Home Blog Page 64

ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત

0

સુરત, ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા. શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે, તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.

મોટા વરાછાના યુવાનએ બનાવી લાકડાના વેસ્ટેજને રિસાયકલ કરી ઘડિયાળ

0
ક્રાંતિ સમય

સુરત, સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઈન્ટર હતા, પરંતુ તેમની કળાની કદર કરનાર લોકોનો ન હતાં. જેથી તેઓ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે .તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે ? તો આ ઘડિયાળ જે છે તે લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતો હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે કહ્યું કે હું ધોરણ નવ સુધી ભણ્યો છું. ઘડિયાળની ખાસિયત છે કે આ  તારીખ મહિના અને વર્ષ બતાવે છે. અગાઉ હું પેઇન્ટિંગનું કામ કરતો હતો હું આર્ટિસ્ટ હતો પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી હતી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી. એથી વિચાર્યું કે એવી વસ્તુ બનાવું જેનાથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકું અને લોકોને તે પસંદ આવે.આ ડિઝાઇન બનાવવામાં મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળ ની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો.

વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઇન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને ખૂબ જ લોકોને પસંદ આવે. આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને અમે આ તૈયાર કરીએ છીએ. આજ લાકડાનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવવામાં આવી છે. તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે. આમાં 250 જેટલા પાર્ટ છે જેને અમે એક જ દિવસમાં બનાવી લઈએ છીએ. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી તો જટિલતા છે 10, 50 કે 100 નહી પરંતુ અઢીસો જેટલા પાર્ટસ લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે. એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ નવ સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર તરીકે બનાવવામાં આવી છે.

સુરતના સલાબતપુરામાં જૂની અદાવતમાં બોલાચાલી થતા હત્યા

0
ક્રાંતિ સમય

સુરત, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા બંબાવાડી ગલીમાં રિક્ષા સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે બે યુવકો વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકને ગંભીર ઈજા પહોંચાડી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું છે. જૂની બબાલમાં સામાન્ય બોલા ચાલી બાદ ચપ્પુના ઘા જીકી યુવકની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં હત્યાની ઘટનામાં 21 વર્ષીય ધનરાજ નામના યુવકની હત્યા થઈ હતી. સામાન્ય બોલાચાલી થતા સામસામે હુમલો થયો હતો. ધનરાજએ આસિફ નામના યુવક પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આસિફએ ધનરાજ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. આસિફને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ​​​પોલીસે હત્યાનો ગુનો નોધ્યો.

એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ધનરાજ સપકાલે અને આસિફ રસીદ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો ગાળા ગાળી બાદ મારા મારી સુધી પહોંચ્યો હતો. જેમાં આરોપી આસિફે ચપ્પુના ઘા ધનરાજની જાઘના ભાગે માર્યા હતા. જેથી લોહી વધુ વહી જવાથી તેનુ મોત થયુ હતુ. આરોપી આસિફનો ગુનાહિત ઈતિહાસ પણ છે. અગાઉ પણ તે અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયો છે. અને તેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. મુખ્ય આરોપી સાથે બે ત્રણ અન્ય આરોપીઓ હતા. તેમનો ઇતિહાસ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

0
ક્રાંતિ સમય

સુરત, પાંડેસરામાં ઘર નજીક રમતી 10 વર્ષની બાળકીને ચોકલેટની લાલચે પોતાના ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી કે, આરોપીએ કુમળી વયની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેને કડક સજા થવી જોઇએ. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ભોગ બનનારને ગુદાના ભાગે ઇજા થઈ છે, તે જોતા ઇજાના લીધે તેના માતાપિતાને માનસિક આઘાત અને ઇજા અનુભવી હોય ભોગ બનનારને યોગ્ય રકમનું વળતર ચૂકવવું પણ ઉચિત છે.

સુરજ પાંડેે જામીન પર હોય તેને કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું, પરંતુ ચુકાદાના દિવસે તે હાજર રહ્યો નહતો, આથી તેની ગેરહાજરીમાં જ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આરોપી મૂળ બિહારનો રહેવાસી હોય એક શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફરાર થઈ ગયો હોય. એપીપી દિપેશ દવે કહે છે કે આરોપી હવે ગમે ત્યારે પકડાય ત્યારે તેને સીધો જેલમાં જ મોકલી દેવામાં આવશે.

સુરતમાં આપધાતના ત્રણ બનાવ

0
ક્રાંતિ સમય

સુરત, નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વડોદગામમાં શાસ્ત્રીનગરમાં રહેતો ૨૨ વર્ષીય બ્રિજેશ સુરેશ સિંગ ગુરુવારે રાતે ઘરમાં છતના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે બ્રિજેશ મુળ બિહારના બકસરનો વતની હતો. તેના લગ્ન ૧૪ માસ પહેલા થયા હતા. જોકે તેને નાંણાકીય તકલીફ પડતી હોવાની સકયતા છે. પણ તાપસ દરમિયાન હકીકત જાણવા મળશે.

બીજા બનાવમાં કતારગામમાં યોગેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતો ૧૭ વર્ષીય સાવન અશ્વીન ચાવડા ગુરુવારે સાંજે ઘરમાં કોઇ કારણસર છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેની એક બહેન છે. તેના પિતા નોકરી કરે છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં કેશવનગરમાં રહેતો ૨૬ વર્ષીય હેમરાજ ભાસ્કર નિમજે આજે શુક્રવારે સવારે ઘરમાં અગમ્ય કારણસર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે ત્રણ બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. તે માર્કેટમાં નોકરી કરતો હતો.

રાજ્ય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી, નવા 8 ઓવરબ્રિજ માટે 390 કરોડ મંજૂર, કામ તેજ થશે

0
ક્રાંતિ સમય

સુરત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ‘ઇઝ ઓફ લિવીંગ’ને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. પાલિકા-સુડાના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજૂ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની રૂપિયા 390 કરોડની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સાથે સુડાને 10 તળાવ વિકાસવાવા 36.69 કરોડ ફાળવાશે. ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસ કામોની પાલિકા અને સુડા સાથે ગાંધીનગરની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી પાલિકાના 8 નિર્માણાધિન બ્રિજો માટે રૂપિયા 390 કરોડની ગ્રાંટ પ્રાપ્ત થશે, જેથી હાલની કામગીરીને વેગ મળશે તથા પાલિકાની તળિયા ઝાટક તિજોરીને રાહત મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજૂ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાયઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ 8 બ્રિજ માટે 390 કરોડ મંગાયા હતા. 1.લીંબાયત-નવાગામ રેલવે અંડર પાસ 60. 2.ડીંડોલી માન સરોવર રેલવે બ્રિજ 50. 3. કોસાડ-ક્રીભકો લાઈન રેલવે બ્રિજ 50. 4.ભાઠેના ફ્લાય ઓવર 40. 5.નવીન ફ્લોરિન પાસે ફ્લાય ઓવર 40. 6.ખરવાસા મીડલ રિંગરોડ સાઈ પોઈન્ટ પાસે ઓવર બ્રિજ 50. 7.સચીન GIDC જંકશન પાસે બ્રિજ વાઈડનીંગ 40. 8.ઉધના પત્રકાર કોલોની ઓવર બ્રિજ 60.

સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારસામાં આરોપી તબીબની જામીન રદ

0
ક્રાંતિ સમય

સુરત, લિંબાયત પોલીસે ગઈ તા. ૮મી મેના રોજ ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારસામાં મુખ્ય સુત્રધાર એવા આરોપી તબીબ વિરેન્દ્ર ભોલાનાથ પટેલ(રે.રાધિકા હોમ્સ એમ્પોરીયા સાહબની સામે,ડીડોલી)ની ઈપીકો-318,312,315,316,336,419,201,120 બી,34 તથા મેડીકલ પ્રેકટીશ્નર એક્ટની કલમ 30,35 તથા મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યો હતો. આરોપી વિરેન્દ્ર પટેલે શિખા કલીનીક તથા ઓર્થો કેર સેન્ટરના નામની ક્લીનીકમાં સહ આરોપી અંજુબેન,કાનાપાત્ર અન્ય એજન્ટ તથા ડૉ.આસુતોષ વગેરેના મેળાપિપણામાં આર્થિક લાભ મેળવવા ડીગ્રી ન હોવા છતાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા.

આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી વિરેન્દ્ર પટેલે ચાર્જશીટ રજુ થયા બાદ હ્ય્દયરોગની બિમારીના ગ્રાઉન્ડ તથા પ્રથમદર્શનીય કેસના પુરાવાના અભાવે જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ  જણાવ્યું હતું કે આરોપીએ ગુનાઈત મનુષ્યવધ ગણાય તેવા કૃત્યથી ઉગરમાં ફરકતું થયું હોય તેવા અજાત બાળકનું મોત નિપજાવી ગેરકાયદે ગર્ભપાત કરાવીને ગર્ભનો નિકાલ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.આરોપી મુખ્ય સુત્રધાર હોઈ શિખા હોસ્પિટલમાં ગેરકાયદે લીંગ પરીક્ષણ તથા ગર્ભપાત કરાવીને આર્થિક લાભ મેળવતા હતા.સહ આરોપી ગજાનંદ ગયાવલને પકડવાનો બાકી છે.આરોપીની હોસ્પિટલના ધાબા પરથી ગર્ભપાત કરાવેલા ગર્ભનો ખાડીમાં બાજુ ફેંકી દઈને નિકાલ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે.આરોપી વિરુધ્ધ લિંબાયત,સલાબતપુરા,ડીંડોલી તથા મહારાષ્ટ્રના બોરખોડી પોલીસ મથકમાં ખાતે પણ એટ્રોસીટી તથા અન્ય ગુના નોંધાયા છે.ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીને જામીન આપવાથી ફરી આવા ગુના આચરે તેમ છે.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીમાં સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

0
ક્રાંતિ સમય

સુરત, સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

સુરત ઉધના હરીનગર સોસાયટીની જમીનના વિવાદ માં ખર્ચની રકમના મામલે હિંસક હુમલો કરાયો.

0

સુરત, ઉધના હરિનગર સોસાયટી, વિભાગ ૩ માં રહેતો યોગેશ હરિહર દુબે કન્સ્ટ્રક્શન નું કામ કરે છે. 10 વર્ષ પહેલા તેના પિતા જમીન દલાલી નું કામ કરતા હતા ત્યારે ધર્મેશ ગોપાલ સિંગ રાજપૂતના સંપર્કમાં આવ્યા હતા. યોગેશ દુબે તેના મિત્ર વિશાલ પટેલ અને જમીન દલાલ ધર્મેશ રાજપુતતે ઉધનાની શક્તિનગર સોસાયટીમાં પાડવામાં આવેલા પૈકી નંબર મિલકતાર ભારતી જરીવાલા પાસેથી 50 લાખમાં તેની મિલકત ખરીદવાનું નક્કી કરી ૨ લાખ આપ્યા હતા. આ મિલકતમાં યોગેશ દુબે ને કોઈ ભાગ આપ્યો ન હતો. દરમિયાન ભારતી જરીવાલાના પતિ રજનીકાંત જરીવાલા અગાઉ આજ મિલકત પાયલ પ્રકાશ સહાને કબજા સહિત વેચાણ કરારી થી આપતી હતી. જેથી પ્રકાશ પરસામલ સાહે આ અંગે ઉધના પોલીસ મથકમાં અગાઉ ભારતીય જરીવાલા તથા તેના પુત્ર દિવ્યેશ જરીવાલા અને ધર્મેશ રાજપુત સામે ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં કોર્ટ ખર્ચ ની રકમ ધર્મેશ એ યોગેશ પાસે માંગી હતી. 15 મી મે ના રોજ યોગેશ એકટીવા ઉપર ઉધના પટેલ નગર પાસેથી પસાર થયો હતો ત્યારે ધર્મેશ રાજપૂતે લોખંડના સળિયા થી માર માર્યો હતો.

મિલકતના ભાગ નહીં ધરાવતા યોગેશભાઈ નામના ઈસામ પાસે ખર્ચની માંગણી કરી ધર્મેશ રાજપૂત નામના ઇસ સામે લોખંડના સળિયા થી હુમલો કર્યો.

બાગેશ્વર ધામના લિંબાયત કાર્યક્રમના ફોટામાં મુખ્યમંત્રી જ ફોટામાંથી ગાયબ

0

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન લિંબાયત કાર્યક્રમ માં

સુરતના લિંબાયત વિસ્તારમાં નિલગીરી મેદાનમા 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજન સમિતિમાં સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચર્ચાનો વિષય એ ઉભો થયો છે કે જો બેનરોમાં પ્રદેશ અધ્યક્ષનો ફોટો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોય અને સ્થાનિક ધારાસભ્યનો ફોટો હોય તો મુખ્યમંત્રીનો ફોટો કેમ મુકવામાં નથી આવ્યો તેને લઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

આગામી 26 અને 27 મેના રોજ લિંબાયતમાં દિવ્ય દરબારનું આયોજન કરવામા આવશે. તે માટે આયોજન સમિતિ બનાવવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેક નેતાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પરંતુ તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાની બાદબાકીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.