Home blog ગોવિંદા ઉત્સવની પરવાનગી પ્રક્રિયા સરળ બનાવવા સુરત પોલીસ કમિશનરને રજૂઆત

ગોવિંદા ઉત્સવની પરવાનગી પ્રક્રિયા સરળ બનાવવા સુરત પોલીસ કમિશનરને રજૂઆત

2
0

ગોવિંદા મંડળોને અલગ-અલગ પોલીસ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તેવી માંગ; ગોવિંદા ઉત્સવ સમિતિએ નવા પોલીસ કમિશનરનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું

સુરત: શહેરમાં આગામી ગોવિંદા ઉત્સવને ધ્યાનમાં રાખીને ગોવિંદા મંડળોને પરવાનગી મેળવવાની પ્રક્રિયા સરળ અને સુવિધાજનક બનાવવા માટે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર, IPS, I/c Commissioner of Policeને રજૂઆત કરવામાં આવી હતી.

સમિતિના પ્રમુખ શ્રી ગણેશભાઈ પી. સાંવત સહિતના આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે મળ્યા હતા અને ગોવિંદા મંડળોને ઉત્સવ માટે પરવાનગી મેળવતી વખતે અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ લખાવવા પડતી પ્રક્રિયાને સરળ બનાવવા માંગણી કરી હતી.

સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શહેરમાં નીકળતા ગોવિંદા મંડળોને એક જ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી જવાબ અને પ્રક્રિયા પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી મંડળોના આયોજકોને અલગ-અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે. એક જ સ્થળેથી જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરળતાથી પરવાનગી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

નવા પોલીસ કમિશનરનું સ્વાગત

આ મુલાકાત દરમિયાન સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીરનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમિતિના આગેવાનોએ ગોવિંદા ઉત્સવ દરમિયાન પોલીસ તંત્ર સાથે સંકલન જાળવીને ઉત્સવને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજવા સહકાર આપવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી.

રજૂઆતમાં આ આગેવાનો રહ્યા ઉપસ્થિત

પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે સમિતિના પ્રમુખ શ્રી ગણેશભાઈ પી. સાંવત, તેમજ શ્રી દિપકભાઈ કે. કદમ, શ્રી અશોકભાઈ વાય. દુધાણે, શ્રી સંજયભાઈ ડેવિલકર, શ્રી સુરેશભાઈ મૌર્યા (પત્રકાર), શ્રી દીપકભાઈ શિંદે, શ્રી સંદિપભાઈ પાર્ટે, શ્રી રાજુભાઈ વાળંદ, શ્રી રૂપેશભાઈ કોડાળકર, શ્રી અવિભાઈ રોડગે અને શ્રી નિશાંતભાઈ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમિતિની મુખ્ય માંગણીનો હેતુ ગોવિંદા મંડળોના આયોજકો માટે પરવાનગી પ્રક્રિયાને વન-વિન્ડો જેવી સરળ વ્યવસ્થા તરફ લઈ જવાનો છે, જેથી સમય અને મહેનત બંનેની બચત થાય અને પોલીસ વિભાગ તથા ગોવિંદા મંડળો વચ્ચે વધુ સુગમ સંકલન થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here