Home SURAT સુરત સચિન GIDC કેમિકલ કાંડમાં ફરાર આરોપી સંદીપ ગુપ્તા અંકલેશ્વર પાસેથી ધરપકડ...

સુરત સચિન GIDC કેમિકલ કાંડમાં ફરાર આરોપી સંદીપ ગુપ્તા અંકલેશ્વર પાસેથી ધરપકડ કરાઈ.

46
0

સુરત,સુરતના સચિન GIDC કેમિકલ કાંડના અલગ અલગ બે ગુનાઓમાં છેલ્લાં દોઢ વર્ષથી ફરાર આરોપીને અંકલેશ્ઝવર થી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વર પાસેથી આરોપી સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપીએ ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતા ઝેરી ગેસ ઉત્પન્ન થયો અને તેના કારણે બાજુમાં રહેલી મિલમાં કામ કરતા 6ના મોત અને 23ને ગંભીર અસર થઈ હતી. જે તે સમયે પોલીસે સમગ્ર મામલામાં 15 આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ બનાવી હતી, પરંતુ આરોપી સંદીપ ગુપ્તા ફરાર થઈ ગયો હતો, ત્યારે દોઢ વર્ષ બાદ અંકલેશ્વર પાસેથી આરોપી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here