Home SURAT સુરતમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન

સુરતમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન

66
0
ક્રાંતિ સમય

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતીમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકનો લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે પુત્ર અમેરિકાથી આવ્યા બાદ કરવામાં આવશે.રાકેશનાથ મહારાજના પિતા પહેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા. ત્યારબાદ તેમનું નિધન થતાં પુત્ર રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. જેમને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશનાથ મહારાજનું નિધન થતાં તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ આગામી સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરતમાં સંકટમોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે. સંકટમોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન થયા છે. હનુમાનજી સાથે કાલ ભૈરવદાદા અને શ્રી બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટય થયું. આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન સાથે કાલભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંદુરમાં જોવા જોવા મળી છે. દૂરથી અહીં ભકતો દર્શન માટે આવે છે.સંકટ મોચન આ ક્ષેત્રપાલ દાદા ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે.અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે.ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદાના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવ્યું છે.સાથે ભગવાન શનિદેવનું મંદિર પણ બનાવ્યું છે. ભક્તો ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી ભોલેનાથ અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here