Home Blog Page 72

ભાજપના કાર્યકર્તાને ગોળી મારનાર જેને  કોર્ટ દ્વારા આરોપી ડેક્લેર કરી દીધો હોવા છતાં ? કોંગ્રેસ ના રાકેશ રાય  ભાજપ માં જોઈનિંગ થવાની વાતો થી સરીગામ માં ચર્ચા નો વિષય બન્યો….

0

આ જોઇનિંગ કાર્યક્રમ માં કેવી રીતે આવી શકે ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી  સ્મિતિ ઈરાની ? એવી લોક ચર્ચા

મહિલા સશક્તિકરણ વાત કરનારી સ્મૃતિ ઈરાની એક એવા કૉંગ્રેસી નેતા રાકેશ રાય જેના દ્વારા એક મહિલા બિલ્ડર ને  છેડતી કરવાના આક્ષેપો લાગ્યા હોય તેવા વ્યક્તિ ની સભામાં કેવી રીતે આવી શકે ?

કોર્ટની દ્વારા આરોપી સાબિત થવા પછી આવા લોકોની સભામાં કેવી રીતે આવી શકે સ્મૃતિ ઈરાની ?

સમગ્ર ઉમરગામ તાલુકાની અંદર આ વાત ચર્ચાનો વિષય બની ગયો છે.

શુ ઉમરગામ તાલુકાના તમામ મતદારોની પણ અવગણના કરવામાં  આવી રહ્યો છે કે શું ?

મહિલા સશક્તિકરણના વાત કરનાર  સ્મૃતિ ઈરાની એ આવા  છેડતીના આરોપી તેમજ 307 માં 3 વર્ષના આરોપીઓ ની સજા પામનાર ની સભા લેવા કેવી રીતે આવી શકે  ? આ પ્રશ્ન લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.

૧૬ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરોની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપતા હૃદેશ કુમાર

0
કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.

ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર

સુરત:સોમવાર: ભારતીય ચૂંટણી પંચન નાયબ ચૂંટણી કમિશનરશ્રી હૃદેશ કુમાર અને પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી એસ.બી.જોશીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લા ચૂંટણી તંત્રની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારની બેઠકોના જનરલ ઓબ્ઝર્વરો, પોલીસ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરો પાસેથી સંબંધિત વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી કામગીરીથી વાકેફ થઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સુરતના તમામ વિધાનસભા વિસ્તારોમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આયુષ ઓકે સુરત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્રલક્ષી કામગીરી અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે નિષ્પક્ષ અને ન્યાયી માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટેની પૂર્વતૈયારીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, મેનપાવર અને ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, મટિરીયલ, એમસીસી અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ડેટા એનાલિસિસ, સિટીઝન હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, માઈગ્રેટરી વોટર્સ જેવા મુદ્દા અને ચૂંટણીને લગતી સંબંધિત કામગીરી અંગે સમજ આપી હતી.

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર સર્વશ્રી વિનીતકુમાર, શ્રીમતી કંચન વર્મા, કુ.પ્રિતી મીણા, સુરેશ ચૌધરી, ઉમાનંદ ડોલી, રાજેશ કુમાર, દિપાંકર ચૌધરી, હર્ષલ પંચોલી, કૃણાલ સિલ્કુ, પોલીસ ઓબ્ઝર્વરો શ્રી પુનિત રસ્તોગી અને શ્રીમતી કલ્પના નાયક ડી., એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરો સર્વશ્રી મુરલી મોહન, ગજેન્દ્ર સિંઘ, અનુરાગ ત્રિપાઠી અને પ્રશાંત સિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ અને રિટર્નિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતનો દિવ્યાંગ યુવક વિદેશી યુવતી સાથે લગ્નબંધનમાં બંધાયો: જાગૃત્ત પરિવારે શુભપ્રસંગે મહેમાનોને વિધાનસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા

0
મતદાનના સંકલ્પ સાથે અનોખા લગ્નની અનોખી ઉજવણી

‘ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: સુરતના કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર

મતદાનના સંકલ્પ સાથે અનોખા લગ્નની અનોખી ઉજવણી.

સુરત:સોમવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકો સ્વયંભૂ જાગૃત્ત બની રહ્યા છે. હાલ લગ્નસરા ચાલી રહી છે, ત્યારે લગ્નના અવસરને પણ જાગૃત્ત નાગરિકો મતદાન જાગૃત્તિનું માધ્યમ બનાવી રહ્યા છે. ગત રોજ સુરતનો દિવ્યાંગ યુવક વિદેશી યુવતી સાથે લગ્નબંધનમાં બંધાયો ત્યારે તેના જાગૃત્ત પરિવારે આ શુભપ્રસંગને યાદગાર બનાવવા મહેમાનોને વિધાનસભા ચૂંટણીમાં અચૂક મતદાન માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. હાલ લગ્નની ઉજવણીની સાથોસાથ લોકો લોકશાહીના પર્વની પણ ઉજવણી કરે એ માટેના કાછડીયા પરિવારના ઉમદા પ્રયાસની સૌ મહેમાનોએ સરાહના કરી હતી.

મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’ના સંકલ્પ સાથે દેશી-વિદેશી વરકન્યાની જોડીને આશીર્વાદ આપ્યા હતાં અને લોકશાહીના પર્વની ઉજવણી પણ આવા જ ઉત્સાહથી કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

સુરતના યોગીચોક વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના વતની છે. ૪૩ વર્ષીય કલ્પેશભાઈ જન્મથી બન્ને પગથી દિવ્યાંગ છે, અને છેલ્લા આઠ વર્ષથી યોગી ચોક વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા હરેકૃષ્ણ ફાર્મમાં ગત રોજ રાત્રિ દરમિયાન કલ્પેશભાઈના આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે છેક સૌરાષ્ટ્રથી સગાસંબંધીઓ આવ્યાં હતાં.

કલ્પેશભાઈ જણાવે છે કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી ફિલીપાઈન્સની રેબેકા ફાયો સાથે પરિચય થયો હતો અને હું દિવ્યાંગ હોવા છતાં લગ્નના બંધનમાં બંધાવાનો તેણે નિર્ણય કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વાતચીત અને સંપર્ક બાદ રેબેકા લગ્ન માટે સુરત આવી હતી. અમારા પરિવારે આ યુનિક લગ્નને વધુ યુનિક બનાવવા અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી નક્કી કર્યું કે લગ્નમાં આવનાર તમામ મહેમાનોને અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવીશું. અમને ભેટ કે ચાંદલો ન આપો તો ચાલશે પણ સૌ આ ચૂંટણીમાં મતદાન અચૂક રીતે કરે એવો આગ્રહ રાખ્યો હતો.

ધો.૧૦ સુધીનો અભ્યાસ કરનાર કલ્પેશભાઈ કહે છે કે, અમે સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન માટે જાગૃત્ત બનવા અને આગામી તા.૧લી અને ૫મી ડિસેમ્બરે મતદાન કરવા સંકલ્પ ગ્રહણ કરાવ્યા એ પહેલને સૌ મહેમાનોએ પણ વધાવી લીધી હતી અને સૌ ઉત્સાહથી શપથમાં જોડાયા હતા. અમે રાજ્યમાં યોજાતી મહત્તમ ચૂંટણીઓમાં સપરિવાર મત આપીને લોકશાહીની ફરજ બજાવીએ છીએ. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય છે, લોકશાહીમાં મતાધિકારને ક્યારેય વેડફવો ન જોઈએ. ગ્રામ પંચાયત, વિધાનસભા, લોકસભા જેવી કોઈપણ ચૂંટણીમાં અચૂક મતદાન કરવું એ સભ્ય નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે.

રેબેકા ફાયોએ ફિલીપાઈન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના પતિનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. સાત વર્ષનો દીકરો અને પરિવારજનો હાલ વિઝા ન મળવાથી સુરત ખાતે આ લગ્નસમારોહમાં સહભાગી થઈ શક્યા ન હતા. રેબેકા ફાયોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું ભારતીય સંસ્કૃતિ, રહેણીકરણી, અહીંના પ્રેમાળ લોકો લોકોથી ખૂબ પ્રભાવિત થઈ છું. મને ખ્યાલ છે કે ચૂંટણીનું કોઈ પણ દેશ અને રાજ્યમાં ખૂબ મહત્વ હોય છે. સૌ ગુજરાતીઓ ઉત્સાહભેર મતદાન કરે એવો મારો પણ ખાસ આગ્રહ છે.

સુરત શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા

0
વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા

સુરતઃરવિવારઃ સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના મતદાન માટે ૮૦ વર્ષ ઉપરના વયોવૃદ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે જોડાયેલા બી.એલ.ઓ ઓફિસરો દ્વારા આવા મતદાતાઓને તેઓના રહેઠાણ ઉપર જઈને હાથો હાથ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કરવામાં આવ્યા હતા.

          આ વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ફોર્મ ૧૨ડી નું વિતરણ કરી મતદાનની સમજણ પણ આપવામાં આવી હતી. સમગ્ર સુરત જિલ્લામાં ૮૯૫ જેટલા વરિષ્ઠ મતદાતાઓએ અરજી કરી હતી.સુરત જિલ્લામાં સમાવિષ્ઠ ૧૬ વિધાનસભાના મતદાર મંડળમાં ૮૦ વર્ષ ઉપરના ૬૨,૦૩૭ વરિષ્ઠ મતદારોને બી.એલ.ઓ.ઓફિસર દ્વારા ઘેર બેઠા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરબેઠા મતદાનની સુવિધા ભારત ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. 

૧૯૩૨ શાળા ના પાંચ લાખ વિદ્યાર્થી ઓ એ વાલી ઓ ને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

0
પાંચ લાખ વિદ્યાર્થી ઓ એ વાલી ઓ ને મતદાન માટે

પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પબધ્ધ થયા…..

સુરતઃરવિવારઃ સુરત જીલ્લા માં સમાવિષ્ઠ વિધાન સભા મતદાર મંડળ માં તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અનુસંધાને જિલ્લામાં પાંચ લાખ માતા પિતા એવા વાલીઓ એ આગામી તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ પહેલાં મતદાન પછી બીજું કામના સંકલ્પ કર્યો છે

           ચૂંટણી મતદાન જાગૃતિ માટેના સ્વીપ નોડલ અધિકારીશ્રી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડો.દીપક દરજી એ વિગતો આપતા જણાવ્યું હતું કે સૂરત શહેર અને જિલ્લામાંની ૧૯૪ ગ્રાન્ટેડ શાળાઓ, ૮૦૦ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, ૯૩૮પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા ૫ લાખ  સંકલ્પ પત્રો અપાયા હતા. જેમાં વાલી દ્વારા સંકલ્પબદ્ધ થઈ અને સહી કરીને શાળામાં પરત કર્યાં તે મુજબ પાંચ લાખ વાલીઓએ મતદાન કરવા મક્કમતા વ્યક્ત કરી હતી.તે મુજબ શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી પાંચ લાખ વાલીઓમાં પહેલાં મતદાન પછી બીજું કામની જાગૃતિ કેળવવામાં સફળતા મળી હતી.

સચીન ના હોટલ શું ગેરકાયદેસર ની કામગીરી માટે નું અઠ્ઠા

0

સુરત, સુરત-નવસારી ના આસપાસ માં ચલતા હોટલ માં શું ગેરકાદેસર ની કામગીરી માટે ની અઠ્ઠા અથ બની ગયા છે. શું સ્થાનિક પુલીસ આ હોટલ ઉપર ની કામગીરી ઉપર કોઈ પણ પ્રકાર નું કાયદાકીય નીતિ-નિયમ નું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. જેની તપાસ કરવા જરરિયાત છે.

હાલ માં જ સ્થાનિક સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પુલીસ પણ જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ નોધવામાં આવેલ છે. પણ આવું ઘટના બની તે પહેલા રોકી શક્ય જેના માટે સ્થાનિક આગેવાન , અને સામજિક વ્યકિતઓ ને આગળ આવું પડે. હોટલ ના નામે અમુક હોટલ માં રીતસર કાયદાકીય નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી. નોકરી માટે આવતું કે સ્થાનિક લોકો ના ગેરકાયદેસર રીતે નું પ્રવુતી સાથે શંકાસ્પદ કામગીરી માં સામેલ હોય તેવું લગી રહ્યા છે.

હોટલ માલિક ની જોડે વાત

જેમાં એક હોટલ ના મેનેજર જોડે ટેલિફોનિક બાત માં એમ પણ જણાવ્યું કે અમે સ્થાનિક પ્રશાસન ની પણ અંગત રીતે સંભાણ કરતા હોવા થી અમને આ કામગીરી અંગે કોઈ પણ તકલીફ આવતું નથી.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ખાતે હરિકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા આયોજિત ૧૦મા પારિવારિક લગ્નોત્સવમાં સહભાગી બનતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને ધોળકિયા પરિવારે સંપત્તિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો: રાજ્યપાલશ્રી

પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

સુરત:શનિવાર:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડ કંપની- એચ.કે. હબ ખાતે આયોજિત ૧૦મા‘પારિવારિક લગ્નોત્સવ: સંગાથ ભવોભવનો’માં સહભાગી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રભુતામાં પગલાં પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવી સુખી અને મંગળમય દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જેમ બે નદીઓના નીર મળે છે તે ક્યારેય અલગ નથી થઈ શકતા તેમ સમજણ અને સદ્દવિચારોથી યુક્ત જીવન વિવાહિત દંપતિને ક્યારેય અલગ કરી શકે નહીં. ગૃહસ્થાશ્રમના પ્રારંભે સમજણનો દિપક પ્રગટાવી સુખ અને સમૃધ્ધિનો ઉજાસ રેલાવવાની શીખ તેમણે આપી હતી.

સુખનું નામ સ્વર્ગ છે અને દુઃખનું નામ નર્ક છે. સારી વિચારધારા માનવી માટે સ્વર્ગની અનુભૂતિ અને નબળી અને કનિષ્ઠ વિચારધારા જીવનમાં નર્કનું નિર્માણ કરે છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, માતાપિતાની આજ્ઞાનું પાલન કરતા દીકરા-દીકરીઓ હોય છે એ ઘરમાં સ્વર્ગ નિર્માણ થાય છે.

રાજ્યપાલશ્રીએ ધોળકિયા પરિવારની સમાજ સેવાની ભાવનાને બિરદાવતા જણાવ્યું કે, આ પરિવારે વ્યવસાયમાં કાર્યરત સાત હજાર કર્મચારીઓને પરિવારજન બનાવ્યા છે. સભ્ય સમાજના નિર્માણ માટે આ પ્રકારની ઉદાર વિચારસરણી અતિ આવશ્યક છે. વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને સવજીભાઈ અને પરિવારે સંપત્તિ અને સમૃદ્ધિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો છે.

હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના ચેરમેનશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, છેલ્લાં દસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘સંગાથ ભવોભવ’ થીમ પર આયોજિત લગ્નોત્સવમાં ૧૩ જિલ્લાના ૩૪ તાલુકાના ૧૨૦ ગામોના પરિવારો જોડાયા છે. ઈનહાઉસ ટીમના સાથ સહકાર અને આયોજનથી સમૂહલગ્નના આયોજનની સાથે સામાજિક મૂલ્યો અને પરંપરા, કુટુંબજીવનને આત્મસાત કરવાની પ્રેરણા આપવામાં આવે છે એમ જણાવી રાજ્યપાલશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવદંપતિઓ માટે અમૂલ્ય સંભારણું બની રહેશે એમ જણાવ્યું હતું.

પ્રારંભે સ્વાગત પ્રવચન કરી શ્રી હિતાર્થ ધોળકીયાએ રાજ્યપાલશ્રી અને મહાનુભાવોને આવકાર્યા હતા.

નોંધનીય છે કે, આવતીકાલ તા.૨૦મીના રોજ પણ વધુ ૩૧ સમૂહ લગ્ન યોજાશે. આમ, કુલ ૬૧ લગ્નો સંપન્ન થશે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી, ઘનશ્યામભાઈ ધોળકિયા, પરિવારના મોભી ધનજીદાદા અને ફૂલીબેન, અગ્રણી સર્વશ્રી રાકેશભાઈ દુધાત, મનહરભાઈ સાસપરા મોટી સંખ્યામાં હરિકૃષ્ણ પરિવાર, કંપનીના કર્મચારીઓ, નવદંપતિઓ અને સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી બાળકોના જીવનને પ્રકાશતું સેવા કાર્ય – શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ નો ‘પ્રોજેક્ટ ઇસ્વરા’

0

સચિન : શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે અને માનવ ઉત્થાન અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાના મોટા અનેક સેવા કાર્ય કરે છે.હાલમાં શનિવાર તારીખ ૧૨મી નવેમ્બરે સાપુતારા નજીક ડાંગ વિસ્તારમાં આદિવાસી બાળકોના ઉત્થાન માટે કાર્યરત શ્રી પ્રયોશા પ્રતિસ્થાન આશ્રમ અને શ્રી પી.પી.સ્વામીજીના સાથ અને પ્રેરણાથી એક નવા ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે ‘પ્રોજેક્ટ ઇસ્વરા’ આ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી સમાજના બાળકોને સ્પોર્ટ્સ ટ્રેનીંગ, આર્મી તાલીમ, આજીવિકા રળવા માટે અન્ય વોકેશનલ ટ્રેનીંગ અને ભણતર સુવ્યવસ્થિત રીતે આપી તેમની આવડત અને શક્તિઓને ખીલવી જીવનમાં આગળ લાવવાનો અવિરત પ્રયાસ કરવામાં આવશે.

‘પ્રોજેક્ટ ઇસ્વરા’ સાપુતારા ખાતે એક સ્પોર્ટ્સ ટ્રેનીગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને ચાલીસથી વધુ આદિવાસી બાળકોને જાણકાર અને ક્વોલિફાઇડ કોચ સમીરભાઈ ભાલીયા અનર હસનભાઈ મજગુલ દ્વારા એથલેટીક્સ,કબડ્ડી ,ફૂટબોલ વગેરેની સઘન તાલીમ આપવામાં આવશે.આ સેન્ટર ખાતે આદિવાસી બાળકોને ઉચ્ચકક્ષાની તાલીમ સાથે પૌષ્ટિક આહાર અને રહેવા માટેની વ્યવસ્થા શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનના સચીનભાઈ દોશી જણાવે છે કે ; ‘ઇસ્વારા’ શબ્દનો અર્થ છે અંતરમાં રહેલ પ્રકાશ પૂંજ [ સોર્સ ઓફ લાઈટ ફ્રોમ વિધીન] આ આદિવાસી બાળકો જેમની પાસે આગળ વધવાની કોઈ તક નથી, પણ તેમની અંદર ક્ષમતા છે તેમને પ્રોજેક્ટ ઇસ્વરા’ હેઠળ આગળ વધવામાં મદદ કરી તેઓ ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં અને ભારત દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે અને જીવનમાં આગળ વધે એ જ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનનુ લક્ષ્ય છે.

આ લક્ષ્યને સાધવા તરફ પહેલું પગલું લેવામાં આવ્યું તેની ઉજવણી શની-રવિમાં પ્રયોશા પ્રતિષ્ઠાનના ૬૫૦ થી વધુ બાળકોને રંગબેરંગી કુરતા અને કુર્તી ભેટમાં આપી અને સ્નેહપૂર્વક ભોજન કરવી ,આદિવાસી બાળાઓ સાથે નૃત્ય કરી કરવામાં આવી હતી.

આર સી સી ચિલ્ડ્રન ડ્રોઈંગ કોમ્પીટેશન , હૈદરગંજ શાળા સચિનના યોજાઈ…..

0

સચિન : આજે હૈદરગંજ પ્રાથમિક શાળા સચિન ખાતે શાળાના ધોરણ છ થી આઠ ના બાળકો માટે આરસીસી એટલે કે રોટરી કોમ્યુનિટી કોર્પસ સચિન દ્વારા ચિલ્ડ્રન ડ્રોઈંગ કોમ્પીટેશન યોજાઈ હતી જેનો વિષય પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હતો જેમાં 50 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો તેમાંથી એક થી પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે જેમણે શાળાનું નામ રોશન કર્યું. પ્રથમ આવનાર શિવાની યોગેન્દ્ર શાહ 8 એની વિદ્યાર્થીની સેકન્ડ આવનાર રચના મનોજભાઈ મિશ્રા જે આઠ બી ની વિદ્યાર્થીની અંજની ધર્મેન્દ્રસિંહ ત્રીજો નંબર સાત એની વિદ્યાર્થીની અને આંસુ દિનેશ શર્મા ચોથો નંબર સાત બી નો વિદ્યાર્થી તથા પાંડીએ રાજન શ્રીકાંત પાંચમા નંબરે સેવન બી નો વિદ્યાર્થી હતો આ પ્રસંગ દિપાવવા ખ્યાતનામ ચિત્ર આર્ટિસ્ટ શ્રીમતી ભાવિનીબેન ગોળવાળા કે જેઓ પોતે એક ચિત્ર આર્ટિસ્ટ છે અને તેમણે પોતાના ચિત્રોના અનેક પ્રદર્શન કર્યા છે અને અનેક એવોર્ડથી પોતે સુશોભિત થયા છે તે આજે વિશેષ મહેમાન તરીકે પધાર્યા હતા અને અતિથિ તરીકે શ્રી મયુર ગોળવાળા માજી સેક્રેટરી જી.આઇ.ડી.સી. સચિન પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષિકા જીપ્સાબેન પરમારે કર્યું હતું અને બાળકોને મહેમાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રસંગ અનુરૂપ ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગને દીપાવવા આરસીસી પ્રમુખ પ્રકાશ ભાવસાર સેક્રેટરી પ્રશાંત દેસાઈ ઉપપ્રમુખ પવન જૈન મોહનભાઈ સોની પ્રવક્તા સુરેશભાઈ પિછોલીયા તથા રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ચિત્ર સ્પર્ધાના માર્ગદર્શક તરીકે બેન શ્રી ચિત્ર રેખાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિશેષ આભાર રાજેશ ત્રિવેદી પ્રિન્સિપાલ હૈદરગંજ નો આર સી સી પ્રમુખ ભાવસારે માન્યો હતો..

ધોળકિયા નિર્માણ કમ્યુનિટી સુરતનાં બાળ વૈજ્ઞાનિકોએ કરી કમાલ, દરિયા કિનારે થી વીજળી નિર્માણ કરી બતાવી…..

0
ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇનોવેશન એન્ડ ઇનવેંશન દ્વારા તારીખ 16 થી 19 નવેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન મડગાવ ( ગોવા) ખાતે

ઇન્ડીયા ઇન્ટરનેશનલ ઇનોવેશન અને ઇન્વેંશન એકસપો ૨૦૨૨ માં સુરત ના બાળકો ના વૈદિક ઈલેક્ટ્રીસીટી પ્રોજેક્ટ ને સિલ્વર મેડલ મેળવી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું……

સચિન : ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇનોવેશન એન્ડ ઇનવેંશન દ્વારા તારીખ 16 થી 19 નવેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન મડગાવ ( ગોવા) ખાતે કરવામાં આવેલ હતું.


તેમાં સુરત ખાતે આવેલી ધોળકિયા નિર્માણ કમ્યુનિટી ના બે બાળકો કૌશલ વસાણી અને ભવ્ય દુધાત અને માર્ગદર્શક શિક્ષક ભૌતિક બલર દ્વારા ડુમસ ન દરિયા કિનારે થી વીજળી ઉત્પન્ન કરતાં પ્રોજેક્ટ ને રજૂ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ માટે ભૌતિક બલર ,સંગીતાબેન દુધાત , મમતાબેન જોગિયા દ્વારા માર્ગદર્શન આપવા માં આવેલું હતું.
આ પ્રોજેક્ટ દ્વારા દરિયા કિનારે થી વીજળી મેળવી શકાય છે એ સિદ્ધ કરી બતાવતા નિર્ણાયકો ખુશ થયા હતાં, ખાસ નોંધવા જેવી બાબત કે આ બાળકો કોઈ પણ કન્વેંશનલ શાળામાં અભ્યાસ કરતા નથી. તે સવજી કાકા ધોળકિયા દ્વારા સ્થાપિત ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત ધોળકિયા નિર્માણ માં પાયારૂપ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રહ્યા છે અને છતાં આટલા ટેલેંટેડ ચિલ્ડ્રન સાયન્ટિસ બની ગયા
આ સાયન્ટીસ બાળકો અને માર્ગદર્શકો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટની સફળતા એ ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વીજ સમસ્યાનો અંત લાવશે. આ પ્રોજેક્ટની મદદ થી વધુ પ્રમાણમાં અને સસ્તી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. આ માટે આ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા હજુ આગળ પ્રયાસ શરૂ છે.