Home Blog Page 44

સુરત શહેર માં ગેરકાયદેસર જમીન, રો-હાઉસ, સોસાયટી બનાવી ને વેચનાર ના ભરમાર કોઈ પણ રેરા માં રજીસ્ટ્રેશન વગર ની કામગીરી કર્તા

0
ક્રાંતિ સમય

લોકો ને કબજા રસીદ અને દસ્તાવેજ ના નામે વેચાણ કરી સાટાખત બનાવી ને વેચાણ કરી દેવામાં આવે.

સુરત, હાલ માં જ એક સર્વ મુજબ ઉધના,પાંડેસરા , ડીંડોલી અને સચીન ખાતે આવેલ જમીન ના કામગીરી કર્તા તમામ ઓફીસ ભાડાપાટે રાખીને ને જમીન બુકીંગ ની કામગીરી કરવામાં આવે છે. જેમાં બુકિંગ ના કરી હપ્તા ભરનાર ને પણ કાયદેસર રસીદ પણ આપવામાં આવતું નથી.

અમુક વર્ષા પહેલા જ જબુંસર ના નામે જમીન ના બુકીંગ લોકો ના જમા કરાવેલ રસીદ ના રકમ આજ દિવસ સુધી માં મળેલ નથી. જેમાં ઘણા લોકો ને ધાક ધમકી આપી ને તેના રસીદ પણ લઈ લેવામાં આવેલ છે. છતાં ગરીબ-લાચાર લોકો ની ફરિયાદ કોઈ સંભાળી તેનું કોઈ નિકાલ આવતું નથી.

જુદા જુદાપુલીસ સ્ટેશન ખાતે જમીન બાબત માં અનેક ફરીયાદ કરવામાં આવતું હોવાથી પણ તેનું કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી. પ્રશાસન આ મુદા ઉપર ધ્યાન માં લઈ તો ગરીબ લોકો ના ખુન-પસીના થી ભેગા કરેલ રકમ આ રીતે જમીન માફિયાઓ લઈ ને રફુચકકર ન થઈ જાય.

હાલ માં લોકો પાસે થી મળેલ માહિતી અનુસાર જમીન ના ધંધાકીય સાથે સંકળાયેલા લોકો શરાબ , શબાબ અને રકમ ની રેલમછેલ પાછળ ખર્ચા કરી ને લોકો ને છેતરપિંડી ના ભોગ બનાવી રહ્યા છે. જેમાં લોકો ને જુદી જુદી જગ્યા અધિકારી અને સંકળાયેલા લોકો સાથે તેની જરૂરિયાત મુજબ ની સેવાઓ પૂરી પાડી ને પોતાની કામગીરી પૂરી પાડી છે.

ફાર્મ હાઉસ

જેમાં વધુ ખુલાસો નામ જોગ અને ફોટા,ઓડિયો,વિડીયોગ્રાફી સાથે જાહેર કરવામાં આવે તો જ લોકો ને આ બાબત ની હકીકત ખ્યાતનામ લોકો ને કેવી રીતે ની કામગીરી કરે છે. નું ખ્યાલ આવે.

હાલમાં ડીંડોલી ખાતે જમીન દલાલ ની ઓફીસ માં જન્મદિવસ દિવસ ની ઉજવણી માં ડીંડોલી પુલીસ છાપેમારી કરી ને અમુક લોકો ને પકડમાં આવેલ હતા.

રજી ઓકટબરે મહાત્મા ગાંધીજીને જન્મ જયંતિની શ્રઘ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી શ્રમ દાન કરવામાં આવેલ  

0

સુરત,સ્વચ્છ ભારત  મિશન-ગ્રામીણ અને શહેરી(DDWS અને Mohua)ઘ્વારા તા.૧પ સપ્ટેમ્બર ર૦ર૩ થી તા. ર ઓકટોબર ર૦ર૩ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાનું  આયોજન કરવામાં આવેલ છે. જે  અંતર્ગત સુરત  મહાનગરપાલિકા દ્વારા  ૧ ઓકટોબર ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન ”સ્વચ્છતા હી  સેવા”અંતર્ગત “એક તારીખ એક કલાક”  શ્રમદાન કાર્યક્રમનું  આયોજન  કરવામાં  આવેલ  હતું . જેના  ભાગરૂપે  સુરત  શહેરના તમામ ઝોન વિસ્તારના કુલ ૬૨ સ્થળો જેવા કે નાવડી  ઓવારા, ધાર્મિક સ્થળ, જાહેર રસ્તા, બાગ બગીચા, શૈક્ષણિક સંસ્થા, ઐતિહાસિક ઇમારત તથા તેની આજુબાજુના વિસ્તારની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના નાવડી ઓવારા ખાતે સાંસદ સભ્યશ્રી સી આર પાટીલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા તથા મા.કમિશનરશ્રીમતી શાલીની અગ્રવાલ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-એ માં સ્મીમેર કોલેજ કેમ્પસ ખાતે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન આહીર, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાળુભાઈ ઈટાલીયા, ધના મીલ મીની બજાર ખાતે ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર, માતાવાડી ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, રાંદેર ઝોનમાં પારસીવાડ હેરિટેજ ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, પટેલ પાર્ક માર્કેટ ખાતે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી અને ઝોનના  કોર્પોરેટરશ્રીઓ, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ ખાતે ડે-મેયર ડો. નરેશ એસ.પાટીલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, છત્રપતિ શિવાજી સમારક થી ઇશ્વરપુરા બજાર ખાતે શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ડી. ત્રિપાઠી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-બી માં સુમન સહકાર EWS આવાસ ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ, કતારગામ ઝોનમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, ઉધના ઝોનમાં સપ્તશ્રૃંગી મંદિર ખાતે ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, સચિન તલંગપુર રેલ્વે ઓવરબ્રિજ ખાતે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, અઠવા ઝોનમાં લેકવ્યુ ગાર્ડન ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ ધ્વારા સદર કાર્યક્રમમાં ભાગ લઇ શ્રમદાન કરવામાં આવેલ હતું.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ઝોનના કૂલ ૬૨ સ્થળ ખાતે સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, સુરત મહાનાગપાલિકાના અધિકારીશ્રી/પદાધિકારીશ્રી સહિત હજારોની સંખ્યામાં નાગરિકો ધ્વારા ભાગ લઇ સફાઈની કામગીરી હાથ ધરી અંદાજીત ૧૩૦ મે.ટન કચરો એકત્રિત કરી તેનો યોગ્યપણે નિકાલ કરવામાં આવેલ હતો.

વિભાગોમાં ભ્રષ્ટાચાર, લાંચની 200 વધુ ની પદ્ધતિઓ થી મંગાઇ છે લાંચ ની રકમ

0

પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ

સરકારી વિભાગોમાં લાંચ માંગવાના 200 થી વધુ રસ્તાઓ છે.

સુરત, ભારત સરકાર કાયદાકીય રીતે ભષ્ટાચાર નિવારણ અંગે અલગ-અલગ વિભાગ ની રચના કરવામાં આવેલ છે. પણ ભષ્ટાચાર સરકારી વિભાગ માં જીવન જરૂરીયાત થઈ ગયા હોવાથી સરકાર શ્રી તમામ કાયદા ફક્ત ચોપડામાં જ નજર આવે છે. જેમાં હાલ માં પુલીસ વિભાગ માં સુરતના ફરિયાદીના મિત્ર વિરુધ્ધ ઉત્રાણ પોલીસમાં થયેલી જાણવા જોગ ફરિયાદના કામે ફરિયાદીનું વેરીફિકેશન લઈને આઈફોન જમા કરીને ફરિયાદી પાસે અન્ય ગુના દાખલ ન કરવા પેટે પોસઈ ડી.કે.ચોસલાએ રૃ.10 લાખની ગેરકાયદે લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતાં  કામરેજ ટોલનાકા પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઉત્રાણ પોસઈ દિલીપ ચોસલા વતી લાંચના નાણાં લેવા આવેલા વચેટીયા આરોપી પિયુષ બાલાભાઈ રોય(રે.તુલશી રેસીડેન્સી,મોટા વરાછા) આબાદ સપડાઈ ગયો હતો.જ્યારે સ્થળ પરથી અન્ય શખ્શ નિલેશ ભરવાડને લાંચના છટકાની ગંધ આવતાં સ્થળ પરથી નાસી ગયો હતો.

ક્રાંતિ સમય

તેમ છતાં સુરત પુલીસ ના કાયદા ના જાણકાર હોવાથી ફરિયાદ કરનાર ને જ ફરિયાદી બનાવી દેવામાં આવતું હોય છે. જેમાં સુરત પુલીસ કમિશ્નર શ્રી ના અંતગર્ત આવતું લગભગ ૩૩ પુલીસ સ્ટેશન ખાતે આ રીતે નાના મોટા પાયે ખોટી રીતે રકમ ની વસુલાત કરવામાં આવતું હોય છે.

જેમાં સૌથી દારૂ ના કેસમાં વસુલાત કરવામાં આવે છે.

*** વેચનાર પાસે થી કેસ કરવામાં આવે.

*** દારૂ પીનારા પાસે તેની કેસ કરી રકમ ની વસુલાત કરવામાં આવે

*** જેમાં મહિનાની ચોક્કસ રકમ ભષ્ટાચાર કરવામાં આવે.

*** અરજી ની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે હાલ માં જ લોકો ની સામે છે.

જેમાં હાલ માં ફક્ત હરિયાણા રાજ્ય ની વાત કરીએ તો પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ છે, રાજ્યમાં બે વર્ષમાં લાંચ માંગવાના 310 કેસ નોંધાયા છે.

હરિયાણાના સરકારી વિભાગોમાં લાંચ માંગવાના. રાજ્યના કુલ 97 વિભાગો, કોર્પોરેશનો અને બોર્ડમાં અલગ-અલગ સેવાઓ માટે બેથી ચાર બહાના છે. આ બહાને વિભાગોમાં ફાઈલો અટવાઈ જાય છે અને બાદમાં લાંચ લઈને આ જ કામ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 42 વિભાગોમાં નોંધાયેલા લાંચના 310 કેસ દ્વારા આની પુષ્ટિ થાય છે.

જે બાબત માં મીડિયા રીપોર્ટ પ્રમાણે આ 310 કેસોની તપાસ કરી તો સામે આવ્યું કે રાજ્યમાં સૌથી ભ્રષ્ટ વિભાગ પોલીસ છે.

રાજ્યમાં સરેરાશ દર બીજા દિવસે એક ભ્રષ્ટ કર્મચારી કે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગના 70, મહેસૂલ વિભાગના 42 અને વીજળી વિભાગના 29 કર્મચારીઓ લાંચના કેસમાં પકડાયા છે. રાજ્યમાં કુલ 44 સરકારી વિભાગો છે. બાકી કોર્પોરેશનો, બોર્ડ અને સોસાયટીઓ છે.

બે વર્ષમાં 2021 અને 2022માં પોલીસ વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે

ભ્રષ્ટાચારની સૌથી વધુ 1445 ફરિયાદો પોલીસ સામે આવી છે. પંચાયતી રાજ સંસ્થાઓ સામે 755 ફરિયાદો, નાગરિક સંસ્થા 676, શિક્ષણ વિભાગ 488, વીજળી 450, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ 424, મહેસૂલ 390, આરોગ્ય 239 અને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન સામે 190 ફરિયાદો છે.

વિભાગ આ કામગીરી કરવા માટે રકમ ની વસુલાત કરવામાં આવે છે.

પુલીસ વિભાગ:-

*** ફરિયાદ માં નવા કલમ ના ઉમેરો કરવા માટે

***કેસ માં થી નામ કમી કરવા માટે

*** જમીન ઉપર છોડવા માટે

*** દાખલ કેસ માં મદદરૂપ થનાર ને

*** અરજી ફરિયાદ, તપાસ, કે અન્ય રૂપ માં તપાસમાં નામ આવતું મામલો રફેદફે કરવા માટે

*** પાસપોર્ટ ની વેરીફિકેશન માટે

શહેરી સ્થાનીય નિકાય અને શહેરી સ્થાનિક સંસ્થાઓ :-

***પ્રોપર્ટી કાર્ડ બનવા માટે

*** પ્રોપર્ટી ટેક્સ ઠીક કરવા સારું

***જીવન-મૃત્યુ ના દાખલા બનવા માટે

***નકશો અને પ્લાન પાસ કરવા માટે

લાંચ નાબૂદ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ પર કામગીરી કરવાની જરૃર સરકારી વિભાગ માં છે.

વડોદરા ACBનું સફળ છટકું:પીએસઆઈ ચોસલા સહિત બે વોન્ટેડ ઉત્રાણના PSI ચોસલાએ રૂ,૧૦ લાખની લાંચ માંગી હતી.

0

લાંચ સ્વીકારતા એક વચેટિયો પકડાયો

સુરત,ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. ચોસલા (દિલીપ ભરવાડ) વડોદરા એસીબીની ઝપટે ચઢ્યા છે. ચોસલા વતી લાંચ સ્વીકારતો એક વચેટિયો એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો ભાગી છૂટ્યો હતો. આ મામલે વડોદરા એસીબીએ ગુનો નોંધી ચોસલા સહિત બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.

બનાવ ની વિગત એવી છે કે ટ્રાવેલ્સ કંપનીના માલિક પાસે તપાસ તેમજ ગુના દાખલ થવામાંથી બચવા માટે રૂ. ૧૦ લાખની લાંચ માંગનારા ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. ચોસલા વતી લાંચ સ્વીકારતો એક વચેટિયો એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો.

લાંચની રકમ આપવા નહીં ઇચ્છતા ફરિયાદીએ સીધી એસીબીના PSI ડી.કે. ચોસલા વચેટિયો પિયુષ રોય ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદીનો મેનેજર કાર ભાડે આપી સાગરીત સાથે મળી કાર ગીરવે મૂકી દેતો હતો. આ મામલો ઉત્રાણ પોલીસ મથકમાં પહોંચતા જાણવા જોગ નોંધ કરી પીએસઆઈ ચોસલાએ તપાસ શરૂ કરી હતી. ગત તા. ૧૯મીએ પોલીસ મથકે ગયેલા ફરિયાદીને પીએસઆઈ ચોસલાએ દમ મારી તપાસ તેમજ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો. રૂ. ૧૦ લાખ આપવા પડશે, એમ કહી લાંચની માંગણી કરી હતી.

વચેટિયા પીયૂષ બાલાભાઈ રોય

જેથી ફરિયાદી એ એસીબી ઓફીસ માં સ સંર્પકમાં માં હોવાથી બીજી બાજુ પીએસઆઈ ચોસલાએ કોઈને ગંધ નહીં આવે માટે ફરિયાદીને લાંચની રકમ આપવા શહેર બહાર કીમ ચોકડી પાસે ભાગ્યોદય હોટલની સામે બોલાવ્યો હતો. પીએસઆઈ ચોસલા વતી તેમના બે વચેટિયા પીયૂષ બાલાભાઈ રોય (રહે. તુલસી રેસિડેન્સી, મોટા વરાછા) અને નીલેશ ભરવાડ આવ્યા હતા. જેમાં નીલેશને છટકાની ગંધ આવી જતા ભાગી છૂટ્યો હતો. જ્યારે પીયૂષને વડોદરા એસીબીની ટીમે આબાદ ઝડપી પાડ્યો હતો. વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં ફિલ્ડ પીઆઈ એમ. કે.સ્વામીએ તેમની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મદદનીશ નિયામક પી. એચ. ભેસાણીયાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પાસેથી પીએસઆઈ ચોસલા સાથે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

44 વર્ષના શખસનું 7 વર્ષની બાળા પર દુષ્કર્મ

0

સુરતના સચિન વિસ્તારમાં 44 વર્ષીય નરાધમના ઘરે રહેવા આવેલી સબંધીની 7 વર્ષીય દીકરી પર દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો છે. આસામમાં રહેતા 7 વર્ષીય બાળકીના માતા પિતાએ સુરતમાં તેમના સંબંધીને ત્યાં અભ્યાસ માટે મોકલી હતી.

પોલીસ સૂત્રો અનુસાર સચિન નવસારી રોડ પાલ્મ ઝુમેરા ખાતે રહેતો મોહમદ અનવર હુસેન મોહમ્મદ યાસીન શેખના ઘરે છેલ્લા એક વર્ષથી વસવાટ કરતી માત્ર 7 વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. દૂરના સબંધીની માસૂમ બાળકી છેલ્લા એક વર્ષથી તેના ઘરે રહેતી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી મોહમદ અનવર હુસેન દરરોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો.

જોકે બાળકે હિંમત કરી સોસાયટીની મહિલાઓને આ અંગે જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને લઇ સચિન પોલીસે આ મામલે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવસખોર મોહમદ અનવર હુસેન

જોકે હાલ તો આ સમગ્ર મામલે સચિન PI આર.આર.દેસાઈએ હવસખોર મોહમદ અનવર હુસેન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિની રચનામાં નો-રિપીટેશન

0

આપમાંથી આવેલા બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા આ સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક પ્રમાણે પાલિકાની વિવિધ સમિતિની રચનામાં પણ નો-રિપીટેશન કરવામાં આવ્યું છે. આજે ભાજપની સંકલન બેઠકમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ સમિતિમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આપમાંથી આવેલા બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી તરીકેની રેસમાં પાછળ રહી ગયેલા કેટલાક દાવેદારો મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રબળ દાવેદારી કરતા હતા. આ માટે તેઓએ ભારે લોબિંગ પણ કર્યું હતું. જોકે આજે શહેર પ્રમુખે સંકલન બેઠકમાં નામ જાહેર કરતા જેમના નામ જાહેર થયા છે તે કોર્પોરેટર ખુશાલ થઈ ગયા હતા. જ્યારે જેઓ સમિતિના અધ્યક્ષ બનવા માટે પ્રબળ દાવેદારી કરતા હતા તેઓના મોઢા પડી ગયા હતા.

પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે

આરોગ્ય સમિતિ અધ્યક્ષ : નેન્સી શાહ ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ 

જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ ઉપાધ્યક્ષ : કેતન મહેતા

પાણી સમિતિ અધ્યક્ષ :  હિમાંશુ રાવલજી ઉપાધ્યક્ષ :  કુણાલ સેલર

ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ ઉપાધ્યક્ષ : ઉષા પટેલ

સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઇઉપાધ્યક્ષ : રૂતા ખેની

ગટર સમિતિ અધ્યક્ષ : કેયુર ચોપટવાલા ઉપાધ્યક્ષ :સુધા પાંડે

કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા ઉપાધ્યક્ષ : ભાવના સોલંકી

હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર ઉપાધ્યક્ષ : કૈલાશ સોલંકી

ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા

લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ : ચિરાગ સોલંકી ઉપાધ્યક્ષ : નરેન્દ્ર પાંડવ

સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ : વિજય ચોમલ ઉપાધ્યક્ષ : બનશું યાદવ

ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ : સોમનાથ મરાઠે ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ

સચીન ખાતે આવેલ ઉધના ઝોન-બી માં ખુલ્લેઆમ કાયદા નું ઉલ્લંઘન કરવામાં આવતું.

0
ક્રાંતિ સમય

RTI ACT-2005 અંતર્ગત માહિતી આપવામાં પણ લાપરવાહી

જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ની માહિતી અધિકાર અધિનિયમ ની ટ્રેનીગ લેધા છે કે નહી તેના ઉપર પણ સવાલ ઉભા થાય.

સુરત,ભારત સરકાર સુચના અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના કાયદા નું અમલીકરણ કરવામાં આવેલ હોવા છતાં.

માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ (કાયદો, નિયમો અને અન્ય બાબતો)” અંગે ક્રમાંક : રજી. નં. / જીએનઆર | ૨ થી ભારત સરકાર તરફથી ‘ભારતનું રાજપત્ર અસાધારણ’’ (ધ ગેઝેટ ઓફ ઈન્ડિયા એકસ્ટ્રા ઓર્ડીનરી) પ્રસિધ્ધ થયેલ છે. સદર રાજપત્રનું ગુજરાતી ભાષામાં અધિકૃત ભાષાંતર ગુજરાત સરકારના, વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ (આરટીઆઈ), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા, મધ્યસ્થ સરકારી મુદ્રણાલયમાં છપાવીને લોકહિતાર્થે ભ્રષ્ટાચાર નિવારણ, પારદર્શક વહીવટ અને નાગરિકોને બંધારણે બોલા માહિતી મેળવવાનાં માનવ અધિકારનું રક્ષણ કરવાના શુભ હેતુથી મુદ્રા કરાવી પ્રસિધ્ધ કરાયેલ છે.

ક્રાંતિ સમય

રાજપત્રમાં પ્રકરણ-૧ પ્રારંભીક’ માં મુદ્દા નં.૨ માં પેટામાં ‘(છ)’” અન્વયે માહિતી ની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવેલ છે.

“માહિતી” એટલે રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો,સુચના,

અખબારીયાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો,કાગળો, નમુના, મોડલ્સ, કોઈ ઈલેકટ્રોનિક સ્વરૂપમાં માહિતી સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કા- યદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.

પ્રાથમિક જાણકારી મુજબ સદરહુ અધિનિયમ ૨૦૦૫ મુજબ અરજદારને માહિતી દસ્તાવેજો સંબંધિત જાહેર માહિતી અધિકારીશ્રીએ આપવાના અપાવવાના હોય જે તેએની ફરજીયાત કાનુની ફરજ અને જવાબદારી છે

અધિકારીઓ પોતના ભૂલ અને કામગીરી અંગે ની લાપરવાહી ગુપ્ત રાખવા માટે માહિતી અધિકાર અધિનિયમ નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા હોવા છતાં. પ્રથમ અપીલ અધિકારી કોઈ પણ કાર્યવાહી ન કર્તા હોય. તો લોકો ને કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘન અંગે જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી નું સાથ સહકાર થી કામગીરી કર્તા હોય તેમ લાગી રહ્યા છે.

જેના ખુલાશો એક આર.ટી.આઈ. ના માધ્યમ થી થાય છે. જેમાં ઉધના ઝોન-બી ખાતે આવેલ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર કોઈ પણ આર.ટી.આઈ ના જવાબ માં આ રીતે જવાબ આપવામાં આવેલ છે. જે નીચે પ્રમાણે છે.

આપવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જવાબ
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.

ત્રણ અરજી ની માહિતી આપવામાં જયેશ પી. પરમાર જાહેર માહિતી અધિકારી અને ડે.ઈજનેર સાઉથઝોન-બી (કનકપુર) સુરત મહાનગર પાલિકા ના આ જવાબ કેટલા યોગ્ય છે. અરજદાર પોતના કરેલ ફરિયાદ ઉપર શું કાર્યવાહી થઈ છે. તે બાબત ની માહિતી માંગવામાં આવેલ હતા. જેમાં જાહેર માહિતી અધિકારી સ્પષ્ટપણે જવાબ આપે છે. કે અત્રે કચેરી કોઈ પણ રેકોર્ડ ઉપલબ્ધ નથી. જે થી કરેલ ફરિયાદ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેવું સ્પસ્ટતા પોતે જ જાહેર માહિતી અધિકારી અને ડે. ઈજનેર જયેશ પી. પરમાર કરી રહ્યા છે. સ્થળ ઉપર વિજિટ કરી કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જવાબ આપવમાં આવેલ છે. પણ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું.

સુરત મહાનગર પાલિકા માં મ્યુ.એક્ટ પ્રમાણે ની કામગીરી કરવા માટે નીતિ-નિયમ અને અધિનિયમ બનાવામાં આવેલ છે. પણ તેનું જ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી માનવા અધિકાર નું ભંગ કરવામાં આવી રહ્યા છે. તેનું સ્પષ્ટતા જોઈ શક્ય છે.

સુડા ભવનમાં ડિસ્પેચ તરીકે ફરજ બજાવતા અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા

0

વ્યવસાય વેરો ઓછું કરી આપવા માગ્યા પૈસા

સુરત કોર્પોરેશનમાં આજે નામોશીભર્યો દિવસ ઉગ્યો હતો. એક જ દિવસમાં બે અલગ-અલગ કોર્પોરેશનનાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવી છે. વરાછામાં જુનિયર એન્જિનિયર અને પટાવાળા લાંચ લેતા પકડાયા બાદ સાંજે સુડા ભવનના ડિસ્પેચ મહિલા ક્લર્ક એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા હતા.

ફરિયાદીનો 54,000 રૂપિયાનો વ્યવસાય વેરો બાકી હોવાની વાત કરીને 34 હજાર રૂપિયામાં સેટિંગ કરી આપવા માટે સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરી હતી અને અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. લાંચ લેવા આવનાર સેન્ટ્રલ ઝોનમાં કોન્ટ્રાક્ટ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અંકિત પટેલ ફરજ બજાવતો હતો. ફરિયાદી સાથે તેણે વાત કરી હતી કે, 54 હજારને બદલે 34 હજારમાં કામ પતી જશે અને વ્યવસાય વેરાની 11,000ની રસીદ પણ આપવામાં આવશે. ફરિયાદીએ અધિકારી સાથે વાત કરાવવાનું કહેતા અંકિત પટેલે સુડા ભવનમાં ડિસ્પેચ તરીકે કામ કરતા મહિલા કલાર્ક નિરાલી દવે સાથે વાત કરાવી હતી અને તેમણે બંને લાંચની એક સરખી માંગણીને સમર્થન આપ્યું હતું. એસીબી અંકિત પટેલને રંગે હાથે ઝડપી લીધો હતો અને કોન્ફરન્સ કોલ પર વાત કરનાર સુડા ભવનની કર્મચારી નિરાલી દવે સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે. સુડા ભવન ખાતે ડિસ્પેચ કલર તરીકે ફરજ બજાવતા નિરાલી દવે કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળીને લાંચની માંગણી કરી હતી. તમામ બાબતના પુરાવા એન્ટીકરપ્શન બ્યુરોના હાથમાં લાગી ગયા છે. છટકુ ગોઠવતા બંને ટ્રેપ થઈ ગયા હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે સ્થાનિક પ્રજા પણ ખૂબ જ પરેશાન છે પરંતુ, ભ્રષ્ટાચારનો દૂર કરવો ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યો છે

સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે.

શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર અને પટાવાળા રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

0

બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ નહીં તોડવા મકાન માલિક પાસે રૂ.50 હજારની લાંચ પહેલા માંગી હતી,

પછી રક્ઝકના અંતે રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા.

સુરત,સુરતના પુણા વિસ્તારમાં આવેલ એક મકાનના બીજા અને ત્રીજા માળે બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂ.35 હજારની લાંચ લેતા.

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને સુરત એસીબીએ પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે લાંચ માંગવામાં સામેલ પટાવાળાને એસીબીએ ઓફિસમાંથી ઝડપી લીધા હતા. જેથી સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ અને નગરસેવકોએ માં ચર્ચાઓ જોર માં છે.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.તે ગેરકાયદેસર હોય તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા નહીં હોય તો લાંચ પેટે રૂ.50 હજારની માંગણી કરી હતી. મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા. જોકે, આ અંગે મકાન માલિકે સુરત એસીબીમાં ફરિયાદ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે એ ગત મોડીસાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમને રંગેહાથ ઝડપી પાડી પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સરથાણામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરા લૂંટી લૂંટારૂ ફરાર, વાપી પાસેથી ચાર પકડાયા

0

ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતોઃ હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી તેના આધારે વલસાડ પોલીસે વાપી પાસેથી લૂંટારૂઓને દબોચ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૂઓએ ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વરની અણીએ બાનમાં લઇ કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગ લૂંટીને ભાગી ગયા હતા. 

જો કે હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી સુરત પોલીસે લૂંટારૂઓનો પીછો કરવાની સાથે વલસાડ પોલીસની મદદથી ચાર લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આજે વહેલી સવારે સુરતની અંદાજે 45 થી વધુ હીરાની કંપનીના કરોડો રૂપિયાના હીરા લઇ ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતો. 

દરમિયાનમાં સરથાણા વિસ્તારમાં લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રિવોલ્વરની અણીએ બાનમાં લઇ હીરા ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ભાગી ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી. 

આંગડિયા પેઢી દ્વારા બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાનું જણાવતા પોલીસે તુરંત જ તેના આધારે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત લૂંટારૂઓ અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર મુંબઇ તરફ જઇ રહ્યા હોવાથી તુરંત જ વલસાડ પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે લૂંટારૂ ટોળકીને વાપી પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે હજી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી.