Home Blog Page 73

સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

0
સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી.

સુરત જિલ્લામાં ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત.

સુરતઃગુરૂવારઃ વિધાનસભા ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે સુરત જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ૧૨૫ SST-સ્ટેટીક સર્વેલન્સ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૭૫ ટીમ, ફલાઇંગ સ્કવોડ માટે ૬૧ વ્હિકલ, VST-વિડિયો સર્વેલન્સની ૩૮ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૨૦ ટીમ, ૭ ડિસ્ટિલરીઝ, સુરત એરપોર્ટ ખાતે CISFની એક ટીમ તૈનાત છે.
ઉપરાંત, સુરત શહેરની ૧૧ તથા ગ્રામ્યની ૨૦ પોલીસ ચેક પોસ્ટ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

ઉધના મામલતદાર કચેરી ખાતે ‘સિગ્નેચર અભિયાન’માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

0

લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ.

સુરત:ગુરૂવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ પ્રારંભથી જ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે મતદારો આ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એ માટે ‘સિગ્નેચર અભિયાન’ શરૂ કરાયુ છે. અઠવાલાઈન્સ રોડ પર આવેલી ઉધના મામલતદાર કચેરી ખાતે આવનાર અરજદારો, નાગરિકો મતદાન જાગૃત્તિ સહી ઝુંબેશમાં ભાગ લઈને ‘ હું ભારતના બંધારણને સાક્ષી માની શપથ લઉં છું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા વિના અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ એવી પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.


લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉધનામાં રહેતા એડવોકેટ શ્રી દેવેન્દ્રભાઈ બોકડીયાએ ‘સિગ્નેચર અભિયાન’માં સહી કરીને મતદાનના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, હું પ્રત્યેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરૂ છું. મતાધિકારનું મહત્વ સમજીને સૌએ અચૂક અને નિષ્પક્ષ મતદાનના શપથ લેવા જોઈએ. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સામૂહિક મતદાનના સંકલ્પ લેવા જોઈએ.
મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૯ વર્ષીય જયેશભાઈ પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું મારા અસીલોને પણ તા.૧લી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે જણાવું છું. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય હોય છે. લોકશાહીના પર્વ આપણી સભ્ય નાગરિક તરીકે ફરજ બજાવવા માટે તક પૂરી પાડે છે. આપણે જે રીતે દિવાળી, જન્માષ્ટમી, હોળી જેવા તહેવારો ઉત્સાહથી ઉજવીએ છીએ એવી જ રીતે બહોળું મતદાન કરીને લોકશાહીના મહોત્સવની ઉજવણી કરવી જોઈએ. હું જ્યાં મગદલ્લાના બાપુનગર મહોલ્લામાં રહું છું ત્યાંના તમામ રહેવાસીઓને પણ મતદાન માટે પ્રેરણા આપીશ.

ક્રાંતિ સમય /ગુજરાતી/સુરત/સુરેશ મૌર્ય

Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ , સૌથી આગળ બિલ ઉપર ૧૭-૦૨-૨૦૩૦ ના બિલિંગ.

0

સુરત, સુરત સચીન ખાતે આવેલ Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ એટલે કે ભષ્ટાચાર ની ચરમસીમા પાર કરી નાખેલા છે. એવું લાગે છે. દરેક પેટ્રોલ પંપ ઉપર થોડાક ઓછા પેટ્રોલ ગાડી માં નાખતા જ હોય છે. જે લોકો ના જાણ ના આભવે તેના ફાયદા પેટ્રોલ પંપ ઉપર કામગીરી કર્મચારીઓ લઈ લેતા હોય છે. પણ જયારે બીલ લેવામાં આવે છે. તે સમય બીલ ઉપર બધું બરાબર હોય છે.

પણ હાલ સચીન ખાતે આવેલ Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ એટલે કે બીલ ઉપર ૧૭-૦૨-૨૦૩૦ ના તારીખ બતાવે છે. જે ઘણી બાબત નું ખુલાશો કરી જાય છે. કે બીલ ઉપર તારીખ નું ખુલ્લા ચેડાં કરી પેટ્રોલ પંપ ના માપ માં પણ ચેડાં કરી ગ્રાહક નું શોષણ કરવામાં આવેલ છે.જેની તપાસ માટે Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન સેલ્સ અને અરિયા મેનેજર ના સંપર્ક કરતા બધું બરાબર છે અને તેનું નિયમિત તપાસ કરી છે.તેવું રજુઆત કરતા તપાસ માટે આગળ ફરિયાદ કરવામાં આવેલ છે.

હવે તપાસ પછી જ હક્કીત શું છે.તેનું ખ્યાલ આવશે.

પ્રયાગરાજ પાંડેસરા મીલ માં આગ લગતા જ આગ મોટી હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરાયો

0

સુરત, સુરત પાંડેસરા જીઆઈડીસી માં આવેલ પ્રયાગરાજ મીલ માં આગ ની ઘટના બનતા જ આગ મોટી હોવાથી ફાયરવિભાગ તરફ થી પ્રયાગરાજ મિલ બ્રિગેડ કોલ જાહેર કરાયો. આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રે 8:47 વાગે તેમને આગનો કોલ મળ્યો હતો. જે મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન નજીકમાં સ્થિત પ્રયાગરાજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં આગ ફાટી નીકળી હતી.પાંડેસરા ફાયર બ્રિગેડ ઉપરાંત શહેરના અન્ય ફાયર સ્ટેશન ની ગાડી ઘટના સ્થળે આવી ગયા હતા. અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. જોકે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિસ્થિતિ જોતા ફાયર બ્રિગેડે ઘટનાને બ્રિગેડ કોલ એટલે કે આગ મોટી હોવાનો કોલ જાહેર કર્યો હતો. મોટી આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી તેમજ ભયનો માહોલ છે.

જે ઘટના સ્થળ ઉપર સ્થાનિક આ નેતાઓ, પુલીસ પ્રશાસન, અને તમામ ઝોન ના ફાયર સ્ટેશન ની વડા સ્થળ પર જોવા મળ્યા.

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

0

સુરત:સોમવાર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

        રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. 
             આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. 
           વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઓલપાડના તળાદ ગામે નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનની સ્થાપના દિનની ‘સુવર્ણ જયંતી’ની ઉજવણી

0

‘સુવર્ણ જયંતી’ અવસરે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા કબડ્ડી, ખો-ખો સ્પર્ધા યોજાઈ

સુરતઃસોમવારઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના તળાદ ગામની હાઈસ્કુલ ખાતે નેહરૂ યુવા કેન્દ્રની ‘સુવર્ણ જયંતી’ નિમિત્તે કબડ્ડી, ખો-ખો જેવી રમતગમત સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા યુવા-યુવતીઓને પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તા.૧૪મી નવેમ્બર,૧૯૭૨ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનની સ્થાપના થઈ હતી. આ વર્ષે નેહરૂ યુવા કેન્દ્રના ૫૦ વર્ષ (સુવર્ણ જયંતી) પૂર્ણતાના અવસરે આયોજિત કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નિરીક્ષક તરીકે NYV શ્રી મનોજ દેવીપુજક સહિત તળાદ હાઇસ્કુલના મંડળ પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ ભગવતીભાઈ પટેલ, ઉપપ્રમુખ કોસમિયા, ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય દોલતસિંહ ઠાકોર, પ્રા.વિભાગના આચાર્ય નટવરભાઈ પટેલ, કદરામા સખી મંડળના પ્રમુખ નેન્સી પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી નંબર પ્લેટ નહીં લગાવનારા અને ટોલ ટેક્સ નહીં ભરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

0
નવી નંબર પ્લેટ

નીતિન ગડકરીએ કહ્યું કે હવે ટૂંકસમયમાં ટોલ પ્લાઝા હટાવીને કેમેરા લગાવવાની યોજના છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટોલ ટેક્સ સંબંધિત બિલ લાવી શકે છે. કેન્દ્રીય મંત્રી અનેક વખત સંકેત આપી ચૂક્યા છે કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસુલાતનું સમગ્ર કામ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે ટોલ પ્લાઝા હટાવીને કેમેરા લગાવવાની યોજના છે. લોકોને ટૂંક સમયમાં ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. હાઇવે પર વાહન ચલાવવા પર, કાર સાથે જોડાયેલા બેંક ખાતામાંથી સીધો ટેક્સ કાપવામાં આવશે,ગડકરીએ કહ્યું કે વર્ષ 2019માં આ અંગે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ વાહનો કંપનીની ફીટ નંબર પ્લેટ સાથે આવશે. હવે હાઈવે પર લાગેલા કેમેરા આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધો બેંક ખાતામાંથી કપાશે,કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર આ યોજનાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટોલ ટેક્સ ન ભરનારાઓ સામે જલ્દી કાયદો લાવવાની જરૂર છે.
હાલમાં કાયદામાં ટોલ પ્લાઝા છોડીને ટોલ ન ભરનાર વાહન માલિકને સજા કરવાની કોઈ જોગવાઈ નથી. સરકાર એવા વાહનો માટે નવો નિયમ પણ લાવી શકે છે, આવા વાહનોને નિયત સમયમાં નંબર પ્લેટ લગાવવા માટે કહેવામાં આવશે..

સુરતની ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૮૦ વર્ષથી વધુ વયના ૬૨,૦૩૭ વરિષ્ઠ મતદારોને BLO દ્વારા ઘરબેઠા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરેથી મતદાનની સુવિધા

0

પોસ્ટલ બેલેટથી મતદાન માટે કુલ ૮૯૫ અરજદારોએ અરજી કરી છે

સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે

‘વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨: અવસર લોકશાહીનો’

સુરત:સોમવાર: આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મહત્તમ મતદાન થાય અને ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પણ તેમના મતાધિકારનો સમાન રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ૮૦ વર્ષથી વધુની વયના વૃદ્ધો ઘરઆંગણે મતદાન ટુકડીના નિરીક્ષણમાં પોતાનો મત આપી શકે છે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના ૬૨,૦૩૭ જેટલા ૮૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ મતદારોને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા BLOના માધ્યમથી ઘરે ઘરે જઈ પોસ્ટલ બેલેટ માટે અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી અંદાજિત ૮૯૫ અરજીઓ મળી છે. ઉક્ત અરજીઓમાંથી સૌથી વધારે સંખ્યા ઓલપાડ વિધાનસભાથી આવી છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટના માધ્યમથી મત આપવા ઈચ્છુક અરજદારોને અગાઉથી જાણ કરી મતદાન દિવસ પહેલા જ મતદાન કરાવી દેવામાં આવશે.
નોંધનીય છે કે, સુરતની ૧૬ વિધાનસભાઓમાં સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના કુલ ૧૬,૭૫૫ પોલીંગ સ્ટાફને બેદિવસીય તાલીમ અપાઈ

0

પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓને ત્રણ સેશન્સમાં તાલીમબદ્ધ કરાયા

સુરતઃરવિવારઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે માટેની આયોજનબદ્ધ તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકના વિવિધ તાલીમ કેન્દ્રો પર પ્રિસાઈડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઈડીગ ઓફિસરો સહિત કુલ ૧૬,૭૫૫ પોલીંગ સ્ટાફને બે દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી.

સુરત શહેર સહીત જિલ્લાના વિવિધ તાલીમ સેન્ટર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા મતવિસ્તારોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

   પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પ્રિસાઇડીંગ ઓફિસર અને ફીમેલ પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં નિરીક્ષકની  સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટેની આવશ્યક સૂચનો આપવામાં આવ્યા હતા. જે મુજબ મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન, VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને ચુંટણી વિભાગના માસ્ટર ટ્રેનર્સે આ બે દિવસીય તાલીમ વર્ગોમાં તેમની સેવાઓ આપી હતી.