Home SURAT સુરત વાય જંકશન ખાતે ત્રણેય દિશામાં પાંચ કિલોમીટરના રોડ પર યોગ કરવામાં...

સુરત વાય જંકશન ખાતે ત્રણેય દિશામાં પાંચ કિલોમીટરના રોડ પર યોગ કરવામાં આવશે, યોજના અંગે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

66
0

યોગદિન નિમિત્તે ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વ્યાપક કાર્યક્રમો કરીને લોકો યોગદિનની ઉજવણી કરે છે. રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે સૌ કોઈ યોગમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આગામી નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિનનો રાજયકક્ષાનો કાર્યક્રમ સુરતના આંગણે યોજાનાર છે, ત્યારે 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગદિનમાં જોડાશે. વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન સમી યોગવિદ્યા આજે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામી છે, ત્યારે આગામી તા.21મી જૂન- આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે. જેના આયોજનના ભાગરૂપે યુવા, સાંસ્કૃતિક, રમતગમત અને ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ખાતે બેઠક યોજાઈ હતી.

​​​​​​​સુરતમાં યોગદિન ખાસ બની રહે તે માટે કોઈ મેદાનના બદલે આઈકોનિક એવા વાય જંકશન પર ત્રણેય બાજુએ 5 કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી થાય તે માટેનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને મંત્રીએ સૂચના આપી હતી. સુરતથી એક મેસેજ સમગ્ર વિશ્વમાં પહોંચે અને ઘરે-ઘરે લોકો યોગ કરતા થાય તે માટે કાર્ય કરવાની હિમાયત કરી હતી. આ ઉજવણીમાં અલગ-અલગ બ્લોક વિભાજન કરીને બાળકો, સગર્ભા મહિલાઓ, દિવ્યાંગો, ઋષિઓની વેશભૂષા, પરિધાન સાથે લોકો યોગમય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here