Home Blog Page 67

યુપીવાસી યુવકને બિમારીની પીડાઅને રેલ્વે ની ટિકિટ કન્ફર્મ ન થઈ તો આપઘાત કરી લીધો.

0

સુરત,ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાનો વતની અને પુણાગામ સરદાર પોલીસ ચોકી પાસે રાજીવનગરમાં રહેતો 35 વર્ષીય નિલેશકુમાર રામઆશરે પ્રજાપતિ લુમ્સના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો.નિલેશકુમાર ઘણી વખત બિમાર થાય એટલે તેના વતન જતો રહેતો હતો.બિમાર હોવાથી તેને વતન જવું હતું. પણ વેઈટીંગ વધુ હોવાથી તેને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. નિલેશકુમારના ભાઈ રમેશકુમારે જણાવ્યું કે તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસની ટિકિટ કાઢી હતી. પરંતુ બંનેમાં વધુ વેઇટિંગ હતું. પરંતુ ટિકિટ કન્ફર્મ ન થતા આખરે શનિવારે સાંજે નિલેશકુમારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની તપાસ પુલીસ વિભાગ તરફ થી કરવામાં આવી રહ્યા છે.

બે વેપારી પાસેથી ઉધાર કાપડ ખરીદી કરી ને રૂ-1.66 કરોડની ઠગાઈ ની ફરીયાદ પુલીસમાં નોધાઇ.

0

સુરત,સુરત ના કપડા માર્કેટમાં દર કોઈ છેતરપિંડી ના ગુનાઓ પુલીસ ના ચોપડે નોધતા જ હોય છે. તેમ છતાં છેતરપિંડી કરનાર લોકો અનેકવાર નવી-નવી રીતે ઠગાઈ કરતાજ હોય છે. જેમાં હાલમાં અઠવા લાલબંગલાની બાજુમાં પુજા અભિષેક એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધવલ રમેશભાઈ ભાટીયા ઉધનામાં વેપ ફેબના નામથી ભાગીદારીમાં કાપડવેપાર કરે છે.2018માં કીમમાં રહેતા ધવલભાની પેઢી માટે કામ કરતા દલાલ રાજવીર રામકિશોર સિંહે ઉધનાના સત્યનગર ખાતે લક્ષ્મી એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા મહેન્દ્ર કાશીરામ દલાલ અને પરવત પાટીયા રેશ્મા રેસીડેન્સી ખાતે દિશા ટ્રેડર્સના નામે પેઢી ધરાવતા મુકેશ અગ્રવાલ સાથી પરિચય કરાવ્યો હતો અને રેફરન્સ આપવાની સાથે પેમેન્ટની જવાબદારી લીધી વિશ્વાસ અપાવ્યો હતો.બાદ મહેન્દ્ર દલાલે બિલ ચલણથી રૂ. 2.47 કરોડનો માલ ખરીદ્યો હતો અને તે પૈકીના રૂ.92,75,240 ચુકવ્યા હતા. બાકીના 1.54 કરોડ ચુકવ્યા ન હતા. આ ત્રણેએ ધવલભાઈના મિત્ર હરીકેશ ધનબહાદુર સિંહની શિવશક્તિ એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.27,97,030નો માલ ઉધારમાં ખરીદી રૂ.11,44,891 ચુકવ્યા ન હતા. આમ બન્ને વેપારીઓ સાથે આ ત્રિપુટીએ રૂ.1,66,15,088ની છેતરપિંડી કરી હતી.

ઉધનાના બે વેપારી પાસેથી ઉધાર કાપડ ખરીદી 1.66 કરોડની ઠગાઈ કરતા પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.

સુરત ખાતે આવેલ સચિન રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટરની લાપરવાહી

0

સુરત-સચીન(સુરેશ મૌર્ય),સચીન ના રેલ્વે સ્ટેશન ઊપર ગુજરાત ના શરાબ બંધી માટે આશીર્વાદ રૂપ સ્ટેશન માસ્ટર ઇન્દ્રરાજ મીના. જે પોતાના સરકારી નોકરી ઉપરાંત અન્ય કામગીરી સ્ટેશન ઊપર થી આસપાસના વિસ્તાર સપ્લાઈ સ્ટેશન માસ્ટર પણ શું ભાગીદાર માં અગ્રેજી શરાબ ની યોગ્ય માહિતી ના જાણકાર આવે.

રેલ્વે ટીકીટ બુકીંગ માટે આવનાર લોકો ને ટોકન આપી ને પણ રકમ ની વસુલાત કર્તા હોય છે. તેવું અને ફરીયાદ અને તેના મેળાપીપણામાં થતું ગેરકાયદેસર ની કામગીરી.ટીકીટ ના પ્રિન્ટ રકમ થી વધારે રકમ વસુલાત કર્તા હોય. જેમાં તત્કાલ ટીકીટ માં વ સૌથી વધારે રકમ વસુલાત કરવામાં આવે છે.

મીડિયા તપાસ ના મુદા -૧

૧-સ્ટેશન પર આવતા પેસેન્જર સિવાય કોઈને પણ ફરિયાદ બુક ના આપતા ધાકધમકી આપી હેરાનગતિ કરવામાં આવતા. સમાન્ય લોકોને જે સંદર્ભમાં ફરિયાદ કરવા બાબતમાં સુરત સુધી જવું પડે છે.જે વાતને ફાયદો ઉઠાવીને સચિન રેલવે સ્ટેશનના માસ્ટર એવા અધિક અધિક્ષક ઇન્દ્રરાજ મીના કોઈપણ રજૂઆત સાંભળ્યા વગર ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે જણાવે છે. જે સંદર્ભમાં વાતચીત કરતા ઓડિયો રેકોર્ડિંગ જાહેર જનતા સમક્ષ મુકવામાં આવેલ છે. જેથી અસ્પષ્ટ થાય છે કે સચિન રેલવે સ્ટેશન ઉપર ગુજરાતનું શરાબબંધી નો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો છે. તે બાબતની જાણ સચિન રેલવે સ્ટેશનના અધિક્ષક તેવા સ્ટેશન માસ્ટર ઇન્દ્રરાજ મીના ને ખબર હોવા છતાં કોઈપણ જાતનું પગલા કેમ નથી.કે કેમ આગળ લેખિત રજુઆત કર્તા નથી.જે બાબતમાં તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાનગી રહે તપાસ કરવાનું રહે છે. તપાસ પછી છે. ખબર પડશે કે સચીન રેલ્વે સ્ટેશન ઊપર સ્ટેશન માસ્ટર એવા અધિક્ષક ઇન્દ્રરાજ મીના ની કામગીરી કેવી રીતેની છે.

જે પોતના ફરજ ઊપર હોય ત્યારે પણ પોતાના નામ અને પદ નામ કે છુપાવાની જરુંર પડે છે. જે તસ્વીર માં સ્પષ્ટ જોઈ શક્ય છે.

સચીન સ્ટેશન માસ્ટર અને સ્ટેશન અધિક્ષક ઇન્દ્રરાજ મીના

સચીન સ્ટેશન માસ્ટર અને સ્ટેશન અધિક્ષક ઇન્દ્રરાજ મીના સાથે ટેલીફોન ઊપર ની વાતચીત ની રેકોર્ડિંગ.

મીડિયા તપાસ ના મુદા -૨

બીજી તરફ સચીન સ્ટેશન પર બે ટિકિટ બારી હોવા છતાં લોકોને રિજર્વેશન ટિકિટ અને હાલ માં તત્કાલ રેલ્વે ટીકીટ લેવા માટે વધારે પૈસા ચૂકવવું પડે છે. તેવા પણ અનેક ફરિયાદો હોવા છતાં. કોઈપણ કાર્યવાહી સ્ટેશન માસ્ટર તરફથી ન કરવામાં આવતા. જે બાબતમાં મીડિયા તપાસમાં ટેલિફોનિક જાણ કરતા કામમાં વ્યસ્ત હોવાથી જવાબ ના આપી શક્યા પણ સ્ટેશન માસ્ટર ની જવાબદારી હોય છે કે કોઈપણ વ્યક્તિ કઈ રજૂઆતો હોય તો તે બાબતમાં જવાબદાર વ્યક્તિ તરીકે સ્ટેશન માસ્ટર જ જવાબ આપવા માટે બંધાયેલો હોય છે. પણ હાલ સચીન રેલ્વે સ્ટેશન ના માસ્ટર જ સ્ટેશન ઊપર ટીકીટ અને જરૂરિયાતમંદ લોકો થી વધારે રકમ ની વસુલાત કર્તા હોય તેવું અનેક ફરીયાદ હોવા છતાં.તેની રજુઆત સ્ટેશન ઊપર સંભાળતા નથી અને ફરીયાદ કરવા માટે સુરત સુધી જવાનું હોવાથી લોકો ફરીયાદ નથી કરતા હોય. જેનું ફાયદા સ્ટેશન ના જવાબદાર અધિકારીઓ ઉઠાવી લેતા હોય છે. જેથી અસ્પષ્ટ થાય છે કે સચિન રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી ઉચ્ચ અધિકારી તરફથી તપાસ કરવામાં આવે તો આખી હકીકત સામે શકે છે. જે ભષ્ટાચાર ની પરિભાષા માં આવતું હોવાથી તપાસ જરૃરી છે.

સચીન ના રેલ્વે ટીકીટ કાઉન્ટર

સચિનની વાઇબ્રન્ટ ઇંગ્લીશ સ્કુલમાં પ્રાથમિક સારવાર અને ફાયર સેફ્ટી વિશે બેઝિક તાલીમ અપાઈ

0

પ્રતિનિધિ સચિન : વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બાળકોને, શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગેની બેઝિક તાલીમ આપવામાં આવી જેમાં પ્રાથમિક સારવારના સાધનો વિશે જેની ઇજાઓ વિશે શરીરમાં જુદા જુદા ફેક્ચર થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી જેની તાલીમ આપવામાં આવી જેમાં દર્દી બીમાર હોય ત્યારે યા અકસ્માત થઈ ગયેલ હોય તેવા સમયે સ્ટેચર કેવી રીતના બનાવવું અને તેનો ઉપયોગ દર્દી ને લઈ જવામાં કેવી રીતના કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે ફાયર સેફટી માટે ના ઉપકરણોની જરૂરિયાત ક્યાં પડે છે અને આગ કયા કયા પ્રકાર ની હોય છે ને આગ લાગે ત્યારે આપણે કેવી રીત આગને ઓલવી આગ પર કાબુ મેળવી શકાય,

જેની પણ તાલીમ સ્કુલ ના મોટા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ ને આપવામાં આવી. આ તાલીમ વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સેવા બજાવતા અને સચીન હોમગાર્ડઝ યુનિટ ના જવાન પ્રકાશ મૌર્ય ( પ્લાટુન સર્જન) દ્વારા આપવામાં આવી જેમાં સ્કુલ ના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ માથુર અને પ્રિન્સિપાલ શ્રી રામ થાપા સાથે સ્કુલ ના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ જ ધ્યાન પુર્વક લીધી હતી.

સચિન ખાતે મહારાષ્ટ્ર મહિલા મંડળ દ્વારા હલ્દી કુંકું નો સફળ કાર્યક્રમ યોજાયો.

0

પ્રતિનિધિ સચિન : શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ સચિન સુરત નાં મહારાષ્ટ્ર મહિલા મંડળ પ્રમુખશ્રી સૌ. પૂનમબેન પ્રકાશ ભાવસારનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ વખતે મહિલાઓ દ્વારા આયોજિત સેક્રેટરીશ્રી સૌ. રેખાબેન લક્ષ્મણ પાટિલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સૌ. સુમનબેન સંજય માને ખજાનચી નીતાબેન રાકેશ પાટીલ, સદસ્ય માયાબેન અશોક મોરે તથા અન્ય પદાધિકારી બહેનો દ્વારા વિવિધ મનગમતી સ્પર્ધાઓ સાથે સફળતા પૂર્વકનો આ પવિત્ર હલ્દી ફૂંકુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સચિન તથા આજુબાજુની ૨૦૦થી વધુ મરાઠી સુહાગન બહેનો પોતાના પરિવાર સહ ઉપસ્થિત રહી હતી.

જેથી મંદિરમાં વધુ ભીડ જામી હતી, સાથે બાળકોએ પણ એન્જોય કર્યું હતું, પ્રોજેક્ટ ડાયરેકટર સૌ. સુમન સંજય માનેના જણાવ્યા મુજબ આ વખતે ભજન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો, હલ્દી ફૂંકુનાં વાન માં આ વખતે કોઈ વાસણ નાં સ્થાને ઘરમાં બરકત રહે એ હેતુથી પ્રથમ વાર તુલસી નો નાનો છોડ દરેક સુહાગન બહેનોને અર્પણ કરાયો છે. આ સાથે અમે ખૂબ એન્જોય કર્યું, સંગીત ખુરસી, ફુગડી, મરાઠી ગીતો ભજન, ડાન્સ અને ઉખાણાં જેવી રમતો રાખવામાં આવી હતી. સૌ.નીતા રાકેશ પાટીલ ખજાનચી એ કહ્યું કે આ વખતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમે મહિલા મંડળ દ્વારા જ કરવામાં આવ્યું અને અનેક બહેનોએ સારો એવો રોકડ ફાળો આપ્યો જેનાથી કાર્યક્રમ સફળ બન્યો. પ્રમુખ સૌ.પૂનમ પ્રકાશ ભાવસાર અને મહા મંત્રી સૌ. રેખા લક્ષણ પાટિલે કહ્યું કે, સુરત સચિન કનકપુર જેવા ગામ શહેરમા વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે ખાસ હલદી- કંકુનો આ કાર્યક્રમ દર વર્ષે ધામધૂમથી યોજવામાં આવે છે તેમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો છે, આ વર્ષથી અમે જાન્યુ ૨૩ થી ડીસે ૨૩ એક વર્ષની સદસ્ય ફી ફક્ત ૫૦ રૂપિયા નક્કી કરી છે. આ વખતે કાર્યક્રમમાં સહુ માટે પ્રસાદી રૂપે નાસ્તો સૌ. આરતીબેન દીપકભાઈ ચૌધરી તરફથી રહ્યો, તિલગુલ લાડુ સૌ સુમનબેન માને તરફથી, માઇક સેટ પાણી અને પ્રોત્સાહિત ઇનામો વગેરે સૌ. પૂનમબેન ભાવસાર તરફથી હતું સહુનો આભાર માન્યો, હવે આવતાં ૨૦૨૪નાં હલ્દી ફૂંકુ પ્રોગ્રામ બાદ તા. ૧૯/૦૨/૨૦૨૪ નાં રોજ આ બોડીના ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી બોડીની રચના થશે, સમગ્ર કાર્યક્રમ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર કૃષ્ણકુંજ કનકપુર ખાતે યોજાયો જેથી મંદિર ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જ્યારે સદસ્ય સૌ. માયાબેન અશોક મોરે અને સદસ્ય સૌ. યોગિતાબેન ભટુ પાટિલે કહ્યું કે આ હલદી- કંકુનો કાર્યક્રમ સૌભાગ્યવતી બહેનોનો ખાસ પવિત્ર કાર્યક્રમ હોય છે. એક મેક ને હલ્દી કૂંકુ કપાળે તિલક કરી તલ સાંકડી અને તલ નાં ગોડ ગોડ લાડુ તથા ખાસ વાન ભેટ આપી સહુ બહેનોનો સૌભાગ્ય અખંડ રહે તે માટે બધી બહેનો પ્રાર્થના કરીએ છીએ, ઉપપ્રમુખ સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે અને સદસ્ય સૌ. સરલાબેન રમણભાઈ પટેલે પણ ઉમેર્યું કે સમગ્ર વર્ષ દરમિયાન કઈ ખોટું બોલાયું હોય તો માફી માંગી કહે છે “તિલ ગૂળ ઘ્યા અને ગોડ ગોડ બોલા”, જેથી સમગ્ર મરાઠી સમાજની બહેનો ખાસ આવા પર્વ પર એકત્ર થાય છે અને હજી વધુ સંગઠિત થાય અને સામાજિક ઉન્નતિ થાય તેવા પ્રયાસ અમે કરતા રહીશું. અંતે સૌ.પૂનમ ભાવસારે હલ્દી કુંકૂ નો સફળ કાર્યક્રમમાં સહભાગીદાર અમારા પદાધિકારીઓની મહેનત રહી છે જેમાં પ્રમુખશ્રી સૌ.પૂનમતાઇ પ્રકાશભાઇ ભાવસાર, ઉપપ્રમુખ શ્રી સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે
મહામંત્રી શ્રી સૌ. રેખાતાઇ લક્ષ્મણભાઇ પાટીલ, પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી સૌ. સુમનતાઇ સંજયભાઇ માને ખજાનચી શ્રી સૌ. નિતાતાઇ રાકેશભાઇ પાટીલ,
સહ ખજાનચી શ્રી સૌ. સુનિતાતાઇ તુષારભાઇ ઘાડગે, સહ મંત્રી શ્રી સૌ. કલ્પનાતાઇ વાણી, સર્વ કાર્યકારી સદસ્યશ્રીમાં સૌ.
સમિધાતાઇ સંજયભાઇ જોષી
સૌ. યોગિતાતાઇ ભટુભાઇ પાટીલ,
સૌ. શિખાતાઇ જયેશ બડગુજર,
સૌ.માયાતાઇ અશોક્ભાઇ મોરે
સૌ. સરલાતાઇ રમણભાઇ પટેલની દરેક પ્રકારની મહેનત ફળી છે જેથી સહુનો આભાર માનું છું સાથે શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળના સહુનો પણ આભાર માનીએ છીએ જણાવ્યું.

પલસાણા તાલુકા ઘટક સંઘ દ્વારા શિક્ષક ભાઈઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું

0

સુરત,પલસાણા તાલુકા ઘટક સંધ દ્તાવારા શિક્ષક ભાઈ ઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું. તારીખ.૭/૨/૨૦૨૩ના રોજ ઇટાળવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી પલસાણા તાલુકાના જુદા જુદા કેન્દ્રમાંથી પસંદ થયેલ કુલ છ ટીમો વચ્ચે મેચો રમવામાં આવી હતી. જેમાં સેમી ફાઈનલમાં દિવ્યેશ પટેલ અને સંદિપ ભાઇ રાઠોડ ની ટીમ રમી હતી. જેમાં સેમી ફાઇનલ મેચ જીતી ને ફાઇનલ મેચમાં ગુણવંતભાઈ ની ટીમ સાથે ખૂબ જ ઉત્સાહિતથી રશાકશી ભરી મેચમાં ગુણવંતભાઈ ની ટીમે વિજય મેળવ્યો હતો. જેમાં મેન ઓફ ધ મેચ સંદિપ ભાઇ રાઠોડ, સંજયભાઈ પટેલ ચલથાણ ને બેસ્ટ ઓફ બેસ્ટ બોલર, જાહેર કરવામાં આવ્યા હતાં. દિવ્યેશ પટેલ.કડોદરા ને બેસ્ટ ઓફ બેસ્ટ બેસ્ટમેન, વગેરે ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અંતમાં ગુણવંતભાઈ ની ટીમે ફાઇનલ મેચ જીતી લીધી હતી.તાલુકા સંઘના પ્રમુખ્.શ્રી ધર્મેશભાઈ. તથા તાલુકા ટીચર્સ સોસાયટીના મંત્રી શ્રી.ગુણવંતભાઇ.અને ચેરમેન શ્રી અરૂણભાઇ વગેરે ના વરદહસ્તે મોમેનટો આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

હનીટ્રેપમાં ફસાવનાર જ પોતે ફસાઈ ગયા :મહિલા

0

‘ઘરે કોઇ ન હોય ત્યારે આવજો, મજા કરીશું’

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મહિલાએ મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું. કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને પુલીસ ફરીયાદ ના આધરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉત્રાણ પોલીસના હવાલે કરી છે. પુલીસ સૂત્રોના અનુસાર મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે ડી-404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ કરવામાં આવી હતી. જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતીક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વેપારી એ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે જણાવ્યુ હતું. તેણે સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન પ્રતીકને બોલાવ્યો હતો. દરમિયાન તે સોનલના ઘરે ગયો ત્યારે અચાનક બહાર બે માણસો આવી ગયા હતા.વેપારીએ ચાલાકી વાપરી કાકા હસ્તક પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસ ઘસી ગઇ હતી અને હનીટ્રેપમાં ફસાવનાર બબીતાના પતિ અને અન્ય એકને પકડી લીધા હતા. જ્યારે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું. અને તે આધારે પુલીસ તપાસ કરી રહ્યા હોવાનું જાણવ્યુ. જેમાં મહિલા ના સાથ સહકાર આપનાર બન્ને પુરુષ મહિલા ના પતિ સહિત અને પોતે મહિલા જે હનીટ્રેપ માટે વેપારી ને શોશલ મીડિયા થી સંપર્ક માં આવેલ હતા. તેને પુલીસ ટીમ તરફ થી ગિરફ્તાર કરવામાં આવેલ હતા.

સુરત સચીન સુડામાં યુવકે મિત્રના ભરોસે 12 વર્ષની ભાણીને મૂકી બજાર ગયા અને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

0

12 વર્ષની કિશોરી પર તેના મામાના મિત્રએ જ દુષ્કર્મ કરવાનો કર્યો પ્રયાસ

સુરતના સચિન સુડા વિસ્તારમાંથી 12 વર્ષીય કિશોરી સાથે બળાત્કારના પ્રયાસની ઘટના સામે આવી છે. કિશોરીને તેના મામા મિત્રના ભરોસે રૂમ પર મૂકી શાકભાજી લેવા ગયા અને મિત્રએ જ ભાણી પર દાનત બગાડી હતી. મિત્રએ કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કિશોરી બૂમો પાડવા લાગતા નરાધમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ અંગે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રના રૂપમાં નરાધમ યુવકે કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની પર વિશ્વાસ મૂકીને કિશોરીના મામા ખરીદી કરવા ગયા હતા તે જ મિત્રએ તેની સાથે દગો કર્યો હતો.બાર વર્ષીય કિશોરીને તેના મામાના ભરોસે મૂકી માતા કામ પર નીકળી ગઈ હતી. રૂમ પર કિશોરીના મામા અને તેની સાથે તેનો મિત્ર વિલાસ પાસવાન રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતો હતો. મામા પણ પોતાની ભાણીને દીકરીની જેમ સાચવતા હતા. પરંતુ તેની સાથે રહેતો તેનો રૂમ પાર્ટનર મિત્ર જ ભાણી પર દાનત બગાડશે તેવું આ મામાને ક્યાં ખબર હતી. દિવસ દરમિયાન મામાએ ભાણીને સાચવી ત્યારબાદ સાંજે ભાણીને તેના મિત્ર પર વિશ્વાસ કરી તેના ભરોસે મૂકીને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. ત્યારે કિશોરી રૂમમાં એકલી હતી તે વખતે કિશોરીના મામાના 26 વર્ષીય રૂમ પાર્ટનર ચંદન વિલાસ પાસવાનએ કિશોરીને એકલી જોઈએ તેને પકડી લીધી હતી અને મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.

બનાવ અંગે પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આર આર દેસાઈ એ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસની પીસીઆર તથા ડીસટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કિશોરી સાથે મામાના મિત્ર એ જ બળાત્કાર નો પ્રયાસ કર્યો હોવાની હકીકત જાણવા મળતા નરાધમ ચંદન આમતેમ ભાગી છૂટે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ અંગે પોક્સો અંતર્ગત છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સ્નેહા ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી,કોઈ જાનહાનિ નહીં

0

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ પ્રિન્ટિંગ મીલમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી રોડ નબર 2 પર આવેલી સ્નેહા ડાઇંગ મીલમાં અચાનક ભીષણ આગ લાગી ઉઠી હતી. મીલમાં આગ લાગવાની જાણ કર્મચારીને થતા મીલમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ કરાતા ફાયર કાફલો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

સચિન જીઆઇડીસીમાં આવેલી સ્નેહા ડાઇંગ મીલમાં આગ લાગી હોવાની જાણ ફાયરને થતા જ ફાયર વિભાગની મોટી ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. શહેરના પાંચ ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. શહેરના ડુંભાલ, માન દરવાજા, ડીંડોલી,હજીરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત સચિન જીઆઇડીસી, હોજીવાલા નોટિફાઇડ અને કલર ટેક્સ કંપનીનો ફાયરનો કાફલો પણ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અંદાજે 15થી વધુ ફાયર ફાઈટર સાથેની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આ આગ ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. જોકે ફાયરની ટીમને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. જેમાં ફાયર સ્ટેશન ના કર્મચારીઓ કંપની માં ફસાયેલા લોકો ને બહાર નીકળવામાં જીવના જોખમો કંપનીના પાછળ ના ભાગે થી નીકળવામાં આવેલ હતા.

જમીનમાં રોકાણના નામે 67 લાખની ચીટિંગ

0

જમીન દલાલની પત્નીની ફરિયાદના આધારે 3 સામે ગુનો.

સુરત,જમીન અને મકાનમાં રોકાણના નામે 67 લાખની રકમ ગુમાવી પડી છે. આ અંગે જમીનદલાલની પત્નીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતાં પોલીસે 3 જણા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પીપલોદ ડિવાઇન બંગ્લોઝમાં રહેતી જમીનદલાલની 48 વર્ષીય પત્ની સોનલ ચૌહાણે આપેલી પોલીસ મુજબ વર્ષ 2014માં તેમના દીકરા સાથે કોલેજમાં રાજેન્દ્ર કાવ્યા અભ્યાસ કરતો હતો. રાજેન્દ્રના પિતા બિલ્ડર હોવાથી તેણે 2015માં બારડોલી, ગંગાધરા, પલસાણા અને નવસારી સહિતની સાઇટોના બ્રોસર બતાવ્યા હતા. રાજેન્દ્રે જમીન- મકાનમાં ઊંચા વળતરની લાલચ આપી 67 લાખનું રોકાણ કરાવી ચીટિંગ કરી હતી.

પુલીસ એ સોનલ ચૌહાણની ફરિયાદના આધારે બિલ્ડર પુત્ર રાજેન્દ્ર બજરંગ કાવ્યા(રહે,નંદ એન્કલેવ,ગોવર્ધન હવેલી, ડુમસ રોડ), ઉધનામાં હાર્ડવેરનો ધંધો કરતા મુકેશ ગૌતમલાલ સોની અને તેનો ભાઈ તનસુખ ગૌતમલાલ સોની(બન્ને રહે,હેપ્પીહોમ એપાર્ટ, ઉધના) સામે ઠગાઈનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.