Home Blog Page 66

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ

0

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગરીબ તથા જરૂરીયાતમંદોને આપવામાં આવતા અનાજનું કૌભાંડ આચરવાના આ સમગ્ર કેસની બારીકાઇથી તપાસ માટે SIT ની રચના કરાઇ હતી.

અનાજની ગુણોમાંથી બે-ત્રણ કિલો અનાજ કાઢી સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ કરતા ઓછુ અનાજ મોકલી સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ.

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.૨૭/૧૦/૨૦૨૨ના રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બતાવ્યુ હતુ. આ અનાજના જથ્થા પૈકી રૂ.૮.૩૨ લાખનો ઘઉંનો ૨૭૦૦ કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી ૭૬૦૬ કિવન્ટલ અને ચણા (MDM) ૬૨ કિલો મળી કુલ રૂ. ૧.૨૮ કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતીબેન મનુભાઈ ચૌધરી સહિત કુલ-૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બે થી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણૉમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલ શર્મા પકડાયો: સસ્તા ભાવે અનાજ લઈને બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ-અલગ રાઈસ મીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો
પકડાયેલા બન્ને આરોપી સુનિલ શર્મા અને ધીરેન રાવળના તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર

સુરત ક્રાઇમબ્રાંચ દ્રારા ઉપરોક્ત ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલકુમાર ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-૬, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલ દ્રારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતીબેન ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-૨૦૨૧માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો છે.

• સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેન રાવળની પણ ધરપકડ

તે ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા સારૂ ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેનભાઈ વિઠ્ઠલભાઇ રાવળ (રહે.ઘર નં.૧૪, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

સચીન ના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરવામાં આવ્યું.

0

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી દિપાવલી ની રજા ના સમયે તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૪/- લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ને સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ. સચીન પુલીસ કુલ પાંચ લોકો ને સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. તેના પછી ફરી થી સાત આરોપી ના નામ સામે આવતું તપાસ નું પરિમાણ સામે આવ્યું. જે પછી તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

સચીન ખાતે બિનધાસ્તપણે બિનઅધિકૃત રીતે કામગીરીકર્તા ડેવલોપર ના સોસાયટી ના વેરા માટે નું બોર્ડ લગાવામાં આવ્યું.

0

સુરત,સચીન માં આવેલ સાઉથ ઝોન બી-ખાતે અનેક સોસાયટી બિનઅધિકૃત રીતે ડેવલોપર ગ્રામ પંચાયત માં હતું તે સમય દરમ્યાનમાં બિનઅધિકૃત રીતે ચોપડે નોધ કરી ખુલ્લી જમીન ના વેરા વસુલાત કરી લેવામાં આવેલ હતા. પણ તે પછી સુરત મહાનગર પાલિકા માં આવ્યું તે સમય સોસાયટી મંજુરી વગર જ બિનઅધિકૃત નોધવામાં આવેલ વેરા ની વસુલાત માટે હવે સુરત મહાનગર પાલિકા બોર્ડ લગાવામાં આવે છે.

જે થી તે બાબત ની આર.ટી.આઈ માહિતી વિભાગ માં થી માંગવામાં આવે તો માહિતી ઉપલબ્ધ નથી તેવા જવાબ પણ આપવામાં આવે છે. જેથી હવે સોસાયટીમાં બાંધકામ ની મંજુરીમળેલ છે. કે નહી તે પણ તપાસ નું વિષય હોવા થી જવાબદાર વિભાગ તપાસ કરવામાં આવે.

ઉધના માં લારી ચોરનાર ચોર ને પુલીસ ના ભય નથી.હાથલારીઓ પણ સુરક્ષિત નથી

0

જો હાથલારીઓ ની ચોરી ના CCTV ફૂટેજ સામે હોવા છતાં. આરોપી ન પકડાઈ તો કાયદા-વ્યવસ્થા ની શું હાલત હશે લોકો માં સવાલ ?

ઉધના વિસ્તાર ના કાશીનગર ખાતે લારી ચોરી કરી રહ્યા.પુલીસ ના કામગીરી અંગે સવાલ ?સમગ્ર ઘટના CCTVમાં કેદ
ઉધના વિસ્તાર ના કાશીનગર ખાતે લારી ચોરી કરી રહ્યા.પુલીસ ના કામગીરી અંગે સવાલ ?સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં એક હાથલારીની ચોરી થવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ઉધના ના તસ્કરો બેફામ બન્યા છે. લોકોના ઘર, ઓફીસમાં તેમજ વાહનોની ચોરી થવાની ફરિયાદો સામે આવતી રહે છે. પરંતુ હવે તસ્કરો પણ વિકાસ ની ગતિ શુરુઆત કર્તા હવે તો લારીને પણ છોડતા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કાશી નગરમાં એક હાથલારી ચોરી થવાની ઘટના સામે આવી છે. લારી માલિક દ્વારા સવારે લારી નહીં મળતા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું તે જોઇને તે પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે બે ઈસમો રેકી કર્યા બાદ લારીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે ફૂટેજ ના આધરે ઘણા વિડીયો શોશલ મીડિયા માં અને ક્રાંતિ સમય ના માધ્યમ સે ઉધના પી.આઈ. ને જાણ કરવામાં આવેલ કે લારી ચોરી ની ઘટના ની પુલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લેવામાં આવતું નથી.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રીના બે વાગ્યાની આસપાસ બે ઈસમો ગલીમાં રેકી કરે છે. ત્યારબાદ લારી પાસે જઈને લારીને લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

જેથી હવે CCTVમાં કેદ થયેલ ત્રીજીવાર ની ઘટના સામે આવતું પુલીસ ફરીયાદ નોધણી કરી હવે તપાસ શરૂઆત કરી છે.

વધુ માહિતી માટે ક્લીક કરો.

ઉધના માં લારી ચોરનાર ચોર ને પુલીસ ના ભય નથી. સીસીટીવીમાં રેકોડીંગ હોવા છતાં પુલીસ પકડ થી કેમ દુર ચોર ?

0

સુરત, સુરત શહેર માં આવેલ ઉધના પુલીસ સ્ટેશન માં ચોર ને ચોરી કર્તા સી.સી.ટીવી. રેકોર્ડિંગ હોવા છતાં. પુલીસ ના ભય વગર ચોરી કરી રહ્યા છે. જેથી પુલીસ વિભાગ ના નાઈટ પેટ્રોલીગ વગર જ પુલીસ ના ઉધના સ્ટાફ ઇન્વે. વિભાગ ની કામગીરી ઊપર સવાલ ઊભા થયા છે.

પુલીસ સ્ટેશન માં ફરીયાદ કરવા માટે જયારે પણ ફરિયાદી જાય છે. ઇન્વે. વિભાગ તરફ થી અરજી લેવામાં આવતું નથી. નાના લારીગલ્લા ચલાવનાર ને હેરાનગતિ કરવામાં આવે છે. જે તે અરજી ના તારીખ ના ઉધના પુલીસ સ્ટેશન ના સી.સી.ટી.વી. કેમરા ચેક કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવે. આ તો ફક્ત સી.સી.ટી.વી. માં રેકોર્ડિંગ થયેલ ચોરી અને ઉધના પુલીસ સ્ટેશન ના સી.સી.ટી.વી. જો પુલીસ વિભાગ ના ઉચ્ચઅધિકારીઓ તરહ થી ચેક (તપાસ) કરવા આવે તો કામગીરી અંગે નું ખ્યાલ ઉચ્ચ અધિકારીઓ ને થાય.

અરજી આપવામાં ગયેલ ફરિયાદી ના અરજીઓ પણ લેવામાં આવેલ નથી.

ચોરી કરી રહ્યા ચોર ના અલગ-અલગ સ્થળ ઊપર ના ચોરી કર્તા સી.સી.ટી.વી. ફૂટેજ

તા.૨૪-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ

ઉધના પી.આઈ. શ્રી ના જાણ કર્તા મોબાઈલ ઊપર સમગ્ર ઘટના અંગે નું પુરાવા.

હવે તપાસ થશે કે નહી તે પણ એક સવાલ ?

પુલીસ સ્ટેશન માં અનેક અરજી તપાસ કર્યા વગર જ તપાસ થઈ ગયા તેવું રિપોર્ટ કરી દેતા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. કે પુલીસ સ્ટેશનમાં આવતા ફરીયાદઓ ને ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે તો જ સામાન્ય જનતા ના ફરીયાદ લેવામાં આવે છે. કે નહી તો ખબર પડશે.

સુરતના ખજોદ વિસ્તારમાં શ્વાનના હુમલા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત.

0

ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકી દાખલ હતી.

સુરતના ખજોદ વિસ્તારમાં ગત 19મી ફેબ્રુઆરીના રોજ બે વર્ષની માસૂમ બાળકી પર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનોએ માસૂમ બાળકીને 40થી 50 જેટલા બચકાં ભર્યા હતાં. જેથી છેલ્લા ત્રણેક દિવસથી બાળકીની સારવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે. મજુરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે એટલે કે, 19 ફેબ્રુઆરીના રોજ તેઓની 2 વર્ષીય બાળકી રમી રહી હતી. તે વેળાએ ત્રણ જેટલા શ્વાનોએ બાળકીને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેણીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30થી 40 જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા. બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહી, બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 3 દિવસની સારવાર બાદ બાળકીનું ગતરાત્રીના સમયે દુઃખદ નિધન થયું છે. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ત્યારે રખડતાં અને આતંકી બનેલા શ્વાનોને કાબુમાં લેવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે.

સુરતના ઉધનામાં કેટરર્સના ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા, જેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો.

0

સુરત,

સુરતના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ સ્થિત ક્રિશ્ના નગર સોસાયટીમાં આવેલા કેટરર્સના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી .

સવારે કેટરર્સનું ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા. જેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે બાકીના 4 સામાન્ય સળગ્યા હતા. બીજી તરફ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા બાજુમાં રહેલું મકાન પણ આગની ઝપેટમાં આવી રહ્યું હતું પરંતુ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગના કારણે કેટરર્સના ગોડાઉનમાં રહેલા રસોડાના સરસમાનને નુકશાન થયું હતું.

અશ્લીલ વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી.

0
કાજલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.25)

સુરત,શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં પતિ દ્વારા જોવાતા અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે અશ્લીલ વીડિયોને કારણે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઝઘડાની રાત્રે દંપતીએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી ઝઘડો શરૂ થતાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોર્ન વીડિયો જોવાની ટેવ ઘરાવતા પતિને પત્નીએ ટોકતા પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા કરનાર કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થતો હતો. ચોક બજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

કતારગામના 51 ફાર્મહાઉસના આકારણી કૌભાંડ

0

11 સર્વેયરને નોટિસ,પાલિકાને 30 કરોડનો ચૂનો

કતારગામ ઝોનમાં કેટલાક ફાર્મ હાઉસની આકારણી દફતરે ચઢાવાઈ નથી ઉપરાંત ઓછી આકારણી દર્શાવી.

કતારગામ ઝોનના આકારણી વિભાગના તત્કાલીન 11 સર્વેયરોને શો-કોઝ નોટિસ ફટકારાતા ફફડાટ ફેલાયો છે. જો કે, ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ જ સરકારી ચોપડે આકારણી ચડતી હોવા છતાં નાના કર્મીઓને જ નોટિસ અપાતાં સર્વેયરોમાં રોષ પણ ફેલાયો છે. આ પ્રકરણમાં ફાર્મ હાઉસના કુલ ક્ષેત્રફળમાં ગાર્ડન અને પાર્કિંગ એરિયાની આકારણીઓમાં સ્થળ પર વિસંગતતાઓ જોવા મળી હતી. પાલિકાની તિજોરીને વર્ષે દહાડે 6 કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જેથી છેલ્લા 5 વર્ષની ગણતરી માંડી પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઓરિજનલ અને રિવિઝન એસેસમેન્ટનું ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું છે. સર્વેયરોને અપાયેલી શોકોઝ નોટિસ બાદ સંભવતઃ આગામી દિવસોમાં આકારણી કૌભાંડની સ્ફોટક માહિતી સામે આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

આકારણી સર્વેયર મિલકતની સ્થળ સ્થિતિ મુજબ રહેણાક અને કોમર્શિયલ કોડ સાથે ઓરિજનલ માપના સર્વે બાદ ફાઇલ મુકે છે. આ ફાઇલ તેમના સુપરવાઇઝર પાસે જાય છે ત્યારે મિલકતમાં કોઇ ક્વેરી હોય તો સ્થળ પણ વેરિફાઇ કરવું પડે છે, પછી ફાઇલ ચેક કરી સુપરવાઇઝર સહી કરે છે. ત્યાર બાદ આકારણી ફાઇલ સેક્શન ઓફિસર પાસે જાય છે તે ચેક કરી સહી કરે છે. તેમ છતાં પણ તે ફાઇલ ત્યાં સુધી ફાઇનલ નથી થતી. જ્યાં સુધી ARO ચેક કરી સહી ન કરે. AROની સહી પછી ફાઇલ ફિલ્ડ બુક ક્લાર્ક પાસે જાય છે. તે અરજીના ડેટા અને કોડ પ્રમાણે કમ્પ્યુટરમાં ફિલઅપ કરે છે, પછી તે ડેટા પર SOની એપ્રુવલ માંગવામાં આવે છે. તેમની મંજૂરી બાદ AROની એપ્રુવલ લેવાય છે. ત્યાર બાદ પણ મિલકતદારના નામ સાથે ખાસ નોટિસ નીકળે છે, જેનો 15 દિવસની મુદ્દતમાં વાંધો રજૂ કરવાનો હોય છે. ત્યાર બાદ જ આકારણી ફાઇલ ચોપડે ચઢે છે.

પ્લોટ બુકીંગ ના નામે બોર્ડ મારી છેતરપિંડી કર્તા ડેવલોપર.

0

સુરત, સુરત ગુજરાત માં આવેલ રાજ્ય ના જિલ્લાઓ માં પ્લોટ બુકિંગ ના નામે બોર્ડ મારી છેતરપિંડી કર્તા ડેવલોપર અને સાથે સુરત જીલ્લા બહાર ભરૂચમાં પ્લોટ બુકિંગના નામે રૂપિયા પાડવી ને મી. ઈન્ડીયા ની ભૂમિકામાં માં કામગીરી કર્તા ડેવલોપર ઊપર સ્થાનિક પુલીસ પ્રશાસન,રાજનીતિ ઓળખાણ, અને પોતના ગુર્ગા ઓ રાખી સામન્ય વ્યકિતઓ ને હેરાનગતિ કર્તા હોય છે.

જબુંસર પ્લોટ ના બુકિંગ કરનાર ગાયબ થઈ ગયા.

જંબુસર તાલુકો દક્ષિણ ગુજરાત ના ભરૂચ જીલ્લા નો તાલુકો છે. જબુંસર આ તાલુકાનું મુખ્યમથક છે.ભરૂચ જીલ્લાના તાલુકાઓ પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકા ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે  ઢાઢર નદી છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્પષ્ટ થાય છે. પૂર્વ વિભાગનો કેટલોક પ્રદેશ વાકળ પ્રદેશ છે જેના કારણે ધટાદાર વૃક્ષોનો પ્રદેશ છે. જયારે પશ્ચિમ વિભાગ કુદરતી પરીબળોનો સામનો કરવા ટેવાયેલો છે જેને બારા વિભાગ કહેવામાં આવે છે. ક્ષારવાળી જમીન અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિના સંજોગોમાં આ પ્રદેશ કુદરતી મુશ્કેલીઓ સહન કરે છે.

જેની માહિતી લોકો થી ગુપ્ત (છુપાવી) રાખી ને તેના પ્લોટ ના વેચાણ કરવામાં આવે છે.

સમસ્યાઓ

જેમાં પુલીસ ફરીયાદ કરવામાં આવે તો જમીન બાબત ની કોર્ટ માં જવાની સલાહ આપવામાં આવે છે. પણ જે તેમાં કોઈ મહિલાઓ હોય તો તેની આબરુ પોતાની ઓફીસ માં બુલાવી ને લુંટી લેવામાં આવે છે.અને જો તેની ફરીયાદ કરવા માટે પુલીસ સ્ટેશન માં જાય તો પુલીસ વિભાગ માં સેટિંગ્સ.કોમ હોવાથી જેની કોઈ પણ ફરીયાદ પણ લેવામાં આવતું નથી. પણ સ્થનિક પુલીસ ના અમુક સ્ટાફના સંડોવણી, મીલીભગત , ભાગીદારી હોવાથી ફરિયાદી ને જ ભૂલો નીકળી ને હેરાનગતિ કરવામાં આવે છે.

જેમાં સુત્રો પાસે થી જાણવા મળેલ છે. કે હાલ માં અમુક સમય પહેલા લોકો ને જબુંસર ના નામે સસ્તા ભાવે પ્લોટ ના બુકીંગ માટે ની રૂપિયા લીધા પછી ડેવલોપર અને એજન્ટો, દલાલો, અને ઓફીસ ખુલનાર ગાયબ થઈ ગયા. જેમાં ઘણી ફરિયાદ પણ સામાન્ય વ્યકિતઓ તરફ થઈ કરવામાં આવેલ હતા. પણ કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી.

સલાહ અને સુચનો

જેમાં પુલીસ ની ભૂમિકામાં જો પોતના વિસ્તારમાં ચાલતા ઓફીસ ની તપાસ કરવામાં આવે અને પુલીસ વિભાગ તરફ થી જમીન સંબંધિત ઓફીસ માં ગુજરાત રાજ્ય સરકાર ના નીતિ નિયમ મુજબ ની પાલન કરવામાં આવતું ન હોય તેવા ઓફીસ માં પુલીસ વિભાગ તરફ થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો અમુક હદ સુધી સામાન્ય વ્યકિતઓ ના શોષણ થતું અટકવી શક્ય.

જમીન સંબંધિત કોઈપણ બિલ્ડર અથવા ડેવલપર કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ અથવા છેતરપિંડી કરે…તો ખૈર નથી…

નોંધ : NCLT માં બિલ્ડરની મિલકત ઉપર ટાંચ થાય (Surfacy Act).

1) બિલ્ડર સમય પર પ્રોજેક્ટ પૂરો ના કરે,
2) બિલ્ડર ભાવ વધારો માંગે,
3) બિલ્ડર બિલ્ડિંગમાં અગાસી અથવા પાર્કિંગ વેચી નાખે,
4) બિલ્ડર ગૈર કાયદેસર બાંધકામ કરે,
5) બિલ્ડર નબળી વસ્તુ વાપરે,
6) બિલ્ડર 5 વર્ષની બાંધકામ ની વોરંટી ના આપે,
7) બિલ્ડર કોઈ પણ પરમિશન અને સર્ટિફિકેટ ના આપે,
8) બિલ્ડર ઓછી ગુણવત્તા વાળો માલ વાપરે,
9) બિલ્ડર G.‍S.T. અથવા બીજા વેરા ના ભરે,
10) બિલ્ડર ટાઈમસર કબ્જો ના આપે…

તો તુરંત સંપર્ક સાથે અરજી કરો….

email :[email protected]