Home Blog Page 57

સુરતમાં માતા-પિતા અને ભાઈ-બહેન બાદ મોટી પુત્રીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે

0
ક્રાંતિ સમય

સુરત શહેરના સરથામા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા તથા પુત્રી અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. આ ઘટનામાં હજી પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યાં પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સુરતના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. વિનુ મોરડિયાએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોટા ભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રુચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રુચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. આપઘાતના પ્રયાસને લઈને પ્રાથમિક તપાસમાં હાલ ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના તેમના મોટા ભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. મોટો પુત્ર કામધંધો ન કરતો હોવાથી ઘરમાં ઝઘડો થવા ઉપરાંત તેની ઉંમર લગ્નની થઇ હતી, કોઇ યુવતીના માગા આવે એવા સમયે પુત્ર કંઇ કામ ન કરતો હોય એ ચિંતા પણ વિનુભાઇને સતાવતી હતી. આ ઉપરાંત પુત્ર સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ કરતો. આ તમામ બાબતોને લઇ ચિંતિત રહેતા વિનુભાઇએ આખરે પરિવાર સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.

ઉધના મગદલ્લા રોડ પર ઇલેક્ટ્રિક શોપમાં જીવંત વીજવાયર બાંધેલી હાલતમાં યુવાન મૃત મળ્યો

0
ક્રાંતિ સમય

સુરતમાં ઉધના મગદલ્લા ખાતે કોમલ સર્કલ પાસે ઇલેક્ટ્રિકની દુકાનમાં યુવાનના બંને હાથ વાયર સાથે બાંધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. પરિવારના સભ્યાએ પણ દયાનંદના મોત અંગે શંકા વ્યક્ત કરી છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં અંબિકા રો હાઉસમાં રહેતો 36 વર્ષીય દયાનંદ નંદકિશોર આહીરાવ ઉધના મગદલ્લા રોડ પર કોમલ સર્કલ પાસે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો હતો અને તેની પત્ની નજીકમાં પ્રાઇવેટ નોકરી કરે છે.

પત્નીએ એક કોલ કર્યા છતાં રિસીવ નહી થતા તે દુકાને દોડી ગઇ હતી. જ્યાં પતિ દયાનંદ બંને હાથ વાયરથી બાંધેલી હાલતમાં બેભાન મળતા ચોંકી ગઇ હતી. તે વાયર ખોલવા જતાં તેને કરંટનો ઝટકો લાગતા ચીસાચીસ કરી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં તેણે વાયર બાંધી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે. તે મુળ મહારાષ્ટ્રના વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતાના મોતને લઈને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં ખેલાયો ખુની ખેલ, રૂમ પાર્ટનરે પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીયો

0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં ઘરની બહારથી વહેલી સવારે મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સિદ્ધાર્થ નગરમાં એક ઓરિસ્સા વાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતકની સાથે રૂમમાં રહેતા તેના સાથી મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતો 36 વર્ષીય પુનો પોલાઈ છેલ્લા ઘણા સમયથી હત્યારા સાથે ભાડાની રૂમમાં રહેતો હતો અને લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. ગત મોડી રાત્રે પૂના પોલાઈની તેની સાથે રહેતા રૂમ પાર્ટનરે પથ્થરના ઘા મારી હત્યા કરી દીધી હતી. વહેલી સવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા સ્થાનિકોએ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતના ઝઘડમાં કારીગરની હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. પૂનો પોલાઈના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે બનાવ અંગે મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી અને હત્યારા રૂમ પાર્ટનર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પુનો પોલાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે, જેઓ હાલ તેમના વતનમાં રહે છે. મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થયું છે અને બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

વેસુ વીઆઇપી રોડ પર ઓએનજીસી કોલોનીમાં રહેતા CISFના કર્મચારીએ તેના સાથીકર્મીની પત્ની પર દુષ્કર્મ કર્યો 

0
ક્રાંતિ સમય

વેસુમાં રહેતી 29 વર્ષીય પરિણીતાનો પતિ CISFમાં નોકરી કરે છે. આરોપી સુનિલકુમાર વેદપ્રકાશ ઓએનજીસી કોલોની,વેસુ, પાસે રહે છે. 24મી મેએ મહિલાનો પતિ સવારે કંપનીમાં ડ્યૂટી પર ગયો હતો ત્યારે આરોપી તેના ઘરે આવ્યો હતો. તે વખતે આરોપીએ મહિલા સાથે બળજબરી કરી રેપ કર્યો હતો. મહિલાએ તે વખતે પતિને વાત કરી ન હતી. બીજીવાર પાછો આરોપી સુનિલકુમાર 8મી જૂને આવ્યો હતો અને જબરજસ્તી કરી રેપ કરવાની કોશિશ કરી હતી. જોકે મહિલાએ બૂમાબૂમથી લોકો દોડી આવ્યા હતા અને સુનિલકુમારને પકડી મેથીપાક આપ્યો હતો. મહિલાનો પતિ પણ દોડી આવ્યો હતો. મહિલા ગભરાય ગઈ હોવાથી જે તે વખતે ફરિયાદ આપી ન હતી. શુક્રવારે રેપનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપીના મહિલાના ઘર સાથે પારિવારીક સંબંધ હતા. આરોપી 6 વર્ષથી CISFમાં નોકરી કરે છે અને બે સંતાનનો પિતા છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક સંકડામણને લઈને લુમ્સના કારખાનેદારે આપઘાત કરી લીધો

0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક સંકડામણને લઈને લુમ્સના કારખાનેદારે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૂળ મહેસાણાના વતની સુરત શહેરના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલ આકાશ એસ્ક્લેવમાં રહેતા સીતારામ કાંતિભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલ મિનરવા ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં લૂમ્સનું કારખાનું ધરાવતા હતા. આ દરમિયાન ગઈકાલે સાંજે 43 વર્ષીય સીતારામ ખાતાના ત્રીજા માળે આવેલ ઓફિસની અંદર પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાને પગલે કારીગરો સહીત ત્યાં હાજર લોકો ચોકી ઉઠ્યાં હતા. આ ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આઘાતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના ભાઈ જયેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લુમ્સ ખાતામાં કાપડનો ઓર્ડર નહીં મળવાથી ભાઈ ટેન્શનમાં રહેતો હતો. ધંધામાં મંદી હોવાના કારણે આર્થિક સંકડામણથી જ પોતાના જ લુમ્સ ખાતામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મને પણ આ બાબતે કોઈ જાણ કરી ન હતી. ધંધામાં મંદીના કારણે માનસિક ટેન્શનમાં આવી સીતારામભાઈએ આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સીતરામભાઈને બે સંતાન છે. જેથી કારખાનેદારના આપઘાતના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સુરતના સચિન વિસ્તારમાં પાડોશી યુવકે જ પેટ્રોલ છાંટીને કાર સળગાવી દીધી

0
ક્રાંતિ સમય

સુરતના સચિન વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના જોઈને લાગે છે કે પાડોશી પાડોશીનો દુશ્મન બની ગયો છે. ઘટના એવી છે કે સચિન સ્લમ બોર્ડમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં એક પાલતુ કૂતરો રાખ્યો હતો, ત્યારે અચાનક કૂતરો ભસવા લાગ્યો, જ્યારે માલિક ઘરની બહાર આવ્યો અને જોયું કે તેની કારમાં આગ લાગી હતી, ત્યારે માલિક અને તેની પત્નીએ ઘરની બહાર ભસ્યો હતો. આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગને કારણે કારને ભારે નુકસાન થયું હતું.

કારના માલિક દ્વારા વીમો ઉતરાવવામાં આવ્યો હતો. બે-ત્રણ દિવસ પછી વીમા કંપનીના કર્મચારીઓ સ્થળ પર નિરીક્ષણ માટે આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમની નજર સામે ARO પ્લાન્ટમાં લાગેલા CCTV પર ગઈ. કર્મચારીઓ દ્વારા સીસીટીવી કેમેરાના ફોટા ચેક કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીને ખબર પડી હતી કે 15મીએ રાત્રે એક યુવક કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી રહ્યો છે.આ ફૂટેજ કારના માલિક અને તેની પત્નીને બતાવતાં તેમણે આગ લગાડનારને ઓળખી બતાવ્યો હતો. આગ લગાડનાર ખૂદ પડોશી યુવક જ હતો. સચિન સ્લમ બોર્ડમાં રહેતા અને મીલમાં નોકરી કરતા રામજી કનૈયાલાલ યાદવે આ અંગે સચિન પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પડોશી સુબોધ ધર્મેન્દ્ર રમાણી(25)(રહે,સ્લમ બોર્ડ, સચીન)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સુબોધ રમાણી અગાઉ ચોરીમાં 5 વખત પકડાયો હતો.

જોકે તેણે પડોશીની ડસ્ટર કારને આગ કેમ લગાડી તે અંગે પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપતો નથી. રામજી યાદવ ધંધા અર્થ બહારગામ ગયેલો હોવાથી જે તે વખતે ફરિયાદ કરી ન હતી.

કામરેજના નયી પારડી ગામમાંથી 24.47 લાખના ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ

0
ક્રાંતિ સમય

સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા જગદીશ ભાઈ તેમજ રોહિત ભાઈને બાતમી મળી હતી કે, નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળીયામાં રહેતા ભાવેશ મકવાણા નામના ઇસમે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં આવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો રાખેલો છે. માહિતીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા 24 લાખ 47 હજાર 400 રૂપિયાની કિમતનો 244.740 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં ભાવેશ ભૂપતભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. તેમજ બે મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ 24.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલો ઇસમ ભાવેશ છૂટકમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો. જેથી તે સુરતના કાલુ નામના ઇસમ પાસેથી પણ ગાંજાનો જથ્થો ખરીદતો હતો અને આરોપી ભાવેશ અને કાલુ તથા કાલુના માણસે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવી આરોપી ભાવેશે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં ગાય ભેસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. જેમાંથી તેઓ બંને છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતા હતા. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

નગર શિક્ષણ સમિતિની સામાન્ય સભા તોફાની, શિક્ષકોની ઘટ મુદ્દે શાસક-વિપક્ષ સામસામે આવી ગયા

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે થોડો હોબાળો થયો હતો પરંતુ સભા પૂરી થયા બાદ શાસકો અને વિપક્ષના કાર્યકરો સામસામે આવી જતાં હોબાળો મચી ગયો હતો શાસક વિપક્ષ સભ્ય આક્રમક બની સામસામે આવી જતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. સભા પૂરી થયા બાદ લોબીમાં ભાજપ ચોર છે, અને ભાજપમાં આવી જાવ ભાજપમાં આવી જાવ ના નારા સાંભળવા મળ્યા. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે માસિક સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષ એક જ સભ્ય હોવાથી તેઓનો વિરોધ ધીમો પડી ગયો હતો. પરંતુ સભા પૂરી થયા બાદ આપ ના બે કોર્પોરેટરો અને કેટલાક કાર્યકરોએ સભાખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સભાખંડમાં પ્રવેશવા દેવામાં ન આવતા લોબીમાં આપ ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ પૂરી કરે તેવી માગણી કરી હતી.

જેની સામે શિક્ષણ સમિતિના સભ્યો પણ આક્રમક બન્યા હતા તેઓએ કહ્યું હતું કે, ઘટ છે તે પુરી કરી દેવામા આવશે. ત્યારબાદ બન્ને કાર્યકરો અને શિક્ષણ સમિતિના શાસક પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. બન્ને તરફથી નારા બાજી શરુ થતાં વાતાવરણ ગરમાયું હતું. લોબીમાં ભાજપ ચોર છે, અને આપ ચોર છે, ભાજપમાં આવી જાવ ભાજપમાં આવી જાવ ના નારા સાંભળવા મળ્યા હતા. જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. વાતાવરણ તંગ બનતા પોલીસની એન્ટ્રી થઈ હતી અને પોલીસે બંને પક્ષ વચ્ચે ઉભા રહીને તેમને છૂટા પડ્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ શાળાઓમાં સરેરાશ પાંચ શિક્ષકોની ઘટ હોય તેવો મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સરેરાશ શિક્ષકોની ઘાતને જોતા 1291 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. જેની સામે માત્ર પ્રવાસી કેટલાક શિક્ષકોની મદદથી શિક્ષણકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ નહીં મળે તો, વિદ્યાર્થીઓને જ્ઞાન ક્યાંથી આપવામાં આવશે? આ મુદ્દે જબરજસ્ત સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા શિક્ષકોની ભરતી માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધીરેધીરે શિક્ષકોની ભરતી થઈ રહી છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. પ્રવાસી શિક્ષકની સાથે સાથે આંતરિક બદલી અને નવી ભરતી કરીને શિક્ષકોની ઘાટને પૂરી કરવામાં આવશે. આમ આદમી પાર્ટી રજૂઆત કરવાને બદલે માત્ર હોબાળો કરીને પોતાની ફરજ કાર્ય પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે, શિક્ષકોની ઘટ હોવા છતાં શાસકો તેને પૂરી કરી રહ્યા નથી. બાળકોના ભવિષ્યની તેમને કોઈ ચિંતા નથી. સ્ટેશનરી અને સ્કૂલ બેગ ખરીદવાનું મોટું કોઈ પણ આચરવામાં આવ્યું છે, જેને કોઈ અનુભવ નથી એવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. શાસકોના મેળાપીપળામાં ખરીદી થઈ રહી છે.

સુરત મહાનગરપાલિકા શિક્ષણ અને આરોગ્યની સુવિધા પર ભાર મૂકી રહી છે, 40 જેટલા આરોગ્ય કેન્દ્ર બનાવવા આયોજન, પહેલા તબક્કામાં 10 આરોગ્ય કેન્દ્ર બનશે

0
ક્રાંતિ સમય

સુરત શહેરના 2020 ના વિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય અને શિક્ષણની સેવા પર વધુ ભાર મૂકી રહી છે. શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધી તે માટેના પ્રયાસો સાથે સાથે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર નજીક જ આરોગ્યની સુવિધા મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નવા 40 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં પહેલા તબક્કામાં 10 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સુરત શહેરમાં હાલના તબક્કે 60 જેટલાં અર્બન હેલ્થ સેન્ટર અને આઠ સીએચસી ચાલી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં શહેરના શ્રમિક વિસ્તારોમાં પણ આરોગ્યની સુવિધાનો વ્યાપ વધારવા તથા મહત્તમ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાના હેતુ સાથે નાના સુવિધાયુક્ત હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે.

શહેર વિસ્તારમાં 40 આરોગ્ય કેન્દ્ર પૈકી પહેલા તબક્કામાં 10 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરોગ્ય કેન્દ્રમાં બ્રેસ્ટ કેન્સર, ડાયાબિટિશ, હાઇપરટેન્શન, તમાકુથી થતાં રોગોના નિદાન તથા ટેસ્ટિંગની સુવિધા ઉપરાંત યોગાની સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. પાલિકા નવા ચાલીસ હેલ્થ સેન્ટર શરૂ કરશે તેનો સમય સવારે 9 થી બપોરે 1:00 તથા સાંજે 5 થી રાત્રે 9:00 કલાકનો રહેશે. આરોગ્ય કેન્દ્રમાં એક એમબીબીએસ ડોક્ટર ઉપરાંત પાંચ કર્મચારીઓનો આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહેશે તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં વિસ્તારમાં 20,000 ની આસપાસ વસ્તી હોય તેવા પોકેટમાં આવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તબીબ અને સ્ટાફની ભરતી માટે પણ કવાયત શરૂ થઈ ગઈ છે. પાલિકા દ્વારા બનાવવામાં આવનાર આવા હેલ્થ સેન્ટરોમાં નોનકોમ્યુનિકેબલ ડિસિઝ (એનસીબી) પ્રકારની સુવિધાઓ દરદીઓ, જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવશે. 

સુરતના અમરોલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહને બે બાળકીઓને કચડી નાંખી, એક બાળકીનું ઘટના સ્થળે જ મોત, અન્ય ઘાયલ

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં સ્પીડમાં ચાલતા વાહનોના કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે અને તેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી જ ઘટના સુરતના અમરોલીમાંથી સામે આવી છે, જેમાં એક બાળકીનું મોત થયું છે અને અન્ય એકને ઈજા થઈ છે. બાળકીના મોત બાદ પરિવારમાં આ ઘટનાને લઈને શોકની સાથે સાથે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના નિવાસી દિનેશભાઈ કટારા અમરોલી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ કરે છે અને મારુતિગામ પાસે પત્ની અને બે બાળકો સાથે રહે છે. ગત રોજ રાત્રે કચરાની ગાડીએ એમના બંને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને પગના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ પિતાની ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે ટેમ્પો નંબર આધારે ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે. જો કે, પરિવારે નાનો દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.