Home Blog Page 47

સુરત SOG અને PCBની ટીમ દ્વારા ઉચ્ચ શુદ્ધ અફઘાની ચરસ જપ્ત કરવામાં આવ્યું, દરિયાઈ માર્ગે થતી તસ્કરીનો પર્દાફાશ

0
ક્રાંતિ સમય

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના નશાનો કારોબાર ફેલાઈ રહ્યો છે. હવે ગુજરાતમાં સરહદી સુરક્ષા મજબૂત થઈ જતા દ્રાક્ષના કારોબારીઓ દરિયાઈ માર્ગે તેને ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ પોરબંદર બાદ હવે દક્ષિણ ગુજરાતનો દરિયાઈકાંઠો ચરસના દાણચોરો બનાવવા ઊભો કરી રહ્યા છે, જેમાં સુરતના દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો સુવાલી ખાતેથી પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે પોલીસે ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગે કરેલ ડ્રગિંગના કારોબારને પકડી પાડી કરોડો રૂપિયાનો હાઈ પ્યોરિટી અફઘાની ચરસનો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મળી છે.

સુવાલીના દરિયાકિનારેથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચરસનો મોટો જથ્થો બિનવારસી મળી આવ્યો છે. સુરત SOG અને PCB પોલીસે સાથે મળી દરિયાકિનારા પાસેથી ચરસનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે, હજીરા નજીક સુવાલી દરિયાકિનારે અમુક શંકાસ્પદ વસ્તુઓ છે જેથી, તુરંત જ SOG પી.આઇ. અશોક ચૌધરી અને PCB પીઆઈ રાજેશ સુવેરા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તપાસ કરતા સુવાલી બીચ પાસે જાડી-જાખડામાં અવાવરુ જગ્યાએથી ચરસ ભરેલો થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા 9 કિલોગ્રામ ચરસનો જથ્થો બિનવારસી મળ્યો હતો, જેની બજારકિંમત 4.50 કરોડ હોવાનો અંદાજ લગાવી રહ્યો છે. ચરસના જથ્થાને FSL દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં આ જથ્થો હાઈ ક્વોલિટી અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોએ 50 લાખ હોવાનું જણાય આવ્યું છે.

અજયકુમાર તોમરે (સુરત, પોલીસ કમિશનર) જણાવ્યું હતું કે સુરતના દરિયા કિનારેથી પ્રથમ વખત આટલો મોટો ચરસનો જથ્થો ઝડપાયો છે. એટલું જ નહીં સુરતમાં અફઘાની ડ્રગ્સનું ષડયંત્ર પકડવામાં પણ મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે ચરસનો આટલો જથ્થો સુવાલીના દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો તેની હજુ તપાસ ચાલી રહી છે. એટીએસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને યોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. FSL એ પ્રાથમિક અભિપ્રાય આપ્યો છે કે દવા “ઉચ્ચ ગુણવત્તાની અફઘાની ચરસ” છે. હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક સરકીટ હાઉસ નવસારી ખાતે યોજી હતી. 

0

નવસારી/રવિવારઃ- નાણા મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ નવસારી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક સરકીટ હાઉસ નવસારી ખાતે યોજી હતી.

પ્રભારી મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી.

 તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે.

પ્રભારી મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં  માર્ગ અને મકાન રાજય હસ્તકના અને માર્ગ અને મકાન પંચાયત હસ્તકના હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૩૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધરી મોટાભાગના રસ્તાઓ પુનઃ કાર્યરત થઇ ગયા છે.

આ બેઠકમાં નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર શ્રી આનન્દુ સુરેશ,  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખશ્રી જીગીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારીશ્રી આર.આર.બોરડ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની સહિતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફલો 

0

ડેમની હેઠળવાસના ગામના લોકોને સાવચેત રહેવા  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઇ. 

નવસારીઃ રવિવારઃ નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી નદી તળાવો છલકાય જવા પામ્યા છે. જિલ્લામાં થતાં ભારે વરસાદના લીધે વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફલો થયો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને ખરેરા નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

                કેલિયા ડેમથી પ્રભાવિત થતા ગામોમાં ચીખલી તાલુકાના કાકડવેલ, માંડવખડક, ગોડથલ, કણભઇ, સીયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલિયારી, બલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકામાં વાડ તેમજ ગણદેવી તાલુકામાં ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોનો સમાવેશ થાય છે.         હાલમાં કેલિયા ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૧૩.૪૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૧૩.૪૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કેલિયા સિંચાઇ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.

શહેરના પાંડેસરા વિસ્તારના આધેડના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવું જીવન

0
ક્રાંતિ સમય

સુરત નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા ૪૭ વર્ષીય દિપકભાઈ લિમજે સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગત તા. ૨૦મી બપોરે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. જેથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા  હતા. જ્યાં તેમના નિદાનમાં મગજમાં હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. બાદ તા.૨1મીએ રાત્રે  ન્યુરોફિઝિશિયન તથા ન્યુરોસર્જન સહિતના ડોક્ટરની ટીમએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. 

જ્યારે દિપકભાઈના પરિવારના સભ્યોને સિવિલના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવતા અંગદાનની સમંતિ આપી હતી.  જેથી દિપકભાઈની બન્ને કિડની અને લીવર દાન અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુ દાન સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફ અને  સિકયુરિટી સ્ટાફના સહિયારા પ્રયાસોથી છેલ્લા સાડા છ મહિનામાં ૩૫ અંગદાનથી માનવતા મહેંકી ઉઠી હતી.

સુરતમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરના સ્ટોર રૂમમાં બાળકને જન્મ આપ્યો, પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો

0
ક્રાંતિ સમય

સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો. 12માં અભ્યાસ કરતી 16 વર્ષની દીકરી પ્રેમીએ મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધતાં ગર્ભવતી બની હતી. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવીનાં ત્રણ બાળકો પૈકી સૌથી નાની પુત્રી( ઉં.વ.16) ધો.12માં અભ્યાસ કરે છે. ગત સવારે પુત્રીએ મને આજે પેટમાં દુખાવો થયો છે, તેથી હું આજે સ્કૂલે જવાની નથી એમ કહ્યું હતું. બાદમાં બપોરે જમીને તે માતાને ઘરના નીચેના ભાગે સ્ટોર રૂમમાં આરામ કરવા જાઉં છું કહી નીચે ગઈ હતી. લગભગ દોઢ કલાક બાદ પુત્રીએ બૂમ પાડી માતાને બોલાવતાં તે નીચે ગયાં હતાં. જોકે પુત્રીએ મને તમે માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે કહી થોડીવાર સુધી તો દરવાજો ખોલ્યો નહોતો. બાદમાં તેણે દરવાજો ખોલ્યો ત્યારે માતાએ અંદર જોયું તો લોહી ફેલાયેલું હતું અને નવજાત બાળક ખાટલામાં હતું.

મેં બાળકને જન્મ આપ્યો છે એમ કહેતાં તેની માતાએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી. પરિવારે બોલાવીને પુત્રીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ તેની મુલાકાત સોસાયટીમાં જ રહેતા રોશન દશરથભાઈ સોલંકી સાથે થઈ હતી. રોશને હું તને પ્રેમ કરું છું, આપણે બંને લગ્ન કરીશું કહી તે એક દિવસ ઘરે એકલો હતો, ત્યારે તેને બોલાવી તેની સાથે મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ત્રણ-ચાર વખત તેણે આ રીતે સંબંધ બાંધતાં ગર્ભવતી બની હતી.

આ હકીકત પરિવારથી છુપાવવામાં સફળ રહેલી પુત્રીએ ગત રોજ બાળકને જન્મ આપ્યા બાદ તેને અને બાળકને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ચોકબજાર પોલીસે પુત્રીની માતાની ફરિયાદના આધારે 19 વર્ષીય રોશન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

પુત્રના કરતૂતે પિતાના કાળા ચિઠ્ઠા ખોલ્યા, રેપ સહિત આઠ કેસ, હવે જેગુઆર અકસ્માત કેસમાં બંનેની અટકાયત

0
ક્રાંતિ સમય

અમદાવાદ, શહેરના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટના બાદ પુત્રના કરતૂતે પિતાની ગુનાહિત હિસ્ટ્રી લોકો સામે ખોલી દીધી છે. તથ્ય પટેલે ઓવરસ્પીડમાં કાર દોડાવી નવ લોકોનો ભોગ લીધો છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ સામે સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ આચર્યોનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. આ સાથે જે સોલામાં બે, શાહપુરમાં એક, રાણીપમાં એક, ક્રાઇમ બ્રાન્ચમાં એક, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એક, ડાંગમાં એક અને મહેસાણામાં એક સહિત કુલ આઠ ગુના નોંધાયા છે. પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચાર વર્ષથી ચર્ચામાં રહ્યો છે.

2020માં સૌરાષ્ટ્રની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા હતા. 2021માં ફરી સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી પુત્ર તથ્ય પટેલે ૧૨૦ની ઓવરસ્પીડે જેગુઆર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ ઉપર લોકોને ઉડાવ્યા હતા. એમાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત થયા છે, જેને લઇને ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

અમદાવાદની ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાની સુરત માં અસર, સુરત પોલીસ દ્વારા મોડી રાત સુધી વાહનોની તપાસ કરાઈ

0
ક્રાંતિ સમય

સુરત, અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ હવે સુરત પોલીસ જાગી છે. શહેરમાં વધતા ક્રાઈમના બનાવો અને અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં ના થાય તે માટે ગતરોજ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખી ગત રાત્રે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. શહેરના વિવિધ ચાર રસ્તાઓ ઉપર પોલીસ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં દારૂના નશામાં કે મોજશોખ માટે લટાર મારવા નીકળી પડતા નબીરાઓ કોઈ અકસ્માતની ઘટનાને અંજામ ના આપે તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

તે ઉપરાંત નંબર વિના કે ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુના કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપોરીઓને ઉગતા જ ડામી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન શહેરના મહત્વના દરેક ચાર રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ પોલીસ કર્મચારી સુધીનો કાફલો મોડી રાત સુધી રસ્તા ઉપર જોવા મળ્યો હતો. શહેરના ભાગ્ય જ કોઈ રસ્તા એવા હતા જેની પર પોલીસ દેખાતી ન હતી. પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

ચેકિંગને લઈને કેટલીક જગ્યા પર વાહન ચાલકોને મેમો પણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે. કેટલીક જગ્યા પર પોલીસે વાહનો જમા કર્યા છે તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પણ કેસ કરવામાં આવ્યા છે. ગાડીમાંથી પોલીસે હથિયાર પણ પકડયા છે.  આ સંદર્ભે અચૂક સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી. ગત રાતે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં 207 મુજબની કામગીરી 12 કેસ બ્લેક ફિલ્મ 241 જેની સામે દંડ ભરવામાં આવ્યો છે 1, 20,500,  જ્યારે નંબર પ્લેટના 627 કેસ કર્યા તેની સામે દંડ 1,97000,  તેમજ ફેન્સી નંબર પ્લેટના 224 કેસમાં 71100 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સત્તાવાર આંકડો હજુ મળ્યો નથી. 

શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ આવી મદદે

0
ક્રાંતિ સમય

સુરત શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ પીડિત મહિલાની મદદે પહોંચી હતી. વાત જાણે એમ છે કે, કતારગામ વિસ્તારની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી તેમના શેઠે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હોવાનું જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કરતા શેઠની સાન ઠેકાણે આવી હતી અને ભુલ કબૂલી માફી માંગી હતી

શ્રમજીવી મહિલા મધ્યપ્રદેશના વતની છે. તેમના પતિનું પાંચ વર્ષ પહેલા નિધન થયું હતું. જેથી તેમના દિયર સાથે સમાજના રીતરિવાજ અને પ્રણાલી મુજબ દોઢ વર્ષ પહેલા પુન:લગ્ન થયા હતા અને પતિ સાથે રોજગારી માટે સુરત આવ્યા હતા. આ દંપતિ બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ અન્ય સાઈટ પર કામ માટે ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી બિલ્ડરે અજૂગતો સ્પર્શ કર્યો હતો. શેઠે છેડતી કરી અઘટિત માંગણી કરી હતી. જેથી ગભરાયેલી શ્રમજીવી મહિલા સ્થળ પરથી નીકળી ગયા અને પતિને જાણ કરી હતી, તેઓએ ૧૮૧ હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગી હતી.

અભયમ રેસ્ક્યુ ટીમે બિલ્ડરને મહિલા સાથે અણછાજતી હરકત કરવી એ જાતિય હેરાનગતિ અંતર્ગત સજાપાત્ર ગુનો છે એમ જણાવી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરતા તેમણે ભૂલ કબૂલી હતી, અને હવે કોઈપણ મહિલાને હેરાન નહી કરવા ખાતરી આપી હતી. મહિલાએ જણાવ્યુ કે, અમે રોજગારી માટે સુરત આવ્યા છીએ, જેથી ભવિષ્યમાં આવી હેરાનગતિ ન કરવાની બાહેંધરી આપતા કાયદાકીય કાર્યવાહી ન કરી શેઠને સુધરવાની એક તક આપી હતી. અભયમ દ્વારા કડક સૂચના આપી લેખિત કબૂલાત અને માફીપત્ર લેવામાં આવ્યું હતું. આમ, અભયમની મધ્યસ્થીના કારણે શ્રમિક મહિલાને ત્વરિત મદદ મળી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાહર.એસ.દેસાઇ.નો નિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી મુકામે યોજાયો.

0

સુરત,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાહર.એસ.દેસાઇ.નો નિવૃત્તિ સન્માન સમારંભના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ એન પટેલ. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સુરત સમારંભના અતિથિ વિશેષ શ્રીમતી ભાવિનીબેન એ પટેલ માનનીય અધ્યક્ષા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત. બાંધકામ સમિતિ ચેરમેન શ્રી રાકેશભાઈ સાહેબ તેમજ શ્રી ડોક્ટર ડી એસ દરજી સાહેબ શ્રી માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુરતનાઓની ઉપસ્થિતિમાં માનનીય શ્રી સહાર એસ દેસાઈ. સાહેબનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.


મહા માનવ નેલ્સન મંડેલા ના મત મુજબ શિક્ષણ એ વ્યક્તિગત વિકાસનું એન્જિન છે”આ મતને સાર્થક કરનાર માનનીય શ્રી સાહર. એસ દેસાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ જુદા જુદા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા શિક્ષક ગણની હાજરી જ એમના વ્યક્તિત્વના વિશેષ પાષાને ઉજાગર કરે છે શ્રી સાહર એસ દેસાઈની કેળવણી તથા વ્યવસાયિક તાલીમ ખૂબ જ કપરી કૌટુંબિક પરિસ્થિતિમાં પૂર્ણ થઈ. જીવનના એ પદાર્થ પાયોને એમણે એમના વ્યવસાયમાં દ્રષ્ટિ સામે રાખી એમના સંપર્કમાં આવનાર કર્મચારી. સેવક. શિક્ષક કે આચાર્યને સમજવાનો પ્રયાસ કર્યો. ને એક ઉત્તમ માર્ગદર્શક બન્યા.શાળા ને ભૌતિક સુવિધાઓથી સમૃદ્ધ કરવાના માર્ગો એમની દિર્ગદ્રષ્ટિથી કાર્યક્ષેત્રની શાળા ને મળ્યા.વહીવટી નિયમોની આંટી ધૂટીમાં અટવાયેલા પ્રશ્નોને એમણે ખૂબ જ કુનેહ પૂર્વક ઉકેલી. વહીવટી જ્ઞાનનો સૌને પરિચય પણ આપ્યો અને વહીવટી સમસ્યાઓ ઉકેલી રાહત પણ આપી. અધ્યયન-અધ્યાપનનું પણ એટલું જ સમૃદ્ધ ભાથું એમની પાસેથી સૌ શાળા ના શિક્ષકોને સાપડ્યું છે.કેળવણી ક્ષેત્રમાં જેની ખરેખર જરૂર છે એવા વિરલ વ્યક્તિત્વના સ્વામી શ્રી સહાર. એસ . દેસાઇ સાહેબના વિદાયથી સૌ એમની હાજરીની મોટી ખોટ અનુભવશે

જાણિતા કલાકાર ભાઉ કદમનું મરાઠી નાટક ‘કરુન ગેલો ગાવ’ ને સુરતમાં રહેતા મરાઠી લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો

0
ક્રાંતિ સમય

સુરત, મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ નું સુરત ખાતે રવિવારના રોજ આયોજન કરાયું હતું, સુરતના જાણીતા આર.આર.ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટના રાજ રણપિસે અને રાજેન્દ્ર તાંદલેકર દ્વારા સંજીવકુમાર ઑડિટોરિમ ખાતે સુંદર આયોજન કરાયું હતું, જેના પ્રસ્તુતકર્તા માનગાવ- મહાડ – પોલાદપુર ના ધારાસભ્ય (આમદાર) શ્રી ભરતશેઠ ગોગાવલે સાહેબ તેમજ ચેનલ આઈ વિટનેસ દ્વારા કર્યું હતું, જેમાં સુરતવાસીઓનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો, મરાઠી નાટક “કરુન ગેલો ગાવ” માં મુખ્ય પાત્રમાં જાણીતા મરાઠી કલાકાર ભાલચંદ્ર (ભાઉ) કદમ ,ઉષા સાટમ, નુપુર દુદવડકર, પ્રણવ જોશી, અનુષ્કા બોરહાડે સૌરભ ગુજલે, સચિન શિંદે, સુમીત સાવંત, દીપક લાંજેકર અને ઓમકાર ભોજને હતા.

કાર્યક્રમનું ઉદ્ઘઘાટન યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ, ભાજપ ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ , સુરત મહાનગરપાલિકા બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિણીબેન છોટુભાઈ પાટીલ , તેમજ ચેનલ આઈ વિટનેસ ,નવગુજરાત ટાઈમ્સ અને એસએસન્યુઝના મેનેજીંગ ડિરેક્ટર ગણેશભાઈ પી. સાવંત દ્વારા કર્યું હતું, કાર્યક્રમમાં અતિથિ તરીકે પરેશભાઈ મોરે, પ્રદીપભાઈ મોરે, અશોકભાઈ દુધાણે , દિપકભાઈ કદમ,અશોક ભાઈ પોટે લક્ષમણ ભાઈ ડીગે,પ્રકાશભાઈ મ્હાલુંગે, ,સંતોષભાઈ કદમ, જુગલભાઈ કદમ, તેજસભાઈ મોરે , ધર્મેશભાઈ તાંદલેકર, હરીશભાઈ સપકાલ, ટીનુભાઈ તાંદલેકર, જયેશભાઈ ઘોઘરેકર ,કમલાકર મોરે સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ નાટકથી તેઓ મેસેજ આપે છે કે આપણે ભલે નૌકરી ધંધા માટે બીજે જઈએ પણ આપણું ઘર, જમીન નહિ વેચવું. નહિ તો આપણી આવનારી પેઢી મૂળિયાં વગરના છોડ જેવી થઇ જશે. તેથી નાટક પત્યા પછી ભીની આંખે લોકો વિદાય લેતા હોય છે. નાટક કોમેડી છે જેમાં એક એવા ગામની વાત છે જેમાં કોઈ મગજમારી નથી પણ પોલિટિક્સના આવાથી બધી પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. નોંધનીય છે કે જાણીતા મરાઠી કલાકાર ભાલચંદ્ર કદમ ( ભાઉ કદમ ) નો કૉમેડી શૉ “ચલા હવાયેઉ દિયા” એટલો હિટ છે કે હિન્દી પિક્ચરના પ્રોમોશન માટે મોટા મોટા કલાકારો એમના શોમાં આવે છે. મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ ના 1500 પાસ વિનામૂલ્યે આમદાર શ્રી ભરતશેઠ ગોગાવલે સાહેબ હસ્તક વિતરણ કરવામાં આવેલ હતા.