Home Blog Page 52

સુરતનાં ખટોદરા વિસ્તારમાં લોકોના હાથે મોબાઈલ સ્નેચર ચડી જતા માર માર્યો, બાદમાં લોકોએ બાઈક સળગાવી નાખી

0
ક્રાંતિ સમય

સુરત શહેરના ખટોદરામાં બાઈક પર બે મોબાઈલ સ્નેચર આવીને હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક સ્નેચર ગાડી પરથી પડતાની સાથે જ નાસી જવામાં સફળ થયો હતો. જયારે બીજો છટકવામાં અસફળ રહેતા તેને લોકોએ ને માર માર્યો હતો. તેની ગાડી ત્યાં જ છોડી દેતા લોકોએ રોષમાં આવીને તેની બાઈક સળગાવી નાખી હતી.

આ સંપૂર્ણ ઘટના રાયકા સર્કલ પાસે સવાર ના સમય બની હતી. મોટાભાગના મોબાઈલ સ્નેચરો સવાર અને રાત ના સમય સક્રિય થાય છે. ઓવરસ્પીડ બાઈક લઈને આવે અને વ્યક્તિના હાથમાં થી મોબાઈલ લઈને ફરાર થઈ જાય છે. ઘણી વખત ઊભા ઊભા ફોન પર વાત કરતા અથવા તો ઘણી વખત ચાલુ ગાડીએ પણ ફોન પર વાત કરનારના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે. મોબાઈલ લઈને ફિલ્મી ઢબે એટલી ઝડપથી ફરાર થઈ જાય છે કે, તેઓ કોઈના હાથમાં પણ આવતા નથી.

તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાન

0
ક્રાંતિ સમય

સુરત, તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે તા.૨૫/૦૬/૨૦૨૩ નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં ૩૧ અંગદાનની ઘટનામાં કુલ ૧૦૦ અંગોનું દાન થયું છે. અંગદાનની બે ઘટનાઓની વિગતો અનુસાર મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની ૪૫ વર્ષીય અરવિંદ રામચંદ્ર મહંતો મહારાષ્ટ્રના દાંડીપાડા, પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. ગત તા.૧૩મીએ તેઓ બિમાર હતા, એ દરમિયાન બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા. જેથી સ્થાનિક હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે તા.૧૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તા.૨૪મીએ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાય હતા.

આ ઉપરાંત, બીજી ઘટનામાં મૂળ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની અને હાલ તાપી જિલ્લાના વાઘજરી ગામ, ડેરી ફળીયા ખાતે રહેતા ૩૭ વર્ષીય મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડા કડીયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ ગત તા.૨૨મીએ રાત્રિ દરમિયાન મજૂરી કામ અર્થે કડોદ ગામ ગયા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા પર ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા આસપાસ કપુરા ગામ નજીક ટ્રકે સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેથી તાત્કાલિક સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે તા.૨૩મીએ સુરતની નવી સિવિલમાં રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તા.૨૪મીએ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બંને પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.

તા.૨૫/૦૬/૨૦૨૩ નાં રોજ બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ, છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું. સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરો ફિઝિશીયન ડો. પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો.હરિન મોદી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ એક સાથે ૩૦મું અને ૩૧મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું. આમ, તા.૨૫મી જૂન- સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો છે

સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યાં બાદ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકી

0
ક્રાંતિ સમય

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યાં બાદ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સરથાણા વિસ્તારમાં રહેતી સગીરા 8 મહિના અગાઉ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા બારડોલીના બાબેન ગામે ગોપાલનગરમાં રહેતા મિહિર રાજુભાઇ પાઠકના સંપર્કમાં આવી હતી.

સોશિયલ મીડિયા દ્વારા બંને વચ્ચે મિત્રતા બાદ ­પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ ગત તા.1 જાન્યુઆરીના રોજ મિહિર સગીરાને ભગાડી ગયો હતો. તે સમયે પરિજનોએ સગીરાના સમાજમાં બદનામીના ડરથી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જેનો લાભ ઉઠાવી મિહિરે પણ કિશોરીને ભગાડી ગયા બાદ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે મિહિરે તેણીના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઇડી ના પાસવર્ડ પણ મેળવી લીધા હતા.

બાદમાં બંને વચ્ચે કોઇ કારણોસર અણબનાવ થતા સગીરા તેની માતા પાસે પરત આવી ગઇ હતી અને હકીકત જણાવી હતી. સમાજમાં બદનામીના ડરના કારણે આ પરિવારે કોઈ ફરિયાદ કરી ન હતી. જેથી મિહિરે આ સમયનો પુરો ફાયદો ઉઠાવી સગીરાને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરવાની સાથે તેણીની સાથેના ફોટાઓ સગીરાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇડીમાં અપલોડ કરી તેણીને બદનામ કરતો હતો. ઍટલું જ નહીં મિહીર કિશોરીના ફેસબુકમાં લાઇવ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જેથી આખરે કિશોરીની માતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિહિર પાઠક સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એરોડ્રમ વિભાગ દ્વારા જરૂરી સર્વે કરાયા બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોને છેલ્લા ચાર મહિનામાં અંદાજીત 14 જેટલી નોટિસ અપાઇ

0
ક્રાંતિ સમય

સુરત એરપોર્ટના નવા ડિરેક્ટર રૂપેશકુમાર લોહાનીએ લાલઆંખ કરી છે અને ફ્લાઇટને ટેકઓફ તેમજ લેન્ડીંગને લઇને ઓબસ્ટ્રેકલમાં જે પણ બિલ્ડિંગો નડતરરૂપ હોય તે અંગે એરોડ્રમ વિભાગ દ્વારા જરૂરી સર્વે કરાયા બાદ છેલ્લા ચાર મહિનામાં અંદાજીત 14 જેટલી બિલ્ડિંગોને નોટિસ અપાઇ હોવાની વિગતો મળી છે. સુરત એરપોર્ટનો જ્યારે વિકાસ થયો ન હતો તે સમય દરમિયાન વેસુ વિસ્તારમાં બિલ્ડરો અને સ્થાનિક તંત્રના મેળાપીપણામાં એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર જ ઊંચી હાઇરાઇઝ બિલ્ડિંગો તાણી દેવાઇ હતી. જેનુ નુકસાન આજે પણ સુરત એરપોર્ટ ભોગવી રહ્યું છે. હયાત 2800 મીટરના રનવેની સામે 650 મીટરનો રન-વે બાદ કરીને હાલમાં માત્ર 2250 મીટર જ રનવેનો ઉપયોગ થઇ રહ્યો છે. 2006થી લઇને 2014 સુધીના 7 વર્ષના સમયગાળા દરમિયાન એરપોર્ટ ઓથોટિરીની પણ બેદરકારીને કારણે ઓબસ્ટ્રેકલ સર્વે કરાયો જ ન હતો અને તે જ કારણોસર આ મોટી બિલ્ડિંગો બની ગઇ હતી. હાલમાં આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

કનકપુરના માથેથી મોટી ઘાત્ ટળી.. સ્કૂલના બાળકો માંડ બચ્યા….અદ્ભુત બચાવ….

0
ક્રાંતિ સમય

“બાળકો સાથે ભરેલી ઇકો ગાડી કંટ્રોલ ન થતાં દ્રેનેજની કુંડી માંથી કચરો કાઢતી મીની વ્હીકલ ટેમ્પો સાથે ભડાકા સાથે ઠોકી…. કોઈ જાનહાનિ નહિ….બાળકો ઘબરાયા…..

સચિન(પ્રતિનીધી): બાળકો સાથે ભરેલી ઇકો ગાડી કંટ્રોલ ન થતાં દ્રેનેજની કુંડી માંથી કચરો કાઢતી મીની વ્હીકલ ટેમ્પો ગાડી સાથે ભડાકા સાથે ઠોકી દેતા, તે અવાજથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતાં. ત્યારે આ બાળકો સાથે ઠોકાયેલ મીની વ્હીકલ ટેમ્પો ગાડી ભોંયભેગો થયો હતો. સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.

પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે અહી ચારે બાજુ મુખ્ય રોડ ની જેમ સ્પીડ બ્રેકર બહુજ જરૂરી છે જો આજે સ્પીડ બેકર હોતે તો આ ઘટના નહિ થતે કેમ કે બંને ગાડીઓની સ્પીડ ઓછી ધીમી હતે. આમ પણ સચિન કનકપુર ઘણાં દિવસથી અકસ્માત માં સપડાઈ ગયું છે. હજી એ શાહી સુકાઈ નથી. ત્યાં આજે ખોડીયાર માતાજીના મંદિર પાસે ચાર રસ્તા આવેલ છે અને હંમેશા ટ્રાફીકમાં જામ રહે છે. તે રોડ પર બાળકોની જાનહાનીની દુર્ઘટના થતી થતી રહી ગઈ, બની શકે માતા ખોડીયારે આ દુર્ઘટના ન થવા દીધી…

પરંતુ શાળાની ઇકો જેનો નંબર જી જે 15-CH-5025 છે જે જ્યારે સામે પક્ષે એસ એમ સી નાં ડ્રેનેજ લાઈન ની કુંડીઓ માંથી કચરો કાઢતો નાનો ટેમ્પો હતો. નંબર પ્લેટ પ્રમાણે ઇકો ટ્રાન્સપોર્ટ સર્વિસ વ્હિકલ દેખાતું નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે વાહન ચાલક ડ્રાઈવર પણ નાની ઉંમરનો દેખાતો છે. જેથી એની પાસે લાયસન્સ હશે કે નહિ એક પ્રશ્ન છે. જો કે સમય પર પોલીસ આવી ગઈ અને પોલીસ સ્ટેશને ડ્રાયવરને લઈ ગયા છે ત્યાંથી આગળની તપાસ થશે. પરંતુ એસ એમ સી નાં અધિકારીઓ દ્વારા હવે અહી તાત્કાલિક સ્પીડ બેકર ચારે બાજુ મૂકવામાં આવે તો આવા પ્રાણઘાતક અકસ્માત થતાં અટકી શકે એવી આમ પ્રજાએ માંગ પણ કરી છે. સદભાગ્યે મોટી ઘટના બનતા અટકી ગઈ છે. ઇકોનું કંટ્રોલ ગુમાવતા આ ઘટના ઘડી છે એવું સ્થાનિકોના કહેવું છે, છતાં માતા ખોડીયાર કૃપાથી બાળકોની જાનહાનિ થઈ નથી એ એક અદ્ભુત ચમત્કાર થયો કહેવાય……

સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માંથી ૩૫૦ કિલોનો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવતા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

0
ક્રાંતિ સમય

સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા ૩૫૦ કિલો(અંદાજિત કિ. રૂ.૨૦૭૨)નો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિગતો પ્રમાણે તા.૨૪/૧૨/૨૦૨૨ના રોજ સંયુકત ખેતી નિયામક(વિ.) સુરતની ટીમે સુચના ના આધારે સુરત જિલ્લાનાં સચીન GIDC ખાતે બપોરના ૧૨:૫૦ વાગે પ્લોટ નં. ૫૫૩૫, રોડ નંબર ૫૫, સચીન જી.આઇ.ડી.સી.ખાતે આવેલી રૂદ્રાક્ષ સિન્થેટિક્સ પ્રા.લી.માં નાયબ ખેતી નિયામક(વિ.) શ્રી સી.આર.પટેલ, મદદનીશ ખેતી નિયામક શ્રી આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ) શ્રી ડી.જે.હાંસોટિયા, સુરત સીટીના ખેતી અધિકારી શ્રી વી.આર.કોરાટ તથા કામરેજના ખેતી અધિકારીશ્રી વી.આર.બલદાણીયા તેમજ ખેતી અધિકારીશ્રી વી.આર.મેતલિયા સાથેની સંયુક્ત ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થળ તપાસ કરતા કંપનીમાં કલર સ્ટોરની અંદર GNFC કંપની દ્વારા ઉત્પાદિત ૪૫ કિલો ભરતી વાળી કંપની પેકિંગમાં ટેકનિક્લ યુરિયાની ૧૨ બેગ જોવા મળી હતી. બેગો ઉપર લાલ રંગના ચોરસ પટ્ટા દોરેલા જેમાં સફેદ રંગથી “TECTINICAL URELA બંન્ને બાજુ પ્રીન્ટ હતી તેમજ બેગ ઉપર કાળા આકારમાં TECHNICAL GRADE UREA FOR INDUSTRIAL USE ONLY પ્રિન્ટ તથા નીચે લાલ રંગમાં GNFC કંપનીની લોગો અને નામ પ્રીન્ટ હતી. કલર સ્ટોરમાં એક નાના કાળા રંગની પ્લાસ્ટીકની પીપ જેની ક્ષમતા અંદાજીત ૫૦ કિલો ખોલતા પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા (એક K″ ની આશરે કિંમત રૂપીયા ૫.૯૨) હોવાનું જણાતા કલર સ્ટોરની વધુ તપાસ કરતા બીજા પ્લાસ્ટીકના આવા જ પ્રકારના કુલ નંગ-૨૪ પીપો જોવા મળ્યા હતા. જેને એક પછી એક ખોલતા કાળા રંગના પ્લાસ્ટીકના પીપ કુલ નંગ-૮ માં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાયું હતું.

સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાની શંકાના આધારે તમામ નવ જેટલા નમુનાઓ બારડોલીની રાસાયણિક ખાતરની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે તમામ નમુનાઓ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ પૃથક્કણ અહેવાલો નીમ કોટેડ યુરીયા ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતા સરકારના સબસીડીયુકત ખેતવપરાશન અંગેનું નીમકોટેડ યુરીયા ખાતર હોવાનું ફલીત થયું હતું. આ અંગે તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ રૂદ્રાક્ષ સિન્થેટિકસ પ્રા.લી.ને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલ હતો. જેમાં કંપનીના ડિરેકટર મિતુલ મહેતાએ પૃથ્થકરણ અહેવાલો સાથે સહમત ન હોવાનું જણાવીને રીએનાલીસીસની માંગણી કરી હતી. જેથી આ સેમ્પલ ખેતી નિયામક( ગુ.રા.) દ્વારા એનાલીસીસ માટે પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આઠ નમુનાઓમાં નીમ ઓઈલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી સુરત સીટીના ખેતી અધિકારી શ્રી વિશાલ કોરાટે આ અંગે તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટીકસ ડિરેકટરશ્રી મિતુલ મહેતા તથા નિલેશભાઈ વિસાવે વિરૂધ્ધ સરકારના સબસીડીયુકત નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ગેરકાયદેસર વપરાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ સચીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર ડી.કે.સોલંકી કરી રહ્યા છે.

જામનગરમાં જર્જરિત ઈમારતે એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ લીધો, હાઉસિંગ બોર્ડની ૨૫ વર્ષ જુની ઈમારત અચાનક ધરાશાયી થઇ

0
ક્રાંતિ સમય

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. હજી વધુ લોકો દટાયા હોવાની આશંકાના પગલે હાલ ડોગ સ્કવોડની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા.

દુર્ઘટનામાં મૃતકોના નામ : મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ), જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ), શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ), દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ : કંચનબેન મનસુખભાઈ જોઈશર, પારુલબેન અમિતભાઈ જોઈશર, હિતાંષી જયપાલ, દેવીબેન, રાજુભાઈ ઘેલાભાઈ, આંકડો વધીને વધારે પણ હોઈ શકે છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં રોમિયોએ સ્કૂલ જતી વિદ્યાર્થિનીની છેડતી કરી, વિદ્યાર્થિનીએ બેલ્ટ વડે માર માર્યો

0
ક્રાંતિ સમય

અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને પકડીને બરાબરનો ધોઈ નાંખ્યો હતો. આ સાથે વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે તેને માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોમિયો યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થિનીની પાછળ જઈને છેડતી કરી હતી, જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતાં રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ પણ છેડતીના બનાવ જોતાં તરત જ યુવકને રોકીને માર્યો હતો. જોકે આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ લોકોને આપવીતી જણાવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરૂ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઇ પાર્ક પાસે જ રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

વિદ્યાર્થિનીની માતાએ આ અંગે છેડતી અને પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ આરોપી વિજયે ગઈકાલે વિદ્યાર્થિનીને ગિફ્ટ આપી હતી. આરોપીએ વિદ્યાર્થિનીને જાહેરમાં ‘આઈ લવ યુ’ કહીને શારીરિક અડપલાં પણ કર્યા હતા.

સુરતમાં સોમવારે વરાછા-કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે

0
ક્રાંતિ સમય

પૂર્વ ઝોન-એ (વરાછા) : અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ) : રેલ્વે સ્ટેશન દિલ્હી ગેટ થી ચોક બજાર, રાજમાર્ગ થી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા રામપુરા હરીપુરા, સૈયદપુરા ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ અને આજુબાજુના સમગ્ર વિસ્તાર કતારગામ ઝોન : કતારગામ દરવાજા,સુમુલ ડેરીસુમુલ ડેરી રોડ, અલકાપુરીગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો નહી મળશે.

સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન-એ(વરાછા) વિસ્તારમાં આવેલ ગીતાંજલી પેટ્રોલ પંપની સામે વરાછા મેઈન રોડ પર આવેલ વરાછા વોટર વર્કસ થી વરાછા ઝોન તથા સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં સપ્લાય કરતી હયાત પાણીની લાઈન લીકેજ થઈ છે. આ લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રી ના 11 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કામગીરીના કારણે વરાછા એ ઝોનના કેટલાક વિસ્તારમાં બપોરે આપવામાં આવતા પાણી પુરવઠો  મળશે નહીં. આવી જ રીતે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં આ લાઈન થી સાંજના સમયે પાણી પુરવઠો આપવામા આવે છે અને સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પાણી સાંજે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો સોમવારે આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.

સુરતના સાયન્સ સેન્ટરમાં શુઝ અને કપડાનો સેલનો કારોબાર, આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી આર્ટ ગેલેરીમાં જ કારોબાર

0
ક્રાંતિ સમય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવેલા સાયન્સ સેન્ટર અને આર્ટ ગેલેરીનો પાલિકાએ ધંધાદારી ઉપયોગ શરુ કરી દીધો છે. સુરત પાલિકાની આર્ટ ગેલેરીમાં માત્ર સુરતના જ નહીં પરંતુ અન્ય જગ્યાના કલાકારો પણ પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. આ આર્ટ ગેલેરીમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કલાનું પ્રદર્શન યોજાયું હતું અને સંખ્યાબંધ કલાકારોને પ્રોત્સાહન મળતું હતું. થોડા સમય પહેલાં જ આ આર્ટ ગેલેરીમાં રામાયણના દ્રષ્યો દ્વારા પ્રદર્શિત કર્યા હતા. આ કળા પ્રદર્શનને અનેક લોકો માણવા આવ્યા હતા. આ ઉપરાંત એક કલાકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્વાસ પેઈન્ટીંગ બનાવ્યા હતા તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

શહેરમાં વિવિધ કલાઓમાં નિપુર્ણ કલાને પ્રોત્સાહન આપવા તથા તેમની કલા માટે પ્રદર્શન યોજાય તે માટે સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં બનાવવામાં આવેલી આર્ટ ગેલેરી હવે સેલ ગેલેરી બનાવી દેવામાં આવી છે. પાલિકાના સાયન્સ સેન્ટરમાં આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી ગેલેરીમાં શુઝ અને કપડાનો એક્સપો (સેલ) શરૂ થઈ રહ્યો છે. પાલિકાએ કળાના બદલે ધંધાદારી સેલ શરૂ કરી દેવાતા આર્ટ ગેલેરીનો અર્થ બદલાઈ ગયો છે. થોડા સમય પહેલાં જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનાવેલા કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન હતું તે જગ્યાએ સમર ગારમેન્ટ અને શુઝ એક્સપો સેલ શરૂ થઈ રહ્યો છે.

સુરત પાલિકાના ભાજપ શાસકો અને તંત્રએ કલાને પ્રોત્સાહન આપવાના બદલે આર્ટ ગેલેરીનો ધંધાદારી ઉપયોગ શરૂ કરી દીધો છે. તા. ૨૪/૦૬/૨૦૨૩ થી આ આર્ટ ગેલેરીમાં બુટ-ચપ્પલ, લેડીઝ-જેન્ટસ અને કીડ્સ ગારમેન્ટ, બેડશીટ સહિતની વસ્તુના સેલ શરૂ થઈ રહ્યો છે. આર્ટ ગેલેરીનો આવો ધંધાદારી ઉપયોગ જોઈને કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.