માંડવી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ વોલ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ હશેઃ- મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
સુરતઃગુરુવાર:- સુરતના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે રૂ.૫.૫૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર માંડવી પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે થયું હતું. જેનાથી માંડવી તાલુકાના ૧૪૯ ગામના લોકોને ફાયદો થશે. આ પ્રસંગે મંત્રીએ માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી તથા સોનગઢ એમ બે પોલીસ સ્ટેશન મંજૂર કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બન્ને પોલીસ સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સાથે તડકેશ્વર અને કિમ ચોકડી વિસ્તારમાં બનતા બનાવોને ધ્યાને રાખીને વર્તમાન વર્ષે ઝંખવાવ ખાતે ડીવાય.એસ.પી. પોલીસ સ્ટેશન બની રહ્યું છે.
‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે: ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે:
સુરત:ગુરૂવાર: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાએ રૂ.૩૭.૩૩ કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાસંદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ સિટી તરીકે ઓળખાય છે, એવી જ રીતે બ્રિજ સિટી તરીકે પણ સુરતની એક અલગ ઓળખ ઉભી થઇ છે.સુરત શહેરમાં ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશનને જોડતો ૧૨૧મો બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે દેશભરમાં સુરત શહેર સૌથી વઘુ બ્રિજ બનાવનારું શહેર બન્યું છે. વઘુમાં તેમણે કહ્યું હતું કે, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાના નિવા૨વા માટે મહાનગર પાલિકા દ્વારા ભાઠેના જંક્શન પર નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના નિર્માણથી આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે તેમજ લોકોનો સમય અને ઈંધણની પણ બચત થશે. સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. ભાઠેના જંક્શન પરનો નવનિર્મિત બ્રિજ આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું શ્રી પાટીલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, સંદિપભાઇ દેસાઇ, મનુભાઇ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી રાજન પટેલ, SMC કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડકશ્રી ધર્મેશ વાણિયાવાળા, પૂર્વ ધારાસભ્યશ્રી વિવેક પટેલ, કોર્પોરેટરશ્રીઓ તેમજ અગ્રણીઓ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત, અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયા નાઓએ ફરીયાદી પાસે બંન્ને આરોપીઓએ રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- ની લાંચની માંગણી કરી. આજરોજ અઠવા ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આપી જવા જણાવેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- લાંચની રકમ સ્વીકારી સ્થળપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.
બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં ટ્રેપિંગ અધિકારી શ્રી કે.જે.ધડુક, પો.ઇન્સ.સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ અને સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી મદદનિશ નિયામક એ.સી.બી. સુરત એકમ, સુરત. ટીમ સાથે કામગીરી કરવામાં આવેલ હતા.
જેમાં આરોપી નં. (૧) પરેશકુમાર સુમનભાઇ પટેલ ઉ.વ.૪૩ નોકરી-જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકલ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત. અને આરોપી નં. (૨) ડેનિશ રાજેશકુમાર બારડોલીયા ઉ.વ.૩૭ નોકરી- મેઇટેનન્સ આસીસ્ટટન્ટ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત. ટ્રેપની તારીખ : ૦૧/૧૧/૨૦૨૩ માંગવામાં આવેલ લાંચની માંગણીની રકમ: રૂ.૪૦૦૦૦/- અને લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૪૦૦૦૦/- જગ્યા ઉપર સ્વીકાર કરવામાં આવેલ અને રીકવર રકમ લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૪૦૦૦૦/- હતી.
સુરત, સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીને કારણે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા નામના જ રહી ગઈ છે, આ પ્રકારની લાગણી હવે લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનું શહેર, તે જ શહેરમાં બદમાશો છે.આતંક પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી.. જે વીડિયો વાઈરલ થાય છે તેના પર માત્ર પોલીસ જ કાર્યવાહી કરે છે અને પોતાનું કામ પુરું કરીને ગુજરાત પોલીસના વખાણ કરે છે. સુરત પોલીસ.
સચિનના સાંઈનાથ સુડા સેક્ટર 2માં બદમાશોનું વર્ચસ્વ છે
શાકભાજી વેચનારને માર મારવામાં આવ્યો
સચિન પોલીસ તોફાની તત્વોને રોકવામાં નિષ્ફળ રહી છે
સચિન વિસ્તારના સુડા સેક્ટર 2 ગુંડાઓનો ગઢ બની ગયો છે.
સચિન વિસ્તારમાં દિવસેને દિવસે ગુનાની ઘટનાઓ વધી રહી છે.
સુરતઃ શુક્રવાર: દિવાળીના તહેવારને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુચારૂ આયોજનથી રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવશે એમ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. એસ.ટી.વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની ૮૦૦૦થી વધુ બસો ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે. મંત્રીએ કહ્યું કે, દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તાઃ૭મી નવેમ્બરથી ૧૧મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસ નિગમની વિભાગીય કચેરીનાં ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને બ્દોની વિશેષ પુછપરછ માટે નિગમના ટોલ ફી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬ ૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. આ વર્ષે એસ. ટી. વિભાગે ચેલેન્જ સ્વીકારી તા.૨જી નવેમ્બર થી ૧૦મી નવેમ્બર દરમિયાન દૈનિક ૧૫ બસોનો વધારો કરીને ૧૦૧ નવી એસ. ટી. બસો પ્રજાની સેવામાં મુકવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે. સુરતથી ભાડાની વિગતો જોઈએ તો અમરેલી રૂ. ૪૦૦, સાવરકુંડલા રૂ.૪૨૫, ભાવનગર રૂ. ૩૫૦, મહુવા રૂ.૪૦૫, રાજકોટ રૂ. ૩૮૫, જુનાગઢ રૂ.૪૩૫, જામનગર રૂ. ૪૪૫, અમદાવાદ રૂ. ૨૮૦, દાહોદ રૂ. ૩૦૫, છોટાઉદેપુર રૂ.૨૭૫ છે.
દર્દીનારાયણની સેવામાં એમ્બ્યુલન્સ ખૂબ સુવિધાજનક અને આશીર્વાદરૂપ બનશે
સુરત:મંગળવાર: દશેરાના પવિત્ર પર્વે કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા તેમના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ નિધિમાંથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ ઈમરજન્સીમાં ખૂબ સુવિધાજનક અને આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે એમ્બ્યુલન્સને દર્દીનારાયણની સેવા અર્થે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે સામાજિક અગ્રણી નેહલ દેસાઈ, નિતીનભાઈ ભજીયાવાલા સહિત સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના હોદ્દેદારો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી સિવિલ ખાતે પોલીસ કમિશનરશ્રી અજય તોમરના હસ્તે નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ
દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે
દર્દીઓ અને મેડિકોલીગલ કેસોમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સંવેદનાપૂર્ણ રીતે પોલીસ સેવાઓ આપી લોકાભિમુખ પોલીસની પરિકલ્પના સાકાર કરીએ: પોલીસ કમિશનરશ્રી અજય તોમર
સુરતઃમંગળવારઃ- સિવિલ નવી સિવિલ હોસ્પિટલના ઈતિહાસની સૌપ્રથમ અને આગવી પહેલ અંતર્ગત સિવિલ કેમ્પસમાં અદ્યતન પોલીસ ચોકીનું નિર્માણ થયું છે. નવી સિવિલ ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું પોલીસ કમિશનરશ્રી અજય તોમરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિવિલ પોલીસ ચોકી બનવાથી દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે.
ખટોદરા પોલીસ સ્ટેશનના અથાગ પ્રયાસો અને ડી.સી.પી. અને એસીપી.શ્રીની મહેનત તેમજ ટીમવર્કના કારણે પોલીસ ચોકી કાર્યરત થઈ છે. આ પોલીસ ચોકી બનવાથી આદિવાસી વિસ્તારો, ગામડાના લોકો તેમજ મિની ભારત સમાન સુરતમાં વસેલા દેશના તમામ પરપ્રાંતીય નાગરિકોને કાયદાકીય અને પોલીસ મદદ થકી ન્યાય સુવિધા ઉભી થશે. પોલીસ કમિશનરશ્રી અજય તોમરે વધુ પોલીસ કર્મચારીઓ ભરતી કરીને પણ આ પોલીસ ચોકીને વધુ અદ્યતન અને લોકાભિમુખ બનાવવામાં પર ભાર મૂક્યો હતો. તેમણે દર્દીઓ અને મેડિકોલીગલ કેસોમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સંવેદનાપૂર્ણ રીતે પોલીસ સેવાઓ આપી લોકાભિમુખ પોલીસની પરિકલ્પના સાકાર થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ કેમ્પસની પોલીસ ચોકી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ ખાસ કરીને દાખલ થયેલા અને સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ બનશે. સિવિલમાં આવતી બિનવારસી લાશો, બિનવારસી લોકોના અકસ્માત કેસો, મારામારી, નશાના કેસો, મેડિકોલીગલ કેસો અને પંચનામું તેમજ પોલીસ પ્રમાણપત્રો, સિવિલની સુરક્ષા સલામતીના પ્રશ્નો, મેડિકલ કોલેજના મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રશ્નો ઉકેલી શકાશે. ૩૦ થી ૪૦ કિલોમીટર દૂરના તાલુકાના ગામો તેમજ તાલુકા પોલીસે લીગલ કેસોના પંચનામા માટે હવે સુરત સુધી આવવું નહી પડે. પંચનામાની વિધિ સિવિલ પોલીસ ચોકી દ્વારા શક્ય બનશે. ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અહીં પોલીસ ચોકી નિર્માણ કરવાની ખાતરી આપી હતી, ત્યારે પોલીસ ચોકીની ભેટ આપવા બદલ તેમણે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ અને ગૃહમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના રાજ્યો, સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર અર્થે આવે છે. લાખો દર્દીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ઓપરેશનો, સારવારનો નિ:શુલ્ક લાભ મેળવે છે, ત્યારે પોલીસ ચોકીના અભાવે સુરક્ષા અને સલામતીના પ્રશ્નો ઉદ્દભવતા હતા. અવારનવાર દર્દીઓના સગાઓ દ્વારા તબીબો સાથે સંઘર્ષ, મારામારીના બનાવો બનતા હતા. ઉપરાંત, પોસ્ટમોર્ટમ રૂમની બહાર ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો તેમજ અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ, મારામારીના અનેક બનાવો બનતા હતા. ગત વર્ષે અહીં પોસ્ટમોર્ટમ રૂમ બહાર હત્યા પણ થઈ હતી. જેથી પોલીસ ચોકીની જરૂરિયાત ઉભી થઈ હતી, જેથી આ પ્રકારના બનાવો નિવારી શકાય.
આ પ્રસંગે એડિશનલ પો. કમિશનર(સેક્ટર-૧) શ્રી કે.એન. ડામોર, ડીસીપી વિજય ગુર્જર, એ.સી.પી. જે.આર. દેસાઈ, ખટોદરા પોલીસ ઈન્સ્પેકટર આર.કે. ધુળીયા, મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, યુનિ.સિન્ડિકેટ મેમ્બર અને સિવિલના ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ડો.ધારિત્રી પરમાર, વોર્ડ નં.૨૦ ના નગરસેવકો, તબીબો, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Pay & Park Ajay Enterprise ને ૨,૫૦,૦૦૦/- હજાર નું કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે.
ટુ-વ્હીલર -૫૦ અને ફોર વ્હીલર-૧૦૦ નું પઠાણી-ઉખાડી લુંટ રોડ ઉપર પાર્કીંગ ના નામે વસુલાત કર્તા.
ટ્રાફિક કન્ટ્રોલ માં ફોટા મોકલતા અને પુલીસ કન્ટ્રોલ માં ફરિયાદ કર્તા, ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી સમ્રગ કામગીરી બંધ કરવા માટે આયોજકો ને મેસેજ આપ્યા અને વસુલાત કર્તા વ્યકિત ને દુર કરવામાં આવ્યું.
સુરત, સુરત હાલમાં નવરાત્રી ના સમય માં વિવિધ આયોજક રૂપિયા ની લાલચમાં રોડ ઉપર પણ પાર્કીંગ ના નામે પઠાણી-ઉખાડી લુંટ કર્તા હોય તેવું એક ઘટના C.B.PATEL HEALTH CLUB માં ઝાંઝર નવરાત્રી-૨૦૨૩ ના આયોજકોએ કરી હોય તેવું એક નાગરિક ની રજુઆત ને પગલે તપાસ માટે પુલીસ કંટ્રોલમાં અને ટ્રાફિક કંટ્રોલ માં ફરિયાદ કર્તા ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી આયોજકો ની ભલામણ કરી તાત્કાલિક રોડ ઉપર ઉખેડી લુંટ કર્તા માથાભારે લોકો ને જગ્યા ઉપર થી દુર કરવા આદેશ આપ્યા તેવું આયોજક રજૂઆત કરી પોતાની ભૂલ નું સ્વીકાર કરી આપેલ Pay & Park Ajay Enterprise ને ૨,૫૦,૦૦૦/- હજાર નું કોન્ટ્રાક્ટ પણ કેન્સલેશન કરવા માટે ની નાગરિક ને રજુઆત કરી પુલીસ ની કાયદાકીય કાર્યવાહી થી ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી એ આયોજન કરનાર ને બચાવી લેવામાં આવેલ.
ઘટના પુલીસ કન્ટ્રોલ -૧૦૦ ઉપર જાણ કર્તા અને ટ્રાફિક કન્ટ્રોલ ના WhatsApp Traffic Help Line Surat City -7434095555 ઉપર સ્થળ ના ફોટા અને વિડીયો મોકલતા જ રીજીયન-૩ ના એક ઉચ્ચ અધિકારી એ આયોજકો ને તાત્કાલિક ફોન કરી ને રોડ ઉપર ના પાર્કીંગ ના નામે લુંટ કર્તા લોકો ને દુર કરવા સૂચના આપી અને બીજી બાજુ પુલીસ કન્ટ્રોલ -૧૦૦ ઉપર રોડ ઉપર ની પાર્કીંગ બાબત માં જાણ કર્તા પી.સી.આર વાન ઘટના સ્થળ ઉપર આવી અને પાર્કીગ ના નામે લુંટ કર્તા લોકો ને જગ્યા ઉપર પુલીસશોધી રહ્યા હતી. જે થી પુલીસ જ પુલીસ ની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે. એક શોધો છે. અને બીજા બચાવી રહ્યા હોય તેવું લાગે છે .
ગરબા ના આયોજક પાર્કિગના નામે રોડ ઉપર પાર્કીગ કરાવી ને પઠાણી-ઉખાડી લુંટરોડ ઉપર ગાડી પાર્કીંગ કરવી પકીંગ ની રસીદ પણ આપતા હતા.ફોર વ્હીલર માટે -૧૦૦ ફોર વ્હીલર માટે -૧૦૦ બુકટુ વ્હીલર માટે -૧૦૦ કોન્ટ્રાક્ટ માટે નું લેટરપેડ રોડ ઉપર પાર્કીંગ ના નામે વસુલાત
સુરત, હાલ અમુક દિવસો ચંદી પડવા ના તહેવારે ઘારીમાં ભેળસેળ અટકાવવા પાલિકાના ફૂડ ખાતાની ટીમે ડેરીઓ-માવાવાળાને ત્યાં દરોડા પાડ્યાં છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં ભાગળ, કતારગામ, વરાછા, રાંદેર, પાંડેસરા સહિતના વિસ્તારોમાં અમુક દુકાનોમાં ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં છે, જેમને પૃથ્થકરણ અર્થે વેસુ પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં છે. તમામ નમૂનાઓની ચકાસણી કરી રિપોર્ટ માટે 48 કલાક લાગશે એટલે કે શનિવારે રિપોર્ટ આવશે. જો રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો આગળની કાર્યવાહી કરાશે તેમ ફૂડ ખાતાએ જણાવ્યું હતું. જે થી આ નમુના લેવા થી લોકો ના સ્વસ્થ કેવા રીપોર્ટ આવે છે. તે પછી જ ખબર પડશે.
નીચે ના દુકાન અને સ્માંથળ ઉપર થી ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં
બમરોલીમાં બિલ્ડર માટે જમીન ના જગ્યાનો કબજો લેવા ગયેલા પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું
સુરત,સુરત પાલિકાના ઉધના ઝોનના બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તાની જગ્યાનો વિવાદ ઉભો થયો હતો. પાલિકાએ શરુઆતમાં આક્રમક બનીને જેસીબી મશીનથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતાં વિખવાદ થયો હતો. ખેતરના માલિક પરિવાર સાથે ખેતર પર આવી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ શરુઆતમાં રોફ ઝાડ્યો હતો. પરંતુ ધીમે ધીમે ખેડુત તરફે લોકો વધી ગયા હતા. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખેડુતોને પ્રશ્નનો જવાબ આપી ન શકતા ખેડુતોએ પાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે અધિકારીઓને ઘેરી લીધા હતા.
સુરતના બમરોલી વિસ્તારમાં રસ્તો કાઢવા મુદ્દે સુરત મહાનગરપાલિકા અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તેમની મહામૂલી જમીનમાંથી રસ્તો બનાવીને બિલ્ડરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના કર્મચારી અધિકારીઓનું કહેવું છે કે, ટીપી સ્કીમ અંતર્ગત ખેતરમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમે લોકો કામગીરી કરવા આવ્યા છે. જોકે, પાલિકાના અધિકારીઓએ રોડ બનાવવા માટેની જે કામગીરી છે એ શરૂ કરતાની સાથે જ ખેડૂતોએ રસ્તા ઉપર આવી વિરોધ નોંધાવ્યો હતો. ઘટના ગંભીર ન બને તેના માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા
મહિલા અને પુરુષ ભેગા થઈને અધિકારીઓની ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડમાંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન એ માં આવેલા બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રસ્તાની જગ્યાના કબ્જાના વિવાદ થતાં ખેડુતોએ અધિકારીઓનો ઘેરો ઘાલ્યો હતો. ખેડૂતો આક્રમક બની જતા અધિકારીઓએ જગ્યા છોડીને ભાગવું પડ્યું હતું. પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા હોવાથી રોષે ભરાયા લોકો એ મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા હતા.