એક જ ઘર ને સમયાંતરે અલગ-અલગ સમાન ચોરી કરી પડકાર રૂપે
સુરત,સુરત ક્રાઇમ માં પુલીસ માટે પડકાર રૂપ હોવા છતાં.ચોરી માં પણ એ પણ એક જ ઘર માં સમયાંતરે નિશાનો બનાવી ને ચોરી કર્તા ચોરી ને પુલીસ કેમ આજ સુધી પકડી પડતી નથી. તપાસ કરવા માં આવે છે. કે નથી તેની કોઈ પણ માહિતી પણ સમાન્ય જનતા ને મળતા નથી. તપાસ માટે કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાનું આવે છે. પણ કોઈ પણ ઘટના પુલીસ સ્ટેશન ક્ષેત્ર માં બનતી હોય તો સર્વ પ્રથમ પુલીસ ને ગુના દાખલ કરવાની ફ્રરજ પડે છે.
પણ પુલીસ વિભાગ જ નીતિનિયમ નું ઉલ્લંઘન કરી ને ફક્ત અરજીઓ લઈ ને તપાસ કરી છે, અને અરજીઓ માં થયેલ તપાસ ફક્ત ફક્ત ભષ્ટાચાર ને જ આમત્રંણ આપે છે.અને ચોરો ને ખૂલ્લેઆમ ચોરી કરવાનું પણ આમત્રંણ આપે છે. કોઈ ફક્ત અરજીઓ માં તપાસ થતું હોવાથી કોઈ પણ કાર્યવાહી થતું નથી. જે એક કાયદા ની સામે જ પડકાર રૂપ છે.
ઘટના ફક્ત એકજ ઘર માં અનેક વખત ચોરી
• અલથાણ ડી આર બી કોલેજ ની સામે નેસ્ટ હાઉસ એપાર્ટમેન્ટ ના ફ્લેટ નં સી -1201 માં રેહતા મિતાલી કુણાલભાઈ ખરોસે ના ઘર ના ઘરમંદિર માં મુકેલ માતાજી ના ગાળા માંથી રૂપિયા 50,000 ની કિંમત નુ રિયલ ડાયમંડ નુ મંગળસૂત્ર ચોરાયું • અગાઉ પણ તારીખ 23/12/2021 ના રોજ ઘર માંથી 8,00000 રૂપિયા ના દાગીના ચોરાયા હતા તેમજ 6 મહિના પેહલા જ 1,00000રૂપિયા ની કિંમત નુ મંગળસૂત્ર ચોરાયું હતું • જાહેર મંદિરો માં ચોરી થવાના કિસ્સા પછી હવે ઘરમંદિર માં પણ ચોરી થવા માંડી એક ના એક ઘરમાં સતત ત્રીજી વાર ચોરી ની ઘટના બની • અલથાણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાય પોલીસ તપાસ નો સિલસિલો ચાલુ. પોલીસ માટે પણ ચેલેન્જ સમાન કેસ
સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અજાણ્યા ઇસ્મો દ્વારા મોબાઇલ ફોન લુંટ કરવાની કોશીષમાં હત્યા કરવાના બનેલ બનાવમાં યુદ્ધના ધોરણે ગણતરીના કલાકોમાં વાપી રેલ્વે પોલીસની મદદથી આરોપીઓને પકડી ફરી એકવાર પ્રસંશનીય કામગીરી સુરત શહેર સચીન પોલીસે કરી બતાવી….
સચિન : ગઇ કાલ તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગેના સુમારે સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં-૧૫ ઉપર આવેલ રાધે ટ્રેન્ડસ કંપની આગળ જાહેરમાં ફરીયાદી સુરેશ બચાઔ શંકર ચૌહાણ ઉ.વ-૨૩ રહેવાસી-રૂમ નં-૫, પ્લોટ નં-૧૧૭, સુડા સેકટર-૨ સચીન સુરતના ભાઇ મરણ જનાર સન્ની બચાઔ શંકર ચૌહાણ ઉ.વ ૨૧ના ઓ કંપનીમાથી પેશાબ કરવા બહાર આવેલો અને પેશાબ કરીને પોતાનો મોબાઇલ ફોન જોતા જોતા કંપનીમાં પરત આવતો હતો. ત્યારે કંપની આગળ જ એક મોટર સાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ મરણ જનારના હાથમાથી મોબાઇલ ફોન લુંટવાની કોશીષ કરી તે મોબાઈલ ન આપતા તેમની પાસેના કોઇ તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી સંનીના શરીરે ગંભીર ઇજાઓ કરી તેનુ મોત નિપજાવી નાસી જતા સચીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ-એ-૧૧૨૧૦૦૫૪૨૩૦૯૦૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૨,૩૯૪,૩૯૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫(૧) મુજબનો ગુન્હો અત્રેના પો.સ્ટેમાં રજીસ્ટર કરી આ બનાવ ખુબ જ ગંભીર હોય જે બાબતે મહે.પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓએ તથા અધિક પો.કમિ.શ્રી તથા અધિક પોલીસ ક.શ્રી સેકટર-૨, અને શ્રી ભાવના પટેલ નાયબ પો.કમિ. ઝોન-૬, અને શ્રી આર. એલ. માવાણી મદદનિશ પો. કમિ.શ્રી “આઇ” ડીવીઝન સુરત શહેરનાઓ દ્વારા એક જ રાત્રીમાં સચીન વિસ્તારમાં થયેલ ઉપરોકત હત્યા અને સાથે સાથે સચીન જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પણ આજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ લુંટના બે બનાવો સબંધે આપેલ સુચનાઓ ને ધ્યાને લઇ આ ગંભીર ગુનાઓનો ભેદ યુદ્ધના ધોરણે ઉકેલી આરોપીઓને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.
સમગ્ર કામગીરી ઉપરોક્ત અધિકારીઓના માર્ગદર્શન અનુસાર પો.ઇન્સ આર.આર. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અને તાબાના માણસો સાથે ઉપરોકત બનાવ બાબતે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએ લાગેલ સી.સી.ટી.વી. કેમરા તથા સમગ્ર બનાવના રૂટ ઉપર આવેલા સી.સી.ટીવી કેમેરા ચેક કરી તમામ સ્ટાફના માણસો તથા અંગત ખાનગી બાતમીદારોનાઓને મોકલી આરોપીઓની શોધખોળ દરમ્યાન બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ છતી થતા જેમાથી પૈકી આરોપી (૧) સત્યમસિંહ ઉર્ફે ગોલુ રાધેશ્યામસિંગ રહે-૧૪૪, ગણેશનગર પાંડેસરા નાને પાંડેસરા પોલીસ દ્વારા પકડી પાડી તેની પાસેથી મોટર સાયકલ રજી નં-GJ-05-MG-7915 તથા ગુનામાં ઉપયોગ થયેલ ચપ્પુ, અને લૂંટના મોબાઇલ ફોન મળી આવતા સ્ટે.ડા નં-૭૨/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબની કાર્યવાહિ કરવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપીઓ (૨) વિકાસ ઉર્ફે સૌરભ વિજયપ્રતાપ ચતુર્વેદિ ઉ.વ-૨૧ રહેવાસી-૧૯૮, ગણેશનગર પત્રકાર કોલની પાંડેસરા સુરત તથા (૩) રોહિત અચ્છેલાલ યાદવ ઉ.વ-૧૮ રહેવાસી-૧૫૩, ગણેશનગર પત્રકાર કોલની પાંડેસરા સુરતનાઓને ખાનગી બાતમીદારો અને ટેકનીકલ સર્વેલંસના આધારે તેઓ રેલ્વે મારફતે મુંબઇ તરફ જતા હોય દરમ્યાન વાપી રેલ્વે પોલીસનો સમ્પર્ક કરી તેઓને આરોપીઓના ફોટાઓ તથા અન્ય જરૂરી વિગતો સહિતની માહિતી પુરી પાડી તેઓ સાથે સંકલનમાં રહિને ઉપરોકત બન્ને આરોપીઓને વાપી ખાતેથી વાપી રેલ્વે પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે. હાલ ત્રણેય આરોપીઓનો સાથે રાખી સદર ગુન્હાની આગળની તપાસ જારી રાખેલ છે.
આરોપીઓ વિરૂધ્ધ રજીસ્ટર્ડ થયેલ ગુન્હાઓ (૧) સચીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં- પાર્ટ-એ- ૧૧૨૧૦૦૫૪૨૩૦૯૦૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૨, ૩૯૪, ૩૯૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ (૧) મુજબ (૨) સચીન GIDC પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ- એ-૧૧૨૧૦૦૦૨૨૩૧૩૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ-,૩૯૪,૩૯૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ (૩) સચીન GIDC પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ- એ-૧૧૨૧૦૦૦૨૨૩૧૩૨૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ-, ૩૯૪,૩૯૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫(૧) મુજબ કામગીરી કરનાર ટીમમાં શ્રી ભાવના પટેલ નાયબ પો.કમિ.ઝોન-૬, શ્રી આર.એલ.માવાણી મદદનિશ પો.કમિ “આઇ” ડીવીઝન સુરત શહેર, પો.ઇન્સ શ્રી આર.આર.દેસાઇ, વેસ્ટર્ન રેલ્વે SOG પો.ઇન્સ શ્રી રમેશ પટેલ, વેસ્ટર્ન રેલ્વે પો.સબ.ઇન્સ શ્રી જી.એચ.પઢીયાર, પો.સબ,ઇન્સ શ્રી એચ.જે.મચ્છર, એ.એસ.આઇ રાજેંદ્રભાઇ કેશવભાઇ, એ.એસ.આઇ મુકેશભાઇ દેવીદાસભાઇ, એ.એસ.આઇ પિતામ્બર વ્યંકટભાઇ, અ.હે.કો ગજેન્દ્રદાન ગંભીરદાન, અ.હે.કો રવિકુમાર જગન્નાથ, અ.હે.કો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, અ.હે.કો ઇન્દ્રજીતસિંહ અમરસંગ, અ.પો.કો જયસુખભાઇ કેશુભાઇ, અ.પો.કો મુકેશકુમાર શીવાજી, અ.પો.કો દશરથ માવજીભાઇ, અ.પો.કો નારણભાઇ ભજુભાઇ, અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ, અ.પો.કો કલ્પેશભાઇ રામભાઇ, અ.પો. કો કિશન જયદેવભાઇ, વુ.પો.કો અંજલી અશોકપરી હતાં જેમણે સરાહનીય કામગીરી કરી ગણતરીમાં આરોપીઓને જેલમાં સળિયા પાછળ ધકેલી પ્રસંશનીય કામગીરી કરી છે.
કરોડોની છેતરપિંડી આચરનારાઓના વિશે કોઈને પણ જાણ હોય તો તત્કાલ ક્રાઈમ બ્રાંચમાં જાણ કરશો.
સુરતઃગુરૂવારઃ સુરત શહેરની ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૧૯૮૯-૯૦ના વર્ષમાં (૧)માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ (ર) ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણ (૩) જગદીશકુમાર બેચરભાઇ રાજપુત કે જે વર્ષોથી ઈંગ્લેંડમાં સ્થાયી થયા છે, તેઓની માલિકીના આઠ પ્લોટની ખરીદી કરી અસલ વેચાણ દસ્તાવેજ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે જમા હતા. અસલ દસ્તાવેજના માલિકો વર્ષોથી ઈંગ્લેંડ સ્થાયી હોવાથી એના લાભ ઉઠાવી તેમની જાણ બહાર આરોપીઓએ અસલ દસ્તાવેજો વકીલ રામગોંન્ડ દ્વારા ખોટી સહીઓ કરી છોડાવી લઇ તે અસલ દસ્તાવેજો આધારે તેના અસલ માલિકોના ભળતા નામવાળા ખોટા વ્યકિતઓ ઉભા કર્યા હતા. અને તેમના નામના બનાવટી પુરાવા ઉભા કરી બનાવટી સ્ટેમ્પ પેપર ઉપર પાવર ઓફ એટર્ની કરી પ્લોટોના અસલ માલિકના દીકરા પોતે માલિક હોવાનુ સબ રજિસ્ટ્રારમાં રૂબરૂ જણાવી ખોટા નામધારણ કરી ખોટી રીતે દસ્તાવેજો બનાવ્યા હતા, અને અવેજ મેળવી લઇ બારોબાર અસલ માલિકની જાણ બહાર પ્લોટ વેચાણ કરી ગુનાઓ કર્યા છે.
આ તપાસ દરમિયાન કુલ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ માલિકોની જાણ બહાર સ્ટેમ્પ વકીલે છોડાવ્યો હતો, જે વકીલ મુકેશ રામગોન્ડેને આરોપી તરીકે અટક કરી તપાસ કરતાં તેમણે અસલ દસ્તાવેજ છોડાવી શૈલેષ ત્રિવેદીને આપ્યો હતા. તેમણે આ અસલ પ્લોટ માલિકો વતી ખોટા ઈસમો ઉભા કર્યા હશે, જે શૈલેષ ત્રિવેદીનું મૃત્યુ થયું છે. માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્નિ ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણની માલિકીના પ્લોટ તેમનો કોઈ હિતેષ નામનો દીકરો ના હોવા છતાં તે ખોટું નામધારણ કરનાર હિતેષ માણેકલાલ ચૌહાણનો ફોટો આ સાથે છે. જગદીશ બેચરભાઇ રાજપુત નામ ધારણ કરનાર અને તેના અસલ માલિક વતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી દસ્તાવેજ કર્યો તે ફોટો પણ સામેલ છે. ઉપરોક્ત નામો ધારણ કરનાર અજાણ્યા શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી. જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી શ્રી જી.એન.સુથાર (પી.એસ.આઈ), આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. ૯૯૭૯૮૬૭૩૧૬ અને ૯૪૨૬૫૫૪૫૧૩ ઉપર સંપર્ક કરીને માહિતી આપી શકાશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.13.87 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું બતાવ્યું હતું. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલિવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા કલેક્ટરને ક્રાઈમ બ્રાન્ચની એસઆઇટી ટીમ દ્વારા અનાજ કૌભાંડ કેસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ આરોપીઓ સામે PMB એટલે કે, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેમશિયલ કોમોડિઝ એકટ 1980 હેઠળ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 8 આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલમાં મોકલી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સરકારી અનાજનું કાળા બજારી કરતા અનાજ માફિયાઓમાં કાર્યવાહીના પગલે ફફડાટ ફેલાયો છે.
ફાયર ના કલાકો ના શોધખોળ બાદ મુત અવસ્થામાં માં મળ્યા.
સુરતમાં માતા-પિતા માટે વધુ એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવાગામ ખાડીમાં 3 વર્ષનો બાળક પડી ગયો હતો. આ ઘટના ખાડીના બ્રિજ પાસે જ રમતો હતો ત્યારે બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતા
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો 3 વર્ષનો બાળક નવાગામ ખાડીના બ્રિજ પર રમી રહ્યો હતો. અચાનક જ બાળક ખાડીમાં પડી ગયો હતો. બાળક ખાડીમાં પડવાના કારણે બૂમાબૂમ થઈ ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે, ખાડીમાં કચરો મોટી સંખ્યામાં હોવાથી કોઈ બચાવવા પડ્યું ન હતું બાળક ખાડીમાં પડવાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ત્યારબાદ JCB દ્વારા 3 વર્ષના બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી. હાલ સાંજ થઈ ગઈ હોવાથી ફાયર વિભાગને પણ શોધખોળ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંતે કલાકો ની શોધખોળ બાદ મુત અવસ્થામાં બાળક મળી આવેલ હતા.
વડોદરામાં શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો થયો.કતેપુરામાં કરી રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો. ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાયા. તથા પોલીસે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યાં. પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી. જેમાં પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ. વડોદરામાં થયેલા પથ્થરમારા પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે વડોદરામાં શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. કેટલાક અસમાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ પથ્થરમારો કરનાર 15થી વધુ આરોપીની ધરપક્ડ કરવામાં આવી. તેમજ 500થી વધુ કેમેરાથી આરોપીની શોધખોળ થઇ રહી. તમામ ગુનેગારો સામે પગલા લેવાશે. તથા CCTV ચેક કરી એક-એકની ઓળખ કરાશે. અને વડોદરામાં રામજીની શોભાયાત્રા પર પથ્થર ફેંકનારા બીજીવાર ક્યારેય પથ્થર જોશે નહીં.
કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાકલો સ્થળ પર દોડી ગયો.
જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો. વિએચપી-બજગ દળ દ્વારા યાત્રાનું આયોજન વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત:મંગળવાર: જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં ૪૪મી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાસ્મોની કામગીરીની સમીક્ષા કરી કલેકટરશ્રીએ વાસ્મોની ૫૨ યોજનાઓમાં રૂ.૪.૧૧ કરોડના સુધારેલી વહીવટી મંજૂરી આપી હતી. સુરત જિલ્લાના વિવિધ તાલુકાના ૫૨ ગામોની પ્રગતિ હેઠળની યોજનાઓમાં સુધારા કરવાની જરૂર પડતા આયોજિત આ બેઠકમાં સભ્ય સચિવ અને યુનિટ મેનેજરશ્રી એ.પી.ગરાસિયાએ પ્રેઝન્ટેશન આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રૂા.૨૨૮૦૭ લાખના ખર્ચે મંજુર થયેલી યોજનાઓમાં બારડોલી તાલુકામાં ૧૫૬, ચોર્યાસીમાં ૪૪, કામરેજમાં ૮૬, મહુવામાં ૧૫૩, માંડવીમાં ૨૬૭, માંગરોળમાં ૧૭૨, ઓલપાડમાં ૧૧૨, પલસાણામાં ૭૪ અને ઉમરપાડા તાલુકામાં ૧૭૯ મળી કુલ ૧૨૪૩ યોજનાઓનો સમાવેશ થાય છે. જે પૈકી રૂા.૧૭૫૫૭ લાખની ૧૧૮૮ યોજનાઓ પુર્ણ થઈ છે. જેમાં નળજોડાણ, ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન, પમ્પીંગ મશીનરી અને નળ જોડાણ, વીજળીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે. જ્યારે ૫૫ યોજનાઓ પ્રગતિ હેઠળ છે.
નલ સે જલ યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા તાલુકામાં ૫૨ યોજનાઓ માટે રૂ.૩૩.૬૭ કરોડ મંજૂર થયા હતા અને તેમા રૂ.૪.૧૧ કરોડનો વધારો કરાયો છે, જે નવી સુધારેલ વહીવટી મંજૂરી સાથે કુલ રૂ.૩૭.૮૦ કરોડ મંજૂર થયા છે. જેમાં કામરેજ તાલુકામાં ૩, મહુવામાં ૧૧, માંડવીમાં ૧૭, માંગરોળમાં ૬, ઓલપાડમાં ૫, પલસાણામાં ૩ અને ઉમરપાડના ૭ ગામો જેમાં ઘર કનેક્શન રિપેરીંગ, નળજોડાણના કનેક્શનમાં વધારો, પાઈપ પ્રાઈઝ વેરિએશનમાં વધારો, પંપીંગ મશિનરી, કેબિન જેવા કામોનો ઉમેરો થયો છે એમ યુનિટ મેનેજર શ્રી એ.પી. ગરાસિયાએ જણાવ્યું હતું. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના ગ્રામજનો સુધી પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેના માટે તંત્રએ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી છે. પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની યોજનાથી સરકાર ઘર-ઘર સુધી પાણી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે. તેમણે વાસ્મોની ગત વર્ષની કામગીરી અને જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી યોજનાઓને ઝડપભેર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાં સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, વાસ્મોના જિલ્લા સંયોજકશ્રી લવજીભાઈ યુ.સોલંકી સહિત સમિતિના સભ્યો, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ખેડુતો સત્વરે ઈ-કેવાયસી અને આધાર સીડીંગ કરાવવા અનુરોધ.
સુરતઃભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા લાભાર્થીઓ માટે આગામી એપ્રિલથી જુલાઇના સમયગાળા માટેના ૧૪મા હપ્તાની ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પીએમ-કિસાન યોજનાનો લાભ મેળવવા ભારત સરકારે લાભાર્થીઓનું ઇ-કેવાયસી તથા બેન્ક ખાતાનુ આધાર સીડીંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે જે લાભાર્થીઓએ અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેન્ક ખાતાનું આધાર સીડીંગ કરાવેલ બાકી હોય તે તમામ લાભાર્થીઓને તે સત્વરે પૂર્ણ કરવું.
ઈ-કેવાયસી જુદી-જુદી ૪ પધ્ધતિથી કરાવી શકાય છે. ૧) જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા “e-KYC” ખુબ જ સરળતાથી કરી શકશે. ૨) નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે. ૩) ગામના “ઇ-ગ્રામ” કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને વીસીઇ મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે. ૪) આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઇલ નંબર લીંક કરાવી મોબાઇલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર “e-KYC” કરી શકાય છે.
આધાર સીડીંગ ૧) “e-KYC” ઉપરાંત લાભાર્થીએ જો પોતાનું લાભાન્વિત બેન્ક ખાતું આધાર સીડીંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તેના લાભાન્વિત બેન્ક ખાતામાં આધાર સીડીંગ કરાવવા માટે લાભાર્થીએ બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ કરાવી લેવું. અથવા તો, ૨) ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવું. લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ ૩૦મી એપ્રિલ પહેલા અવશ્ય પુર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે
દરેક પોલીસ સ્ટેશન, હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ
સુરત: પોલીસ મુખ્ય મથક-તાલીમ કેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્ય મથક) શ્રીમતિ સરોજ કુમારીની ઉપસ્થિતિમાં સ્ત્રી-સ્વાસ્થ્ય તથા માસિક સ્વચ્છતા સંબંધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સેનેટરી પેડ વિતરણ અને મહિલા જાગૃત્તિ માટે કાર્યરત ‘પેડ વુમન’ તરીકે જાણીતા શ્રીમતિ મીનાબેન મહેતાએ સ્વહસ્તે ઉપસ્થિત દરેક પો.સ્ટે., હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ પો.કમિ. સરોજકુમારીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં મહિલાકર્મીઓ દિનરાત ફરજ બજાવે છે. પરંતુ જો સ્વાસ્થ્ય ઠીક નહિ હોય તો ફરજ તથા પરિવારને ન્યાય આપી શકાશે નહીં એમ જણાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થવા પ્રેરણા આપી હતી. ‘પેડ વુમન’ મીનાબેન મહેતાએ પોલીસ વિભાગમાં મહિલાઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, મહિલાઓની વધેલી સંખ્યાના કારણે હવે પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો છે. મહિલાકર્મીઓ ઘરપરિવારની સંભાળ સાથે ફરજને પણ પ્રાધાન્ય આપી રહી છે તે સરાહનીય છે. ડો.ધ્વનિ દેસાઈએ પોલીસ મહિલાકર્મી જાતીય સ્વાસ્થ્યની જાળવણી કરવા સાથે પોતાના પરિવાર અને સમાજની તેમજ પોલીસ પાસે મદદ માટે આવતી મહિલાઓને પણ જાગૃત કરે તે જરૂરી છે એવો મત વ્યક્ત કર્યો હતો.
સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા સંગ્રહ કરેલ હોવાની માહિતી સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેકટરશ્રી એચ.એમ.ગઢવી દ્વારા આપવામાં આવતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતી અધિકારીશ્રી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ ડી..સી.બી પોલીસને સાથે રાખીને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ZIYA TEX CHEM ડી/૧-૨૬,૨૭ના ગોડાઉનમાં તપાસ કરતા સરકારના સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરની કુલ-૫૪૧ ખાલી બેગો અને સબસીડીયુકત ભાવ પ્રમાણે ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) નંગ કુલ.રૂ.૧૫,૩૯૨ની યુરીયા ભરેલી મળી આવી હતી..યુરીયા ભરેલ બેગ તથા ખાલી મળી આવેલ બેગ બાબતે હિમાશું મુકેશચંદ્ર ભગતવાલા(રહે, ૩૮, રામદેવનગર સોસાયટી વિભાગ-૨, પાલનપુર પાટીયા, રાંદેર રોડની પુછપરછ કરતા તેઓએ ક્રીશક ભારતી ક્રોપોરેટીવ લિમિટીડે દ્વારા ઉત્પાદિત ખેત વપરાશ અંગેના સરકારના સબસીડીયુક્ત નીમકોટેડ યુરીયાને અદલા બદલી કરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું.
લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું હતું. આ સબસીડીવાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી દિનેશભાઈ સિસોદીયા કરી રહ્યા છે.