Home SURAT સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં ખેલાયો ખુની ખેલ, રૂમ પાર્ટનરે પથ્થરના...

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં ખેલાયો ખુની ખેલ, રૂમ પાર્ટનરે પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીયો

62
0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં ઘરની બહારથી વહેલી સવારે મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સિદ્ધાર્થ નગરમાં એક ઓરિસ્સા વાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતકની સાથે રૂમમાં રહેતા તેના સાથી મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતો 36 વર્ષીય પુનો પોલાઈ છેલ્લા ઘણા સમયથી હત્યારા સાથે ભાડાની રૂમમાં રહેતો હતો અને લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. ગત મોડી રાત્રે પૂના પોલાઈની તેની સાથે રહેતા રૂમ પાર્ટનરે પથ્થરના ઘા મારી હત્યા કરી દીધી હતી. વહેલી સવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા સ્થાનિકોએ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતના ઝઘડમાં કારીગરની હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. પૂનો પોલાઈના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે બનાવ અંગે મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી અને હત્યારા રૂમ પાર્ટનર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પુનો પોલાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે, જેઓ હાલ તેમના વતનમાં રહે છે. મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થયું છે અને બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here