Home Blog Page 70

શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની કરશે ઉજવણી

0
જિલ્લા ચુંટણી અધિકારી આયુષ ઓકે વિવિધ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

જિલ્લા ચુંટણી અધિકારી આયુષ ઓકે વિવિધ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોના મતદાન માટે જિલ્લાના ૧૬ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ઇ.વી.એમ. વીવીપેટ સાથે સજ્જ થઇ ચૂંટણી સ્ટાફ ફરજ પર જવા રવાના.

જિલ્લાની ૧૬ વિધાનસભાના ૪૭,૪૫,૯૮૦ મતદારો આજે ૧૬૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

૧.૫૦ લાખ યુવા મતદારો પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશેઃ

સુરતઃબુધવારઃ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીઓનું મતદાન તા.૧લી ડિસેમ્બરના થનાર છે ત્યારે વિધાનસભાઓના રિસિવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે પહોંચી ગયા છે.

        આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે સુરત પશ્વિમ વિધાનસભામાં રાંદેરની પીપરડીવાલા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, મજુરા વિધાનસભાની સેન્ટ ઝેવિયર્સ, સુરત પૂર્વની ટી.એન્ડ ટી.વી.સ્કુલ, લિંબાયતની એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ઉધના સિટીઝન કોમર્સ કોલેજના સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
             સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં ૨૫,૫૨,૯૦૫ પુરૂષ મતદારો તથા ૨૧,૯૪,૯૧૫ મહિલા મતદારો તથા ૧૬૦ અન્ય મતદારો મળી કુલ ૪૭,૪૫,૯૮૦ જેટલા મતદારોના મતથી ૧૬૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. જિલ્લામાં ૪૬૩૭ મતદાન મથકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.  
            મતદાનના દિવસે સવારે દરેક મતદાન મથક પર સવારે ૭-૦૦ વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
             જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૭૯૪ ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને  જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ૧.૫૦ લાખ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા ૧૬ વિધાનસભાઓમાં વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં યુવાઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને બારડોલી વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વારલી પેઈન્ટીંગ, વાંસ(બામ્બુ) દ્વારા મતદાન મથકોને સુશોભિત કરવામાં આવ્યા છે.
            સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૮૪ મતદારોએ વ્હીલચેર તથા ૧૮૯ મતદારોએ સહાયક મેળવવાની માંગણી કરી છે, જ્યારે એક મતદારે વાહનની માંગણી કરી છે. આમ, કુલ ૪૭૪ જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.

આ છે સુરતની મજુરા વિધાનસભાનું ઇકો-ફ્રેન્ડલી પોલીંગ બુથ: બાયોડિગ્રેડેબલ સામગ્રીનો કરાયો છે ઉપયોગ

0

અવિલોપ્ય શાહીને માટીના પાત્રમાં રાખીને પર્યાવરણની જાળવણીનો સંદેશ.

સુરત:બુધવાર: વિધાનસભા ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચ દ્વારા ઈકોફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક ઈકોફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરવામાં આવી છે.

         સુરતની ૧૬૫-મજુરા વિધાનસભામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ઇકોફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ બુથની સજાવટ માત્ર બાયોડિગ્રેડેબલ સામગ્રીથી કરવામાં આવી છે. ઉપરાંત, પર્યાવરણની જાળવણીને લગતા પોસ્ટર્સ-બેનર્સ, ગ્રીન થીમ આધારિત ટેબલની સજાવટ, ફુગ્ગાઓ, ફૂલ છોડ દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીના તમામ ચૂંટણીઓમાં મતદાન વખતે ઉપયોગમાં લેવાતી અવિલોપ્ય શાહીની બોટલ અને તેને રાખવાનું સ્ટેન્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતું, જ્યારે આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીને  માટીના પાત્રમાં રાખીને પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશ અપાયો છે.

મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરત જિલ્લાની વિધાનસભા દીઠ એક-એક આદર્શ મતદાન મથકો: લાલ જાજમ બિછાવીને મતદારોનું સ્વાગત કરાશે

0

વિશેષ સુવિધાયુક્ત આદર્શ મતદાન મથકોમાં આકર્ષક સુશોભન.

સુરતઃબુધવારઃ સુરત જિલ્લામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સાથે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગવા પ્રયાસો કર્યા છે, ત્યારે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. આદર્શ મતદાન મથકો સુધી પહોંચવા અવરોધરહિત માર્ગ, વિવિધ પ્રકારના દિશા-નિર્દેશ સૂચવતા સાઈનબોર્ડ, વાહનપાર્કિંગની વ્યવસ્થા, પીવાનું પાણી, વેઈટીંગ રૂમ, પોલિંગ સ્ટાફ માટે ગુણવત્તાયુક્ત ફર્નિચરની વ્યવસ્થા,મતદાન મથક પરિસરમાં મતદારોના માર્ગદર્શન માટે પોસ્ટર-બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મતદાન મથકને જુદા જુદા ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યા છે. મતદારોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાશે.

            મોડેલ મતદાન મથકોમાં ઓલપાડ વિધાનસભામાં મોટા વરાછા:ક્રમાંક-૩૭૫ અને માંગરોળ વિધાનસભામાં માંગરોળ-૨ તથા માંડવી માલ્ધા-૧, કામરેજમાં કોસમાડી ગામે, સુરત પૂર્વમાં નાનપુરા-૮, વરાછા રોડમાં ફુલપાડા ઉપરાંત કતારગામ, કરંજ તથા લિંબાયત વિધાનસભામાં ડીંડોલી-૫૮ને મોડેલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.     
           આ ઉપરાંત, ઉધનાના પાંડેસરા, મજુરામાં અઠવાલાઈન્સ વિસ્તારમાં, સુરત પશ્વિમમાં જહાંગીરાબાદ-૧૧, ચોર્યાસીમાં કવાસ-૧, બારડોલીમાં એના-૪(ઘલુડા-ગોટીયા) અને મહુવામાં વેજલપુર-૨ મળીને સુરતની ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

સચીન સરકારી ગોદામ માંથી સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં બે મહિલાની ધરપકડ

0

સુરત, (ક્રાંતિ સમય(સુરેશ મૌર્ય) સચીન સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કૌભાડમાં સાત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાયા. બાદ પરિવહનનો કોન્ટ્રાકટર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર બન્ને મહિલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.

પરિવહનનો કોન્ટ્રાકટ૨૨ત્નાબેન શાહ, કોમ્પ્યુટર ઓપરેટર આંકાક્ષા રાવળની ધરપકડ કરી રિમાન્ડ મંગાયા.

દિવાળીના દિવસોમાં સચીન સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના ઝડપાયેલા કૌભાડમાં અગાઉ એક પોલીસ  નોધાયા બાદ રાજ્ય પુરવઠો નિગમ  ના રીપોર્ટ ના આધારે ચોર્યાસી મામલદારે મંગળવારે  ડોર સ્ટેપ ડીલીવરી પરિવહન કોન્ટ્રાક્ટર, કોમ્યુટર ઓપરેટર, સહિત સાત વિરુદ્ધ રૂ.૧.૨૮ કરોડ નું અનાજ  સંગ્રહ  કરી રાખવા બદલ તેમજ આઠ લાખ ની કિમંત  ગેહૂઁ સગેવગે કરવાના કોભાંડમાં  ફરિયાદ નોધવી હતી.આ ફરિયાદ ના આધારે સચીન સ્ટેશન ના અધિકારીએ પરિવહન કોન્ટ્રાકટર રત્નાબેનહેતલ શાહ ( રહે. માતૃછાયા બંગ્લોઝ દવે  સ્ટ્રીટ ગણદેવી નવસારી) અને  કોમ્યુટર ઓપરેટર આંકાક્ષા વિઠ્ઠલ રાવળ ની ધરપકડ કરી કોર્ટમાં બન્ને ના રીમાન્ડ નામંજુર કર્યા હતા. સચીન પોલીસ સ્ટેશન દ્વારા આગમી દિવસો માં અન્ય આરોપીની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પણ હકકીત પણ તપાસ જોતા એવી પણ લાગી રહ્યા છે. કે સમગ્ર તપાસ ઉચ્ચ અધિકારીઓ પોતાના કુર્સી બચાવવા ના મજદૂર વર્ગ ના લોકો ને ભેરવી રહ્યા છે. જો સમયાન્તરે ઉચ્ચ અધિકારી દ્વ્રારા તપાસ કરવામાં આવતું હોય તો આવું રીતે કેમ ભૂલ થયા એક પણ એક સવાલ ઉભા થયા છે.

તપાસ માટે ના કારણ

ચાર માં થી ફક્ત ત્રણ વાહનો ની રેકોર્ડ ઉપર બતાવામાં આવેલ છે. જે વાહન બારડોલી થી પાછા લાવામાં આવેલ હતા. તે વાહન કે રેકોર્ડ ઉપરલેવામાં આવેલ નથી. તો અન્ય એક વાહન કોનો ઇશારેથી સગેવગે કરવામાં આવેલ છે.  સમગ્ર તપાસ માં ઉડાણ થી તપાસ કરવા માટે અ ઉચ્ચ અધિકારી ની સામેલગીરી જરૂરી હોય છે. એવી લાગી રહ્યા છે.   

જમીન ઉપર પ્લોટ ના પ્લોટીંગ કરી રકમ વસુલી કાયદેસર ટાઈટલ ક્લીયર ન કરાવી ઠગાઈ કરનાર આરોપી ના જમીન અરજી નામંજુર કર્તા કોર્ટ.

0

સુરત, ક્રાંતિ સમય (સુરેશ મૌર્ય) કામરેજ ખાતે આવેલ પારડી ગામની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના પ્લોટીંગના નામે ૧.૨૨ કરોડ પડાવી લઈ ટાઈટલ ક્લીયર ન કરાવી ઠગાઈ કરનાર આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે નકારી કાઢી છે. જેથી હવે આરોપી ની ધરપકડના ચ્રકો ગતિમાન થયા.

આરોપી જીતુ આહીરની અરજી નકારાઇઃ કામરેજના ધોરણપારડીમાં પ્લોટીંગ બાદ ટાઇટલ ક્લીયર કરાવાયા નહોતા.

મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના વતની  ફરિયાદી મહેશકુમાર કાશી પ્રસાદ ચીરાનીયા (રે.ક્રિષ્ના કોમ્પ્લેક્ષ,ભટાર રોડ)એ તા.૧૬-૧૧-૨૨ના રોજ આરોપી રાજેન્દ્ર રાઘુભાઈ આહીર,મોહન રાજેન્દ્ર આહીર,પ્રકાશ રાજેન્દ્ર આહીર,વિભેન્દ્રકુમાર રણછોડ આહીર (રે.ધોરણ પારડી,ભરવાડ વાસ,તા.કામરેજ) વગેરે વિરુધ્ધ જમીન સંબંધી ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ એકબીજાના મેળાપિપણામાં નવી પારડી ગામના બ્લોક નં.૧૯૮ની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના નામે પ્લોટીંગ કરીને ફરિયાદી  પાસેથી કુલ ૩.૨૨ કરોડનો અવેજ મેળવી કાયદેસરનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેમાં છેતરપીંડી,વિશ્વાસઘાત કરેલ હોવાથી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતા.

આ કેસમાં કામરેજ પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી જીતુ રાઘુ આહીરે આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર ખૈરનારે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલું છે. આરોપી પાસેથી કુલ રૂ.૧.૨૨ કરોડ વસુલવાના છે.

જેમાં આ રીતે ની ઘટના અન્ય વિસ્તાર માં પણ બનતી હોવા છતાં પ્રશાસન તરફ થી યોગ્ય પગલા લેવામાં આવે તેવું લોકો ની રજુઆત છે.

સચિનના સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં વધુ સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ.

0

સચિનના ગોડાઉન મેનેજર સહિત પાંચ સામે અગાઉ ફરિયાદ થયી હતી.

નવસારી અને સુરતના ત્રણ ડિલિવરી કોન્ટ્રાકટર, કોમ્પ્યુટર ઓપરેટર, ચકાસણી કરનારની જવાબદારી નક્કી કરી ગુનો દાખલ કરાવાયો.

સુરત, સોમવાર ફિકસ કરી તમામ વિરુદ્ધ ચોર્યાસી મામલતદારે જિલ્લા કલેકટરના સચીન સરકારી અનાજ ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના અનાજ આદેશથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગોડાઉન મેનેજર સગેવગે કરવાના કૌભાડમાં નવસારી- સુરતના ત્રણ ડોર સ્ટેપ ડિલિવરી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આવશ્યક ચીજવસ્તુ અને લેબર ઇજારદાર, કોમ્પ્યુટર ઓપરેટર સહિત સાતની જવાબદારી ધારા હેઠળ આ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

દિવાળીના દિવસોમાં સચીન સરકારી અનાજનો જથ્થો જોઇએ છે. તેવી ડિમાન્ડ લાખની કિંમતના ધંઉ કાળાબજારમાં સગેવગે ગાંધીનગર મોક્લ્યા બાદ અનાજ આવ્યા પછી કરી દેવાયા હતા. તો ચોખા ખાંડ, મીઠુ મળી ખોટુ ડિલિવરી ચલણ, બીલો બનાવીને ખા કુલ્લે ૭૬૦૬ કિવન્ટલ અને દ૨ કિલો ચણા તરીકે ઉપયોગ કર્યો હતો. અને સાથે જ ખોટા મળી કુલ્લે રૂા.૧.૨૮ કરોડનો જથ્થો ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ કૌભાડ સગેવગે કરવાની ઉઠેલી ફરિયાદમાં પ્રાથમિક તપાસના અંતે ગોડાઉન મેનેડર પ્રિતિ ચૌધરી સહિત પાંચ વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. ત્યારબાદ પુરવઠા તંત્ર રાજ્ય પુરવઠા નિગમ દ્વારા થયેલી તપાસના રિપોર્ટની રાહ જોઇ રહ્યુ હતુ. આ રિપોર્ટ જિલ્લા કલેકટર સમક્ષ રજુ થયો હતો. જેમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે અક્ષયપાત્રના સંચાલકોની જાણ બહાર સચીન ગોડાઉન પરથી વધારાનો મોકલી ગોડાઉન ખાતે જજમા રાખીને ગુનો કર્યો હોવાનું જણાવી આ જથ્થામાંથી રૂા.૮.૩૨ છે. આ રિપોર્ટ બાદ માત્ર સરકારી બાબુઓ જ નહીં ગોડાઉન પરથી અનાજ સપ્લાય કરનારનો કોન્ટ્રાકટ અને ગોડાઉનમાં ચકાસણી કરનાર તેમજ ૪ કોમ્પ્યુટર ઓપરેટરની પણ જવાબદારી ફિકસ કરીને જિલ્લા કલેકટરે પુરવઠા અધિકારીને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ચોર્યાસી મામલતદાર જીજ્ઞેશ પટેલે આજે સચીન પોલીસ સ્ટેશનમાં સાત આરોપી ડોર સ્ટેપ ડિલીવરીના ઇજારદાર, પરિવહન લેબર કોન્ટ્રાક્ટર, ઇન્ટરનલ ઓડીટર સહિત સાત વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

રૂ.૮ લાખના ઘઉંનો જથ્થો વગે કરાયો હતો અને રૂા.૧.૨૮ કરોડનું અનાજ ગોડાઉનમાં જ સંગ્રહી રાખ્યું હતું

કોની સામે ફરિયાદ દાખલ કરાઇ.

(૧) રાકેશ પારસનાથ ઠાકુર (યશ રોડલાઇન ડોર સ્ટેપ ડીલીવરી. (રહે.વૈરાગીની વાડી દિલ્હીગેટ સ્ટેશન રોડ, સુરત)

(૨) રત્નાબેન હેતલ શાહ (પરિવહન લેબર ઇજારદાર. રહે. ગાંધી કોમ્પલેક્ષ હાઇવે રોડ મુ. થાલા નવસારી)

(૩) દર્શન એમ.શાહ (પરિવહન લેબર ઇજારદાર. રહે. ગાંધી કોમ્પલેક્ષ હાઇવે રોડ મુ. ચાલા,નવસારી)

(૪) આંકાક્ષા ડી. રાવળ (કોમ્પ્યુટર ઓપરેટર. રહે, ઓર્કેટ આર્કેડ ઉના ગાર્ડનની સામે, બોડકદેવ, અમદાવાદ)

(૫) શાર્પ એન્ડ એસોસીએટના વહીવટકર્તા (ઇન્ટરનેશનલ કોર્મસ સેન્ટર મજુરાગેટ)

(૬) અનુજ – ઇજારદારના માણસ

(૭) સાહિલ – ઇજારદારના માણસ

સુરતની ૩૦૦થી વધુ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

0
શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

વનિતા વિશ્રામ તથા ટી.એન્ડ ટી.વી.હાઈસ્કૂલ ખાતેથી ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક

શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો.

સુરતઃમંગળવારઃ સુરત જિલ્લામાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઇનમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃત્તિના પ્રયાસો વેગવાન બન્યા છે, ત્યારે સુરત શહેરની ૩૦૦થી વધુ માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ હાઇસ્કુલ તથા નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી.વી. હાઈસ્કુલથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, ૧લી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકમાં મતદાન થનાર છે. જેમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન કરવા પ્રેરાય એ હેતુથી વિદ્યાર્થીઓની રેલીઓ થકી મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો છે એમ જણાવી લોકશાહીના આ મહાપર્વમાં સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી. 
                કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ દેશોમાં સ્ત્રી-પુરૂષોને સમાન મતાધિકાર આપવામાં આવ્યો નથી, જ્યારે ભારતમાં બંધારણના અમલ સાથે સ્ત્રી-પુરૂષ બંનેને કોઈ વિશેષ પ્રાવધાન વિના એકસાથે સમાન મતાધિકાર અપાયો છે એ આપણી લોકશાહીની સુંદરતા છે. નાગરિકનો મત રાષ્ટ્રનિર્માણનો પાયો છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કરી લોકશાહીના અવસરને મતદાન કરી ઉજવણી કરીએ એવો અનુરોધ કર્યો હતો. 
વનિતાવિશ્રામ તેમજ ટી.એન્ડ.ટીવી હાઈસ્કૂલના સંચાલકશ્રી, આચાર્યશ્રી શિક્ષકોએ ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક અને અન્ય ચૂંટણી અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું 
                   નોંધનીય છે કે, આજે એક જ સમયે સુરત શહેરની ૩૦૦ માધ્યમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ મતદાનના સંદેશ સાથે શહેરમાં રેલીમાં જોડાયા હતા.
આ પ્રસંગે અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિનેશ બાગુલ, ૧૬૫-વિધાનસભા મતવિસ્તારના ચુંટણી અધિકારી અને જમીન સુધારણાના નાયબ કલેક્ટરશ્રી મિતેષ પટેલ, મામલતદાર સર્વશ્રી દલપતભાઈ બ્રામણકાચ્છ, ડી.એમ.બગસરિયા, સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટરશ્રી રાજેશ ભોગાયતા, મેજિસ્ટ્રેટ શાખા મામલતદારશ્રી વિશાલ પટેલ, મામલતદાર પીઆરઓશ્રી ડી.કે.સોજીત્રા સહિત વનિતા વિશ્રામ ઉ.મા.શાળાના આચાર્ય, ટી.એન્ડ.ટી.વી શાળા આચાર્યશ્રી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ: મેહુલ વાંઝવાલા) 

મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, ટેકેદારો માટે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં જરૂરી પ્રતિબંધો

0

સુરતઃમંગળવારઃ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદારો શાંતિથી મત આપી શકે તે માટે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા સમગ્ર સૂરત જિલ્લામાં તા.૧લી ડિસે.-મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા બહારના ૧૦૦ મીટરના અંતરમાં જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

     જાહેરનામાં મુજબ મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, ચૂંટણીને લગતી(સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઈ જવાની, વાહનો સાથે આવવું(પરંતું અપંગ/અશકત વ્યકિતઓને લાગુ પડશે નહી.) જેવા કાર્યો પર પ્રતિબંધ છે. મતદાન મથકમાં મતદાન માટે આવેલા મતદાર, ઉમેદવાર તથા ચુંટણીપંચે અધિકૃત કરેલા અધિકારી સિવાયની વ્યકિતએ પ્રવેશ કરવો નહી.
           આ હકુમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ઉપરાંત આવું મોબાઈલ/ડિવાઈસ કબજે લઈ શકાશે. અપવાદ તરીકે ચુંટણીપંચે નિયુક્ત કરેલા ઓબ્ઝર્વર, મતદાન મથક ઉપર ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને તેમની ફરજ પુરતી જ છુટ રહેશે. 

મતદાનના દિવસે ઉમેદવાર, રાજકીય પક્ષોની ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિત જ બેસી શકશે

0

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.

     જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદાનના દિવસે ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસી શકાશે નહી તેમજ ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યકિત દ્વારા કરી શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના મતક્ષેત્રદીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે.
           મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરુ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભુ કરવા સામે મનાઈ ફરમાવી છે.
          વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવશે થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. 

ચૂંટણીના દિવસે જિલ્લામાં રાજકીય પ્રકારના એસ.એમ.એસ. મોકલવા પર પ્રતિબંધ

0

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરના હકુમત સિવાયના સમગ્ર સુરત જિલ્લા વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન દિવસ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહિત કરવા, ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા એસ.એમ.એસ.ને લાગુ પડશે નહી. જેથી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.