Home Blog Page 53

કનકપુરના માથેથી મોટી ઘાત્ ટળી.. સ્કૂલના બાળકો માંડ બચ્યા….અદ્ભુત બચાવ….

0
ક્રાંતિ સમય

“બાળકો સાથે ભરેલી ઇકો ગાડી કંટ્રોલ ન થતાં દ્રેનેજની કુંડી માંથી કચરો કાઢતી મીની વ્હીકલ ટેમ્પો સાથે ભડાકા સાથે ઠોકી…. કોઈ જાનહાનિ નહિ….બાળકો ઘબરાયા…..

સચિન(પ્રતિનીધી): બાળકો સાથે ભરેલી ઇકો ગાડી કંટ્રોલ ન થતાં દ્રેનેજની કુંડી માંથી કચરો કાઢતી મીની વ્હીકલ ટેમ્પો ગાડી સાથે ભડાકા સાથે ઠોકી દેતા, તે અવાજથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતાં. ત્યારે આ બાળકો સાથે ઠોકાયેલ મીની વ્હીકલ ટેમ્પો ગાડી ભોંયભેગો થયો હતો. સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.

પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે અહી ચારે બાજુ મુખ્ય રોડ ની જેમ સ્પીડ બ્રેકર બહુજ જરૂરી છે જો આજે સ્પીડ બેકર હોતે તો આ ઘટના નહિ થતે કેમ કે બંને ગાડીઓની સ્પીડ ઓછી ધીમી હતે. આમ પણ સચિન કનકપુર ઘણાં દિવસથી અકસ્માત માં સપડાઈ ગયું છે. હજી એ શાહી સુકાઈ નથી. ત્યાં આજે ખોડીયાર માતાજીના મંદિર પાસે ચાર રસ્તા આવેલ છે અને હંમેશા ટ્રાફીકમાં જામ રહે છે. તે રોડ પર બાળકોની જાનહાનીની દુર્ઘટના થતી થતી રહી ગઈ, બની શકે માતા ખોડીયારે આ દુર્ઘટના ન થવા દીધી…

પરંતુ શાળાની ઇકો જેનો નંબર જી જે 15-CH-5025 છે જે જ્યારે સામે પક્ષે એસ એમ સી નાં ડ્રેનેજ લાઈન ની કુંડીઓ માંથી કચરો કાઢતો નાનો ટેમ્પો હતો. નંબર પ્લેટ પ્રમાણે ઇકો ટ્રાન્સપોર્ટ સર્વિસ વ્હિકલ દેખાતું નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે વાહન ચાલક ડ્રાઈવર પણ નાની ઉંમરનો દેખાતો છે. જેથી એની પાસે લાયસન્સ હશે કે નહિ એક પ્રશ્ન છે. જો કે સમય પર પોલીસ આવી ગઈ અને પોલીસ સ્ટેશને ડ્રાયવરને લઈ ગયા છે ત્યાંથી આગળની તપાસ થશે. પરંતુ એસ એમ સી નાં અધિકારીઓ દ્વારા હવે અહી તાત્કાલિક સ્પીડ બેકર ચારે બાજુ મૂકવામાં આવે તો આવા પ્રાણઘાતક અકસ્માત થતાં અટકી શકે એવી આમ પ્રજાએ માંગ પણ કરી છે. સદભાગ્યે મોટી ઘટના બનતા અટકી ગઈ છે. ઇકોનું કંટ્રોલ ગુમાવતા આ ઘટના ઘડી છે એવું સ્થાનિકોના કહેવું છે, છતાં માતા ખોડીયાર કૃપાથી બાળકોની જાનહાનિ થઈ નથી એ એક અદ્ભુત ચમત્કાર થયો કહેવાય……

સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માંથી ૩૫૦ કિલોનો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવતા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

0
ક્રાંતિ સમય

સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા ૩૫૦ કિલો(અંદાજિત કિ. રૂ.૨૦૭૨)નો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિગતો પ્રમાણે તા.૨૪/૧૨/૨૦૨૨ના રોજ સંયુકત ખેતી નિયામક(વિ.) સુરતની ટીમે સુચના ના આધારે સુરત જિલ્લાનાં સચીન GIDC ખાતે બપોરના ૧૨:૫૦ વાગે પ્લોટ નં. ૫૫૩૫, રોડ નંબર ૫૫, સચીન જી.આઇ.ડી.સી.ખાતે આવેલી રૂદ્રાક્ષ સિન્થેટિક્સ પ્રા.લી.માં નાયબ ખેતી નિયામક(વિ.) શ્રી સી.આર.પટેલ, મદદનીશ ખેતી નિયામક શ્રી આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ) શ્રી ડી.જે.હાંસોટિયા, સુરત સીટીના ખેતી અધિકારી શ્રી વી.આર.કોરાટ તથા કામરેજના ખેતી અધિકારીશ્રી વી.આર.બલદાણીયા તેમજ ખેતી અધિકારીશ્રી વી.આર.મેતલિયા સાથેની સંયુક્ત ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થળ તપાસ કરતા કંપનીમાં કલર સ્ટોરની અંદર GNFC કંપની દ્વારા ઉત્પાદિત ૪૫ કિલો ભરતી વાળી કંપની પેકિંગમાં ટેકનિક્લ યુરિયાની ૧૨ બેગ જોવા મળી હતી. બેગો ઉપર લાલ રંગના ચોરસ પટ્ટા દોરેલા જેમાં સફેદ રંગથી “TECTINICAL URELA બંન્ને બાજુ પ્રીન્ટ હતી તેમજ બેગ ઉપર કાળા આકારમાં TECHNICAL GRADE UREA FOR INDUSTRIAL USE ONLY પ્રિન્ટ તથા નીચે લાલ રંગમાં GNFC કંપનીની લોગો અને નામ પ્રીન્ટ હતી. કલર સ્ટોરમાં એક નાના કાળા રંગની પ્લાસ્ટીકની પીપ જેની ક્ષમતા અંદાજીત ૫૦ કિલો ખોલતા પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા (એક K″ ની આશરે કિંમત રૂપીયા ૫.૯૨) હોવાનું જણાતા કલર સ્ટોરની વધુ તપાસ કરતા બીજા પ્લાસ્ટીકના આવા જ પ્રકારના કુલ નંગ-૨૪ પીપો જોવા મળ્યા હતા. જેને એક પછી એક ખોલતા કાળા રંગના પ્લાસ્ટીકના પીપ કુલ નંગ-૮ માં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાયું હતું.

સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાની શંકાના આધારે તમામ નવ જેટલા નમુનાઓ બારડોલીની રાસાયણિક ખાતરની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે તમામ નમુનાઓ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ પૃથક્કણ અહેવાલો નીમ કોટેડ યુરીયા ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતા સરકારના સબસીડીયુકત ખેતવપરાશન અંગેનું નીમકોટેડ યુરીયા ખાતર હોવાનું ફલીત થયું હતું. આ અંગે તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ રૂદ્રાક્ષ સિન્થેટિકસ પ્રા.લી.ને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલ હતો. જેમાં કંપનીના ડિરેકટર મિતુલ મહેતાએ પૃથ્થકરણ અહેવાલો સાથે સહમત ન હોવાનું જણાવીને રીએનાલીસીસની માંગણી કરી હતી. જેથી આ સેમ્પલ ખેતી નિયામક( ગુ.રા.) દ્વારા એનાલીસીસ માટે પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આઠ નમુનાઓમાં નીમ ઓઈલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી સુરત સીટીના ખેતી અધિકારી શ્રી વિશાલ કોરાટે આ અંગે તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટીકસ ડિરેકટરશ્રી મિતુલ મહેતા તથા નિલેશભાઈ વિસાવે વિરૂધ્ધ સરકારના સબસીડીયુકત નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ગેરકાયદેસર વપરાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ સચીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર ડી.કે.સોલંકી કરી રહ્યા છે.

જામનગરમાં જર્જરિત ઈમારતે એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ લીધો, હાઉસિંગ બોર્ડની ૨૫ વર્ષ જુની ઈમારત અચાનક ધરાશાયી થઇ

0
ક્રાંતિ સમય

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. હજી વધુ લોકો દટાયા હોવાની આશંકાના પગલે હાલ ડોગ સ્કવોડની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા.

દુર્ઘટનામાં મૃતકોના નામ : મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ), જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ), શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ), દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ : કંચનબેન મનસુખભાઈ જોઈશર, પારુલબેન અમિતભાઈ જોઈશર, હિતાંષી જયપાલ, દેવીબેન, રાજુભાઈ ઘેલાભાઈ, આંકડો વધીને વધારે પણ હોઈ શકે છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં રોમિયોએ સ્કૂલ જતી વિદ્યાર્થિનીની છેડતી કરી, વિદ્યાર્થિનીએ બેલ્ટ વડે માર માર્યો

0
ક્રાંતિ સમય

અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો. આ સાથે વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે તેને માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોમિયો યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થિનીની પાછળ જઈને છેડતી કરી હતી, જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતાં રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ પણ છેડતીના બનાવ જોતાં તરત જ યુવકને રોકીને માર્યો હતો. જોકે આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ લોકોને આપવીતી જણાવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરૂ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઇ પાર્ક પાસે જ રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

વિદ્યાર્થિનીની માતાએ આ અંગે છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ આરોપી વિજયે ગઈકાલે વિદ્યાર્થિનીને ગિફ્ટ આપી હતી. આરોપીએ વિદ્યાર્થિનીને જાહેરમાં ‘આઈ લવ યુ’ કહીને શારીરિક અડપલાં પણ કર્યા હતા.

સુરતમાં સોમવારે વરાછા-કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે

0
ક્રાંતિ સમય

પૂર્વ ઝોન-એ (વરાછા) : અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ) : રેલ્વે સ્ટેશન દિલ્હી ગેટ થી ચોક બજાર, રાજમાર્ગ થી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા રામપુરા હરીપુરા, સૈયદપુરા ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ અને આજુબાજુના સમગ્ર વિસ્તાર કતારગામ ઝોન : કતારગામ દરવાજા,સુમુલ ડેરીસુમુલ ડેરી રોડ, અલકાપુરીગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો નહી મળશે.

સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન-એ(વરાછા) વિસ્તારમાં આવેલ ગીતાંજલી પેટ્રોલ પંપની સામે વરાછા મેઈન રોડ પર આવેલ વરાછા વોટર વર્કસ થી વરાછા ઝોન તથા સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં સપ્લાય કરતી હયાત પાણીની લાઈન લીકેજ થઈ છે. આ લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રી ના 11 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કામગીરીના કારણે વરાછા એ ઝોનના કેટલાક વિસ્તારમાં બપોરે આપવામાં આવતા પાણી પુરવઠો  મળશે નહીં. આવી જ રીતે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં આ લાઈન થી સાંજના સમયે પાણી પુરવઠો આપવામા આવે છે અને સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પાણી સાંજે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો સોમવારે આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.

સુરતના સાયન્સ સેન્ટરમાં શુઝ અને કપડાનો સેલનો કારોબાર, આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી આર્ટ ગેલેરીમાં જ કારોબાર

0
ક્રાંતિ સમય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવેલા સાયન્સ સેન્ટર અને આર્ટ ગેલેરીનો પાલિકાએ ધંધાદારી ઉપયોગ શરુ કરી દીધો છે. સુરત પાલિકાની આર્ટ ગેલેરીમાં માત્ર સુરતના જ નહીં પરંતુ અન્ય જગ્યાના કલાકારો પણ પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. આ આર્ટ ગેલેરીમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કલાનું પ્રદર્શન યોજાયું હતું અને સંખ્યાબંધ કલાકારોને પ્રોત્સાહન મળતું હતું. થોડા સમય પહેલાં જ આ આર્ટ ગેલેરીમાં રામાયણના દ્રષ્યો દ્વારા પ્રદર્શિત કર્યા હતા. આ કળા પ્રદર્શનને અનેક લોકો માણવા આવ્યા હતા. આ ઉપરાંત એક કલાકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્વાસ પેઈન્ટીંગ બનાવ્યા હતા તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

શહેરમાં વિવિધ કલાઓમાં નિપુર્ણ કલાને પ્રોત્સાહન આપવા તથા તેમની કલા માટે પ્રદર્શન યોજાય તે માટે સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં બનાવવામાં આવેલી આર્ટ ગેલેરી હવે સેલ ગેલેરી બનાવી દેવામાં આવી છે. પાલિકાના સાયન્સ સેન્ટરમાં આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી ગેલેરીમાં શુઝ અને કપડાનો એક્સપો (સેલ) શરૂ થઈ રહ્યો છે. પાલિકાએ કળાના બદલે ધંધાદારી સેલ શરૂ કરી દેવાતા આર્ટ ગેલેરીનો અર્થ બદલાઈ ગયો છે. થોડા સમય પહેલાં જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનાવેલા કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન હતું તે જગ્યાએ સમર ગારમેન્ટ અને શુઝ એક્સપો સેલ શરૂ થઈ રહ્યો છે.

સુરત પાલિકાના ભાજપ શાસકો અને તંત્રએ કલાને પ્રોત્સાહન આપવાના બદલે આર્ટ ગેલેરીનો ધંધાદારી ઉપયોગ શરૂ કરી દીધો છે. તા. ૨૪/૦૬/૨૦૨૩ થી આ આર્ટ ગેલેરીમાં બુટ-ચપ્પલ, લેડીઝ-જેન્ટસ અને કીડ્સ ગારમેન્ટ, બેડશીટ સહિતની વસ્તુના સેલ શરૂ થઈ રહ્યો છે. આર્ટ ગેલેરીનો આવો ધંધાદારી ઉપયોગ જોઈને કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના કામરેજમાં ગલતેશ્વર મંદિર પાસે નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા, 1નું મોત

0
ક્રાંતિ સમય

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. ત્રણ પૈકી બે યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. જ્યારે લાપતા થયેલા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરતના ડીંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પીયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ગત 21 જૂનના રોજ પીયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરમાં સ્વીમીંગ પુલમાં નાહવા ગયા હતા, પરંતુ સ્વીમીંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નાહવા ગયા હતા. જ્યાં પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણી સુધી પહોંચી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેથી બુમાબુમ થતા સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા. જયારે પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. લાંબી શોધખોળ બાદ પીયુષનો મૃતદેહ મળ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ પીયુષના પરિવારને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પીયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પીયુષના પિતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે તેને 14 વર્ષની નાની બહેન અને 7 વર્ષનો એક નાનો ભાઈ છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતમાં બે લક્ઝુરિયસ કારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, 2નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત

0
ક્રાંતિ સમય

સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બન્નેમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.  હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં 4 વર્ષની બાળકી પર મધરાત્રે દુષ્કર્મની ઘટના, નરાધમ ઝડપાયો 

0
ક્રાંતિ સમય

સુરતના હજીરા રોડના ઇચ્છાપોર સ્થિત આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં શ્રમજીવી પરિવારની નિંદ્રાધીન 4 વર્ષની બાળકીને અજાણ્યો યુવાન અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ કર્યાની ચોકાવનારી ઘટના બવા પામી છે. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર સુરતમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની બાળકીનો રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ આવતા પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો. દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયો હતો. બાળકીની હાલત જોતાં પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108 મારફતે સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે. બાળકીને ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી ICUમાં દાખલ કરાઈ છે. જોકે હાલ બાળકી બેભાન છે. ઈચ્છાપોર પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બાળકી પર દુષ્કર્મ આચરનાર શખસની ઓળખ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી પરિવાર પણ ચિંતામાં સરી પડ્યો છે. પોલીસે આરોપી અજય રાય ની 7 કલાકમાં જ ધરપકડ કરી લીધી છે. આરોપીની ઉમર 21 વર્ષ છે. આરોપી બાળકીના ઘરની નજીક જ રહેતો હતો. અવારનવાર બાળકી અને તેના પરિવારને મળતો હતો. બાળકી આરોપીને ઓળખતી હતી.

એરપોર્ટની સામે ડુમસ રોડ પર પાલિકાની કાર્યવાહી, ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મનું ડિમોલિશન

0
ક્રાંતિ સમય

સુરત એરપોર્ટથી ડુમસ રોડ તરફ ટીપી રોડને નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ટીપીને ધ્યાનમાં રાખીને રોડ ઉપર જે બાંધકામ હતા, તે પૈકીના કેટલાક બાંધકામને દૂર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મનો પણ કેટલોક ભાગ આવતા તેને પણ તોડી પાડીને દૂર કરાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. જેનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. હાલમાં જ ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરાતાં ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરાયો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતુ કે, અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પગલે માત્ર દીવાલ જ નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી છે. 

સુરત ડુમસ રોડ પર થતાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ડુમસ ગામ સહિતના વિસ્તારોને જોડતા કનેક્ટિવ રસ્તાઓને ખુલ્લા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતો રસ્તો સીધો ડુમસ મેઇન રોડથી ડુમસ બજારને જઇને મળે છે. રસ્તો ખુલ્લો કરવા માટે અઠવા ઝોન ‌દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મ હાઉસમાં આવેલી ખુલ્લી જગ્યા ઉપર પણ બાંધકામનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. ઝંખના પટેલ જયારે ધારાસભ્ય હતા ત્યારે મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પૂર્વધારાસભ્યના દબાણને પગલે ફાર્મનું ડિમોલિશન થઇ શક્યુ નહોવાનું પણ કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનો સંકોચ વગર એલાઈમેન્ટમાં આવતા ફાર્મ હાઉસનો ભાગ તોડી પાડ્યો છે