Home Blog Page 61

અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ હેલ્પલાઈન ટીમ

0
ક્રાંતિ સમય

સુરત, સુરત 181 અભયમ હેલ્પલાઈન ટીમે અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. મહિલા નિર્વસ્ત્ર કહી શકાય તેવી હાલતમાં મળી આવી હતી. મહિલાની હાથ-પગની ચામડી પણ ખરી ગઈ હતો. અભયમથી મળતી વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાંથી એક જાગૃત્ત વ્યકિતએ મદદરૂપ થવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું કે, એક અજાણી મહિલા લગભગ નિર્વસ્ત્ર કહી શકાય તેવી હાલતમાં હોવાથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. જેથી કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને મહિલાને કપડાં પહેરાવ્યા હતા. આ મહિલાની ઓળખ થાય ત્યાં સુધી ઓલ્ડ એજ હોમનો સંપર્ક કરી આશ્રય અપાવ્યો હતો.

તપાસ દરમિયાન અભયમને જાણવા મળ્યું કે, આ મહિલા મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. તેમનો પુત્ર કોરોનામાં ગુજરી ગયો હોવાથી તેઓ એકલા પડી ગયા હતા અને કોઈ આશરો ન હોવાથી સુરત આવી નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. થોડા સમય બાદ કામ મળવાનું બંધ થતા ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા. ભૂખ-તરસ અને હતાશાના કારણે તેમની હાથ-પગની ચામડી પણ ખરી ગઈ હતી. આવી દયનીય હાલતમાં તેમને યોગ્ય આહાર અને આશ્રયની જરૂર હોવાથી ઓલ્ડ એજ હોમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની વ્યવસ્થિત દેખભાળ અને સારવાર થઈ રહી છે.

બિહારનો ભાગલપુર બ્રિજ બનાવનાર કંપની પાસે ગુજરાતમાં હજારો કરોડના બે બ્રિજ અને સુરત મેટ્રો સ્ટેશન્સનો કોન્ટ્રેક્ટસ

0
ક્રાંતિ સમય

ગુજરાતના બે મહત્ત્વના પુલનું નિર્માણ કરનારી કન્સ્ટ્રક્શન કંપની અને બિહારના ધરાશાયી પુલની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે. હરિયાણાની એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ જ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ અને ડભોઇ-સિનોર-માલસર-એસ રોડ, નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે. હાલ બંને પુલનું કન્સ્ટ્રક્શન કામ પૂરું થવાના આરે છે અને નજીકના દિવસોમાં જ એનું ઉદઘાટન કરવામાં આવશે. ભાજપની સરકારે ગુજરાતમાં જે કન્સ્ટ્રકશન કંપનીએ બિહારનો પુલ બનાવ્યો છે એ જ કંપનીને રૂપિયા 1 હજાર કરોડના કન્સ્ટ્રક્શનનાં કામો હાલમાં આપેલાં છે.

ભાગલપુરમાં રવિવારને 4 જૂને જે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો એનું ગુજરાત સાથે કનેકશન છે. આ પુલ તૂટવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થવા પામ્યાં હતાં. પુલના એક પછી એક ભાગ તૂટી રહ્યા છે, એ દૃશ્ય ખૂબ જ હચમચાવી દેનારાં અને આશ્ચર્યજનક છે. બિહારના ખગરિયામાં 1,717 કરોડ રૂપિયાના ખર્ચે અગુવાની સુલતાનગંજ ગંગા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ પુલના તૂટવાથી એક હજાર કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના બે મહત્ત્વના બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠી રહ્યા છે. એવી પણ માગ ઊઠી રહી છે કે બંને બ્રિજનું ઉદઘાટન પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે આ બ્રિજોની ચકાસણી કરાવવી જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત બ્રિજ તૂટવાની ઘટનાઓથી ગુજરી ચૂક્યું છે. મોરબીમાં કેબલે બ્રિજ તૂટવાની ઘટનાએ 100 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જ્યારે અમદાવાદમાં મામતપુરા બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો અને હાટકેશ્વર બ્રિજ બન્યાના બે જ વર્ષમાં દયનીય હાલતના કારણે બંધ કરવો પડ્યો હતો. બિહાર સરકાર દ્વારા આ કંપનીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

કતારગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, એકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા

0
ક્રાંતિ સમય

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર નજીક શિવાજી વેજીટેબલ માર્કેટ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને બાદમે મળી હતી કે મોટા પ્રમાણમાં અહીં દારૂનો જથ્થો આવી રહ્યો છે.જે આધારે ગાંધીનગર ની ટીમ સુરત આવીને કતારગામ વિસ્તારમાં રેડ કરી હતી. આ દરમિયાન પોલીસે એક આઇસર ટ્રક ભરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે આઇસાર ટેમ્પો માંથી 19656 નંગ દારૂની બોટલ સાથે 22 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે 22 લાખનો દારૂ, 2મોબાઈલ અને એક આઇસર ટેમ્પો મળી કુલ 30.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. SMC ની ટીમે રેડ કરી કતારગામ માંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.પોલીસે ઘટના સ્થળેથી ભાવેશ રાજુભાઈ પાટીલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.તેમજ આ ઘટનામાં દારૂ મંગાવનાર ભરત પટ્ટી,ગોવાથી દારૂ મોકલનાર અને ડ્રાઇવર સહીત ૪ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર આવશે સુરત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં ફરી એક વખત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ચાહકોમાં આનંદની લાગણી ફરી વળી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જેમને ગુરુ માને છે તેવા જગતગુરુ રામભદ્રાચાર્ય પણ સુરતમાં 11 તારીખે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવશે. જોકે જગતગુરુ એક દિવસ પહેલાં જ 10 જૂને સુરત આવવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર, સુરત શહેરમાં ફરી એકવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનના રોજ રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ તેઓ એક લગ્નમાં હાજરી આપશે. જોકે, તે એક દિવસ અગાઉ એટલે કે 10 જૂને જગતગુરુ પણ સુરત આવવાના છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામભદ્રાચાર્ય ખૂબ જાણીતા કથાકાર છે.  સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાશે. જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાતના હજારો લોકો હાજર રહેશે. ત્યારબાદ તેઓ સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવન ખાતે પણ સંવાદ કરશે. જ્યાં રામચરિત માનસ સહિતની વાતો ભાવિક ભક્તો સાથે કરશે.

સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ વડાપ્રધાનને પત્ર સાથે કાળો રૂમાલ મોલવામાં આવ્યો

0
ક્રાંતિ સમય

આમ આદમી પાર્ટી મહિલા હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો.જેમાં પહેલવાન દીકરીઓનું શોષણ કરનાર બ્રિજભૂષણ સિહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. દીકરીઓ સાથે જાન્યાય થઈ રહ્યો છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ફિટકાર વરસાવા જેવી બાબત છે. કુસ્તીબાજ મહિલાઓ ઘણા દિવસોથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. તેની માંગણીઓને ધ્યાનમાં લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહીયુ છે, આવા વર્તન કરી ભારતમાતાની બેટીઓની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યો છે.

પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે જણાવ્યું કે ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજ દેશ માટે મેળવેલા મેડલ ગંગામાં પધરાવવા માટે મજબુર થઇ છે. દેશને ગૌરવ અપાવનારી દીકરીઓના મેડલ ગંગામાં વિસર્જિત થશે તો માં-ગંગા પણ દ્રવી ઉઠશે, હું હિન્દુસ્તાનની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું અને સાથે સાથે મહિલા પહેલવાન સાથેના દમન ના દ્રશ્યો જોઇને અમે ખુબજ દુઃખી છીએ. આમ આદમી પાર્ટી પણ દુખી છે.ભાજપ ઉપર ફિટકાર છે, એટલા માટે આ દુઃશાસન જેવા કાર્યો માટે કાળા કલરના રૂમાલની ભેટ પણ પત્ર સાથે મોકલી રહ્યા છીએ. તેમજ મહિલા પહેલવાનની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ.

આરટીઇ હેઠળ પ્રવેશ માટે સરકારે એડમીટ કાર્ડ આપ્યા છતાં સુરતની શાળાઓમાં પ્રવેશ ન આપતા વિવાદ

0
ક્રાંતિ સમય

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારના આ કાયદાને જાણે શાળાઓ ગણકારતી ન હોય તેવી સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે.કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે આવેલી વી.આર.ગોધાણી સ્કૂલના સંચાલકો દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હોવાનું સામે આવી રહ્યો છે. બાળકો જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રવેશના આપવા માટેની વાત કરી હતી જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા RTE એડમિટ કાર્ડ આપ્યું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ શાળામાં તમે મારા બાળકને અભ્યાસ કરવા માટે લઈ જઈ શકો છો. 

છતાં પણ શાળાના સંચાલકોની દાદાગીરી એવી હતી કે તેમણે અમને પ્રવેશ તો ન જ આપ્યો પરંતુ અમે ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે કયા કારણથી અમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. આખરે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને અમારી રજૂઆત કરી આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

“મિશન લાઈફ – પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો

0
ક્રાંતિ સમય

‘પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન’: ડી.સી.પી. ભગીરથ ગઢવી

સુરત, ૫ જૂન એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીનાં ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન, સુરત દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, ઉધના ખાતે “મિશન લાઈફ-પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ તાલીમાર્થીઓની સાથે લોકપ્રતિનિધિઓ,અઘિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડી.સી.પી. શ્રી ભગીરથ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધનમાં તાલીમાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બની વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી. પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન છે એમ જણાવી તેમણે યુવાઓને માનવજીવન માટે અતિ આવશ્યક પ્રકૃતિ માટે જાગૃત બનવાની અરજ કરી હતી.

આ પ્રસંગે નિવૃત્ત આઈ.એ.એસશ્રી આર.જે.પટેલે “પર્યાવરણ શરણં ગચ્છામિ”નાં સંસ્કૃત શ્વોક થકી આધુનિકરણના સમયમાં પર્યાવરણ સુરક્ષાનું માહાત્મ્ય સમજાવ્યું હતું. પોતાના અનુભવો વિષે વાત કરી તેમણે આજની યુવાપેઢીને પર્યાવરણ અંગે જાગૃતતા કેળવવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે વિજ્ઞાન અને ધર્મનાં સમન્વયની આગવી જરૂરિયાત વિષે સમજાવી ઉચિત વર્તન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. વિસ્તારનાં નગરસેવક શ્રી સોમનાથભાઈ મરાઠેએ પોતાનાં વિસ્તારમાં ૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું તેમજ પર્યાવરણ સંતુલન માટે નવી પેઢીની સક્રિયતાની આવશ્યકતા પર બહાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ને અનુલક્ષીને ચિત્રકળા, નિબંધ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અહિં ઉપસ્થિત તાલીમાર્થીઓને સરગવાનો રોપો ભેટરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સનરાઇજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનનાં પ્રમુખશ્રી પ્રદિપભાઈ શિરસાઠ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાધિકાબેન લાઠીયા, આર.એફ.ઓશ્રી જીગ્નેશભાઈ ગામિત, ભેસ્તાન ફાયર ઓફિસરશ્રી હિતેશભાઈ પાટીલ, રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય શ્રીવિનોદભાઈ પવાર, નગરસેવકશ્રી બળવંતભાઇ પટેલ,ભૂતપૂર્વ નગરસેવકશ્રી સુરેશભાઈ કણસાગરા, મહામંત્રી શ્રીમતી માયાબેન બારડ, PSI(ઉધના) શ્રી ડી.એમ.મૂળયાસિયા,એલ.આઈ. બી ના હે.કો. હરીશભાઈ સોલંકી,ક્ષેત્રિય પ્રચાર અઘિકારીશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, એડવોકેટ રિલેશભાઈ લિમ્બાચિયા,બી.એસ.એફ.ના શિવરાજભાઈ સાવલે અને શિક્ષકશ્રીઓ ધર્મેશભાઈ પ્રજાપતિ, કૌશલ બાગડે,કમલેશ શિરસાઠ તેમજ ચંદ્રકાંત ક્ષીરસાગર ઉપસ્થિત રહ્યા હતા.

સુરત રેલ્વે સ્ટેશનને વિકસાવવા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટના ફેઝ-1 ની કામગીરી શરૂ થઈ

0
ક્રાંતિ સમય

સુરત મહાનગર પાલિકા વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ માટેના પહેલા ફેઝના  કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ માટે વરાછા નજીક આવેલા સૂર્યપૂર ગરનાળાની પૂર્વે તરફે સુરત-કામરેજ વરાછા મેઇન રોડ તરફેથી પ્રોજેકટની એન્ટ્રી-એકઝીટ માટે રેલવે કલવર્ટને પૂર્વે લાગુ 162 ચોરસમીટર વાળી  મેળવવા માટે પાલિકાએ જગ્યા માલિક સાથે વાટાઘાટ થી જગ્યા મેળવવા માટેના પ્રયાસ કર્યો હતો.

પાલિકાએ  ફાઇનલ ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં 266/1 ક્ષેત્રફળ 162 ચોરસ મીટર વાળી જમીન મેળવવા જમીન માલિક સાથે વાટાઘાટો કરી હતી. પાલિકાએ જમીન માલિક 21,214 પ્રતિ ચોરસ મીટરનો ભાવની  ઓફર કરી હતી. પરંતુ પાલિકાની આ ઓફર સાથે જગ્યા માલિક સંમત થયા ન હતા. તેઓએ પ્રતિ ચોરસ મીટર અઢી લાખ રૂપિયાના ભાવે જગ્યા આપવા માટેની તૈયારી બતાવી હતી. પરંતુ જમીન માલિકોએ કરેલી ઓફર પાલિકાને ગેરવ્યાજબી લાગતાં  હવે પાલિકાને આ જગ્યા વાતાઘાટ થી નળી મળે તેવું લાગતા આ પ્રોજેક્ટના ઉપયોગમાં આવતી જગ્યા ફરજ્યાત સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે અને આ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે તેના પર નિર્ણય કરાશે.

સુરત પાલિકાના અઠવા ઝોનમાં કોમન પ્લોટમાં દેરાસરના મુદ્દે વધુ એક વિવાદ, સુમેરૂ રેસિડેન્સી જૈન દેરાસર મુદ્દે હોબાળો

0
ક્રાંતિ સમય

સુરત, સુરત પાલિકા અઠવા ઝોનમાં થોડા સમય પહેલાં એક સોસાયટીના કોમન પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચર ના નામે દેરાસર ઉભુ કરી દેવાતાં વિવાદ થયો હતો. આ વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યારે સુરત ખાતે આવેલ સુમેરૂ રેસીડેન્સીના કોમન પ્લોટમાં જૈન દેરાસરના નિર્માણ મુદ્દે વિવાદ થયો છે. આ રહેણાંક સોસાયટીમા 120 ફ્લેટ હોલ્ડરો પૈસી 40 ફ્લેટમાં જૈન સમાજના અગ્રણીઓ વસવાટ કરી રહ્યા છે. જેઓ દ્વારા કેમ્પસમાં જૈન દેરાસર બનાવવામાં આવી રહ્યું હોવાને કારણે અન્ય ફ્લેટ હોલ્ડરો દ્વારા આ અંગે ભારે વિરોધ ઉભો કરવામાં આવ્યો હતો. રહેણાક સોસાયટીના કોમન પ્લોટમાં  દેરાસર બનાવી દેવાના મુદ્દે સોસાયટી ના બે મુદ્દા સામસામે આવી ગયા હતા. આજે સવારે અચાનક બે જુથ સામ સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસી દરમિયાનગીરી કરીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તો બીજી તરફ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોમન પ્લોટમાં દેરાસર મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા ઝોનમાં 200થી વધુ અરજી કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી.

સોસાયટીનો એક પક્ષ દેરાસરની તરફેણમાં છે જ્યારે બીજો પક્ષ દેરાસરના વિરોધમાં છે. સોસાયટીના કેટલાક રહીશો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, કોમન પ્લોટમાં ગેરકાયદે દેરાસર અંગે 200થી વધુ વાર અઠવા ઝોનમાં ફરિયાદ કરી છે પરંતુ ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઝોન દ્વારા સોસાયટીમાં બેન્કવેટ હોલ અને ગેમ ઝોનનું ડિમોલીશન કરીને જ સંતોષ માનવામાં આવ્યો છે. જ્યારે સીઓપીમાં બની રહેલા જૈન દેરાસર મુદ્દે અઠવા ઝોન દ્વારા કોઈ પગલાં ભરતું નથી. આ મુદ્દે ફરી એક વાર સોસાયટીમાં બન્ને પક્ષના રહીશો વચ્ચે હોબાળો થયો હતો અને તેના કારણે પોલીસે એન્ટ્રી કરવી પડી હતી.  હોબાળા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને પક્ષ વચ્ચે વાટાઘાટ કરીને સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે,  સોસાયટીના રહીશો અઠવા ઝોન ની કામગીરી સામે નારાજગી દર્શાવી રહ્યાં છે.

સુરતના અમરોલીમાં ઘરમાં એકલી રહેતી મહિલાનો આપઘાત

0
ક્રાંતિ સમય

સુરત, શહેરના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં એકલી રહેતી મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. ફાયર વિભાગ અને અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા મનીષાબેન જગદીશ ચાવડા (ઉ.વ.38 )એ મોડી રાત્રે ઘરમાં હીચકાના હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આપઘાત લીધો હતો. જોકે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ઘટના અંગે ખબર પડતા સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ આ બાબતે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ દ૨વાજો તોડતા મહિલાનો મૃતદેહ અંદર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેને પગલે સ્થાનિકો ચોકી ગયા હતા.

મહિલાનો મૃતદેહ નીચે ઉતારી પોલીસને સોંપવામા આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મનીષાબેનના બે-ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે મુંબઈમાં રહે છે અને અહીં તેઓ એકલા રહેતા હતા. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોય એવી હાલમાં શક્યતા લાગે છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.