Home Blog Page 6

ઉધના પોલીસે આરોપી મનોજ રામનિહાર મિશ્રા ની ધરપકડ કરીને 2.74 કરોડ છેતરપિંડીના નેટવર્કનું પર્દાફાશ

0
ઉધના પોલીસે આરોપી મનોજ રામનિહાર મિશ્રા ની ધરપકડ કરીને 2.74 કરોડ છેતરપિંડીના નેટવર્કનું પર્દાફાશ

લોન ક્લેઇમ પાસ કરાવાના નામે 2.74 કરોડની છેતરપિંડી

‘બેંકોમાં સેટિંગ છે, લોન ક્લેઈમ પાસ કરાવી આપીશ’

લોન ક્લેઇમ પાસ કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો અપાવીને આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ પાસેથી જુદા જુદા તબક્કામાં કુલ રૂપિયા 2,74,24,700 પડાવી લીધા હતા. જોકે, તેણે કોઈની પણ લોન મંજૂર કરાવી નહોતી કે લોન પર ક્લેઈમ પણ પાસ કરાવ્યો નહોતો. લોન ક્લેઇમ પાસ ન થતાં ભોગ બનનારાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનામાં નાસતા ફરતા આરોપી મનોજ રામનિહાર મિશ્રા (ઉં.વ. 49, રહે. ડીંડોલી, સુરત, મૂળ વતન: ભદોઇ, યુ.પી.) ને ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મનોજ મિશ્રાનો ધંધો લોનનું કામકાજ કરાવવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આરોપીએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ ઉપરાંત પણ અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હશે. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી કોલેજની વિદ્યાર્થિનીને 3 વર્ષ ભોગવી પ્રેમીએ તરછોડી, તેની માતા બળાત્કાર ફરીયાદ આપી.

0
​​​​​​​સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી કોલેજની વિદ્યાર્થિનીને 3 વર્ષ ભોગવી પ્રેમીએ તરછોડી, તેની માતા બળાત્કાર ફરીયાદ આપી.

કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર

​​​​​​​સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત શાંતિ નગરમાં રહેતા રીષિ રાજેશભાઈ જયસ્વાલ (ઉં.વ.23) સાથે કોલેજ દરમિયાન વિદ્યાર્થિનીને મિત્રતા થઈ હતી, જે પ્રેમ સંબંધમાં પરિણમી હતી.રીષિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપીને પાલ વિસ્તારની બે અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લગ્નની લાલચ આપીને રીષિએ લગભગ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થિનીનો ભોગ લીધો હતો. જોકે, વિદ્યાર્થિનીએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રીષિએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. સતત નિરાશ રહેતી દીકરીએ માતાને હકીકત જણાવતા, માતાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રીષિ જયસ્વાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2017થી કેદ હત્યાના આરોપીએ લાજપોર જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડમાં આપઘાત ?

0
2017થી કેદ હત્યાના આરોપીએ લાજપોર જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડમાં આપઘાત ?

મળતી માહિતી અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળીયા (ઉં. વ.42 રહે. કાજીપુર કોટડા સ્ટ્રીટ રામપુર સુરત) રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઇ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે હવલદાર શક્તિસિંહ જે. કાઠીયાએ હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી. જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

હેમંત માંગરોળીયા વિરૂદ્ધ વર્ષ-2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. જેથી હેમંત ગત 10 એપ્રિલ, 2017થી લાજપોર જેલમાં બંધ હતો.આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં GIDCનો ડે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર 50 હજારની  લાંચ લેતા ઝડપાયો

0
સુરતમાં GIDCનો ડે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર 50 હજારની  લાંચ લેતા ઝડપાયો

બે ઔદ્યોગિક પ્લોટના જૂના શેડ્સના ડિમોલિશન માટે 50 હજારની લાંચ માગી.

સુરતમાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા સુરતની ઇચ્છાપોર GIDCમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને રૂ. 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે.આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ-2નો અધિકારી છે અને માસિક 1.30 લાખનો ઊંચો પગાર ધરાવે છે. તેને રૂ. 50 હજારની લાંચ માગતા પકડાયો છે. આ ઘટના 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચ માગી હતી. આરોપી 2021થી સુરત ઇચ્છાપોર GIDCમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને 2001માં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે ધડુક અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

આ સફળ ટ્રેપ બાદ ACB હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તેની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતને શોધવાનો છે. આ તપાસથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે. આ કેસનું સુપરવિઝન આસિસ્ટન્ટ ડિરેક્ટર આર.આર. ચૌધરી કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ન હોય તેવા સીસીટીવી કેમેરા અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું

0
સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ન હોય તેવા સીસીટીવી કેમેરા અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું

દેશભરના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુઓ મોટો કેસ નોંધ્યો.

દેશભરના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુઓ મોટો કેસ નોંધ્યો.

જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે 2025 ના પ્રથમ આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં 11 લોકોના મોત થયા છે.મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ ઘણીવાર કસ્ટોડિયલ ડેથ કેસોમાં સીસીટીવી ફૂટેજ પ્રદાન કરતી નથી, અને ઘણા પોલીસ સ્ટેશનોમાં કેમેરાના દૃશ્યની બહાર રિમાન્ડ રૂમ હોય છે.પોલીસે સીસીટીવી ફૂટેજ રોકવા માટે વિવિધ કારણો આપ્યા હતા, જેમાં ટેકનિકલ ખામીઓ, સ્ટોરેજનો અભાવ, ચાલુ તપાસ અથવા કાનૂની પ્રતિબંધોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં, તેઓએ ફૂટેજ શેર કરવાનો ઇનકાર કર્યો હતો અથવા તેના પ્રકાશનમાં વિલંબ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે પારદર્શિતા જાળવવા અને કસ્ટોડિયલ ટોર્ચરના બનાવોને રોકવા માટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. તેણે સીસીટીવી ઇન્સ્ટોલેશનના સંચાલનને સુવ્યવસ્થિત કરવા અને સેન્ટ્રલ ઓવરસાઇટ બોડી (COB) અને સ્ટેટ-લેવલ ઓવરસાઇટ કમિટી (SLOC) દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘન માટે ફૂટેજની સમીક્ષા કરવા માટે અનેક નિર્દેશો જારી કર્યા હતા.

સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનના SHO ને CCTV ડેટા જાળવવા, રેકોર્ડિંગનો બેકઅપ લેવા અને ખામીઓ સુધારવા માટે જવાબદાર બનાવવામાં આવે.”રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ ખાતરી કરવી જોઈએ કે સંબંધિત રાજ્ય અને/અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. વધુમાં, ખાતરી કરવી જોઈએ કે પોલીસ સ્ટેશનનો કોઈ પણ ભાગ ખુલ્લો ન રહે,” તેમાં કહેવામાં આવ્યું હતું.

વધુમાં, સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે સીસીટીવી કેમેરા ફૂટેજ ડિજિટલ વિડિયો રેકોર્ડર અથવા નેટવર્ક વિડિયો રેકોર્ડરમાં સંગ્રહિત હોવા જોઈએ. મહત્વપૂર્ણ વાત એ છે કે, રેકોર્ડિંગ સિસ્ટમ એવી હોવી જોઈએ કે તેમાં સંગ્રહિત ડેટા 18 મહિના સુધી સાચવી શકાય.એપ્રિલ 2023 માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ મહિનાની અંદર પોલીસ સ્ટેશનોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની “છેલ્લી તક” આપી હતી.

મૌર્ય સમાજ અને સમ્રાટ અશોક વિરુદ્ધ આક્ષેપજનક ટિપ્પણી આશિષ તિવારી ની ધરપકડ થઈ,UP-થાઈલેન્ડ સુધી ઉઠી હતી માંગ

0
મૌર્ય સમાજ અને સમ્રાટ અશોક વિરુદ્ધ આક્ષેપજનક ટિપ્પણી આશિષ તિવારી ની ધરપકડ થઈ,UP-થાઈલેન્ડ સુધી ઉઠી હતી માંગ

16 ગંભીર કેસોમાં આરોપી આશિષ તિવારીએ મૌર્ય સમાજ વિરુદ્ધ આક્ષેપજનક પોસ્ટ કરી હતી

ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી વસૂલવા જેવા ગુનાઓ સામેલ

રાયબેરેલીના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મટકા ગામના હિસ્ટ્રીશીટર આશિષ તિવારીને પોલીસએ ઝડપ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પર ફેસબુક લાઈવ મારફતે મૌર્ય સમાજ અને ચક્રવર્તી સમ્રાટ અશોક મૌર્ય વિરુદ્ધ આક્ષેપજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો.રાયબેરેલી પોલીસે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવવાના આરોપમાં આશિષ તિવારીને ઝડપીને જેલમાં મોકલી દીધો છે. સલોન પોલીસએ આરોપીને 31 ઑગસ્ટે ઝડપી લીધો હતો.

મૌર્ય સમાજ અને સમ્રાટ અશોક વિરુદ્ધ આક્ષેપજનક ટિપ્પણી આશિષ તિવારી ની ધરપકડ થઈ,UP-થાઈલેન્ડ સુધી ઉઠી હતી માંગ

આ મામલામાં ઉત્તર પ્રદેશથી લઈને થાઈલેન્ડ સુધીના મૌર્ય સમાજના લોકોએ આરોપીની ધરપકડની માંગ કરી હતી। રાયબેરેલીના ગોરા બજારમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મૌર્ય સમાજના લોકોએ ધરણા-પ્રદર્શન પણ કર્યું હતું.

સીઓ અમિત સિંહએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ સલોન કોઠવાળીમાં કેસ નોંધાયો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા અન્ય લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડના પ્રયાસો ચાલી રહ્યા છે.

રાયબેરેલી પોલીસે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવવાના આરોપમાં આશિષ તિવારીને ઝડપીને જેલમાં મોકલી દીધો છે. સલોન પોલીસએ આરોપીને 31 ઑગસ્ટે ઝડપી લીધો હતો.ચેરશાહ ગામનો રહેવાસી આશિષ તિવારી પહેલેથી જ કુખાત ગુનેગાર છે. તેના પર અત્યાર સુધીમાં 16 ગંભીર ગુનાઓ દાખલ છે. જેમાં ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી વસૂલવા જેવા ગુનાઓ શામેલ છે.

  • 2015માં તેના પર હત્યાનો કેસ નોંધાયો હતો.
  • 2017માં બે અલગ-અલગ અપહરણના કેસો સામે આવ્યા હતા.
  • ઉપરાંત આર્મ્સ ઍક્ટ અને ગુન્ડા ઍક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.
  • પોલીસકર્મીઓ પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસ પણ નોંધાયા છે.

આ જ પ્રકારનો એક અન્ય કેસ કોઠવાળી નગર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે, જેમાં કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ જાતિવાદી સંઘર્ષ ફેલાવવાનો આરોપ છે.

પોલીસએ લોકોથી અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવતી પોસ્ટ અથવા ટિપ્પણી ન કરે, નહીં તો આવા લોકો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


પૂર્વ MLA કોટડિયા-પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદ, 32 કરોડ ની ખંડણી

0
પૂર્વ MLA કોટડિયા-પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદ, 32 કરોડ ની ખંડણી

વર્ષ 2018ના બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં.

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની ACBની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. આ તમામને રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા 2012માં GPPમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ, MLA, પૂર્વ IPS, LCB પીઆઇ અને CBI ઇન્સ્પેક્ટર સહિત 15ની ધરપકડ થઈ હતી તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઇ અનંત પટેલ, તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસકર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડિયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે.

આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું કે, ચુકાદાનો અભ્યાસ કરીને હાઇકોર્ટમાં અપીલ કરાશે. આ ચુકાદો 547 પેજનો છે. જેમાં સરકાર તરફે 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. જેની વર્ષ 2018માં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જ્યારે અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી. આ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા.

ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું. રાજેશ રૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવામાં આવી હતી. શું છે મામલો? 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 200 બિટકોઇન લૂંટી લીધા છે.

એના આધારે નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. એમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સ્પેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ ક્રાઇમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી. શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ પર પણ 2257 બિટકોઈન અને 14.5 કરોડ વાપરવાનો આક્ષેપ શૈલેષ ભટ્ટ પર આક્ષેપ છે કે તેણે 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બિટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતાં તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે એ સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસર સામે ફરિયાદ નોંધાવેલી. એમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા.

શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલકુમાર વિરુદ્ધ કરી હતી, જેને અરજદારને ED અને આયકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી, જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. કોનો શું રોલ હતો? નલિન કોટડિયા(પૂર્વ ધારાસભ્ય) શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થઇ અને તેણે શૈલેષભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક પ્લાન ઘડી કાઢ્યો અને અમરેલીના તત્કાલીન એસપીની સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો સામે આવ્યો. ત્યાર બાદ કોટડિયાની ધરપકડ થઈ હતી. જગદીશ પટેલ(તત્કાલીન અમરેલી SP) શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડિયાએ હાથ મિલાવ્યા. ત્યાર બાદ જગદીશ પટેલે શૈલેશ ભટ્ટને ત્યાં રેડ પાડી. બન્નેએ ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા, જેને પગલે જગદીશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી. સુનિલ નાયર(તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર) સુનિલ નાયરે 7 ફેબ્રુઆરી, 2018ના રોજ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેષ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા.

સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય,પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મનો કિસ્સો.

0
સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય,પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મનો કિસ્સો.

સહમતી સાથેના જાતિય સંબંધ બળાત્કાર નથી, સેશન્સ કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કર્યો.

સુરતના ડિંડોલીમાં રહેતી અને BBAનો અભ્યાસ કરતી એક યુવતીએ m.techનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ યુવકે લગ્નની લાલચ આપી અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેમાં પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.યુવકે ફરિયાદી સાથે કોઇ બળજબરી કરી નથી. પ્રેમ સંબંધોમાં ભંગાણ પડતા બળાત્કારની ખોટી ફરિયાદ થઈ છે. વધુમાં વડી અદાલતનો ચુકાદો ટાંકીને તેમણે દલીલ કરી હતી કે, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યાનો આક્ષેપ હોય તો તે બળાત્કાર નથી. જે દલીલ માન્ય રાખીને સેશન્સ કોર્ટે યુવકને છોડી મુક્યો હતો.

ભોગ બનનારે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા ફરિયાદી પોતે શિક્ષિત વ્યક્તિ છે અને પોતાનું સારા ખરાબ ની સમજણ ધરાવે છે. ભોગ બનનાર અને યુવકની જાતિ અલગ હોવાથી યુવક અને તેની માતાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં તેણીએ યુવક સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. ભોગ બનનારે યુવક સાથે જતી વખતે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી તેણી સાથે કોઇ બળજબરી થઈ નથી. ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ યુવક સાથેના સંબંધોથી પેટમાં ગર્ભ રહ્યાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કેસની ટ્રાયલ દરમિયાન ગર્ભપાતનો પુરાવો રેકર્ડ પર આવ્યો ન હતો તથા યુવક અને ભોગ બનનારના કપડાં અનેક વખત ધોવાઈ ગયા હતા, જેનો લાભ પણ યુવકને મળ્યો હતો.

મેડિકલ ભાષામાં સ્ત્રીઓમાં વધારે અને વારંવાર સેક્સ કરવાની અનિયંત્રિત ઇચ્છા હોય તેને નિમ્ફોમેનિયા (Nymphomania) કહેવામાં આવે છે. આજકાલ આને વધુ વૈજ્ઞાનિક ભાષામાં હાઈપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર (Hypersexual Disorder) તરીકે ઓળખવામાં આવે છે.

👉 નિમ્ફોમેનિયા વિશે થોડું સંક્ષિપ્તમાં:

  • આ માનસિક તથા શારીરિક સ્વરૂપની પરિસ્થિતિ હોઈ શકે છે.
  • સ્ટ્રેસ, હોર્મોનલ ઈમ્બેલન્સ, ટ્રોમા અથવા સાયકોલોજીકલ કારણો થકી ઉભી થઈ શકે છે.
  • ક્યારેક આ કારણે સંબંધોમાં સમસ્યાઓ, ગુલ્ટ ફીલિંગ અને સામાજિક તણાવ ઊભો થઈ શકે છે.

👉 પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મના કેસોમાં અસર:

  • પ્રેમ સંબંધમાં: અતિશય સેક્સ્યુઅલ ઈચ્છા ક્યારેક પાર્ટનરશીપમાં ખટાશ અથવા અસંતોષ ઊભો કરી શકે છે.
  • બ્રેકઅપ પછી: ભાવનાત્મક ખાલીપો અને ડિપ્રેશનથી વ્યક્તિ વધુ સેક્સ કે નવા સંબંધોમાં શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે.
  • દુષ્કર્મના કેસોમાં: ક્યારેક પીડિતાઓને મનોવિજ્ઞાનિક અસરથી સેક્સ પ્રત્યે ડર, અણગમો કે ક્યારેક વિપરીત રીતે અતિશય ઝુકાવ જોવા મળે છે. આ બધું ટ્રોમા અને મગજની પ્રતિક્રિયા પર આધારિત હોય છે.

ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી તબીબી પુરાવા ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં પણ ભોગ બનનાર અને યુવકના સેમ્પલ મેચ થયા ન હતા. વધુમાં ડોક્ટર સાહેદની જુબાનીમાં એ વાત રેકર્ડ પર આવી હતી કે, ભોગ બનનારે તબીબી તપાસ દરમિયાન પોતે 30થી 35 વર્ષ શારીરિક સંબંધો બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી બચાવ પક્ષે ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી.આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી ભોગ બનનારની મેડિકલ તપાસ કરતા ડોક્ટર સાહેદે બચાવ પક્ષે ઉલટ તપાસમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, ઘણીવાર પુરૂષો કરતા સ્ત્રીઓમાં સેક્સ કરવાની ઇચ્છા વધુ હોઇ શકે. જે સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય છે. અને આ એક પ્રકારની માનસિક બીમારી કહેવાય. આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી.

DGVCLની નવીન સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

0
DGVCLની નવીન સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

નવીન કચેરીથી વીજ ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા મળશે: ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થશે: વનમંત્રી મુકેશભાઈ પટેલ

રૂ.૯૪૬ કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી સુધીનો ૬ લેન રોડ નિર્માણ પામશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ

કનસાડ ગ્રામ્ય કચેરીમાં ઉંબેર, તલંગપોર, પાલી, કનસાડ અને લાજપોર તેમજ સચીન અર્બનમાં પારડી, સચીન સુડા, કનકપુર, પોપડા, કછોલી, સામરોડ, કપલેથાનો સમાવેશ

માહિતી બ્યુરો-સુરતઃશુક્રવાર: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વિભાજન કરીને બનાવવામાં આવેલી નવીન સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સચીન (કનકપુર)ના સિગ્નેચર હોલ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં વિસ્તારોમાં ઔદ્યોગિક, રહેણાંક અને વાણિજ્યિક ક્ષેત્રમાં ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરિણામે વીજળીની માંગ અને લોડ પણ સતત વધતા જાય છે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આ વિસ્તારમાં અમલી બનાવાઈ છે. સચિન ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનો વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવે છે, અને ખરવાસા પેટા વિભાગીય કચેરીનો સમાવેશ પણ સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)માં થયો છે.
આ વિસ્તારમાં શહેરીકરણ, સુખસુવિધાઓમાં વધારો અને સ્થાનિક લોકોની આધુનિક રહેણીકરણીમાં બદલાવના કારણે વીજમાંગ વધતા નવીન કચેરી ઉભી કરવામાં આવી છે, જેના કારણે વીજગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા મળશે તેમજ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે,રાજ્યમાં છેલ્લા ૩ વર્ષથી ૨૪ કલાક વીજળી મળે છે. રાજ્યમાં સાતત્યસભર વીજપૂરવઠો આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ચાર હજાર કરોડના કામો પ્રગતિમાં છે. સરકાર દ્વારા રૂ.૯૪૬ કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી સુધીનો ૬ લેન રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જે નિર્માણ કાર્ય શરૂ થયા બાદ ૩૦ મહિનામાં પૂર્ણ થઇ જશે.

પરિણામે વાહનવ્યવહાર સરળ, સુગમ અને થતા હજારો વાહનચાલકોને સુવિધા થશે.
મેયરશ્રી દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતને વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ અને જનસુખાકારી બદલ છેલ્લા દોઢ વર્ષમાં ૬ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. સુરત મિની ગુજરાત અને મિની ભારત છે. સુરત શહેર વિશ્વના ૪૦ શહેરો સાથે વિકાસની સ્પર્ધા કરી રહ્યું છે. સ્થાનિક વિસ્તારના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા સુરત મનપા સતત કાર્યરત છે.
આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, અગ્રણી કિશન પટેલ, કોર્પોરેટરો ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ, પિયુષાબેન, DGVCLના મુખ્ય ઇજનેરશ્રી એમ.જી.સુરતી, અધિક્ષક ઇજનેરશ્રી બી.સી.ગોધાણી, DGVCL સુરત અર્બન ડિવિઝનના કાર્યપાલક ઈજનેર કે.સી. ચૌધરી સહિત DGVCL ના અધિકારી-કર્મચારીઓ, અગ્રણીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નવીન કચેરીઓથી વીજ ગ્રાહકોને થનાર લાભ

કનસાડ ગ્રામ્ય કચેરીમાં ઉંબેર, તલંગપોર, પાલી, કનસાડ અને લાજપોર તેમજ સચીન અર્બનમાં પારડી, સચીન સુડા, કનકપુર, પોપડા, કછોલી, સામરોડ, કપલેથાનો સમાવેશ થતા આ ગામોના વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે.
વધુ સ્ટાફ ઉપલબ્ધ થતાં ફોલ્ટ રિરીપેર કામગીરી અને મેઇન્ટેનેન્સની કામગીરી ત્વરિત કરી શકાશે. વીજ પુરવઠો અને વીજ બીલની ફરિયાદના નિવારણ માટે નજીકમાં કચેરી ઉપલબ્ધ થશે. આવનાર સમયની વીજ માંગને ધ્યાને રાખીને નેટવર્ક બહેતર બનાવવાનું આયોજન કરી શકાશે.

નવી વિભાગીય કચેરીઓનું સરનામું:

અગાઉ સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત હતી, જેનું વિભાજન કરીને નવી સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ બનાવાઈ છે. આમ હવે કુલ ૩ કચેરીઓ; સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય તેમજ ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત થઇ છે.જેનું સરનામું: ૫ થી૭, સમર્પણ સ્કવેર, સનલાઈટ સ્કૂલની બાજુમાં, સચીન

રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ વધી

રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ નોંધપાત્ર રીતે વધતા બંને કચેરીઓનું વિભાજન થયા બાદ સચિન અર્બન પેટા વિભાગીય કચેરીમાં કુલ ૩૦,૧૨૮ વીજ ગ્રાહકો, ખરવાસા પેટા વિભાગીય કચેરીમાં કુલ ૨૨,૦૮૨ અને કનસાડ પેટા વિભાગીય કચેરીમાંથી કુલ ૨૨,૨૮૯ વીજ ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવશે. સચીન અર્બનનો વિસ્તાર ઘટીને અંદાજે ૩૬ ચો.કી.મી, ખરવાસાનો ૧૪૫ ચો.કી.મી અને કનસાડ નો ૨૫ ચો.કિમી થશે.

ગુજરાત ACB એ મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ પર લાંચ કેસમાં ગુનો નોંધ્યો

0
ગુજરાત ACB એ મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ પર લાંચ કેસમાં ગુનો નોંધ્યો

D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે.

તાપી: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ આજે વ્યારા-તાપી જિલ્લામાં SC/ST સેલના બે પોલીસ અધિકારીઓ સામે ₹1.5 લાખની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામિતનો સમાવેશ થાય છે.એસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી, તેના પરિવારના સભ્યો અને બે મિત્રો, કુલ આઠ વ્યક્તિઓ સામે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ ડીવાયએસપી શિરોયા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ ગામિત તેમના લેખક તરીકે સેવા આપી રહ્યા હતા.

આ કેસમાં ફરિયાદીના સંબંધીઓ અને મિત્રોની ધરપકડ ન કરવા કે હેરાન ન કરવા બદલ બંને પોલીસે શરૂઆતમાં ₹4,00,000 ની લાંચ માંગી હતી, જે બાદમાં વાટાઘાટો પછી ઘટાડીને ₹1,50,000 કરવામાં આવી હતી. લાંચ આપવાની તૈયારી ન હોવાથી, ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો, જેના પગલે કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક L&T કોલોનીની બહાર છટકું ગોઠવવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન, હેડ કોન્સ્ટેબલ ગામિત લાંચના પૈસા લેવા માટે એક ખાનગી કારમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે. જોકે, શંકા જતા, તેમણે રોકડ સ્વીકારવાનું ટાળ્યું અને તેમના વાહનમાં સ્થળ પરથી ભાગી ગયા, જેના કારણે ગુનો આચર્યો.

આ છટકાની કામગીરી PI એસ.એન. બારોટ અને PI ડી.બી. મહેતા દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે. જ્યારે સમગ્ર મામલે ACB દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીઓના નામઃ

  1. ડી.વાય.એસ.પી નીકીતા શિરોયા, એસ.સી.એસ.ટી.સેલ જી.વ્યારા-તાપી
  2. હે.કો. નરેન્દ્ર રમણભાઇ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ, જી.વ્યારા-તાપી

ટ્રેપીંગ અધિકારી: એસ.એન.બારોટ, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી. ફીલ્ડ-3 (ઇન્ટ. વીંગ), ગુજરાત રાજ્ય. અમદાવાદ

મદદમાં: ડી.બી.મહેતા, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-3(ઇન્ટે વીંગ), ગુજરાત રાજ્ય, અમદાવાદ

સુપરવિઝન અધિકારી: એ.વી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફીલ્ડ-3 (ઇન્ટે વીંગ) અમદાવાદ