Home Blog Page 45

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચાર રાસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ 

0

સુરત, સુરત ખાતે આવેલ ભાગળ ચાર રાસ્તા ખાતે દરવર્ષ ની જેમ યોજવામાં આવતું કાર્યક્રમ માં આ વર્ષ પણ  શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમ માં આમંત્રિત કરવા માટે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના સભ્યોની ની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ, શાસક પક્ષ નેતા , મેયર શ્રી ને આમંત્રણ આપી કાર્યક્રમ માં સહભાગીતા થવા માટે જાણવામાં આવ્યું.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના જણાવ્યા મુજબ તારીખ ૨૦/૮/૨૦૨૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે ની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે… જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને પણ ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે, જ્યારે સંજય નગર ચોક લિંબાયત ખાતે કુલ ૧૧ મંડળોના ડ્રો થયા હતા જેમાં જે ગોવિંદા મંડળ મટકી ફોડશે તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦ નું રોકડ ઇનામ રાખવામાં આવેલ છે તેમજ લિંબાયત ખાતે બીજા ૧૧ મંડળો દ્વારા સલામી મારનાર હોવાથી તેઓને ૧૨,૫૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપક કદમ, અશોક દુધાણે,બાલકૃષ્ણ ચૌહાણ,જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે,ચંદ્રકાન્ત નિંબાલકર, શૈલેષ પવાર, રાજ રણપીસે,દીપક શિંદે,સંતોષ કદમ,બાપુ લાંબર,મહેશ પાનસરે,હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની સેડગે, કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે, હિનાબેન, ધર્મિષ્ઠા તાંદલેકર,શીતલ કદમ,નયના સાલુંકે રેશ્માબેન રાજીવડે તથા સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે

૧૪ વર્ષની વિધાર્થીનીના અકુદરતી યૌન શોષણ બદલ હોસ્ટેલ માલિકની ધરપકડ

0
રાજકોટ,શિક્ષણ જગતને શરમાવે તેવી વધુ એક ઘટના રાજકોટમાંથી પ્રકાશમાં આવી છે. જેમાં હોસ્ટેલનો ઘરનો કર્મચારી 14 વર્ષની કિશોરીને અશ્લીલ વીડિયો બતાવતો હતો અને તેનું અકુદરતી રીતે જાતીય શોષણ કરતો હતો. કિશોર તેને કોઈને કહે નહીં તે માટે તેને બેલ્ટ વડે માર પણ મારતો હતો. બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પીડિત કિશોરીના પરિવારજનોની ફરિયાદના આધારે રાજકોટની માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના લેઉવા પટેલ બોર્ડિંગમાં રહેતો 14 વર્ષનો છોકરો ધોરણ 8નો વિદ્યાર્થી છે. જેને હોસ્ટેલના સંચાલકોએ એટલી માર માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પરિવાર અને પોલીસની પૂછપરછમાં પહેલા કિશોરે જણાવ્યું કે તેના મિત્રોએ તેની સાથે મારપીટ કરી હતી. પરંતુ બાદમાં પરિવારે જણાવ્યું કે હોસ્ટેલનો ઘરનો નોકર હસમુખ વસોયા ઘણા સમયથી કિશોરીને તેના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો અને તેનું અકુદરતી રીતે દુષ્કર્મ કરતો હતો.
એટલું જ નહીં, હસમુખ વસોયા કિશોરને બેલ્ટ વડે માર મારતો હતો, જેથી તે કોઈને ફરિયાદ ન કરે. હસમુખ વસોયાએ કિશોરને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેને મારી નાખીશ. ગત સોમવારે પણ દરરોજની જેમ હસમુખ વસોયાએ કિશોરી પર અકુદરતી રીતે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનામાં કિશોરીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

  પીડિતાની ફરિયાદના આધારે રાજકોટની માલવીયાનગર પોલીસે હસમુખ વસોયાની ધરપકડ કરી તેની સામે પોક્સો-6/12 અને 377, 506 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હસમુખ વસોયાએ અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે તેની પણ પોલીસ તપાસ કરશે. લેઉવા પટેલ છાત્રાલયમાં 330 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને હસમુખ વસોયા 2009 થી અહીં હાઉસકીપર તરીકે કામ કરે છે.





દારૂના નશામાં વધુ એક ધનિક વ્યકિતએ ત્રણ વાહનોને ઉડાવી દીધા,પેડલ રિક્ષાચાલક ઘાયલ

0
ખેડા, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઝડપથી વધી રહ્યા છે. ઝડપભેર દોડતા વાહનો નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ટક્કર મારી હતી. રાહતની વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદમાં કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલની સામે પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ઉડાવી દીધા હતા. જે બાદ અનિયંત્રિત કાર રોડ ડિવાઈડર અને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલા આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી.કાર ચાલક દારૂના નશામાં હતો અને તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે કાર ચાલક રવિસિંહની ધરપકડ કરી તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર યુવતી જેને તે પોતનો ભાઈ માનતી હતી તેણે તેને અશ્વીલ વિડિયોથી ભરેલો મોબાઈલ ભેટમાં આપ્યો હતો

0
સુરત, રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે અને તેની પૂર્વ સંધ્યાએ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીર યુવતી જેને તે પોતાનો ભાઈ માનતી હતી તેણે અશ્લીલ વીડિયોથી ભરેલો મોબાઈલ ગિફ્ટ કરીને ભાઈ-બહેનના સંબંધોને શરમજનક બનાવી દીધી હતી. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની છે, જ્યાં એક પરિવાર બે બાળકો સાથે રહે છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. 17 વર્ષની પુત્રી 12માં ધોરણની વિદ્યાર્થીની છે. પાડોશમાં રહેતો મયુર શર્મા આ પરિવારના ઘરે આવતો હતો. પરિવારની દીકરી પ્રત્યે મયુર શર્માના ઇરાદા સારા ન હતા. મયુર સગીર યુવતીને સ્કૂલે જતો ત્યારે તેની પાછળ આવતો હતો અને તેને પરેશાન કરીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો. જોકે, યુવતીએ મયુર શર્માને પોતાનો ભાઈ માનવાનું ચાલુ રાખ્યું હતું. દસ દિવસ પહેલા મયુરે યુવતીને મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો. મોબાઈલ ગિફ્ટ કરતા પહેલા મયુરે તેના પર પાંચ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કર્યા હતા. જેના કારણે યુવતી મયુર શર્માના ઈરાદા સમજી ગઈ હતી અને તેણે તેના પરિવારને જાણ કરી હતી. જે બાદ પિતા પોતાની પુત્રી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મયુર શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી મયુર શર્માની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત ભાગળ ચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમને જોવાનો લ્હાવો લેવા આમંત્રણ

0

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત એક અખબાર યાદીમાં જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના જણાવ્યા મુજબ તારીખ ૨૦/૮/૨૦૨૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે ની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે… જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને પણ ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે, જ્યારે સંજય નગર ચોક લિંબાયત ખાતે કુલ ૧૧ મંડળોના ડ્રો થયા હતા જેમાં જે ગોવિંદા મંડળ મટકી ફોડશે તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦ નું રોકડ ઇનામ રાખવામાં આવેલ છે તેમજ લિંબાયત ખાતે બીજા ૧૧ મંડળો દ્વારા સલામી મારનાર હોવાથી તેઓને ૧૨,૫૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપક કદમ, અશોક દુધાણે,બાલકૃષ્ણ ચૌહાણ,જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે,ચંદ્રકાન્ત નિંબાલકર, શૈલેષ પવાર, રાજ રણપીસે,દીપક શિંદે,સંતોષ કદમ,બાપુ લાંબર,મહેશ પાનસરે,હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની સેડગે, કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે, હિનાબેન, ધર્મિષ્ઠા તાંદલેકર,શીતલ કદમ,નયના સાલુંકે રેશ્માબેન રાજીવડે તથા સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે…

ડીંડોલીમાં તેની બહેનપણીને નિર્વસ્ત્ર કરી માર માર્યો, ભોગ બનનાર યુવતીએ આત્મહત્યા કરી,જેમાં પુલીસ ફરીયાદ દાખલ ન કરી.

0

સુરત, સુરત શહેર માં રોજેરોજ પુલીસ ની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે તેવું હકીકત લોકો સામે આવતું હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કેમ કરવામાં આવતું નથી. તેવું એક ઘટના ડીંડોલી ખાતે બની હોવા થી તપાસ અંગે સુરત પુલીસ કમીશ્નર સમક્ષ પરીવારજનો એ માંગ કરી. ન્યાયની માંગ સાથે ગરીબ પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. છતા ડીંડોલી પોલીસ મૃતક યુવતીના પરિવારની ફરિયાદ લેવામાં આળસ કરી રહી હોવાના આક્ષેપ મૃતકના પરિવારે કર્યા છે.

ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીએ પોહચ્યા હતા. કમીશ્નર કચેરીમાં પરિવારે લેખિતમાં ફરિયાદ આપી તેની દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવા અને અને મરવા મજબુર કરનાર આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. ભરત મોરે અને શાંતારામ મોરેએ તેની દીકરીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં આરોપીઓએ સ્વાતંત્ર્ય પર્વનું આયોજન કર્યું

0
ક્રાંતિ સમય

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ 77માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાજપોર જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ જેલના બહારના ભાગે ત્યારબાદ જેલના અંદરના ભાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યાં જેલના કર્મચારીઓ, કેદીઓ, બંદીવાનો અને ક્લેરીકલ સ્ટાફએ દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

જેલમાં બંધ જુદા જુદા ગુનાઓના ગંભીર આરોપીઓ ભલે બહાર ચોરી, લૂંટફાટ, મારામારી કે હત્યા કર્યા હશે, પરંતુ તેમનામાં પણ ભારત માતા પ્રત્યે આપાર દેશભક્તિ છે તે લાજપોર જેલમાં સ્વાતંત્ર પર્વની થયેલી ઉજવણી પરથી જાણવા મળ્યું હતું. જેલમાં બંધ બંદીવાનોએ કરેલા સ્વાતંત્ર્ય પર્વના આયોજનમાં જુદા જુદા આરોપીએ જ અવનવી સ્ટેજ કૃતિઓ રજૂ હતી. બંદિવાનોએ જેલમાં જ ચંદ્રયાન મિશન, કમાન્ડો પર્ફોમન્સ, શહીદ ભગતસિંહનો સંવાદ અને ફાંસીનો અભિનય, સર્વ ધર્મ સમભાવ તેમજ વિવિધતામાં એકતા અંગે અભિનયનું નાટક કરી રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત જેલમાં રહી સારી કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્મક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા નાયબ અધિક્ષક પી.જી.નરવાડે, નાયબ અધિક્ષક ડી.પી.ભટ્ટ, સીનીયર જેલર એમ.એન.રાઠવા, સીનીયર જેલર પી.ડી.હિહોરીયા તેમજ સટાફના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાનો હાજર રહી 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

સુરતમાં સ્વતંત્રતા દિવસે જ દુર્ઘટના, સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા 3 શ્રમિક દટાયા

0
ક્રાંતિ સમય

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિક ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

સ્મીમેર અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર લોકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.

સુરતમાં ગરબા ક્લાસિસના સંચાલકે ફાંસો ખાધો

0
ક્રાંતિ સમય

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં ગરબા ક્લાસિસ સંચાલકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું. પોલીસથી મળેલી માહિતી મુજબ શહેરના નાનપુરા માછીવાડ મસ્જીદ વાળી ગલીમાં રહેતા ભરતભાઈ કનૈયાલાલ રાંદેરી(24 વર્ષીય ચૌટા બજાર ખાતે ભાગીદારીમાં કલાકક્ષ નામથી દોઢિયા ક્લાસિસ ચલાવતો હતો. તેની એક બહેનના લગ્ન થઈ ગયા છે અને અન્ય એક ભાઈ છે. ભરત રાંદેરીના માતા-પિતાનું અગાઉ અવસાન થયા બાદ તે માસી અને દાદી સાથે રહેતો હતો.

સોમવારે ભરત રાંદેરીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે ભરત રાંદેરીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ હાલ જાણી ન શકી ન હતી. હજુ એક દિવસ પહેલા જ ભરત રાંદેરી એ આહવા ડાંગની ટુરનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ટુરમાંથી પરત ફર્યા બાદ સોમવારે અચાનક ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે. ભરત રાંદેરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરતમાં યુવકના આપઘાતનો જીવંત બનાવ CCTVમાં કેદ 

0
ક્રાંતિ સમય

સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકનો હચમચાવતો આપઘાતનો જીવંત બનાવ CCTVમાં કેદ થયો. મળતી માહિતી મુજબ યુવક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલ સુરતમાં રહેતો હતો. ઉધના વિસ્તારમાં આવેલી શિવકૃપા ઇન્ડસ્ટ્રીમાં ભાડે મકાન રાખીને તે છેલ્લા સાડા આઠ મહિનાથી સિલાઈ મશીનનું ખાતું ચલાવતો હતો. મૃત્તક રાહુલ દેવકર ઉર્ફે સરકાર મશીનનું ખાતું ચલાવતો હતો અને ત્યાં જ રહેતો હતો. ગત રોજ વહેલી સવારે રાહુલ મકાનમાં એકલો હતો. CCTVમાં દેખાતા દ્રશ્યો મુજબ રાહુલ કોઈ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું હતું. ગળાફાંસો ખાતા પહેલા ટેબલ પર બેસે છે અને થોડા સમય બાદ તે સ્ટૂલ પર ચડે છે અને હુંક સાથે દોરી બાંધે છે. ત્યારબાદ તેણે ગળાફાંસો લગાવી લટકી જાય છે.

ગળાફાંસો ખાધા બાદ રાહુલ તરફડતો પણ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસને સવારે 8 વાગ્યે જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે મૃત્તકને ક્યા કારણોસર પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો? જોકે, પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોવાથી આ અંગે વધુ માહિતી મળી નથી.