Home Blog Page 46

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV

0

શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 13 લાખની લૂંટ ચલાવી

સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઇ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વો કાયદો-વ્યવસ્થાને ચેલેન્જ કરતા હોય તેમ સરેઆમ ધોળા-દિવસે બંદૂકની અણીએ બેંકમાં લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિના ગ્રાફથી પોલીસની શાખ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓ બંદૂક સાથે બેંકમાં ઘુસે છે. બેંકનો સ્ટાફ કઇ સમજે તે પહેલા જ ફિલ્મી ઢબે આતંક મચાવી બેંકમાંથી આશરે 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

ફિલ્મોમાં બતાવવામાં આવતી લૂંટને આ બેફામ અપરાધીઓએ હકિકત બનાવી દીધી છે. બે બાઇક પર પાંચ લૂંટારૂઓ આવે છે. જેમાંથી ચાર લૂંટારૂઓ હેલ્મેટ પહેરી જ્યારે એક લૂંટારૂ મોઢે બુકાની પહેરીને બેંકમાં પ્રવેશે છે. બેંકમાં ઘુસ્તાની સાથે જ આ બેફામ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહક અને કર્મચારીઓને એક બાજુ બંધક બનાવી બેંકમાંથી બિન્દાસ્ત 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

પોલીસના વાહન ચેકિંગનો પર્દાફાશઃ ગુજરાતમાં એક મહિનાના વાહન ચેકિંગના નામે શું થઈ રહ્યું છે

સુરતના સચિન વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન લૂંટ થઈ હતી અને પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં પર્દાફાશ થયો હતો. માત્ર વાહન સવાર-સાંજ રસીદો બનાવીને પોતાનું લક્ષ્ય પૂરું કરે છે અને તેની પોસ્ટનો યોગ્ય ઉપયોગ કરે છે.

બેંક લૂટ માં લુટારુઓએ હેલ્મેટ પહેરીને કાયદા નું પાલન કર્યા.

સુરતના સચિન વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન લૂંટ થઈ તેમાં પણ લુટારુઓએ વાહનો ચલાવતી વખતે પણ ટ્રાફિકના નીતિ -નિયમ ના પાલન અર્તગત વાહનો ચાલકો અને પાછળ બેસનાર પણ હેલ્મેટ પહેરીને વાહનો ચાલતા હોવાથી કાયદાકીય રીતે જાણકારી હોવાનું પણ લોકો અનુમાનો લાગવી રહ્યા છે.

કબ્જા રસીદવાળા પ્લોટમાં ફ્રોડ નાણાં અપાયા હોવાના પુરાવા પણ ઉભા કરી જમીન વેચાણ ની કામગીરી સાથે જોડેલા લોકો સાથે ફ્રોડ થયા ની ફરીયાદ કરવામાં આવેલ

0

૨૦૧૩માં જયઅંબેનગરમાં જમીન માપન્ની બાદ નકશો બદલી

આઠ પ્લોટની ડાયરીને બદલે 25 પ્લોટની ડાયરી બિલ્ડરને આપતા મામલો પોલીસમાં

મનોજ વિરેન્દ્રપ્રતાપ સીંગ રાજપુત સ્થાનિક પ્રોપર્ટી ડીલર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી ઉમાનાથ સિતારામ ઠાકુર

સુરત : કબ્જા રસીદથી આપેલ આઠ પ્લોટને બદલે તેને કાયદેસર કરવા માટે પ્લોટના પુરાવા માંગતા ત્યારે આઠને બદલે પચ્ચીસ જેટલા પ્લોટની માલિકી દર્શાવતા આ મામલે સ્થાનિક પ્રોપર્ટી ડીલર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મનોજ વિરેન્દ્રપ્રતાપ સીંગ રાજપુત (ઉ.વ.૪૫ ધંધો-જમીન લે-વેચનો,પૈકી કુલ-૦૮ પ્લોટ માનાય ઠાકુરને રહે..- ઘર નં.૧૪૫, આદર્શનગર, સચીન હાઉસીંગ, સચીન, મૂળ જી.- જોનપુર, ઉત્તરપ્રદેશ) દ્વારા ઠગાઇની ફરિયાદ લખાવવામાં આવી હતી. આરોપી ઉમાનાથ સિતારામ ઠાકુર ૨.સ.નં.૧૨૫/૧૧ તથા ૧૨૫/૨/૨ જેનો બ્લોક નં.૨૧૦ વાળી જમીન ઉપર પાડવામાં આવેલ જયઅંબેનગર’ સોસાયટીના પ્લોટને બદલે અન્ય 5 પ્લોટની માલિકીના બોગસ પુરાવા ઉભા કરી ઠગાઇ કરાઇ હતી. ર૦૧રમાં પાડવામાં આવેલ જયઅંબેનગર સોસાયટીના પ્લોટો વેચાણથી આપેલા જેના અવેજમાં તેઓએ ટુકડે ટુકડે આપેલ પૈસા અંગે તેઓને પહોંચ લખી આપેલી.

તે પછી ૨૦૧૩માં જયઅંબેનગરમાં જમીન માપન્ની બાદ નકશો બદલી.(એ-પ્લોટ નં.૭૧, જયઅંબેનગર, પાવર હાઉસ પાસે, શિવનગર પાસે,કરાવ્યા હતા. આમ કુલ-૦૮ પ્લોટની તલંગપુર) દ્વારા તેમના પ્લોટ પચાવી પાડવામાં આવ્યા હોવાની રાવ કરવામાં આવી હતી. આ ગુનો વર્ષ 2012થી 17 દરમિયાન બન્યો હતો.

નવા નકશા મુજબ તેઓએ બુક જગ્યાએ બીજા કુલ- ૦૮ પ્લોટો ફાળવી તેની બીજી પહોંચો લખી આપવમાં આવી હતી, અને ફુલ-૦૮ પ્લોટ બાબતે કબ્જા રશીદ લખીને પ્લોટનો કબ્જો તેમને આપ્યો હતો.

તે વખતે અગાઉ બુક કરાવેલા પ્લોટો અને તેના બદલામાં આપેલા બીજા પ્લોટોની પહોંચો ઉમાનાથ પાસે પરત માંગતા તેઓએ નહીં આપી તે પહોંચોમાં તેણે બીજા કુલ- ૧૭ પ્લોટના નંબરો લખી પહોંચોમાં છેડછાડ કરી કુલ-૨૫ પ્લોટો બુક કરાવ્યા હતા. અને તેની અવેજમાં પૈસા આપેલ છે તેવી ખોટી હકીકત ઉભી કરી ખોટી રીતે પ્લોટો પચાવી પાડવા માટે તે પ્લોટો ઉપર પોતાનો હક્ક દાવો કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

સ્થાનિક સુત્રો અનુસાર:- તલંગપુર ખાતે એવા અનેક સોસાયટીઓ છે . કે જેમાં કોઈ પણ નકશાઓ પ્રોપર્ટી ડીલર તરફ થી આપવામાં આવતું નથી જે થી એવા અનેક ફરીયાદ પુલીસ સ્ટેશન ખાતે દફતરે કરવામાં આવેલ હોવાથી પુલીસ તપાસ માં એવા અનેક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. જેથી પુલીસ તપાસ પણ જરૂરી હોવાથી અન્ય સોસાયટી ની પણ તપાસ કરવામાં આવે.

સુરત મનપા માં સોસાયટી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ નથી. જેથી બિનઅધીકુત બાંધાકામ તરીકે ગ્રામ પંચાયત માં વેરા બીલ બનાવામાં આવેલ હોવાથી થી સરપંચ અને તલાટી અને સુરત મનપા ના અધિકારી સામે તપાસ પણ જરૂરી બને છે.

નવી સિવિલ દ્વારા બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ, અંગદાનની ૩૯ ઘટનામાં કુલ ૧૩૩ અંગોનું દાન

0
ક્રાંતિ સમય

સુરત, તા.૩જી ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેઈનડેડ થતા તેમની બે કિડની અને લિવરના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી અંગદાનની કુલ ૩૯ ઘટનામાં ૭૪ કિડની, ૩૫ લિવર, ૧૦ આંખો, ૩ હ્રદય, ૭ હાથ, ૩ આંતરડા અને ૧ પેન્ક્રિયાઝ મળી કુલ ૧૩૩ અંગોનું દાન થયું છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચીખલીના ચરી ગામ નિવાસી ૫૫ વર્ષીય રોહિતભાઈ પત્ની રમીલાબેન સાથે રહેતા હતા. ગત તા.૧લી ઓગસ્ટે સવારે તેઓ બાઈક પર મુળી ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગભરામણ થતાં રોડસાઈડે બાઈક થોભાવી નીચે બેસી ગયા હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી તેઓને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે ૧૦:૦૦ વાગ્યે સારવાર માટે દાખલ કર્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોકટરે તા.૦૧લીએ સાંજે ૪:૦૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સીમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર અર્થે રિફર કર્યા હતા. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૩જી ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૩:૨૯ વાગ્યે ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.મેહુલ મોદી, RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ટીબી વિભાગના વડા અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામા, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. ખાસ કરીને ફ્લેર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલ્કાબેને ‘પિતાના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે’ એમ જણાવીને આગળ વધવા સમંતિ આપી હતી.

તા.૩ ઓગસ્ટે બ્રેઈનડેડ રોહિતભાઈની કિડની અને લીવરનું દાન સ્વીકારી ત્રણે અંગોને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ RMO ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૩૯ મુ અંગદાન થયું છે એમ જણાવી ડો.ગોવેકરે રાષ્ટ્રીય અંગદાન દિને અંગદાનનો નિર્ણય લઇ પ્રેરણાદાયી પગલું ભરનાર પટેલ પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો.

પાંડેસરામાં રહેતા ૬૬ વર્ષીય બ્રેઈનડેડ મહિલાના બે કિડની, લીવર અને બે આંખોના દાનથી પાંચને નવજીવન મળશે

0
ક્રાંતિ સમય

સુરત, સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું. પાંડેસરામાં રહેતા કુશવાહા પરિવારની ૬૬ વર્ષીય મહિલા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લીવર અને બે આંખોના દાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવા સાથે આંખના જરૂરિયાતમંદ દર્દીનું જીવન રોશન થશે. નવી સિવિલ દ્વારા આ ૩૮મુ સફળ અંગદાન થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના મહવી મિરાનપુર ગામના વતની રામાધીરજ કુશવાહા પત્ની અને ચાર યુવાન સંતાનો સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. રામાધીરજના ૬૬ વર્ષીય પત્ની બુચિયાબહેનને તા.૩૦મી જુલાઈએ માથામાં દુ:ખાવો થયો હતો. મોડી રાત્રે માથાનો દુ:ખાવો અસહ્ય બનતા દવા લીધી હતી, પરિણામે તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ તા.૩૧મીએ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે બે વાર ઉલ્ટી થઈ અને ચક્કર આવતા પરિવાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સવારે ૦૯:૦૫ વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીને MICU માં દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૦૨ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૪:૫૧ વાગ્યે તેમને ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તા.૨ ઓગસ્ટે બ્રેઈનડેડ બુચિયાબહેનની બે કિડની, લીવર અને બે આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવર કિરણ હોસ્પિટલ-સુરત ખાતે અને આંખો (CORNEA)ને નવી સિવિલની ચક્ષુ બેંકમાં લઈ જવામાં આવ્યા હતા.

નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિવાસી તબીબો, નર્સિંગ અને સિકયુરિટી સ્ટાફ, સફાઈકર્મીઓ, સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. આમ, નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૩૮મુ અંગદાન થયું છે.

કુશવાહા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ટી.બી.વિભાગના વડા ડો.પારૂલ વડગામા અને ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.

સુરતનાં સચિનમાં યુવકનું કરંટ લાગતા મોત

0
ક્રાંતિ સમય

સુરત, સચિનમાં ભાડાના રૂમમાં રહેતા યુવકનું રૂમ પાસે કરંટ લાગતા મોત થયું. યુવક સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. આખો પરિવાર વતન યુપીમાં છે. કૃષ્ણાકાંત એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથી જોડાયેલા કૃષ્ણાકાંતને એક બાળક છે. પત્ની, માતા-પિતા અને ભાઈ વતનમાં રહે છે. યુવકના મોતના પગલે એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મૃતકના પિતરાઈ ભાઈ સંજય સિંગે જણાવ્યું હતું કે ઘટના રાતની છે. કામ પરથી આવ્યા બાદ રૂમ પાર્ટનર ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેલેરીમાં બેસેલા કૃષ્ણાકાંતને બોલાવવા જતા તણખલા નીકળતા જોઈ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક બુમાબુમ કરી મિત્રોને ભેગા કર્યા હતા. 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરોએ કૃષ્ણાકાંતને મૃત જાહેર કર્યો હતો. રૂમની ગેલેરીમાં ખુલ્લા વીજ વાયરોને અડી જતા મોત યુવકના મોતની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પોસ્ટ મોર્ટમની કામગીરી શરૂ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

પાંડેસરામાં રહેતા એક આધેડનું ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું

0
ક્રાંતિ સમય

સુરત, શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા આધેડનું ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું છે. પાંડેસરા ઉમિયાનગર ખાતે રહેતા અને મુળ ઓરિસ્સાના વતની સુદામ શત્રુઘ્ન સાવતને શનિવારે રાત્રે ઝાડા-ઊલટી થયા હતા. સવારે તબિયત વધુ લથડી હતી. જેથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુદામભાઈને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરેલા સર્વેમાં 241 ઝાડા-ઊલટીના અને 900 તાવના કેસ મળ્યા હતા. આ સિઝનમાં ઝાડા-ઊલટી, તાવ સહિતના પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળામાં મૃતાંક 15 થયો છે.

વાપીમાંથી પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા

0
ક્રાંતિ સમય

વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને સેલવાસથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસે કારની વોચ ગોઠવી હતો.

જે દરમિયાન બાતમવાળી કાર આવતા તેને અટકાવી ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. ડુંગર પોલીસે 96 હજારની કિંમતની 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો, 4 મોબાઈલ અને કાર મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતને મળ્યો રાષ્ટ્રધ્વજ માટે દેશનો સૌથી મોટો ઓર્ડર ,

0
ક્રાંતિ સમય

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં 75વાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી લક્ષ્મીપતિ મિલના વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરત શહેરના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.

તિરંગાનો ઓર્ડર મેળવનાર વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ બુધવારે ફોન આવ્યો હતો અને એક કરોડ જેટલા તિરંગા બનાવવાની ઓફર કરી હતી. પરંતુ જે રીતનો ઓર્ડર હતો અને તેની સામે જે ટાઈમલાઈન હતી. તે ચેક કરતા અમને લાગ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં 50 લાખથી વધુ તિરંગા બનાવી શકાશે નહીં. જેથી 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર અમે લીધો છે અને તેની માટેની પ્રોડક્શન પણ અમારા કંપનીમાં શરૂ થઈ ગઈ છે. 50 લાખ તિરંગાઓ બનાવવા માટે 35 લાખ મીટર કપડાનો ઉપયોગ થશે. એક તિરંગાની કિંમત 25 રૂપિયા હિસાબે આપવામાં આવી છે. જે રીતે 50 લાખ તિરંગાઓ 12 કરોડ 50 લાખમાં તૈયાર કરવામાં આવશે. તમામ તિરંગા 10 ઓગસ્ટ સુધીમાં દેશના જુદા-જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડી દેવામાં આવશે.તિરંગા બનાવ પાછળની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કાચું ફેબ્રિકિયાનથી લઈને ફાઇનલ તિરંગા બનાવવા સુધીની પ્રોસેસમાં 450થી 500 કારીગરોની મહેનત બાદ 50 લાખ તિરંગાઓ તૈયાર થશે.

ગુજરાત રાજ્યમાં એકાએક 70 IPSની બઢતી અને બદલી

0
ક્રાંતિ સમય

ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. ગુજરાત પોલીસમાં ઘણા સમયથી બદલ્યોની રાહ જોવાતી હતી, તે એક સાથે 70 IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ)ની બદલી થતાં આતુરતાનો અંત આવ્યો છે. તા.૨૭/૦૭/૨૦૨૩ નાં રોજ CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી. કરાયેલી બઢતી અને બદલીની વાત કરીએ તો 5 IPSની કેડર પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. તો 5 IPSની કેડર પોસ્ટ ડાઉનગ્રેડ કરાઈ છે અને એક IPSને બઢતી આપવામાં આવી છે અને 3 IPSને પગાર વધારો આપવામાં આવ્યો છે. જ્યારે 56 IPSની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત રેન્જ આઈજી અભય ચુડાસમાને કરાઈ એકેડેમીની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડરમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યાં છે. જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થવાના હોવાથી તેમની બદલી કરવામાં આવી નથી.

(1) ડૉ. શમશેર સિંઘ, પોલીસ કમિશ્નર, વડોદરા શહેરની બદલી અને પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર અધિક પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં કેડર પોસ્ટ અપગ્રેડ કરીને પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નરસિમ્હા એન.જી.69 ની બદલી કરવામાં આવી છે.

2) જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની ખાલી કેડર પોસ્ટ પર પોલીસ મહાનિર્દેશકના ગ્રેડમાં એક્સ-કેડર પોસ્ટને એડિશનલ ડાયરેક્ટરની કેડર પોસ્ટમાં ડાઉનગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. 

(3) ડૉ. નીરજ ગોત્રુ, ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડસ, અમદાવાદની બદલી કરવામાં આવી છે અને અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરની ખાલી સંવર્ગની જગ્યા પર ભૂતપૂર્વ ડાઉનગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરની કેડર પોસ્ટથી અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગરમાં કેડર પોસ્ટ.

(4) આર.બી.બ્રહ્મભટ્ટ અધિક પોલીસ મહાનિર્દેશક, CID (ક્રાઈમ એન્ડ રેલ્વે), ગાંધીનગરની જગ્યાએ અધિક પોલીસ મહાનિર્દેશક, CID (ઇન્ટેલીજન્સ), ગાંધીનગરના કેડર પોસ્ટ પર બદલી અને નિમણૂક કરવામાં આવી છે. 

(5) નરસિમ્હા એન. કોમર અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને ભૂતપૂર્વ કેડરને અપગ્રેડ કરીને અધિક પોલીસ મહાનિર્દેશક (એડમિન.), ગાંધીનગરની કેડર પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવી છે. બ્રજેશ કુમાર ઝાની જગ્યાએ અધિક પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં પોલીસ મહાનિરીક્ષક ગ્રેડથી કેડર પોસ્ટમાં સ્થાનાંતરિત. નરસિમ્હા એન. કોમર અધિક પોલીસ મહાનિર્દેશક (ઇન્ક્વાયરી), ગાંધીનગર અને અધિક પોલીસ મહાનિર્દેશક (આર્મ્ડ યુનિટ), ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો સંભાળશે.

(6) ડૉ. એસ. પંડિયા રાજકુમાર, અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવે), અમદાવાદની બદલી અને અધિક પોલીસ મહાનિર્દેશક, CID (ક્રાઈમ એન્ડ રેલ્વે), ગાંધીનગર વાઇસ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. 

(7) અનુપમ સિંહ ગહલૌત, અધિક પોલીસ મહાનિર્દેશક, CID (ઇન્ટેલીજન્સ), ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને ડાયરેક્ટર જનરલમાં એક્સ-કેડર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને વડોદરા શહેરના પોલીસ કમિશનરની કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. પોલીસ ગ્રેડથી કેડર પોસ્ટમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગ્રેડમાં ડો. શમશેર સિંઘની બદલી કરવામાં આવી છે.

(8)પિયુષ પુરુષોત્તમદાસ પટેલ અધિક પોલીસ મહાનિર્દેશક, ADGP, સુરત રેન્જ, સુરતની બદલી કરવામાં આવી છે અને આગળના આદેશો સુધી પોસ્ટિંગની રાહ જોવામાં આવશે.

(9) બ્રજેશ કુમાર ઝા પોલીસ મહાનિરીક્ષક (એડમિન.), ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરની કેડર પોસ્ટ પર એમ.એસ. ભરાડા, IPSની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. 

(10) વબાંગ જમીર પોલીસ મહાનિરીક્ષક (ઇન્ટેલિજન્સ-2), ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને ભૂતપૂર્વ કેડર પોસ્ટ અપગ્રેડ કરીને સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર-1, સુરત શહેરની કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, સુરત સિટીની સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર-1, સુરત સિટીની કેડર પોસ્ટમાં પી.એલ.મલની બદલી કરવામાં આવી છે.

(11) અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જની બદલી અને પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરની કેડર પોસ્ટ પર નાયબ પોલીસ મહાનિરીક્ષકમાં એક્સ-કેડર પોસ્ટ અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષકમાં ગ્રેડથી કેડર પોસ્ટમાં એ.જી. ચૌહાણ, આઈપીએસની બદલી કરવામાં આવી છે.

(12) વી. ચંદ્રશેકર પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જની બદલી અને પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જના કેડર પોસ્ટ પર વધારાના પોલીસ મહાનિર્દેશક ગ્રેડમાં એક્સ-કેડર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે. પીયૂષ પુરુષોત્તમદાસ પટેલની જગ્યાએ પોલીસ મહાનિરીક્ષક ગ્રેડમાં કેડર પોસ્ટ પર બદલી.

(13) M.A. ચાવડા પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ રેન્જની બદલી કરવામાં આવી છે અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વિજિલન્સ), GSRTC, અમદાવાદની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(14) ડી.એચ.પરમાર, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેરની બદલી કરવામાં આવી છે અને ભૂતપૂર્વ કેડરમાં અપગ્રેડ કરીને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ), વડોદરાની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ), વડોદરાની પોસ્ટથી પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ), વડોદરાની એક્સ-કેડર પોસ્ટ.

(15) પ્રેમ વીર સિંઘ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ), અમદાવાદ શહેરની બદલી અને નિમણૂક પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જના કેડર પોસ્ટ પર વી. ચંદ્રશેકર, સ્થાનાંતરિત.

(16) એમ.એસ. ભરાડા, જોઈન્ટ પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને શ્રી વબાંગ જમીર ની જગ્યાએ પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ-1), ગાંધીનગરના ભૂતપૂર્વ કેડર પદ પર નિમણૂક કરવામાં આવી છે 

(17) એચ.આર.ચૌધરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GUVNL, વડોદરાની બદલી કરવામાં આવી છે અને સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરતના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(18) નિલેશ ભીખાભાઈ જાજડિયા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદની બદલી કરવામાં આવી છે અને  M.A. ચાવડા, IPS ની જગ્યાએ નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ રેન્જના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. 

(19) શ્રી ચિરાગ મોહનલાલ કોરાડિયા, IPS (GJ:2006), નાયબ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ-ગોધરા રેન્જની બદલી કરવામાં આવી છે અને શ્રી નીરજ કુમારની જગ્યાએ અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, અમદાવાદ શહેરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. બડગુજર, IPS (GJ:2008)ની બદલી.

(20) પી.એલ.માલ, અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, સુરત શહેરની બદલી કરવામાં આવી છે અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), અમદાવાદની કેડર પોસ્ટ પર નિલેશ ભીખાભાઈ જાજડિયાની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. વધુમાં પી.એલ.મલ, અમદાવાદના કોસ્ટલ સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો વધારાનો હવાલો સંભાળશે.

(21) એ.જી.ચૌહાણ, રાજ્ય પોલીસ એકેડેમી કરાઈ, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને નિરીક્ષકની ભૂતપૂર્વ કેડર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેલ), અમદાવાદની ખાલી ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. જનરલ (જેલ), અમદાવાદ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેલ), અમદાવાદના એક્સ-કેડર પોસ્ટ પર.

(22) આર.વી.અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક (ઇન્ટેલિજન્સ-2), ગાંધીનગરની બદલી અને નિમણૂક નાયબ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ-ગોધરા રેન્જના કેડર પોસ્ટ પર ચિરાગ કોરાડિયા, IPS ની જગ્યાએ કરવામાં આવી છે.

(23) નીરજ કુમાર બડગુજર અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને જોઈન્ટ કમિશનરની કેડર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ), અમદાવાદ શહેરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. પોલીસ (ક્રાઇમ), અમદાવાદ સિટી, પ્રેમ વીર સિંઘ, IPS ના સ્થાને અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ), અમદાવાદ શહેરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર બદલી કરવામાં આવી છે.

(24) વીરેન્દ્રસિંહ યાદવ, કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-1, અમદાવાદને રૂ.ના પે મેટ્રિક્સમાં 13 A ના પગાર ધોરણમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે.  નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. 

(25) વિધિ ચૌધરી જોઈન્ટ ડાયરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગરને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગ્રેડમાં પગાર ધોરણ 13 A ના પગાર ધોરણમાં અને અધિક પોલીસ કમિશનર (વહીવટ, ગુના અને ટ્રાફિક), રાજકોટ શહેરની ખાલી કેડરની જગ્યા પર નિમણૂંક કરવામાં આવી છે.

(26) વિશાલકુમાર વાઘેલા પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે 13 A ના પગાર ધોરણમાં રૂ.ના પે મેટ્રિક્સમાં બઢતી આપવામાં આવી છે. અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરની ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(27) ડૉ. લીના માધવરાવ પાટીલ પોલીસ અધિક્ષક, ભરૂચની બદલી કરવામાં આવી છે અને તેમની નિમણૂક પૂર્વ કેડરના નાયબ પોલીસ કમિશનર, ઝોન-3, વડોદરા શહેરની જગ્યાએ યશપાલ જગાણીયા પર કરવામાં આવી છે.)

(28) મહેન્દ્ર બગરિયા, પોલીસ અધિક્ષક, કચ્છ (પૂર્વ), ગાંધીધામની બદલી અને પોલીસ અધિક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ)ની ખાલી સંવર્ગની જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.

(29) તરુણ કુમાર દુગ્ગલ, IPS (GJ:2011), પોલીસ અધિક્ષક, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-7, અમદાવાદ શહેરની કેડર પોસ્ટ પર ભગીરથસિંહ યુ. જાડેજાની બદલી કરવામાં આવી છે.

(30) સરોજ કુમારી નાયબ પોલીસ કમિશ્નર (હેડ ક્વાર્ટર), સુરત શહેરની બદલી અને રાજેશકુમાર ટી. પરમારની જગ્યાએ પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરાના ભૂતપૂર્વ કેડર પદ પર નિમણૂક કરવામાં આવી છે.

(31) આર.પી. બારોટ પોલીસ અધિક્ષક, મહીસાગરની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ઝોન-5, સુરત શહેરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર હર્ષદ બી. મહેતાની બદલી કરવામાં આવી છે.

(32) ડૉ. જી.એ.પંડ્યા પોલીસ અધિક્ષક, આર્થિક ગુના વિરોધી સેલ, CID(ક્રાઈમ), ગાંધીનગરની બદલી અને હરેશકુમાર એમ. દુધાતની જગ્યાએ પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગરની કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(33) બલરામ મીણા પોલીસ અધિક્ષક, દાહોદની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલવે, અમદાવાદની ખાલી પડેલી ભૂતપૂર્વ કેડરની જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.

(34) ડૉ. કરણરાજ વાઘેલા, કમાન્ડન્ટ, ઉદ્યોગોના રક્ષણ માટે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, વલસાડની કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે, તેની જગ્યાએ ડૉ. રાજદીપસિંહ એન. ઝાલાની બદલી કરવામાં આવી છે.

(35) એ.એમ.મુનિયા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-6, અમદાવાદ શહેરની બદલી અને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-05, ગોધરાના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર કુ. તેજલ સી. પટેલ, એસપીએસની બદલી.

(36) યશપાલ જગાણીયા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-3, વડોદરા શહેરની બદલી કરવામાં આવી છે અને રવિરાજસિંહ એસ. જાડેજા, IPSની જગ્યાએ પોલીસ અધિક્ષક, ડાંગ – આહવાના કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(37) મયુર ચાવડા,પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, ભરૂચના કેડર પોસ્ટ પર ડો. લીના માધવરાવ પાટીલ, IPSની બદલી કરવામાં આવી છે.

(38) ડો. રવિ મોહન સૈની પોલીસ અધિક્ષક, પોરબંદરની બદલી અને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-6, અમદાવાદ શહેરની કેડર પોસ્ટ પર એ.એમ.મુનિયા, IPSની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.

(39) સંજય જ્ઞાનદેવ ખરાત, પોલીસ અધિક્ષક, અરવલ્લીની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, એન્ટિ-ઈકોનોમિક ઓફેન્સ સેલ, CID(ક્રાઈમ), ગાંધીનગરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર ડૉ. G.A. પંડ્યાની બદલી.

(40) ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરની બદલી કરવામાં આવી છે અને એસ.આર.ઓડેદરાની જગ્યાએ પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગરના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. 

(41) એસ.આર.ઓડેદરા, પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગરની બદલી અને પોલીસ અધિક્ષક (કોસ્ટલ સિક્યુરિટી), ગાંધીનગરની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(42) વાસમસેટી રવિ તેજા પોલીસ અધિક્ષક, જૂનાગઢની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, ગાંધીનગરની કેડર પોસ્ટ પર તરુણકુમાર દુગ્ગલની બદલી કરવામાં આવી છે.

(43) ડૉ. રવિન્દ્ર પટેલ, પોલીસ અધિક્ષક, ભાવનગરની બદલી અને પોલીસ અધિક્ષક, પાટણની સંવર્ગની પોસ્ટ પર વિજય જે. પટેલની બદલી કરવામાં આવી છે.

(44) શૈફાલી બરવાલ, પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા 1, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસાની કેડર પોસ્ટ પર  સંજય જ્ઞાનદેવ ખરાતની બદલી કરવામાં આવી છે.

(45) B.R.પટેલ ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-6, સુરત શહેરની બદલી કરવામાં આવી છે અને કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-1, અમદાવાદના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર  વીરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.

(46) સાગર બાગમાર, ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, કચ્છ (પૂર્વ), ગાંધીધામની કેડર પોસ્ટ પર મહેન્દ્ર બગરિયાની બદલી કરવામાં આવી છે.

(47) સુશીલ અગ્રવાલ ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-3, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, નવસારીના કેડર પોસ્ટ પર રૂષિકેશ બી. ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે.

(48) વિશાખા ડબરાલ, કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ONGC, ગ્રુપ-15, મહેસાણાની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-3, અમદાવાદ શહેરની કેડર પોસ્ટ પર સુશીલ અગ્રવાલની બદલી કરવામાં આવી છે.

(49) શ્રીપાલ શેસ્મા,કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-3, મડાણા, જિ.-બનાસકાંઠાની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2, અમદાવાદ શહેરની કેડર પોસ્ટ પર જયદીપસિંહ ડી. જાડેજાની બદલી કરવામાં આવી છે.

(50) વિજયસિંહ ગુર્જર કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-14, કલગામ, જિલ્લો:વલસાડની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4, સુરત શહેરની કેડર પોસ્ટ પર સાગર બાગમારની બદલી કરવામાં આવી છે.

(51) હિમાંશુ કુમાર વર્મા, પોસ્ટિંગની રાહ જોઈ રહેલા પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા-1, ગાંધીનગરના એક્કાડર પોસ્ટ પર શ્રીમતી વાઇસ નિમણૂક કરવામાં આવી છે. શૈફાલી બરવાલની બદલી.

(52) શ્રી અતુલ કુમાર બંસલ મદદનીશ પોલીસ કમિશનર, EDવિઝન, અમદાવાદ શહેરની કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-7, નડિયાદ, ખેડાની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર બદલી અને નિમણૂક કરવામાં આવી છે.

(53)આલોક કુમાર, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજ્ય ટ્રાફિક શાખા, ગાંધીનગરની બદલી અને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-3, મડાણા, જિ.-બનાસકાંઠાની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર શ્રીપાલ શેસ્માની બદલી કરવામાં આવી છે.

(54) શિવમ વર્મા મદદનીશ પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગુમ વ્યક્તિઓ માટે, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને બન્નો જોષી, SPSની જગ્યાએ અધિક્ષક, મધ્ય જેલ, રાજકોટની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(55) જગદીશ બંગરવા, હાલમાં પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે, તેમની બદલી અને નિમણૂક સુપરિન્ટેન્ડેન્ટ, સેન્ટ્રલ જેલ, વડોદરાની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર કરવામાં આવી છે.

(56) અભિષેક ગુપ્તા મદદનીશ પોલીસ અધિક્ષક, ખંભાત વિભાગ, આણંદની બદલી કરવામાં આવી છે અને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગ્રુપ-14, કલગામ, જિ.: વલસાડ વાઈસ ટ્રાન્સફર વિજયસિંહ ગુર્જરની એક્સ-કેડર પોસ્ટ પર બદલી કરવામાં આવી છે.

(57) જયદીપસિંહ ડી. જાડેજા ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-2, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, મહીસાગરની કેડર પોસ્ટ પર  આર.પી. બારોટની બદલી કરવામાં આવી છે.

(58) વિજય જે. પટેલ, પોલીસ અધિક્ષક, પાટણની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, સાબરકાંઠાના કેડર પોસ્ટ પર વિશાલ કુમાર વાઘેલાની બદલી કરવામાં આવી છે.

(59) ભગીરથસિંહ યુ. જાડેજા, ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-7, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, પોરબંદરના કેડર પોસ્ટ પર ડો. રવિ મોહન સૈનીની બદલી કરવામાં આવી છે.

(60) રવિરાજસિંહ એસ. જાડેજા, પોલીસ અધિક્ષક, ડાંગ – આહવાની બદલી કરવામાં આવી છે અને તેમની નિમણૂક કમાન્ડન્ટ, SRPF ગ્રુપ ફોર કમાન્ડન્ટ, ગાંધીનગરની એક્સ-કેડર પોસ્ટ પર અધિક્ષક પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે.

(61) ડૉ. હર્ષદકુમાર કે. પટેલ, પોલીસ અધિક્ષક, M.T., ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, ભાવનગરના કેડર પોસ્ટ પર ડૉ. રવિન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે.

(62) ડો. રાજદીપસિંહ એન. ઝાલા, પોલીસ અધિક્ષક, વલસાડની બદલી અને પોલીસ અધિક્ષક, દાહોદની કેડર પોસ્ટ પર શ્રી બલરામ મીનાની બદલી કરવામાં આવી છે.

(63) હરેશકુમાર એમ. દુધાત, પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગરની બદલી કરવામાં આવી છે અને તેમની નિમણૂક પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ, ગાંધીનગરના ભૂતપૂર્વ કેડર પદ પર મયુર ચાવડાની જગ્યાએ કરવામાં આવી છે.

(64) હર્ષદ બી. મહેતા,નાયબ પોલીસ કમિશનર, ઝોન-5, સુરત શહેરની બદલી કરવામાં આવી છે અને વસમસેટ્ટી રવિ તેજાની જગ્યાએ પોલીસ અધિક્ષક, જૂનાગઢની કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(65) રૂષિકેશ બી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક, નવસારીની બદલી અને કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ONGC, ગ્રુપ-15, મહેસાણાની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર વિશાખા ડબરાલ

(66) રાજેશકુમાર ટી. પરમાર, એસપીએસ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરાની બદલી કરવામાં આવી છે અને તેમની નિમણૂક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-6, સુરત શહેરની ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર કરવામાં આવી છે.

(67) એન.એ.મુનિયા, ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન), વડોદરા શહેરની બદલી અને ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર), સુરત સિટીના ભૂતપૂર્વ કેડર પોસ્ટ પર સરોજ કુમારી, IPS તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

(68) ઇમ્તિયાઝ જી. શેખ, SPS, પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, પોરબંદરની બદલી કરવામાં આવી છે અને તેઓની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરની કેડર પોસ્ટ પર ધર્મેન્દ્ર શર્માની બદલી કરવામાં આવી છે.

(69) કુ. બન્નો જોશી, SPS, સુપરિન્ટેન્ડેન્ટ, સેન્ટ્રલ જેલ, રાજકોટની બદલી અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર), અમદાવાદ શહેરની ખાલી પડેલી એક્સ-કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

(70) તેજલ સી. પટેલ, એસપીએસ, કમાન્ડન્ટ, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-05, ગોધરા ની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન), વડોદરા શહેરની કેડર પોસ્ટ પર એન.એ.મુનિયા, એસપીએસની બદલી કરવામાં આવી છે.

સુરત શહેરમાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા

0
ક્રાંતિ સમય

સુરત, સુરતના રુદરપુરામાં અનાજના વેપારી એવા અશાંતધારાના પ્રમુખ ઉપર એક અજાણ્યા યુવક દ્વારા ચપ્પુના ઘા મારતા હાથ અને પેટના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ગોપીપુરા વિસ્તારમાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે અને અશાંતધારા સમિતિના પ્રમુખ છે. અશાંતધારાને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે. રોજની જેમ તા. ૨૭/૦૭/૨૦૨૩ નાં સવારે દુકાન પર પહોંચ્યા, દુકાન બહાર વાહન પાર્ક કરતા જ એક અજાણ્યા યુવક ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો. હમલામાં ડાબા હાથ પર બે ઘા લાગ્યા, પેટની સાઈડમાં એક ઘા માર્યો હતો. જોકે લોકો ભેગા થઈ જતા હુમલાખોર ભાગી ગયો હતો. ત્યારબાદ ઓટો રીક્ષામાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

ઇજાગ્રસ્ત બીપેશભાઈએ જણાવ્યું હતું કે, દુકાન પર અવર-જવરનો સમય જાણી આ હુમલો કરાયો છે. લાંબા સમયથી વિધર્મીનું દબાણ દૂર કરવા માટે લડી રહો હતો. જેને લગભગ થોડા દિવસ પહેલા જ દૂર કરાયું હતું. લગભગ એની અદાવતમાં જ આ જીવલેણ હુમલો કરાયો હોય એમ લાગે છે. જોકે હુમલા બાદ તાત્કાલિક મિત્રને જાણ કરતા તે દોડી આવ્યો અને લોકોની મદદથી સિવિલ લઈ આવ્યો એ નસીબની વાત છે. આ અંગે જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.