરા, મજાતણ, પાદરા
  6. નૈતિક રમેશભાઈ પઢીયાર (2 વર્ષ) મુજપુર, પાદરા
  7. વૈદિકા રમેશભાઈ પઢીયાર (6 વર્ષ) મુજપુર, પાદરા
  8. રાજેશ ઈશ્વર ચાવડા (26 વર્ષ) દેવાણ, તા.આકલાવ
  9. પર્વત ભગવાનભાઈ વાગડિયા (20 વર્ષ) સરસવા, મહીસાગર ઉત્તર
  10. જશભાઈ શંકરભાઈ હરીજન (65 વર્ષ) ગંભીરા, આંકલાવ

ઇજાગ્રસ્તોના નામ

  1. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર (45 વર્ષ) દેહગામ, ગાંધીનગર
  2. ગણપતસિંહ માનસિંહ રાજપુત (40 વર્ષ) રાજસ્થાન
  3. રાજુભાઈ દોડાભાઈ (30 વર્ષ) દ્વારકા, નાની શિરડી
  4. સોનલબેન રમેશભાઈ પઢિયાર (35 વર્ષ) મુજપુર,પાદરા
  5. અરવિંદભાઈ મહીજીભાઈ પરમાર – મજાતણ, પાદરા
  6. દિલીપભાઈ રામસિંહ પઢિયાર (35 વર્ષ), નાની શેરડી
    • મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.