Home Blog Page 59

કામરેજ તાલુકાના આત્મીય વિદ્યા મંદિરના 8 કર્મચારીઓને છૂટા કરી દેવાતા DEOને ફરિયાદ

0
ક્રાંતિ સમય

કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા આત્મીય વિદ્યા મંદિર ઇન્ટરનેશલ સીબીએસઇ શાળાના 4 મેન્ટર્સ તેમજ 4 શિક્ષક સહિત 8 કર્મચારીઓને આચાર્યની સહી વાળા રિલીવ લેટર પકડાવી દઈ છૂટા કરી દેવામાં આવ્યા છે. 15 મી એપ્રિલ 2023ના રોજ ચિરાગ ભટ્ટ, પ્રેરક પટેલ, વર્ષા પટેલ, આનંદ દુબે ચાર શિક્ષકો હેમંત દુબે, તેજસ મિસ્ત્રી, નીબ્બા શેવાળે, વર્ષા શેવાળે ચાર મેન્ટર્સ મળી કુલ આઠ કર્મચારીને જાણ કર્યા વગર છૂટા કરી દેવાયા હતા. કર્મચારીએ આચાર્ય દ્વારા છૂટા થવા અંગેના લેટરની અમલવારી કરવાની નથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત 5મી જૂનના રોજ શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના આરંભે છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ તેમની ફરજના ભાગ રૂપે શાળામાં જતા હતા, ત્યારે તેમને ગેટ પર જ બાઉન્સરો સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા શાળામાં પ્રવેશ બંધી ફરમાવી હતી. જોકે શાળાના આચાર્ય વિજય પટેલની સંપર્ક કરી હકીકત જાણવા સંપર્ક કરવાની કોશિશ કરતા, આચાર્યએ મોબાઈલ ફોન રિસિવ કર્યો ન હતો. ડો. દિપક દરજી, DEO સુરત જિલ્લા એ જણાવ્યું કે આત્મીય વિદ્યા મંદિર સીબીએસસી સ્કૂલ છે. ગુજરાત સરકારની એનઓસી છે. સ્ટાફની ભરતી શિડ્યુલ એ પ્રમાણે કરવામાં આવી નથી. છતાં પણ મે સ્કૂલને નોટીશ આપી છે અને જવાબ માંગ્યો છે. નોટિસનો જવાબ આવે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

0
ક્રાંતિ સમય

સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છરા, ચપ્પુ જેવા હથીયારો લઈને ફરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રકારની કોમ્બિંગ નાઈટ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની માનસિકતા ધરાવતા ઈસમો પણ ઝડપાઈ રહ્યા છે.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, નાઈટ કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે, ત્યારે સચિન સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા 35 પોલીસકર્મીઓની 4 ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન જીઆઇડીસી ઉન બંગાલી વસ્તી રજ્જા નગર, માધવ પાર્ક જલારામ નગર, સાતવલ્લા ઝુપડપટ્ટી ખાતે સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી.

આ દરમ્યાન પોલીસે રેમ્બો છરા તથા ચપ્પુ જેવા હથીયાર સાથે 8 જેટલા ઈસમો સામે કાર્યવાહી કરી હતી. 70 જેટલા વાહનોનંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વિરોધ એમ.વી એક્ટ કલમ 209 મુજબ કરેલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન ઈ એફઆઇઆર ના આધારે મહીધરપુરા ચોક બજાર તેમજ સુરત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ત્રણ મોબાઇલ ફોન ચોરી તથા અન્ય 32 મળી કુલ ૩૫ ચોરીના ફોન રૂપિયા કિંમત 3,04,000 ના મળી આવ્યા છે. અલગ અલગ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ સાથે જુદા જુદા ગુના ના 138 ગુનો નોંધાયા છે, મોબાઈલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડીને ચોરી ના 35 મોબાઈલ પણ પકડી પડાયા.

સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકની બેદરકારી સામે આવી, ગાર્ડરનો મોટો ભાગ ઉપર હોવા છતાં બસ ચાલકે બસ રોકી ન હતી

0
ક્રાંતિ સમય

સુરતના વેલંજા વિસ્તારનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં અંડરપાસમાંથી બસ હંકારી ચાલકે ગર્ડર તોડી નાખ્યો હતો. ગર્ડરનો એક ભાગ બસની ઉપર હોવા છતાં ખાનગી બસનો ચાલક રોકાયો નહીં અને લોખંડનો મોટો ભાગ બસના માથે હોવા છતાં મુસાફરોથી ભરેલી હંકારી મૂકી હતી. ખાનગી ટ્રાવેલ્સના ચાલકની આ ગંભીર બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે તેમ હતું. હાલ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે. વેલંજા પાસેના બ્રિજ નીચેથી અંડરપાસમાંથી કોઈ મોટું વાહન અંદર પ્રવેશી ન જાય તેના માટે ગર્ડર ગોઠવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવો ગર્ડર રેલવે સ્ટેશન અથવા શહેરના કેટલાક પ્રવેશ સ્થળ ઉપર મૂકવામાં આવે છે, જેથી કરીને વધુ ભારે વાહનો આ રસ્તામાં પ્રવેશી ન શકે પરંતુ, અહીં તો હદ થઈ ગઈ.

ઘનશ્યામ ટ્રાવેલ્સના ચાલક દ્વારા પહેલા તો આ રસ્તા પર પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં બસ તે રસ્તા પર નાંખી અને ઓછામાં પૂરું તે રસ્તા પરના ગર્ડરને તોડી નાખી સાથે લેતા ગયા. બ્રિજ નીચેથી પસાર થતી વખતે ગર્ડરની પણ ચિંતા કર્યા વગર સીધી ગાડી હંકારી દીધી હતી અને તેના કારણે ગર્ડર તૂટી ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકને જાણે કોઈની ચિંતા ના હોય તે રીતે ગાડી હંકારતો હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાંથી કોઈ મોટું વાહન પસાર થાય એવી સ્થિતિ ન હોવા છતાં તેણે બળજબરીથી પોતાની બસને ગર્ડર હોવા છતાં નીચેથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગર્ડર તો તૂટ્યો હતો પરંતુ, તેનો એક ભાગ બસની ઉપર જ હતો. લોખંડનો આ જાડો પટ્ટો ખૂબ જ વજનદાર હોય તે સ્વાભાવિક છે છતાં પણ ઉપરના ભાગે ગર્ડરનો એક ભાગ હોવા છતાં ગાડી હંકારતો રહ્યો, તેને કારણે આસપાસના વાહનચાલકો પણ જોતા રહી ગયા હતા. જો એ લોખંડનો આ જાડો ગર્ડરનો ભાગ કોઈ વાહનચાલક કે રાહદારી પર પડ્યો હોત તો તેને જીવનું જોખમ પણ થઈ શકે પરંતુ, ખાનગી ટ્રાવેલ્સના વાહનચાલકો કેટલી બેદરકારી રીતે ગાડી હંકારતા હોય છે તે અહીં સ્પષ્ટ જોવા મળ્યું છે.

સુરતમાં પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા, લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ 

0
ક્રાંતિ સમય

સુરત શહેરને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસ દ્વારા જનભાગીદારીથી શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે, વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા. તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલરૂમથી કરવામાં આવતું હતું. હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે, તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનરે આજે જણાવ્યું કે, આ નવા સીસીટીવી કેમેરાઓ પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરા પોલીસને મદદરૂપ થશે. આ ઉપરાંત સુરત શહેરમાં ગુનાખોરી અને ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા હિસ્ટ્રીશીટ ખોલવાની ઝુંબેશ મે 2013માં શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 249 નવા હિસ્ત્રોશીટ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેમાંથી 127 હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી છે અને 122 હિસ્ટ્રીશીટ ખોલવાની કાર્યવાહી શરૂ છે.

શાંત અને સલામત સુરત શહેર મુહિમ અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધવા માટેની એક મુહીમ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવે છે. આ મુહિમ અંતર્ગત સુરત શહેર સેક્ટર-1 અને સેક્ટર-2 હેઠળ આવતા ઝોન-1 થી 6ના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ-અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે. અલગ-અલગ જગ્યા ઉપર જન ભાગીદારીથી 15,920 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે, આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતના ઉધના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો

0
ક્રાંતિ સમય

ઉધના વિસ્તારના લુહાર ફળિયામાં અને એની આસપાસ કેટલાક દારૂના અડ્ડાઓ બે રોકટોક રીતે ચાલી રહ્યા છે. દારૂના અડ્ડા ચાલતા હોવાની સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ પોલીસે કોઈ પગલાં લીધાં નથી. જોકે આશ્ચર્યની વાત એ છે કે દારૂના અડ્ડા ચાલતા હોવાને કારણે વહેલી સવારે અને રાત્રે પણ દારૂડિયાઓ ઘરની આગળ આવીને સૂઈ જાય છે. ગમે ત્યાં મહિલાઓની સામે પેશાબ કરવા ઊભા રહી જાય છે. ગંદી ભાષામાં વાતો કરે છે અને ઘણી વખત તો મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ઉધના વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ દેખાતી હોય છે, જેના પરથી સ્પષ્ટ માલૂમ થાય છે કે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના પણ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂની લતે ચડેલા લોકોના કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન છે.

લુહારનગરના કેટલાક લોકોએ એકત્રિત થઈને તેમને ઉઠાડ્યા હતા અને ત્યાંથી ભગાડ્યા હતા, જેનાં દૃશ્યો સામે આવ્યાં છે, એ ખરેખર ચિંતાજનક છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક યુવતીઓએ જણાવ્યું હતું કે દારૂડિયાઓ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. અમારા ઘરમાં ઘૂસી જાય છે અને મારામારી પણ કરે છે. મહિલાઓની સાથે પણ છેડતીઓ કરે છે. દારૂ પીને આવે છે અને અમારા પરિવારના લોકો તેમને ટોકે તો ઘરમાં આવીને મારામારી પણ કરી જાય છે. મહિલાઓને પણ ગમે ત્યાં સ્પર્શ કરે છે. આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પોલીસને જ્યારે આ બાબતે ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે કહે છે કે જ્યારે દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યારે અમને ફોન કરજો. દારૂના અડ્ડો ચાલુ થતાં જ અમે ફોન કરીએ છીએ અને પોલીસ આવે છે ત્યારે દારૂનો અડ્ડો બંધ થઈ જાય છે. પોલીસ પછી અમને કહે છે કે, ક્યાં દારૂનો અડ્ડો ચાલે છે? આ પ્રકારનો ખેલ અહીં પોલીસ સ્ટેશનના લોકો અમારી સાથે કરી રહ્યા છે. પોલીસ આવે છે, તપાસ કરે છે અને કહે છે કે અહીં તો કોઈ અડ્ડો ચાલતો નથી. આ પ્રકારની વાતો કરીને જતા રહે છે.

સચિનમાં છ વર્ષની બાળકી સાથે ક્રૂરતા, સેન્ડવીચ શેકવાના મશીન વડે થાપાના ભાગે ડામ આપ્યા

0
ક્રાંતિ સમય

સચિન સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આ શ્રમિક પરિવારની નજીકમાં જ રહેતા સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર આ શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગો કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાહિલ અને તેની પત્નીને અગાઉ પણ આ બાબતે મનાઈ કરી હતી પરંતુ તેઓ માનવા તૈયાર નથી. આશરે ત્રણ દિવસ પહેલા શ્રમિક દંપતી રાત્રિના સમયે ફેક્ટરી પર કામ કરવા ગયું હતું અને ત્યારબાદ સવારે જ્યારે પરત આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શ્રમિક દંપતીને કહેવામાં આવ્યું હતું કે, સાહિલ દ્વારા છ વર્ષની બાળકીને માર મારવામાં આવ્યો છે.

જ્યારે પરિવારે આ બાબતે સાહિલને પૂછ્યું ત્યારે સાહિલ અને તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું કે, તારી દીકરી ગાંજો ચોરી ગઈ છે તેથી તેને માર મારવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં ગાંજો વેચનારા સાહિલ અને તેની પત્ની પર આક્ષેપ છે કે, તેમને આ છ વર્ષની દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીન વડે બાળકીના થાપાના ભાગે ડામ આપ્યા હતા. હાલ આ બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલ દ્વારા બાળકી પર મોબાઈલ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને પૂછપરછ માટે ઘરે લઈ ગયો હતો. જોકે, સાહિલ તેની પત્ની અને માતાએ બાળકીને થાપાના ભાગે ડામ આપ્યા હતા. આ અંગે તેની માતાની ફરિયાદ આધારે ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.

લોકોની ફરિયાદના નિકાલનો દાવો કરતી મ્યુનિ.ના વિભાગના કર્મચારીઓએ જ પાણી માટે બોરીંગ પર નિર્ભર, ફાયર સ્ટેશનમા દોઢ મહિનાથી પાણી પુરતા પ્રેશરથી આવતું નથી

0
ક્રાંતિ સમય

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી જુદા જુદા કલરનું અને વાસ મારતું પાણી આવતું હોવાની ફરિયાદ અનેક વિસ્તારમાં આવી રહી છે. આ સમસ્યા અંગે ગણતરીના દિવસોમાં ઉકેલ આવ્યો હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. જોકે, મ્યુનિ.ની મુખ્ય કચેરીની બરાબર સામે આવેલા ફાયર સ્ટેશન માં પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. મ્યુનિ. હાલમાં જ સેન્ટ્રલ ઝોનમાં જાન્યુઆરી 2023 માં ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સુરત મ્યુનિ. લોકોના પાણીના પ્રશ્નની ફરિયાદનો નિકાલ ત્વરિત કરવાનો દાવો કરી રહી છે પરંતુ દીવા તળે અંધારું હોય તેમ  સેન્ટ્રલ ઝોનમાં બનેલા ફાયર સ્ટેશનમાં છેલ્લા દોઢ મહિનાથી પુરા પ્રેશરથી પાણી આપી શકતું નથી. આ જગ્યાએ ફાયર સ્ટેશન શરૃ થઈ ગયું છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ જગ્યાએ પીવાનું પાણીનું પ્રેશર ઘણું જ ધીમું આવે છે જેના કારણે પુરતું પાણી મળતું ન હોવાથી કર્મચારીઓએ જ બોરિંગના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આજે મેયરે ફાયર સ્ટેશનની વિઝીટ કરી આ સમસ્યાનો તાકીદે હલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

લિંબાયતના ખ્વાજા નગરમાં આંગણવાડીની બારી સાથે પશુઓને બાંધી દેવાનો વીડિયો વાયરલ, કતલખાને આવતા પશુઓને બાંધી દેવામાં આવતા હોવાની ફરિયાદ

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ખ્વાજા નગર વિસ્તારમાં બાળકોને પોષક ખોરાક મળે તે માટે આંગણવાડી બનાવવામાં આવી છે. આ આંગણવાડીમાં અનેક બાળકો આવે છે અને સ્ટાફ પણ કામગીરી કરે છે. પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા કતલખાને આવતા ઢોર આંગણવાડી કેમ્પસમાં બાંધી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે. આ અંગેના વિડીયો સાથે કેટલાક ગૌસેવકોએ પાલિકા અને પોલીસને રજુઆત કરી છે. આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે જોકે, હજી સુધી આંગણવાડી માંથી ઢોરનો ત્રાસ દુર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપેલા બાકડા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર મુકી દીધા

0
ક્રાંતિ સમય

આપમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવ્યું છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપેલા બાકડા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર મુકી દીધા છે. લોકોની સુવિધા માટે અન્ય જગ્યાએ બાકડા મુકવાના બદલે કોર્પોરેટરે પોતાની બિલ્ડીંગની ટેરેસ પર મુકી દેતા વિવાદ ઉભો થયો છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામા આવેલા બાકડા બિલ્ડીંગના ટેરેસ પર પહોંચ્યા તેનો વિડીયો વાયરલ થતાં ટેરેસ પર બાકડાં પહોંચાડનારા કોર્પોરેટરે કોઈને ત્યાં પ્રસંગ હોવાથી બાકડાં ટેરેસ પર મુક્યા હોવાનો લુલો બચાવ કર્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ટિકીટ પર જીતેલા  કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે અને ત્યાર બાદ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હાલમાં વિવાદમા આવ્યા છે. આપમાંથી ચુંટણી જીત્યા બાદ આપના કોર્પોરેટરોએ બાંકડાના બદલે લોકપયોગી કામમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવો તેવો નિર્ણય કર્યો હતો.

પરંતુ હાલમા એ.કે. રોડ પર શ્રીજી નગર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ મકવાણા જે બિલ્ડીંગમાં રહે છે તે બિલ્ડીંગના ટેરેસ પર ત્રણ બાકડા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વિડીયો અંગે કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણા કહે છે, અમારી બિલ્ડીંગના ટેરેસ પર બાકડા છે તે વાત સાચી છે પરંતુ તે કાયમ માટે મુકવામા આવ્યા નથી. અમારી બિલ્ડીંગમાં એક વ્યક્તિના ઘરે પ્રસંગ હતો તેથી બાકડાં ટેરેસ પર મુકવામા આવ્યા છે અને હવે પ્રસંગ પુરો થઈ ગયો છે એટલે બાકડાં નીચે ઉતારી દેવામા આવશે. આ બાંકડા ગઈકાલે જ મુક્યા છે અને આજે ઉતરી પણ જશે તેવો પોકળ ખુલાસો તેઓએ કર્યો હતો.

હોમ ડિલિવરી કરાવવા આવેલા વિધર્મી ડિલિવરી બોયે શારીરિક અડપલાં કરતા યુવતી રણચંડી બની, પોલીસે ધરપકડ કરી

0
ક્રાંતિ સમય

બનાવની વિગત એવી છે કે ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ઓનલાઇન ખરીદી કરી હતી. ઓનલાઇન ખરીદીની વસ્તુ ઘરે ડીલીવરી મેળવવા માટે તેમણે પોતાના ઘરનું એડ્રેસ આપ્યું હતું. જેથી ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં ફ્લિપકાર્ટ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો સુફિયાન ફિરોજ પટેલ યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરેલ કુરિયર આપવા માટે ઘરે આવ્યો હતો.આ દરમિયાન યુવતીના પરિવાર બહાર ગયો હોવાથી તે ઘરમાં એકલી હતી.જેને લઇ કુરિયર બોય યુવકે યુવતીનો એકલતાનો લાભ લઇ છેડતી કરી હતી.

ફ્લિપ કાર્ટનો ડિલિવરી બોય સુફિયાનને અંદાજ આવી ગયો હતો કે યુવતી ઘરમાં એકલી છે. જેથી તેણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો.યુવતીએ ઓનલાઈન પેમેન્ટ કરી સ્ક્રીનશોટ બતાવવા માટે બહાર આવી હતી.ત્યારે વિધર્મી સુફિયાન પટેલે યુવતી સાથે શારીરિક અડપલા કરી તું બહુ સુંદર છે તેમ કહીને છેડતી કરી હતી. લોકોએ વિધર્મી યુવક સુફિયાન પટેલને પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેથી ઉમરા પોલીસ મથકમાંથી પીસીઆર ઘટના સાથે પહોંચી હતી. પોલીસે સુફિયાનની અટકાયત કરી યુવતીની પોલીસ ફરિયાદ લીધા બદ સુફિયાન સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.