Home Blog Page 69

રેલવે સ્ટેશન નજીક ઉભેલી ખાલી સિટી બસમાં અચાનક લાગી આગ

0

સુરત,સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ લગતા જ બસ સ્ટેશન પાસે ઉભાલે લોકો માં અફડા તફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતોભાગ. સુરત રેલ્વે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેશન પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક સિટી બસ ભડભડ સળગી ઉઠતા અફડા તફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર સ્ટેશન ને કરાઈ હતી.ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કોઈ પણ યોગ્ય તપાસ કર કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે એક તપાસ ની વિષય છે.

સુરત રેલ્વે સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનું મુખ્ય બસ સ્ટેશન આવેલું છે. સિટી બસ સ્ટેશન પાસે પાર્ક કરીને ઊભેલી સિટી બસમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. બસમાં આગ કયા કારણોસર લાગી તે આગ ના કારણોની તો જાણી શકાયું નથી. પરંતુ ઊભેલી બસમાં અચાનક આગ લાગતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સુરત સચીન ખાતે આવેલ એક સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ઇલેક્ટ્રીક બાઈકની ચાર્જમાં મુકેલી બેટરીમાં બ્લાસ્ટ.

0

એક ગંભીર રીતે દાઝ્યો, દુકાનનો સામાન બળીને ખાખ.

સુરતના સચિન વિસ્તારમાં એક ઘટના સામે આવી છે. અત્યાર સુધી બ્લાસ્ટ થવાના અનેક કેસો માં મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.પરંતુ ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી પણ બ્લાસ્ટ થઈ શકે. તેવું એક ઘટના સચીન ખાતે આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં બન્યા.સચિન વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ચાર્જમાં મૂકેલી બેટરી અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતી. જેને લઇ દોડધામ મચી જવા પામી હતી. દુકાન અને ઘરમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેટરીમાં બ્લાસ્ટના કારણે દુકાનનો તમામ માલ સમાન બનીને ખાખ થઈ ગયો હતો. સુરતના સચિન વિસ્તારમાંથી ઈલેક્ટ્રીક બાઈકની બેટરી અચાનક બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં ઘરની સાથે કરિયાણાની દુકાન ચલાવવામાં આવતી હતી તેમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરીને ચાર્જમાં મૂકવામાં આવી હતી. જેમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. દુકાન અને ઘરમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી તો ત્રણ જેટલા વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઇજાઓ થઈ હતી. બેટરીનો ધડાકો એટલો વિસ્ફોટક હતો કે દુકાનનો તમામ માલ સમાન બળીને ખાખ થઈ ગયો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહ્યા છે.

સચિનમાં રહેતા જયલાલ મુન્નીલાલ બીંદ સુરત આવ્યા હતા. સચિનમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંબંધી મહેશકુમાર બીંદના ઘરે રહેતા હતા. મહેશકુમાર કરિયાણાની દુકાન પણ ચલાવે છે. મહેશકુમારે ઇલેક્ટ્રીક મોપેડ ખરીદી હતી. છેલ્લા ચાર દિવસથી મોપેડ ચાલું થતી નહતી. તેથી બેટરી કાઢીને દુકાનમાં ચાર્જિંગ માટે રાખી હતી. મહેશકુમારના પરિવારજનો અને જયલાલ તેમજ ઘરના સભ્યો બપોરે જમી રહ્યા હતા. તે સમયમાં મોપેડની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક જ બેટરી બ્લાસ્ટ થતાં ત્યાં હાજર સૌ કોઈ ગભરાઈ ગયા હતા. અને નાસભાગ મચી ગઈ હતી. અને સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવેલ હતા.

પકડાયેલા આરોપીએ આકાશમાંથી પૈસાના વરસાદની વિધિના બહાને મિત્રને 2 લાખ રૂપિયા લઈ,તેને ધ્યાનમાં બેસાડી મોતને ઘાટ ઉતારી રોકડ અને મોબાઈલ લઈ ફરાર

0
પ્લાન મુજબ હત્યારા ધર્મેન્દ્રસિંગ એ ધ્યાનમાં બેસેલા મિત્રનું ગળુ ક્રૂરતા પૂર્વક ધારીયા વડે કાપી નાખ્યું

સુરત,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વાવ ગામની સીમમાં આવેલા ખેતરાડી વિસ્તારમાંથી ગત તારીખ 12 ડિસેમ્બરના રોજ એક અજાણ્યા યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

સુરત જિલ્લામાં બનવા પામ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલા ખેતરાડી વિસ્તારમાં એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ પલાંઠી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની નજીકથી વિધિનો સામાન જેવો કે, ચાંદલા, કંકુ, દોરો તેમજ કાજલ મળી આવ્યો હતો. જિલ્લા પોલીસે અલગ અલગ ત્રણ જેટલી ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે તપાસમાં 33 વર્ષીય મૃત્યુ પામનાર યુવાન રાહુલ સંતોષ તિવારી હાલ રહે કાપોદ્રા સુરત અને મૂળ મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે અલગ અલગ સ્થળોએથી CCTV ફૂટેજ મેળવી એક આરોપીની અટકાયત કરી હતી. જેને પૂછતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. હત્યારો કોઈ અન્ય ન હતો પરંતુ મરણ જનારનો અંગત મિત્રજ હતો. જે પકડાયેલા આરોપીએ આકાશમાંથી પૈસાના વરસાદની વિધિના બહાને મિત્રને 2 લાખ રૂપિયા લઈ બોલાવી તેને ધ્યાનમાં બેસાડી મોતને ઘાટ ઉતારી રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસ અલગ અલગ સ્થળોએ CCTV ફુટેજની ચકાસણી કરતા તેની સાથે નજીકમાંજ રહેતો અને રાહુલનો અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગ ગંગાસિંગની છેલ્લી વખત સાથે હોવાની હાજરી માલુમ પડી હતી. જે મૂળ મધ્યપ્રદેશનો અને રાહુલના ગામ નજીક ગામનો હોવાનું સામે આવ્યું હતું. તેની પોલીસે અટકાયત કરી આખરી પૂછ પરછ કરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.

મરણ જનાર રાહુલ તિવારીએ તેના અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગને ઉછીના 20 હજાર રૂપિયા આપ્યા હતા. રાહુલે બાળકના અભ્યાસની ફી ભરવાની હોવાથી અને ખેતીની જમીન ખરીદવા મિત્ર પાસે આપેલા ઉછીના રૂપિયા વારંવાર પરત માંગ્યા હતા. તો બીજી તરફ હત્યારા ધર્મેન્દ્રસિંગના મગજમાં કઈક અલગજ ષડયંત્ર રચાયું હતું. જરૂરિયાત મંદ રાહુલને ધર્મેન્દ્રસિંગ એ તેને આસમાનથી પૈસા પાડવાની વિધિ જાણતો હોવાની લાલચ આપી હતી.

વોર્ડ ૩૦ ના કોર્પોરેટર, અધિકારીઓ શું આવું કરી શકે છે?

0


સચિન: માંડ ચાર પાંચ આંકડાનો પગાર, નહીં ઉચ્ચ પદ, છતાં નગર સેવકનું પદ જે આજકાલ ઉપાર્જનનું મજબૂત સાધન બન્યું છે? એવી નગર ચર્ચા શરુ થઇ ગઈ છે. વોર્ડ ૩૦ને બે વર્ષ થયા સીમાંકન થયું. હજી ઘણા કામ બાકી. બીજાઓનું પાણી કાપી ત્રીજાને આપ્યું, તેની હાય કોઈને લાગી ગઈ, વોર્ડ ૩૦ માં થઇ રહેલ નગર ચર્ચા પ્રમાણે કોર્પોરેટરને મહિને માત્ર ચાર પાંચ આંકડાનું વેતન મળતું હોય છે અને કોઈ કમિટી કે બોર્ડની બેઠકમાં હાજરી આપે તો તેના બેઠક દીઠ રૂા. ૧૦૦, બસો મળતા હોય છે. છતાં ભાજપ, કોંગ્રેસ કે આપ બધાજ પક્ષ દ્વારા ટિકિટ માટે કે, નગર સેવક બનાવ ખેંચતાણ કેમ કરતા હોય છે? તે સવાલનો સીધો જવાબ સ્થાનિક જનતા પાસે એમના અનુભવ પરથી છે . નગરસેવક, પોતાના વિસ્તારની સેવા અને વિકાસની ભાવના કરતા પોતાની અંગત વિકાસની ભાવના વધુ તીવ્રતાથી એમનામાં ફૂંફાડા મારતી હોય છે અને એ વિકાસની ભાવના વધુ તીવ્ર હોય છે. એવું સ્થાનિક લોકોનું માનવું છે. વરિષ્ઠો ને સાંભળો તો જાણવા મળે કે, રાજકીય પદો પહેલાના જમાનામાં સેવાની ઉચ્ચ ભાવનાથી મેળવવામાં આવતા હતા હવે તો બધા ઉચ્ચ પદ એક પ્રકારનું ઉપાર્જનનું મજબૂત સાધન બની ગયું લાગે છે. આ સત્ય તમામ નેતાગણ કે ટિકિટવાંચ્છુઓ અને નગર સેવકો સારી પેઠે સમજતા થઇ ગયા છે. મ્યુનિ.ના ઉપરના ખાસ હોદ્દેદારો અને અમુક કમિટીઓના ચેરમેનોને કાર અને ડ્રાયવરની સુવિધા મળતી હોય છે. મેયરને સમૃદ્ધ વિસ્તારમાં બંગલો મળતો હોય છે. ઉચ્ચ હોદ્દેદારોથી સામાન્ય કોર્પોરેટર સુધીના તમામ તેમની આવડત પ્રમાણે પોતાના ખર્ચાઓ માટેના સાધનો શોધી કાઢતા હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ ખાસમખાસ ગણાય છે. અમુક ખાસ કોર્પોરેટરો પોતાના ખર્ચા કાઢવાના રસ્તાઓ ગેરકાયદે બાંધકામો અને રોડ, રસ્તાઓ માંથી શોધી લેય છે તો ક્યારેક આ માટે અમુક ખાતાના અધિકારીઓની મદદ પણ લેવાય છે. જેથી બિલ્ડર, કોન્ટ્રાક્ટર કે મકાન માલિક ગભરાઈને મળવા આવી જાય છે. ત્યારે વોર્ડ ૩૦ ના કોર્પોરેટર શું આવું કરી શકે છે?
ગેરકાયદે બાંધકામોની સાઇડો શોધીને તેમની સામે અરજીઓ કરવા બે-પાંચ ફોલ્ડરોની ટોળકી પણ ઉભી કરવાની, જે નવા શિકાર શોધી કાઢે છે . શું આવું નગર સેવકો કરતા હશે ? કમિટીના ચેરમેન બની ગયા તો એજન્ડા પર આવતી દરખાસ્તોમાંથી શુભેચ્છા લેવાનું. કોન્ટ્રક્ટર મળવા ન આવે તો એ દરખાસ્ત વધુ વિચારવાની જરૂર છે કહી અનિર્ણિત રાખવાની. આ ઉપરાંત પોતાના વિસ્તારના લારી ગલ્લા કે ફૂડ-પાર્લરોની ખાસ શુભેચ્છા મીઠાઈ નક્કી કરવાના કે છૂપી ભાગીદારી કરી લેવાની, કેમ કે તેમને રાજકીય રક્ષણની સખત જરૂર હોય છે. તો શું આવું નગર સેવકો કરતા હશે ? ઉપરાંત ભવિષ્યમાં ધારાસભ્ય કે મંત્રી બનવાના સપના જોતા હોય, તેમના માટે કોર્પોરેટરે બની ગયા પછી રસ્તો ખુલ્લો થતો હોય છે. આગળ જવા માગનારાઓ નગરસેવકો નાના નાના ભ્રષ્ટાચારમાં ઇમેજ બગાડતા નથી તેઓ વ્યક્તિગત ઇમેજ બનાવીને લાંબો કૂદકો મારવાની તૈયારી કરતા હોય છે. જ્યારે ઝડપથી ધનિક થઈ જવાના સપના જોનારાઓ અમુક નગરસેવકો ગેરકાયદે બાંધકામોની શુભેચ્છા મીઠાઈ , જે કમિટીના ચેરમેન હોય તે કમિટીના એજન્ડા પર આવતા કામોમાંથી ખાસ શુભેચ્છા, કોન્ટ્રાક્ટર સાથે પોતાના દિકરા કે જમાઈને ગુપ્ત રીતે ભાગીદારીમાં ગોઠવી દઈને તેને કરોડોના કામો મળે તેવી ગોઠવણ પાર પાડવી, મોટી ખરીદના ટેન્ડરમાં ટકાવારી વગેરે બાબતો મુખ્ય છે. તો શું આવું નગર સેવકો કરતા હશે ?
કેટલીક વખત તો ચૂંટણી કે પાર્ટીફંડના નામે પણ ટકાવારી લેવાતી હોય છે. ભ્રષ્ટાચાર નિર્મૂલનની ચૂંટણી પર પોકારાતી ગુલબાંગો ચૂંટણી પત્યે પોટલું વાળીને માળીએ ચડાવી દેવામાં આવે છે. એ બધા ચૂંટણી સમયના જુમલા હોય છે. ક્યારેક તો દેખીતી રીતે જ ખોટું હોય તેવું કામ ઉપરવાળા ગાંધીનગરમાં બેઠેલાઓના નામે કરી કાઢવામાં આવે છે. બીજી તરફ વિપક્ષના કોર્પોરેટરો પણ ગેરકાયદે બાંધકામ સહિતની શુભેચ્છા મીઠાઈ મેળવી લેતા હોય છે. બોર્ડમાં સત્તાવાળાઓની વિરોધમાં બોલીને બળાપો કાઢ્યા બાદ, ઓફિસની અંદર ‘મિલ બાંટકે ખાવો ’ના મુદ્રાલેખ પ્રમાણે બધું જ સમુ-સુતરૂં ગોઠવાઈ જતું હોય છે. આ ખાસ શુભેચ્છા મીઠાઈ ચાખી ગયેલાઓ બીજાને ચાન્સ ન મળે ફરી મનેજ ટિકિટ મળે, તે માટે ધમપછાડા કરતા જ હોય છે. મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત હોવાથી રસાકસી વધી છે છતાં કેમ ટિકિટ મેળવવી તે સહુને આવડે જ છે.
તો શું આવું નગર સેવકો કરતા હશે ?……
તો શું આવું નગર સેવકો કરતા હશે ? હા કે ના નો પર્દાફાશ ?તથા આવા ઘણા સવાલોના જવાબો નામ અને પુરાવા સાથે આપ સમક્ષ અમે લાવી રહ્યા છે.

સુરત જિલ્લા LCBએ કરણથી પામઓઇલ અને સ્ટીલ ચોરીનું મોટું નેટવર્ક ઝડપ્યું.અને PSI સી.એમ.ગઢવી મોકૂફ

0

સુરત જિલ્લાના પલસાણાના PSI સી.એમ.ગઢવીને ફરજ પર બેદરકારી બદલ ફરજ મોકૂફ કરાયા.

સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામે પામ ઓઇલ અને સ્ટીલ ચોરી નેટવર્ક ઝડપાવાનાં મામલે પલસાણા પી.એસ.આઇ સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કરાયા.ફરજમાં બેદરકારી બદલ સુરત જિલ્લા પોલીસ વડાએ સી.એમ.ગઢવીને ફરજ પરથી મોકુફ કરવાનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી.સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામે સુરત જિલ્લા એલ.સી.બીએ મોટી કાર્યવાહી કરી. જિલ્લા એલ.સી.બી પોલીસે કરણ ગામે જૈન દેરાસરની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી પામ ઓઇલને સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું. બલેશ્વર ગામનો પરવેઝ પઠાણ નામનો ઈસમ ટેન્કરમાંથી તેલ કાઢી ડબ્બામાં ભરીને વગે કરતો હોવાની માહિતી હોવાથી થી . ડ્રાઇવરના મેળાપીપળામાં આખો ખેલ ચાલતો હોવાનું એલ.સી.બીની તપાસમાં બહાર આવ્યું.જિલ્લા એલ.સી.બીએ પામ ઓઇલનો મોટો જથ્થો, ટેન્કર, ચોરેલા સળિયા મળીને 81 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જેની સાથે પોલીસે 9 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડ અને પારસમલ કુમાવતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહી થતાં જ સ્થાનિક પલસાણા પોલીસ શંકાના દાયરામાં આવી જતા અને પલસાણા પોલીસ મથકના પી.એસ.આઇ સી.એમ.ગઢવી સામે ઉપરી અધિકારી એક્શન મોડમાં આવ્યો. સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પી.એસ.આઇ સી.એમ.ગઢવીને ફરજમાં બેદરકારી બદલ ફરજ મોકૂફ કરવાનો આદેશ કર્યો. જેને પગલે પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો.

પાંડેસરા પુલીસ સ્ટેશન ખાતે વડોદ આવાસ ખાતે સુરતની H ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું

0
સુરતની H ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું

સુરતના પાંડેસરા સ્થિત વડોદ ગામમાં આવેલા એસએમસી આવાસમાં પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીયો દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બિલ્ડીંગના કુલ રૂમમાં તથા આસપાસ જાડી ઝાખરાવાળા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસની આ કામગીરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 85 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ જોડાઈ હતી. જેમાં પોલીસે 278 ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

​​​​​​​સુરત પોલીસના H ડિવિઝન દ્વારા પાંડેસરા પુલીસ સ્ટેશન ખાતે આવેલ વડોદ માં મોડી રાત્રીએ 3:30 થી 6:30 વાગ્યા સુધી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં H ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં આવતા પાંડેસરાના વડોદ ગામના સૌથી મોટા આવાસમાં આ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાત્રે પોલીસની જુદી જુદી ટીમ દ્વારા સમગ્ર વડોદ ગામના આવાસ ને કોર્ડન કરી લીધું હતું.પોલીસ દ્વારા વડોદ એસએમસી આવાસમાં આવવા જવાના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર તથા સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટી તથા આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા રેમ્બો છરા, ચપ્પુ, તથા ધોકા વિગેરે હથીયાર સાથે ૨૧ જેટલા ઈસમો મળી આવતા તેઓના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોગ્નીઝેબલ ગુનો કરવાની શક્યતા ધરાવતા ૫૩ જેટલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ગુનો કરવાની ટેવવાલા ૬૭ ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરાયા હતા.કોમ્બિંગની કામગીરી દરમ્યાન ૪ લોકો પીધેલા મળી આવતા તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.વડોદ વિસ્તારમાં આવેલા સક્રિય ગુનેગારો ૨૧, તથા એમસી આર ૧૦ તથા હિસ્ટ્રીશીટર તથા લીસ્ટેડ ૨ બુટલેગરને ચેક કરવામાં આવ્યા હતા.

​​​​​​​સુરત પોલીસના H ડીવીઝન દ્વારા પાંડેસરાના વડોદ એસએમસી આવાસમાં અચાનક જ હાથ ધરાયેલ કોમ્બિંગની કામગીરીમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં સારી સફળતા મળી છે. પોલીસે ત્રણ કલાકના આ ચેકિંગ દરમ્યાન કુલ ૨૭૮ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલા ભર્યા હતા.અને વાહન ડીટેનની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને તમામ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,

પાંડેસરા પુલીસ સ્ટેશન વિસ્તાર માં પુલીસ ના હપ્તા આપી તેમ કહી ગાળો આપતા વિડીયો

0

દારૂ પી ના ગાડી ચલાવનાર વ્યકિત પુલીસ ને ખુલ્લેઆમ ચેલેન્જ કરતા નજર આવ્યું.

સુરત, સુરત ખાતે આવેલ તેરેનામ ચોકડી પાસે ગલીમાં થી કારચાલક ની ના વિડીયો.

ચારની 14.34 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ,ઓફીસમાં ધંધો નહીં જુગારધામ ચાલતું

0

સચિન GIDCમાં ઇન્ડસ્ટ્રીયલ ઓફીસમાં ધંધો નહીં જુગારધામ ચાલતું ઝડપાયું.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઓફીસની અંદર જુગાર રમાડતા અને જુગાર રમી રહેલા લોકો ની સાથે કુલ મળી કુલ ૪ લોકોની પોલીસે ધરપકડ કરી છે. જે પુલીસ બાતમી ના આધારે તપાસ કરતા હકીકત જાણીતા. પોલીસે ત્યાંથી 1.80 લાખની રોકડ, 4-મોબાઈલ અને ત્રણ ફોરવ્હીલ મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લોટ નંબર 59માં આવેલા ભંગારના ગોડાઉનની ઉપર ઓફિસમાં ઓમપ્રકાશ ગુપ્તા નામનો વ્યકિત એ બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવે છે. અને તેઓને જુગાર રમવાની સવલતો પૂરી પાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમાડી રહેલા ઓમપ્રકાશ નેહરુલાલ ગુપ્તા તેમજ જુગાર રમી રહેલા રફીક બદરૂદિન ખેરણી, કૈલાશ દેવીદાસ પાટીલ અને અનચલકુમાર રાજકુમાર ગુપ્તાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી અંગઝડતી તેમજ દાવપરના રોકડા રૂપિયા મળી કુલ 1.80 લાખની રોકડ, 1.04 લાખની કિંમતના 4-મોબાઈલ ફોન, 3 ફોરવ્હીલ તેમજ જુગાર રમવાના સાધનો કાર મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ જુગારીઓ સામે સચિન જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દસમું ટ્રાન્સપ્લાન્ટ

0

૩૮ વર્ષીય બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષતો સુરતનો ખંડારે પરિવાર

સુરતઃડાયમંડ સિટી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી સાથે સાથે સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે નામના મેળવી રહ્યું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે દસમું અંગદાન કરાવવામાં આવ્યું છે. સુરતના ખંડારે પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.
સુરત શહેરના એસએમસી ક્વાટર્સ, ન્યુ સિટીલાઈટ રોડ ખાતે રહેતા અનિલ અશોક ખંડારે ગત તા.૨જી ડિસેમ્બના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે પોતાના ઘરના દાદર ઉતરતા હતા, એ સમયે તેઓને માથામાં દુ:ખાવો થતા દવા લઈને સુઈ ગયા હતા. બીજા દિવસે તા.૩જીના રોજ રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તત્કાલ નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આઈ.સી.યુ.માં શિફ્ટ કરીને સિટી બ્રેઈન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.


તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી તેમની સારવાર દરમિયાન ગત તા.૪થીના રોજ નવી સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો.જય પટેલે અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.- SOTTO અને નોટોના ઓર્ગન ડોનેશન ટીમના સભ્યો તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક સહિત સિવિલની તબીબી ટીમ દ્વારા આ અંગેની પરિવારજનોને જાણકારી આપી તેમજ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
સ્વ.અનિલભાઈના પરિવારમાં ધર્મપત્ની દિપાલીબેન ૧૦ વર્ષીય પુત્ર મયુર, ૭ વર્ષીય પુત્ર સર્ગસ ખંડારે અને ૪ વર્ષીય પુત્રી દેવાસી છે. પરિવારે અંગદાનની મંજૂરી આપી જણાવ્યું કે, અમારા સ્વજનનું શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે તેમના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો. પરિવારજનોની સહમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ને નિયત ગાઈડલાઈન મુજબ લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા. તેમના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી કામરેજ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. અંગદાનની કામગીરી સુપેરે પાર પાડવા સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૧૦૧ વર્ષીય એક માત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની મણિબહેન બાપુભાઈ પટેલે મતદાન કર્યું.

0

આઝાદી માટે અનેક નરબંકાઓએ બલિદાનો આપ્યા છે ત્યારે લોકશાહીના પર્વમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઇએઃ મણિબહેન પટેલ.

આદિવાસી સમાજના અણમોલ રતન એવા સ્વાતંત્ર્યસેનાની મણિબહેને તેમના સ્વ.પતિ બાપુભાઈ સાથે અનેક સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો હતો.

અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે પોતાનું મતદાન કરવું જ જોઈએઃમણીબહેન પટેલ.

સુરતઃગુરૂવારઃ- ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચુંટણીના પ્રથમ તબક્કાની ચુંટણીઓમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.


આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. મણિબેન કહે છે કે, ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ. મણિબેનનું ૧૦૧ વર્ષ થયા છે. દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે, પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ તેઓ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે.
મણિબેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનથી આજની યુવા પેઢીએ ધણુ શીખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ ‘કરેંગે યા મરેગે’ નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ જુસ્સા સાથે લડત ચલાવી. એ સમયે આદિવાસી સમાજના અણમોલ રત્ન એવા મણિબહેન તથા તેમના પતિ બાપુભાઈએ સાથે મળીને આઝાદીના આંદોલન અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ કહે છે કે, ૧૯૪૨માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની ચાર-પાંચ બહેનોની ધરપકડ કરવામાં આવી, ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી. કોર્ટ દ્વારા છ મહિનાની સજા કરવામાં આવી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવી. જેલ ભરો આંદોલનના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિનામાં અમને મુકત કરવામાં આવ્યા હતા.
અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે પોતાનું મતદાન કરવાનોઅનુરોધ કર્યો હતો. મણિબહેન જેવા આઝાદીના જંગના સાક્ષી રહેલા સ્વતંત્રતા સેનાનીઓ આજે સ્વતંત્ર અને આધુનિક ભારતના લોકશાહી પર્વમાં ભાગ લઈ રહ્યા છે એ પણ નવી પેઢી અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.