Home SURAT સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ પકડાયું, સંચાલકની ધરપકડ

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ પકડાયું, સંચાલકની ધરપકડ

75
0
ક્રાંતિ સમય

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની બાજુમાં અનમોલ કોમ્પ્લેક્સની દુકાનમાં સેક્સ રેકેટ પકડાયું. દુકાનમાંથી પોલીસે કોન્ડોમ સહિતનો સામાન કબજે કર્યો. ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી બાતમીના આધારે ગુરુવારે બપોરે અનમોલ કોમ્પ્લેક્સમાં રીલેક્શન સ્પા નામની દુકાનમાં રેડ કરી હતી. રેડમાં ત્યાંથી 3 યુવતી મળી આવી હતી. પોલીસે 3 યુવતીને મુક્ત કરાવી. દુકાનમાં સ્પાના નામે સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે સ્પાની દુકાનનું સંચાલક કરતી પૂજાદેવી મનીષ ચમાર(23)(રહે, આવાસ, ભેસાણ રોડ, મૂળ રહે. યુપી)ની ધરપકડ કરી છે. પોલીસે ગ્રાહકને રંગેહાથ પકડી સ્પાની દુકાનની માલિક મમતા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here