Home Blog Page 60

ઉધના ઝોનના હૈદરી નગરમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી મળતું નથી, મહિલાઓએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉન વિસ્તારમાં હૈદરી નગર વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પીવાના પાણીની અછત છે અને પાણી આવતું ન હોવાથી લોકોનો ગુસ્સો સામતા આસમાન પર પહોંચી ગયો છે. આજે સ્થાનિકો ભેગા થયા હતા અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, ચુંટણી હોય ત્યારે લોકો મતદાન માટે ગાડી લઈને આવે છે પરંતુ હાલમાં પાણી નથી આવતું તો એક પણ રાજકારણી અહી જોવા મળતો નથી.

હૈદરી નગરમાં રહેતા આઇશાબેને જણાવ્યું હતું કે, 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. ખૂબ જ તકલીફ થઈ રહી છે. નજીકમાં પણ પાણી ભરવા જઈએ તો કોઈ પાણી પણ ભરવા દેતું નેથી. ઊનાળાના સમયમાં પાણી ન આવે તો કેવી હાલત થાય? તે તો અમને જ ખબર છે. બાળકોને પણ પૂરું પાણી આપી શકાતું નથી.વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે લેતાવો મત માગવા આવી જાય છે. રીક્ષા અને ગાડીઓ લઈને આવી મત આપવા જવા માટે લઈ જતા હતા. અત્યારે કોર્પોરેટર સહિતના કોઈ નેતાઓ અમારી તકલીફમાં મદદે આવી રહ્યા નથી. અત્યારે અમારે જરૂર છે તો કોઈ અહી આવી રહ્યું નથી. હાલમાં આકરી ગરમી પડી રહી છે તેવામા પાણી ન મળતા લોકોની મુશ્કેલી વધી રહી છે. પાલિકા પાણી આપતી નથી અને બોરીંગવાળા પણ પાણી આપતા ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ વિસ્તારમાં પીવા માટે પૂરતું પાણી મળે તે માટેની માંગણી સ્થાનિકો કરી રહ્યાં છે. 

ખુલ્લા પ્લોટ ભાડે આપવાના નામે ભાજપના કાર્યકરોને પ્લોટ ફાળવવાના મુદ્દે ભાજપ શાસક અને મ્યુનિસિપલ કમિશનર સામસામે

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના ખુલ્લા પ્લોટ ભાડે આપવાના નામે ભાજપના કાર્યકરોને પ્લોટ ફાળવી દેવાના મુદ્દે હવે  ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે.  ભાજપના કાર્યકરને આર્થિક રાહત માટે શાસકોએ પાછલી તારીખ માં કરેલો ઠરાવ કમિશ્નરે ફગાવી દીધો છે. લામેલા ફુડ કોર્ટ સાત રુપિયા પ્રતિ ચોરસ મીટર ના બદલે ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટર માટે ઠરાવ મુદત વીતી ગયા પછી કર્યો હતો. જોકે, ઠરાવ કમિશ્નરે ફગાવી દેતા હવે પુરા પૈસા ભરવા પડશે તે નક્કી થઈ ગયું છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ટીજીબી હોટલ સામે સોનાની લગડી જેવો પ્લોટ ભાજપના મહિલા કોર્પોરેટરની ભલામણથી વોર્ડ પ્રમુખ ને ફાળવી દેવામાં આવ્યો હતો. જોકે, આ પ્લોટ ની મુદત પુરી થતાં રાંદેર ઝોનમાં ઓસી. કમિશ્નર દ્વારા 45 દિવસ ના સમય માટે સાત રુપિયા લેખે પ્લોટ ભાડા માટે આપી દીધો હતો. જોકે, આ સમય મર્યાદા પુરી થયા બાદ પણ ભાડું નહીં ભરાતા પાલિકાએ પ્લોટ સીલ કરી દીધો હતો. જેના કારણે સાત રુપિયા લેખે વોર્ડ પ્રમુખે ચેક આપ્યો હતો પરંતુ તે રિટર્ન થયો હતો. 

જોકે, સ્થાયી સમિતિએ ભાજપના વોર્ડ પ્રમુખ ને આર્થિક ફાયદો થાય તે માટે પાછલી તારીખમાં ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટરના ભાડે ઠરાવ કરી દીધો હતો. સ્થાયી સમિતિએ આ ઠરાવ કરતાં આ ઠરાવ લઈને વોર્ડ પ્રમુખ બાકીના પૈસા મજરે લેવા માટે ઝોનમાં પહોંચ્યા હતા. જોકે, આ મુદ્દે મ્યુનિ. કમિશ્નરને જાણ થતાં તેઓએ સ્થાયી સમિતિએ કરેલા ઠરાવને માન્ય રાખ્યો નહોતો જેના કારણે હવે ભાજપના વોર્ડ પ્રમુખે સાત રૂપિયા ના ઠરાવ મુજબ જ પૈસા ભરવા પડશે. મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ કહી દીધું છે કે, પાલિકાના પ્લોટ ફાળવવાની જે નીતિ છે તે 2016માં સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ જ ફાળવણી કરી શકાશે. આ નીતિ મુજબ પ્લોટનું ભાડું 13  રુપિયા પ્રતિ ચોરસ મીટરનું રહેશે. આ ઉપરાંત  45 દિવસ માટે જ ફાળવવાનું થાય છે.

પાલિકા કમિશ્નરની આ પ્રકારની સુચના બાદ રાંદેર ઝોનમાં આસી. કમિશ્નરે રાંદેર ઝોનમાં જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે તમામની એક બેઠક કરી અને તમામને પ્લોટ ની સમય મર્યાદા પુરી થાય છે ત્યારે પ્લોટ ખાલી કરવા માટે સુચના આપી દીધી છે. પાલિકાએ જે પ્લોટ ફાળવ્યા છે તે મોટા ભાગે ભાજપના જ કાર્યકરો છે તેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે.  પ્લોટ ફાળવણી મુદ્દે ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે. મ્યુનિ. કમિશનર સરકારના નિયમ મુજબ પ્લોટ ફાળવવા નો આગ્રહ રાખે છે ત્યારે શાસકો કાર્યકરોને ફાયદો થાય તે માટે ઠરાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા ંછે. જેના કારણે આ મુદ્દે આગામી દિવસોમાં મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સબ સ્ટેશનના બાકી સાત કરોડના વેરા મુદ્દે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે ઉભી થયેલા મંડાગાઠ દૂર થઈ

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં ટોરેન્ટ કંપનીએ મુકેલા સબ સ્ટેશનના બાકી સાત કરોડના વેરા મુદ્દે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે ઉભી થયેલા મંડાગાઠ હવે દૂર થઈ ગઈ છે. પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે સમાધાન થતા હવે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે થયેલી ચર્ચા મુજબ હવે સબ સ્ટેશનના સાત કરોડ રૂપિયાના વેરાની બાકી ઉઘરાણી પાલિકા અને ટોરેન્ટ કંપની બન્નેના કર્મચારીઓ ઉઘરાણી કરશે. સુરત પાલિકા વિસ્તારમાં ટોરેન્ટ કંપની દ્વારા મુકવામાં આવેલા સબ સ્ટેશનના બાકી મિલ્કત વેરા લાંબા સમયથી બાકી છે. પાલિકાના આ વેરા વધીને સાત કરોડ પર પહોંચી ગયાં છે.

ટોરેન્ટ કંપનીએ વેરા માટે હાથ ઉચા કરી દીધા અને જે સોસાયટીમાં સબ સ્ટેશન મુક્યા છે તે સોસાયટી દ્વારા વેરા ભરવા મા આવશે તેમ કહી દીધું હતું. પાલિકાનો મિલકત વેરો ન આવતાં મ્યુનિ. કમિશ્નરે ટોરેન્ટ કંપનીને ખોદાણ માટેની પરવાનગી ન આપવા માટે આદેશ કયો હતો.આ કિસ્સામાં ઉધના ઝોનના ઝોનલ ચીફે એક હોસ્પિટલને આદેશ છતાં ખોદાણ ની પરવાનગી આપતાં તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. જોકે, આજે સ્થાયી સમિતિમાં ટોરેન્ટ પાવરના વેરા અંગેની ચર્ચા હકારતમક થઈ હતી. આ ઉપરાંત પાલિકાના બાકી વેરાની વસુલાત માટે ટોરેન્ટ કંપની પણ સહયોગ આપશે તેવું કહેવામાં આવતા હવે પ્રાયોરીટી પ્રમાણે ખોદાણ ની મંજુરી આપવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.

કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર કેનાલ રોડ પર ફુટપાથનો કેટલોક ભાગ ગાયબ થઈ ગયો છે. કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ફૂટપાથ ગાયબ થયો કે કરી દેવામાં આવ્યો તે અંગે અનેક અટકળો શરુ થઈ ગઈ છે. આ વિસ્તારમાં લોકો રોંગ સાઈડ વાહન પણ દોડાવી રહ્યાં છે તેના કારણે ફુટપાથ ઘણો જ મહત્વનો છે. અકસ્માતથી બચવા માટે લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ફૂટપાથ પર ઠેક ઠેકાણે બાવળ ઉગી નીકળ્યા છે.

આટલું જ નહી પરંતુ લોકો વધેલો ખોરાક કે બિલ્ડીંગ મટીરીયલ્સ પણ ફુટપાથ પર જ નાખી રહ્યાં છે. તેમ છતાં લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે તે જગ્યાએ ફુટપાથ પર સળીયા નાંખી દેવાયા છે અને તે વિસ્તારમાં ફુટપાથ તુટી ગયો છે અને બ્લોક પણ નથી. ફૂટપાથની જગ્યા પર સળીયા નાંખી દેવાયા હોવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે. આ ઉપરાંત પાલિકાએ બનાવેલો ફુટપાથ કેવી રીતે ગાયબ થઈ ગયો છે તે પણ મોટો પ્રશ્ન છે. જોકે, પાલિકા આવી કામગીરી સામે આંખ આડા કાન કરતી હોવાથી લોકોના માથે અકસ્માતનો ભય રહેલો છે. 

સુરતમાં નાનપુરા સ્થિત જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરામાં શાળા શરૃ કરવા મંજુરી લઇ અડાજણમાં શરૃ કરતા રૃા.1 લાખ દંડ

0
ક્રાંતિ સમય

સુરતમાં નાનપુરા સ્થિત જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરા ટીમલીયાવાડ ખાતે શ્રીમતી ઉષા અને ઉમાકાંત ડી કોન્ટ્રાકટર શૈશવ કુંજ નામની અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી હતી. દરમ્યાન સુરત જિલ્લા શિક્ષણાધિકારીની એક ટીમ આ સ્કુલની ગત દિવસોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી કે ટ્રસ્ટ દ્વારા જે જગ્યાએ એટલે કે ટીમલીયાવાડ ખાતે શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી છે. પરંતુ આ સ્થળે તો આ શાળાના કોઇ નામો નિશાન નથી. શાળા મુળ જગ્યાએ કાર્યરત જ નથી. સુત્રોના જણાવ્યા મુજબ ડીઇઓની ટીમે વધુ તપાસ કરતા આ શાળા અડાજણમાં શરૃ કરાઇ હતી. આથી ત્યાં તપાસ કરતા ત્યાં શાળા શરૃ કરવા મંજુરી મળી હોઇ તેવા કોઇ આધાર ટીમ સમક્ષ રજુ કરી શક્યા ના હતા.

આથી ઇન્ચાર્જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીએ જીવનભારતી ટ્રસ્ટના પ્રમુખને આપનું ટ્રસ્ટ અમાન્ય સ્થળે મંજુરી લીધા વગર શાળા ચલાવે છે. જેથી અમાન્ય શાળા ચલાવવા બદલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ મુજબ ટ્રસ્ટને શાળાની મંજુરી મેળવ્યા વિના શાળા ચલાવવા બદલ રૃા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અને જેટલા દિવસ ઉલ્લધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૃા. ૧૦ હજાર દંડ શા માટે ના કરવો તે અંગે ખુલાસો કરવા સાત દિવસનુ અલ્ટીમેટમ આપતી કારણદર્શક નોટીસ ફટકારી હતી. સાથે જ નિયત સમય મર્યાદામાં ખુલાસો મળશે નહીં તો કશુ કહેવા માંગતા નથી તેમ માની શાળા બંધ કરવા અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ચીમકી આપી હતી. 

વેસુની શિક્ષિકાને ત્રાસ આપતા પંજાબી સમાજના માજી પ્રમુખ મળી 4 સામે ગુનો

0
ક્રાંતિ સમય

વેસુમાં રહેતી એક શિક્ષિકાને તેના લગ્નના બીજા જ દિવસથી સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને 3 લાખની ઉઘરાણી કરતા હતા, આ ઉપરાંત શિક્ષિકાના પતિની અગાઉ જે યુવતીઓ સાથે લગ્નની વાતો થઇ હતી તેના ફોટા બતાવી માનસિક ત્રાસ અપાયો હતો. શિક્ષિકાએ પંજાબી સમાજના પ્રમુખ રહી ચૂકેલા તેના સાસુ સહિત ચાર સાસરીયાઓની સામે દહેજની ફરિયાદ આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પ્રાચી વિશાલ કપૂર (રહે. રાજમહન કોમ્પ્લેક્સ, હાઇસ્કૂલની પાસે, વેસુ) વેસુની પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. તેણીના લગ્ન 2022માં પંજાબી સમાજના માજી મહિલા પ્રમુખ કવિતાબેન ગીરીષ બગ્ગાના પુત્ર રોનિત બગ્ગા (રહે.આર્શિવાદ વિલા, ન્યુ સિટીલાઇટ રોડ, અલથાણ, વેસુ) સાથે થયા હતા. લગ્ન સમયે પ્રાચીબેનને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય ઘરવખરીનો સામાન અપાયો હતો.

​​​​​​​લગ્નના થોડા જ દિવસો બાદ પ્રાચીને તેના સાસુ કવિતાએ રોનિતના અગાઉ જે યુવતીઓ સાથે માંગા આવ્યા હતા. તેના ફોટા બતાવીને માનસિક ત્રાસ આપ્યો હતો. લગ્નના એક મહિના બાદ પ્રાચીને તેના પિયરમાંથી બેંક એકાઉન્ટ, જે પ્રોપર્ટીમાં નામ હોય તે તમામ લઇ આવવા માટે દબાણ કરાયું હતું. સાસરિયાઓ તરફથી ત્રણ લાખ લઇ આવવા માટે દબાણ કરીને હેરાન ફરિયાદીને હેરાન કરવામાં આવતી હતી, પ્રાચીબેન શિક્ષિકા હોય તેના ખાતામાં જે રૂપિયા હતા તે રૂપિયા પણ તાત્કાલીક એટીએમમાંથી ઉપાડી લેવા માટે દબાણ કરતા હતા. સાસરીયાથી ત્રાસી ગયેલી પ્રાચીબેને સાસુ કવિતાબેન પણ હેરાન કરતા હતા. ફરિયાદી પ્રાચીબેને પતિ રોનિત, સાસુ કવિતાબેન, સસરા ગીરીષ બગ્ગા તેમજ ગિરીકા અર્જુન આહુજાની વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત સિટી બસમાં બે સગીર ખુલ્લેઆમ નશો કરતા જોવા મળ્યા, કેમેરામાં કેદ થયેલી ઘટના વાયરલ

0
ક્રાંતિ સમય

સુરત સિટી બસમાં બે સગીર દ્વારા નશો કરતા હોવાનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. કોઈ જાગૃત વ્યક્તિ દ્વારા બે સગીર નશો કરતા હોવાનું જણાય આવતા મોબાઇલમાં કેચ કરી લીધા હતા. જોકે, તેઓ નશો કરે છે એવું ખૂબ ઓછા લોકોને સમજાય છે. આ પ્રકારે નશો કરતા લોકો રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં તેમજ અન્ય ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બંને યુવકોના હાથમાં રૂમાલ જેવું દેખાઈ રહ્યું છે. ફેવી બોન્ડ નામનો પદાર્થ તેમજ અન્ય મેડિકલ સ્ટોરમાં વપરાતી દવાઓ સીરપ સ્વરૂપે કે અન્ય સ્વરૂપમાં મળતી હોય છે. જે ખુબ જ સસ્તામાં મળી રહે છે. ઘણી વખત આ યુવકો પંચર બનાવવા માટે જે ગમ સ્વરૂપે ટ્યુબનો ઉપયોગ કરે છે તે ટ્યુબને કાપડ ઉપર લગાડી દે છે. તે ખૂબ જ સસ્તી હોવાને કારણે નશા કરવા માટે આવા યુવકો ઉપયોગ કરતા હોય છે. રૂમાલમાં લગાડ્યા બાદ તેને સતત સૂંઘતા રહે છે અને તેનો નશો તેમને થતો હોય છે.નશા કરતા આ યુવકોનો વીડિયો જોઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

પાંડેસરામાં લિવઈનમાં રહેતી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

0
ક્રાંતિ સમય

પાંડેસરા જગન્નાથ નગર ખાતે રહેતી અનિતા મુન્ના શાહુ(18)ના મુન્ના શાહુ સાથે લગ્ન નક્કી થઈ ગયા હતા પરંતુ આર્થિક સ્થિતી નબળી હોવાથી લગ્ન બાદમાં કરવાનું નક્કી કરી બન્ને લિવઈનમાં છેલ્લા થોડા સમયથી રહેતા હતા. સોમવારે રાત્રે અનિતાએ પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અનિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી ન શકતા હાલ આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે. બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ કમિશનરે કહ્યું- સુરત પોલીસે 16 કરોડથી વધુનું ડ્રગ્સ પકડ્યું, જો આ ડ્રગ્સ ન પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત

0
ક્રાંતિ સમય

સુરત, શ્રી હનુમાન ચાલીસ યુવા કથાના છઠ્ઠા દિવસે સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ગજેરા મેદાનમાં 50 હજારથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ સાથે સુરતના પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા અને તેમણે હનુમાન દાદાની આરતી કરી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ન પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત.હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં યુવતીઓ અને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યમાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. મહત્ત્વનું છે કે, આ પછી સુરતના એસીપી વાય. એ. ગોહિલે સ્ટેજ પર સાયબર ક્રાઈમનો ફોર્ડ અંગેની જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવતાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ યુવાઓમાં વધતાં ડ્રગ્સ અને વિદેશી કલ્ચરના અનુકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ફેશનનો પ્રભાવ નથી પડતો હંમેશા માત્ર ચરિત્રનો પ્રભાવ પડે છે. આ સાથે હરિપ્રકાશ સ્વામીએ રાષ્ટ્રહિતની વાત કરતાં એવું પણ કહ્યું હતું કે, ”જેને ભારત માતા કી જય અને વંદે માતરમ્ બોલવામાં તકલીફ હોય તેને ભારતમાં રહેવાનો શું અધિકાર? તમામ હિન્દુઓને વિનંતી કે, ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા બે કે ત્રણ દીકરાને દીકરી હોવા જ જોઈએ.

હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. આ પછી સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સમુહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી હતી. કથાની શરૂઆત પહેલાં સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર સંબોધન આપતાં કહ્યું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ના પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત. સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે. 

બિહારમાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ ધરાશાયી થયા બાદ દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર સવાલો ઉભા થયા

0
ક્રાંતિ સમય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ એ જ કન્સ્ટ્રક્શન કંપની એસપી સિંગલા દ્વારા બનાવવામાં આવી રહી છે જે બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર પુલ બનાવી રહી હતી. ગંગા નદી પર નિર્માણાધીન પુલ બે દિવસ પહેલા જ તૂટી ગયો છે. બિહારમાં બનેલી ઘટના બાદ ગુજરાતના ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે નહીં? આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર કંપની સાથેનો કરાર રદ કરવાના પક્ષમાં નથી. તેનું કારણ એ છે કે આ એસપી સિંગલાની કંપની દ્વારા દેશમાં 70 જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના સિગ્નેચર બ્રિજ અંગે સરકારને વિશ્વાસ છે કે તેમાં કોઈ કમી નથી. બ્રિજના નિર્માણ પર અધિકારીઓ અને મંત્રીઓ સતત નજર રાખી રહ્યા છે. એટલા માટે તેના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાની કોઈ તૈયારી નથી. જો કે હવે બાંધકામની કાર્યવાહી પર સતત દેખરેખ વધારવામાં આવશે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનેલ સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના માટે અત્યારથી જ તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજ તૈયાર થયા બાદ ત્રણ અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે, ત્યારબાદ આ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી સંભાવના છે.