Home Blog Page 43

વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ઘરેણાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

0

સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા. આ સાથે પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા

સુરતમાં ઉધના પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે, રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઇ તુમ રિક્ષા મેં બેઠ જાઓ યહાં પર ચોર હૈ તુમ્હે આગે ઉતાર દેતે હૈ તેવું જણાવી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા હતા. બાદમાં વૃદ્ધના સોનાના ઘરેણાં બેગમાં રાખવાનું જણાવી જે ઘરેણાં તેમજ રૂપિયાની ચોરી કરતી ટોળકી એક રિક્ષામાં માલ વેચવા માટે ઉધના ત્રણ રસ્તા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે 33 વર્ષીય અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ, 22 વર્ષીય કરન રામદાસ બાગુલ અને 27 વર્ષિય નરગીશ ઇકબાલ વજીર શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની કાનની કરનકુલ, તથા એક સોનાની ચેઇન મળી કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા

સિનેમાઘરો માં લોકો ને આકર્ષી રહી છે ટીનું સુરેશ દેસાઈ નિર્દેશિત ફિલ્મ :મિશન રાણીગંજ

0

રૂસ્તમ જેવી સુપર ડુપર ફિલ્મ આપનાર જોડીની કેમેસ્ટ્રી ફરી જોવા માટે દર્શકો ઘણા વર્ષોથી આતુર હતાં.

પાંચ વર્ષની અથાક રિસર્ચ બાદ સમગ્ર કોલ ખાણ ની એક સત્ય ઘટના કાગળ પર ઉતારી તેને હૂબહૂ દર્શકો સામે રજુ કરવું. કોઈ નાના ગજાની વાત નથી, આપ એક ડિરેક્ટર છો અને આપ દ્વારા વર્ષો પહેલા ઘડાઈ ગયેલી સત્ય ઘટનાને સીને પડદા પર તાદ્રશ્ય ઉતારી હશે તોજ થિયેટરમાં તાળીઓ મળશે અને એ તાળીઓની દાદ મેળવતું કામ નિર્દેશક ટીનુ સુરેશ દેસાઈ એ સાત વર્ષ બાદ અક્ષય કુમાર સાથે કરી બતાવ્યું. રૂસ્તમ બાદ આ ટીનૂની અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં ટીનુએ ફિલ્મના એક એક ડાયલોગ અને નાનામાં નાના સીન ઑફ સિસ તથા ૮૦ના દાયકાને ધ્યાને રાખી તે સમયની ડીટેલિંગપર પૂરતું ધ્યાન આપી ફિલ્મને નિર્દેશક તરીકે નવો નિખાર આપ્યો છે. “મિશન રાણીગંજ” નું કોઈ પ્રમોશન નથી કરાયું છતાં બધે આ ફિલ્મ માઉથ ટુ માઉથ પ્રચારથી જોવાઈ રહી છે અને એટલેજ ફરી એકવાર ટીનુ સુરેશ દેસાઈ અને અક્ષય કુમારની હિટ કેમેસ્ટ્રી લોકોને જોવા મળી રહી છે.

તા.૬/૧૦/૨૦૨૩ ના રોજ આ પૂજા ફિલ્મના બેનર હેઠળ રીલે થઇ જેમાં જસવંતસિંહ ગિલની દિકરી પૂનમ ગિલનો કોન્સેપ્ટ તથા સ્ક્રીન પ્લે વિપુલ કે રાવલનું છે. ‘મિશન રાનીગંજ’ થિએટરમાં રિલીઝ થઇ ચુકી છે. જેના આજ સુધીના રીવ્યુ પ્રમાણે આ કલાત્મક ફિલ્મ જરૂર જોવા જેવી છે. કેમ કે, દર્શકોના કહેવા પ્રમાણે હાર્ટ ટચિંગ ફિલ્મ બની છે. બે કલાક આપને જકડી રાખે છે. અક્ષય, પરિણીતા ઉપરાંત નાના મોટા દરેક કલાકારે ખુબ સારો કહી શકાય તેવો જીવંત અભિનય કર્યો છે. ફિલ્મમાં 65 મજૂરોના બચાવ્યા રેસ્ક્યુની ની ભારતની ગ્રેટ સત્યકથા છે. ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ ની આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ એજ સત્યધટનાથી પ્રેરિત છે. જેનું રિસર્ચ ટીનુએ પાંચ વર્ષ સુધી કર્યું. પછી આ ફિલ્મ ફ્લોર પર લાવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય, પંજાબના વતની અને રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવે છે. જશવંત સિંહે પોતાના જીવના જોખમે લગભગ 350 ફૂટ જમીન નીચે પાણીમાં ફસાયેલા 65 ખનન મજૂરોનો જીવ બચાવ્યો હતો. જે દ્રશ્યો આ ડિરેક્ટરે હૂબહૂ ફિલ્મ માં દર્શાવ્યાની કોશિશ કરી છે. જે જોઈને દર્શકો એકસાઇટ થઇ રહ્યા છે. આ ઘટનામાં 1989માં જસવંત સિંહ ગિલે 2 દિવસમાં જમીનના નીચે 350 ફૂટ પર ફસાયેલા 65 જેટલા મજૂરોને જીવતા બહાર કાઠયા હતાં. તે એન્જીનીયરીંગની કલા આજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જોવું જોઈએ.

સમગ્ર ઘટના ક્રમમાં ટીનુ સુરેશ દેસાઈ ડિરેકટરના નિર્દેશનમાં કામ કરતા અક્ષય કુમાર અને બીજા તમામ કલાકારો આપને શરૂઆતથી લઈને છેલ્લે સુધી ખુરશી પરથી ઉઠવા નથી દેતી. વાર્તા પ્રમાણે ભારતમાં પહેલી કોલસાની ખાણ ‘રાણીગંજ’ માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરનાર બ્રિટિશ અધિકારીઓએ શરૂ કરી હતી. જસવંત સિંહ ગિલ પોતાની પ્રેગ્નેન્ટ પત્ની નિર્દોષની સાથે રાનીગંજ આવે છે. રાણીગંજમાં જસવંતસિંહ કોલ ઈન્ડિયા લિમિટેડમાં રેસ્ક્યુ એન્જિનિયરનું કામ કરી રહ્યા હોય છે. જ્યારે માઈનમાં થયેલા બ્લાસ્ટ બાદ ખાણમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે કૉલ ખાણ જમીનની નીચે ફસાયેલા લોકોને બચાવવાની જવાબદારી જસવંત સિંહે પોતાના પર લીધી હોય છે. ત્યારે ખુદ જસવંત સિંહ આ કપરા મિશનને કેવી રીતે પુરૂ કર્યું તે જોવા માટે તમારે ‘મિશન રાણીગંજ’ ફિલ્મ પરિવાર સાથે જોવી પડશે. આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની વાર્તા ઘડિયાળના કાંટાની જેમ આગળ વધતી રહે છે. દર્શકો દરેક ક્ષણ, એક એક ફ્રેમ પરથી નજર નથી હટાવી શકતા. એટલી જબરજસ્ત આ રેસ્ક્યુ મિશન વાળી ફિલ્મ ડિરેકટર ટીનુ સુરેશ દેસાઈ અને અદાકાર અક્ષય કુમારે વર્ષૉબાદ સિને જગતને ભેટ ધરી છે.

આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદપર આપ હસતા હસતા, રડી પડશો, કેમ કે, આ ફિલ્મમાં જશવંત સિંહ ઉર્ફે અક્ષય કુમાર સાથે પત્નીનું પાત્ર ભજવનાર પરિણીતિ ચોપડા બીજા કલાકારોમાં વરૂણ બડૌલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યંદૂ ભટ્ટાચાર્ય જેવા અનેક કલાકારો એ દરેક પાત્રને ટીનુ સુરેશ દેસાઈ નાં નિર્દેશનમાં જીવંત કરીને ભજવ્યા છે. દસકોમાં એકવાર બનતી આવી ફીલ્મ દર્શકોએ જરૂર નિહાળવી જોઇએ,

‘મારી માટી મારો દેશ’ અભિયાન, આજે સચિન વેસ્ટ ડાયમંડ પાર્ક
પબ્લિક સ્કૂલથી પ્રસ્થાન કરાઈ.

0

સુરત,વોર્ડ ૩૦માં સચિન વેસ્ટ ડાયમન્ડ ગેટ પાર્ક પબ્લિક સ્કૂલથી રેલવે સ્ટેશન તરફ વાયા નવકાર થઇ સચિન સ્ટેશન પાસે ઓવર બ્રિજ નીચે સુધીના રૂટ પર સહુ શાળાના બાળકો અને મહાનુભાવો સાથે પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કર્યા હતા. તળંગપુર સરકારી શાળાની બાળાઓએ માથે કળશ તથા કુમાર બાળકો દ્વારા બેન્ડ લઇ એક ડ્રેસ કોડમાં સહુ મહેમાનોનું કુમકુમ તિલક કરી બાળાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

કળશ યાત્રાની શરૂઆત માજી પાણી સમિતિ સદસ્ય અને નગર સેવિકા રિનાદેવી રાજપૂત, માજી નગર પ્રમુખ અને વર્તમાન સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી, માજી નગર સેવક કાનજી ભાડિયાદરા તથા પાલી ગામના સામાજિક અગ્રણી દાનાભાઇ ભાડિયાદરા, ઉમ્બરના લોકપ્રિય માજી સરપંચશ્રી ધનસુખભાઇ પટેલ, ડાયમન્ડ ના પ્રેમ ઓઝા, પાર્ક સ્કૂલના પરાંજપે તેમજ સાગર પાટીલ અને મનપાના આસી. કમિશ્નર પ્રવીણ પ્રસાદ વગેરે મહાનુભાવો હસ્તે માટી અને ચોખા અર્પણ કરી કળશ યાત્રા રથને સચિન સ્ટેશન તરફ પ્રસ્થાન કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઉજવાતા અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫ વર્ષના ઇતિહાસમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણી થઇ રહી છે. જે નિમિત્તે સચિન વિભાગમાં પણ ‘અમૃત્ત કળશ યાત્રા’ રોજ નિર્ધારિત કરેલ વોર્ડ ના દરેક રૂટમાં દેશભક્તિના ગીતોની ધૂન સાથે પરિભ્રમણ કરે છે. આ કળશ રથમાં હાજર રહેલ રીના દેવી રાજપૂત, માજી નગર સેવકો એસ.એમ.સી. ના અધિકારીગણ અને નગરજનો સાથે અગ્રણીઓ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આસીસ્ટન્ટ કમિશ્નર પ્રવીણ પ્રસાદના જણાવ્યા મુજબ આજે ડાયમંડ પાર્ક સ્કૂલ પાસેથી સચિન સ્ટેશન તરફ કળશને બહુજ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. અહીં તળંગપુર પ્રાથમિક શાળાની બાળાઓની માથે કળશના દ્રશ્યો એક રાગિતાના દર્શન કરાવતા હતાં. સાથે ગજેરા સ્કૂલની બાળાઓ પણ ટ્રેડિસનલ ડ્રેસમાં પધારી હતી જેમાં એક બાળા માતા સીતાના વેશમાં સહુના આંખે વળગી રહી હતી. આમ કળશ યાત્રાની શોભા શાળાની બાળાઓએ પણ વધારી હતી. યાત્રામાં પધારેલ માજી નગર સેવક, સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી તથા રોટરી આરસીસી સચિનનાં પદાધિકારી, મહેમાનો અને તથા સહુ કર્મચારીઓએ તેમજ રૂટમાં અનેક વેપારીઓએ, હાથમાં માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઇ માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત્ત કળશ વાટિકામાં અર્પણ કર્યા હતાં. વધુમાં માં મનોજસિંહ સોલંકીએ કહ્યું કે આ કાર્યક્રમ તારીખ ૧૨/૧૦/૨૦૨૩ સુધી વોર્ડ ૩૦માં કાર્યરત રહેશે.

મેડીકલ માં ફાર્મસી-માફિયા પર અંકુશ લાવવા 75 વર્ષે કાયદો બદલાયો

0

પહેલીવાર 1 લાખ, બીજીવાર પકડાશો તો 2 લાખ દંડ અને 3 મહિનાની જેલ

ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરતાં નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. પહલીવાર નિયમનું ઉલ્લંઘન પકડાયા તો ૧ લાખ ના દંડ અને બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે 75 વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાર્માસિસ્ટ પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે.

હાલમાં અનેક મેડિકલ સ્ટોર છે, જેમાં કોઈ પણ ફાર્મસિસ્ટ હોતા નથી ફક્ત તેના સર્ટિફિકેટ ભાડે પાડે આપી ને ભાડા ની વસુલાત કરવામાં આવે છે. જેના થી અનેક લોકો નું જીવન જોખમ માં મુકાયા છે.જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે ભાડું વસૂલતા હોય છે.

સરકાર દ્વારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પાવર આપવામાં આવ્યા છે. નિયમનું ઉલ્લંઘન કરનાર ફાર્માસિસ્ટને પ્રથમ વખત 1 લાખનો દંડ કરવામાં આવશે. બીજી વખત ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દેશના દરેક રાજ્યની સરકાર અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને સેક્શન 26 હેઠળ જન વિશ્વાસ બિલમાં સુધારો આવ્યો છે તે અંગે જાણ કરવામાં આવી છે. ભાડા પર ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે, ટીચર્સ પણ દવાઓ આપતા હોય છે તે બધા પર કાયદા દ્વારા નિયંત્રણ આવશે. લોકોને ફાર્માસિસ્ટ પાસેથી ચોક્કસ ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ તે ફાર્માસિસ્ટની હાજરીમાં જ મળશે. અત્યાર સુધી ફાર્મસી માફિયાઓ ફાર્મસી ચલાવી રહ્યા હતા એ માફિયાગીરીનો અંત આવશે. હવે ગરીબ લોકો સુધી પણ ગુણવત્તાસભર દવા પહોંચશે.

Udhna Zone-A પરવાનગી વગર ની કામગીરી કર્તા ડિમોલીશન ની કરવામાં આવેલ વચેટિયા થયા ગાયબ.

0
ક્રાંતિ સમય

સુરત, સુરત મહાનગર પાલિકા ના ઉધના ઝોન-એ ખાતે ઘણી ફરીયાદ આવતું હોવાથી રિજર્વેશન જગ્યા ઉપર કામગીરી કરી રહેઠાણ ના મકાન બનાવી ને વેચાણ કરી દેવામાં આવતા હોય છે. જેમાં બાબત ની ઘણી ફરીયાદ ઉધના ઝોન ખાતે આવતું હોવાથી થી ડિમોલિશન ની કામગીરી કરવામાં આવેલ હતા.

થયેલ બિન અધીકુત બાંધકામ ની કામગીરી

પાંડેસરા ખાતે આવેલ કેલાશનગર સોસાયટી માં કરવમાં માં આવતું ગેરકાયદેસર પરવાનગી ની કામગીરી અંગે ની ફરીયાદ ઝોન ને મળતા ડિમોલિશન ની કામગીરી કરવામાં આવેલ હતા .

ઉધના ઝોન -એ દ્વારા કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી

સ્થાનિક સુત્રો ના જણવ્યું હતું કે ઉધના ઝોન-એ ના અમુક વિસ્તાર માં સુરત મહાનગર પાલિકા ના જાણ બહાર ઘણા લોકો બાંહેધરી આપી ને કામગીરી પુરા કરવા માટે ની કોન્ટ્રાક લેવામાં આવે છે. જેમાં સુરત મનપા તરફ થી કોઈ પણ પ્રકાર ની કામગીરી થયેલ બાંધકામ ઉપર કરવામાં આવશે નથી તેની બાહેધરી પણ મોખિક રીતે આપવામાં આવે છે.જેથી બાંધકામ કરનાર લોકો ને બિન અધીકુત રીતે કામગીરી શુરુ કરવામાં આવે.જેમાં હાલ માં મોહન નગર,આપેક્ષા નગરમ શાંતિવન, મણીનગર જેવા અનેક સોસાયટી ની આજુબાજુ માં આ રીતે ની કામગીરી થઇ રહ્યા છે. જેમાં રાજ્કીય ભલામણો કરી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તેની તકેદારી સોસાયટી ના પ્રમુખ, વોર્ડ પ્રમુખ, અને અમુક કાર્યરતા ભલામણો કરી પોતાના હિતોનું રક્ષણ કર્તા હોય છે.

સુરત સચિન GIDC કેમિકલ કાંડમાં ફરાર આરોપી સંદીપ ગુપ્તા અંકલેશ્વર પાસેથી ધરપકડ કરાઈ.

0

સુરત,સુરતના સચિન GIDC કેમિકલ કાંડના અલગ અલગ બે ગુનાઓમાં છેલ્લાં દોઢ વર્ષથી ફરાર આરોપીને અંકલેશ્ઝવર થી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વર પાસેથી આરોપી સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપીએ ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતા ઝેરી ગેસ ઉત્પન્ન થયો અને તેના કારણે બાજુમાં રહેલી મિલમાં કામ કરતા 6ના મોત અને 23ને ગંભીર અસર થઈ હતી. જે તે સમયે પોલીસે સમગ્ર મામલામાં 15 આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ બનાવી હતી, પરંતુ આરોપી સંદીપ ગુપ્તા ફરાર થઈ ગયો હતો, ત્યારે દોઢ વર્ષ બાદ અંકલેશ્વર પાસેથી આરોપી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૂરતી સંખ્યાના અભાવે સમયસર શબવાહિની મળતી ન હોવાની ફરિયાદ, રોજના 80 કોલ સામે માત્ર 14 જ શબવાહિની

0
ક્રાંતિ સમય

પાલિકા પાસે કુલ 18 શબવાહિની છે, જેમાંથી 10 કોન્ટ્રાક્ટ હેઠળ, 4 સાંસદની ગ્રાન્ટમાંથી મળેલ એસી શબવાહિની છે, જ્યારે 4 ફાયર વિભાગની પોતાની છે. જો કે, 18 પૈકી રોજ એક્લ-દોકલ શબવાહિની ડ્રાઇવર રજા પર હોવાથી કે બ્રેકડાઉન થતા બંધ રહે છે, જેથી 14 જ શબવાહિની કાર્યરત રહે છે. બીજી તરફ શહેરમાં નવા 27 ગામો અને 2 પાલિકાનો પણ સમાવેશ કરાયો છે ત્યારે ડિમાન્ડ પણ વધી રહી છે. હાલમાં ફાયર વિભાગને સરેરાશ 80થી વધુ કોલ આવતા હોય છે ત્યારે શબવાહિની અન્ય રૂટ પર વ્યસ્ત હોવાથી સમયસર મળી શકતી નથી. જેને લઇ ઘણી ફરિયાદો થઇ હતી. જેથી પાલિકાએ નવી બે શબવાહિની ખરીદી કરવાનું આયોજન કર્યું છે. નવી બે શબવાહિની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટના ફંડમાંથી ખરીદી કરાશે. પાલિકાના ફાયર વિભાગની ડિમાન્ડને ધ્યાને લઇ 17 લાખની નવી બે શબવાહિની ખરીદવાનો નિર્ણય લેવાયો છે. નવી શબવાહિની પણ મિની હોવાથી માત્ર શબ જ લઇ જવાશે, જ્યારે બેઠક માત્ર 4 કે 5ની જ હોવાની માહિતી મળી છે.

હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા

0
ક્રાંતિ સમય

હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા છે. સ્થાનિકોની ફરિયાદ હતી કે આ દુકાનોમાં ઊંટવૈદો વેપલો કરી રહ્યા છે, આથી પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે દરોડા પાડ્યા હતા, જેમાં એક ‘આયુર્વેદ કલિનિક’ નામે ચલાવતું હતું, જ્યારે બીજી દુકાન પર બંગાળી દવાખાના લખ્યું હતું. અન્ય 3 દુકાનોમાં તો એક બેડ-ટેબલ ગોઠવી આ ઠગો પ્રેક્ટિસ કરતા હતા. આવા દવાખાનામાં શ્રમિકો વધુ આવતા હોય છે. પોલીસે જાતે ફરિયાદી બની તમામ ઠગો સામે 2 ગુના દાખલ કરી ધરપકડ કરી છે. 5 પૈકી 4 ઠગ પશ્વિમબંગાળના છે. આરોપીઓ એકાદ વર્ષથી વેપલો કરી રહ્યા હતા.

લક્ષ્મણ પ્રફુલ સરકાર (44)(રહે, ચિત્રકૃટ સોસા., મૂળ પશ્વિમબંગાળ) ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટી આધારે ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી બેચલર ઓફ ઈન્દો એલોપેથીક મેડીસીનનું સર્ટિફિકેટ મળ્યું હતું

કિશોર લક્ષ્મણ પટેલ (55)( રહે, બાપા સીતારામ સોસા, મોરાગામ) મોરા ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવતો હતો અને ડોક્ટરની કોઈ ડિગ્રી પણ ન હતી. તે માત્ર ધો.- 9 પાસ થયેલો છે.

ગોવિંદ પોભાત હાલદાર (33)(રહે,સ્ટાર કોલોની, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરાબજારમાં આવેલા દીપક કોમ્પલેક્સની દુકાનમાં આયુર્વેદિક ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધીનો અભ્યાસ કરેલો છે. તેની પાસેથી ભારત સેવક સમાજનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.

રમેશ નકુલ મંડલ (60) (રહે,કલક્તા ક્લિનિક નામના મેડિકલમાં, મોરાબજાર, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરા બજારમાં વેલ પ્રાઇમ હોસ્પિટલની નીચે દુકાનમાં દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધી અભ્યાસ કરેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીનનું સર્ટિફિકેટ મળ્યું છે.

ધીમન અમુલ્લા બિસ્વાસ (44) (રહે, રૂચી ટાઉનશીપ, કવાસગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) રિલાયન્સ ગેટ નં-1ની સામે નિરાલી હોટેલની બાજુમાં દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો. તે ઘો-12 સુધી ભણેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીન સર્ટિ. મળ્યું છે.

SMC ઉધના ઝોન-Bના એકાએક બદલી

0

ઉધના ઝોન-B (સચીન-કનકપુર)ના ઝોનલ વડા હર્ષદ કિનખાબવાલાને ઇલેકશન એન્ડ સેન્સસ 

કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાલાની ટ્રાફિક સેલ અને BRTSમાં બદલી

સુરત,સુરત મહાનગર પાલિકા ઈજનેર સિવિલ ના 3 પદની ભરતી બાદ પોસ્ટિંગ બાકી રખાયા હતા. પાલિકા કમિશનરે હાથ પર લઈ અચાનક બદલીનો ઓડર આપ્યા હતો, જેમાં નવા કાર્યપાલક ઇજનેરને નિયુક્તિ આપી. અને ઉધના ઝોન-Bના કાર્યપાલક ઇજનેર તથા વડાને એક સાથે બદલી નાંખ્યા હતા. આ બદલીમાં ઉધના ઝોન-B (સચીન-કનકપુર)ના ઝોનલ વડા હર્ષદ કિનખાબવાલાને ઇલેકશન એન્ડ સેન્સસ વિભાગનો હવાલો સોંપાયો હતો, અને સાથે-સાથે તેમના સ્થાને નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર મીના ગજજરને મૂકાયા હતા. કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાલાની ટ્રાફિક સેલ અને BRTSમાં બદલી કરાઈ હતી. તેમના સ્થાને નવા કાર્યપાલક ઇજનેર પરેશ પટેલની નિયુક્તિ કરાઈ હતી. બ્રિજ સેલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ઉમંગ નાયકને સિટી ઇજનેર સ્પેશીયલ સેલમાં મૂકાયા છે, જ્યારે બ્રિજ સેલમાં જયાંગ જીવનરામજીવાલાને પદભાર સોંપાયો છે.

આ બદલી એક સાથે થવા થી બિન અધીકુત બાંધકામ કરનાર લોકો માં સન્નાટો પ્રસારી ગયા છે. કે હવે કોઈ નવું થશે.

સુરતમાં ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ત્રણ ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલીશન કરાયું

0

બી.આર.સી માં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લાન વિરુધ્ધ થતું બાંધકામ દુર કરવા ઉધના ઝોન-A ટીમ ઉતારી બિન અધિકુત બાંધકામમાં

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન-a માં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ બાદ ઉધના ઝોન એ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોના પાસે મળેલ માહિતી પ્રમાણે સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉધના મેઇન રોડ પર બી.આર.સી નજીકના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી આવી છે. સોસાયટીમાં મિલકતદારોએ પ્લાન મંજૂર કરાવ્યા બાદ વધારાનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ અંગે ઉધના ઝોન-એ દ્વારા ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી.

જોકે મિલકતદારોએ પાલિકાની નોટિસ બાદ પણ ગેરકાયદે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું. જેના કારણે સવારથી ઉધના ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. 

ઉધના ઝોનમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.આઈ 114 થી 118 વાળી મિલકતમાં મિલકતદારએ મંજૂર લે-આઉટ પ્લાન વિરુધ્ધ બાંધકામ પાલિકાએ નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ જ રાખતા ગઈકાલે  ઉધના ઝોન દ્વારા આશરે 2400 ચો.ફૂટ માપ જેટલું  આર.સી.સી.સ્લેબનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર  અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. 

આ ઉપરાંત સોસાયટીમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.1 થી 4 વાળી મિલકતમાં મિલકતદારોએ પ્લાન વિરુધ્ધ બે હજાર ચોરસ ફુટ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. પાલિકાની નોટિસ બાદ પણ આ બાંધકામ ચાલુ રહેતા પાલિકાએ બે હજાર ચોરસ ફુટ બાંધકામ દુર કરીને મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર  અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. 

લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જ રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં 1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં. જી 128 થી 133 વાળી મિલકતમાં મંજૂર પ્લાન વિરુદ્ધનું ત્રીજા માળ પર સ્લેબ કરવાના ઈરાદે ઉભા કરવામાં આવેલ સેન્ટ્રીંગ-શટરીંગ સહિતના 12 કોલમનું બાંધકામ દૂર કરી મિલકતદાર પાસેથી 70,000 વહીવટી ચાર્જ, 20,000 કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ અને 10,000 ડિપોઝીટ વસુલ કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે બાંધકામ દુર કરીને ગેરકાયદે બાંધકામ કરનારા ત્રણ મિલકતદારો પાસે 11 લાખ રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવ્યો હતો.