Home Blog Page 4

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર

0
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર

આક્ષેપ છે કે પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવણેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે.

સુરતમ,નાગસેન નગરનો રહેવાસી સુનિલ રમેશ સોનવણે (ઉ.વ. 32) છેલ્લા કેટલાક સમયથી દારૂના વ્યસનની લપેટમાં આવી ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, દારૂની લતને કારણે તેની તબિયત સતત લથડતી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વધુ પડતા દારૂના સેવનને કારણે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન સુનિલનું કરુણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સામાન્ય રીતે કોઈના મૃત્યુ બાદ સ્મશાનયાત્રામાં શોકનું મોજું હોય છે, પરંતુ સુનિલના કિસ્સામાં શોકની સાથે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે સુનિલનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ સુનિલના મૃતદેહની સામે જ ‘દારૂ કા અડ્ડા બંધ કરો’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય પ્રશાસન અને પોલીસ માટે શરમજનક હતું કે જ્યાં એક યુવાનનું શબ પડ્યું છે, ત્યાં લોકોએ ન્યાય અને દારૂબંધી માટે બૂમો પાડવી પડી રહી છે.

સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

0
સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

સુરત, સચીન માં તાજી જન્મેલી ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ માસૂમ બાળકીઓ કડકડતી ઠંડીમાં ત્યજાયેલી મળી હતી. કમનસીબે મોત નીપજ્યા છે.હૃદયદ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે. અહીં થી જતી નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી. જનેતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે, જેથી કડી મળી શકે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

સુરત જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સ્કૂલોની માન્યતાનું કૌભાંડ સામે આવ્યું

0
સુરત જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સ્કૂલોની માન્યતાનું કૌભાંડ સામે આવ્યું

પૂર્વ ડીઈઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની આશંકા.

ગોડાદરા,ડીંડોલી,વરાછા,ઉધના, લીંબાયત માં વાર્ષિક નિરીક્ષક દરમિયાન કૌભાંડ બહાર આવ્યું.

સુરત, સુરત ડીઇઓ કચેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં રેકોર્ડ સાથે ચેડાં કરી ને કરોડોના કૌભાંડની અધિકારીઓ/કર્મચારીઓ અને સ્કુલ ના સંચાલકોએ મળી ને કર્યા છે. કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે. કૌભાંડમાં કચેરીના જ પાંચેક કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા. તેઓ પૂર્વ ડીઇઓની બોગસ સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરતા હતા

21 શાળાની માન્યતા રદ કરવામાં આવી,80 જેટલી શાળાની કરવામાં આવી રહી તપાસ

વધુ 50 જેટલ શાળા ની માન્યતા રદ કરવા રીપોર્ટ તૈયાર કરાયો.

 સ્કૂલો વર્ષોથી બંધ થઈ ગઈ હોય તેની ફાઇલોનો ઉપયોગ કરવામાં આવતો. આ બંધ સ્કૂલના જૂના રેકોર્ડમાં ફેરફાર કરીને તેની માન્યતા મોંઘા ભાવે નવા સંચાલકોને વેચાતી હતી. સ્કૂલ સંચાલકો સાથે ગેરકાયદેસર ફેરફારની ડીલ કરવામાં આવતી અને આ કામ પાર પાડવા માટે મસમોટી રકમ (લાંચ) નક્કી કરવામાં આવતી.કૌભાંડીઓએ અગાઉ ફરજ બજાવી ગયેલા જિલ્લા શિક્ષણાધિકારીઓ દીપક દરજી અને યુ.એન. રાઠોડની સહીઓનું રબર સ્ટેમ્પ અથવા ડિજિટલ સ્વરૂપ તૈયાર કર્યું હતા. જેથી તમામ રિપોર્ટ ઉપર કોઈ ને શંકાસ્પદ ન લગે થી જીલ્લા અધિકારી દ્વારા તપાસ કર્તા ડૉ ભગીરથસિંહ પરમાર (DEO, સુરત) દ્વારા કાયદેસર તપાસ કરવામાં આવી રહ્યા છે.

પ્રેમીએ ગર્લફ્રેન્ડને પીટીને મારી નાખી, આરોપીની પણ હાર્ટ એટેકથી કસ્ટડીમાં મોતથી ચર્ચાઓ

0
પ્રેમીએ ગર્લફ્રેન્ડને પીટીને મારી નાખી, આરોપીની પણ હાર્ટ એટેકથી કસ્ટડીમાં મોતથી ચર્ચાઓ

મોરબીમાં લિવ-ઇનનો ખૌફનાક અંત.

ગુજરાતના મોરબી જિલ્લામાં એક રોમાંચ ઊભો કરી દે તેવી ઘટના સામે આવી છે,ગુજરાતના મોરબીમાં 3 મહિનાથી લિવ-ઇનમાં રહેલા પ્રેમી-પ્રેમિકામાં થયેલા ઝગડામાં પ્રેમીએ પોતાની 20 વર્ષની પ્રેમિકા ની બેલ્ટ અને લાકડીથી પીટીને હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપી પ્રેમીનું પણ પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછ દરમિયાન હાર્ટ એટેકથી મોત થઈ ગયું.બંને એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે.

અચાનક વધેલો ઝગડો બન્યો ખતરનાક

ઘટના મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલા ફેક્ટરી ક્વાર્ટરની છે. અહીં મધ્ય પ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેની પ્રેમિકા પુષ્પા દેવી મરાવી વચ્ચે રાત્રે કોઈ વાતને લઈને ગંભીર વિવાદ થયો. ઝગડો એટલો વધી ગયો કે આરોપીએ બેલ્ટ, લાકડી અને હાથોથી હુમલો કરીને યુવતીની જાન લઈ લીધી.

ચહેરા પર કાપવાના નિશાન, પોસ્ટમોર્ટમમાં બહાર આવી ક્રૂરતા

પોલીસ મુજબ યુવતીના શરીર પર અનેક પિટાઈના નિશાન મળ્યા. ચહેરા અને ગાલ પર પણ તાજા કાપાના ઘા જોવા મળ્યા. ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે અતિશય પિટાઈ, તીવ્ર પીડા અને ગંભીર શારીરિક ઇજાઓને કારણે યુવતીનું મોત થયું. ઘટનાસ્થળની સ્થિતિ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ.

હત્યાની કબૂલાત પછી આરોપીની ધરપકડ

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નરેન્દ્રસિંહને કસ્ટડીમાં લીધો. પૂછપરછમાં આરોપીએ તરત જ યુવતીની હત્યા કર્યાની કબૂલાત કરી. પછી પોલીસ તેને થાણે લઈને આવી જ્યાં આગળની પૂછપરછની તૈયારી થઈ રહી હતી.

પૂછપરછ દરમિયાન અચાનક બગડી તબિયત, હોસ્પિટલમાં મોત

થાણામાં પૂછપરછ દરમિયાન વહેલી સવારના આશરે 4 વાગ્યે આરોપીને અચાનક છાતીમાં ભારે દુખાવો થયો અને તે ફર્શ પર પડી ગયો. પોલીસએ તરત જ તેને મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવાયું છે.

કસ્ટડીમાં મોતથી ચર્ચાઓ તેજ, પોલીસએ તપાસ ઝડપી

આરોપીની કસ્ટડી દરમિયાન થયેલી મોત બાદ નવા પ્રશ્નો ઊભા થયા છે. હવે પોલીસ યુવતીની હત્યા અને આરોપીની કસ્ટડીમાં મોત – બંને મુદ્દાઓની ઊંડી તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ પાસો અવગણવામાં નહીં આવે. પોલીસ હવે શોધી રહી છે કે અંતે એવું શું થયું કે બંને વચ્ચેનો વિવાદ ક્રૂર હત્યા સુધી પહોંચી ગયો. સાથે જ આરોપીની તબિયત અચાનક બગડવાની પણ વિગતવાર તપાસ થઈ રહી છે.

કામરેજમાં એ.સી.બી. એ લાંચ લેતા બે ને રંગેહાથ પકડ્યો

0
કામરેજમાં એ.સી.બી. એ લાંચ લેતા બે ને રંગેહાથ પકડ્યો

ફરીયાદીએ પોતાની માલિકીની જમીનમાં કોમર્શીયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે દ.ગુ.વીજ કંપની લિ. કઠોર સબ ડિવીઝનની કચેરી ખાતે અરજી કરેલી. જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૭૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો.

આરોપી

(૧) સંતોષભાઇ ભગવાનભાઇ સોનવણે ઉ.વ.૪૮, હોદ્દો.સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, કઠોર સબ ડિવીઝન, દ.ગુ.વીજ. કંપની, કઠોર, સુરત

(૨) ભરતભાઇ રમણીકભાઇ સાવલીયા, પ્રજાજન (લેબર કોન્ટ્રાક્ટર)

#krantisamay#krantisamaynews#surat#suratcity#kamrej#acb

સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની

0
સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની

સુરત સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસે ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા છે.ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની

સુરતના રીંગરોડ થી સહારા દરવાજા ઉતરતા બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત

0
સુરતના રીંગરોડ થી સહારા દરવાજા ઉતરતા બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત

બસ ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

બસ ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડર તૂટી ગઈ.

સુરતના સહારા દરવાજા નજીક રિંગરોડ પરના ફ્લાય ઓવર બ્રિજ પર BRTS બસ અકસ્માતનો ભોગ બની છે. બસ જ્યારે બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે ડ્રાઈવરે કોઈ કારણોસર કાબૂ ગુમાવતા બસ બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે રેલિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. બસ રેલિંગ તોડીને બ્રિજ નીચે ખાબકતા ખાબકતા માંડ માંડ બચી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

સચિન GIDC વિસ્તારમાં ‘શંકર જ્વેલર્સ’ શોપમાં ચોરીની ઘટના

0
સચિન GIDC વિસ્તારમાં ‘શંકર જ્વેલર્સ’ શોપમાં ચોરીની ઘટના

પોલીસ નાઈટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો?

સુરત,સચીન જીઆઇડીસી ખાતે આવેલ ‘શંકર જ્વેલર્સ’ નામ ની જવેલરી શોપ માં ચોરી ઘટના સામે આવી. મળતી માહિતી પ્રમાણે ઘટના મધ્યરાત્રીએ બન્યા હોવાથી ઘટના સ્થળ ઉપર પુલીસ ફરીયાદ ના આધરે તપાસ શરુ કરી છે.‘શંકર જ્વેલર્સ’ની લોખંડી ગ્રીલ કાપીને ચોરો દુકાનમાં ઘૂસ્યા. CCTV નો DVR, સોનાનું વજન કાંટું, આશરે 1500 ગ્રામ ચાંદી અને 3–4 ગ્રામ સોનું ચોરી થયા હોવાનું પ્રાથમિક માહિતી મળી હોવાથી માહિતી મળતા જ સચિન GIDC પોલીસે સ્થળ પર પહોંચી કેસ નોંધ્યો. અને તપાસ શુરુ કરી છે.

સચિન જી.આઇ.ડી.સી વિસ્તારના નીલકંઠ રેસીડેન્સીમાં આવેલ શંકર જવેલર્સમાં થઈ ચોરી ઘટના મી જાણ થતા સચિન જી.આઇ.ડી.સી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

કારમાં ચોરખાનો બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

0

સચીન પોલીસે બ્રેઝા કારમાંથી વિદેશી દારૂ ની 240 બોટલ સહિત બે આરોપીઓને ઝડપી કુલ 6 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત ક્રાઇમ બ્રાંચે વેપારી તરીકેનો સ્વાંગ રચી કરોડોની ઠગાઇ કરનાર દંપતીને ઝડપી પાડયો

0
સુરત ક્રાઇમ બ્રાંચે વેપારી તરીકેનો સ્વાંગ રચી કરોડોની ઠગાઇ કરનાર દંપતીને ઝડપી પાડયો

દંપતીએ બે કરોડ થી વધુ નું ચીંટીગ કરેલા

સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જ એક ઠગ જોડી સક્રિય હતી. વેપારીઓનો વિશ્વાસ જીતી, કરોડો રૂપિયાનો માલ સગેવગે કરી ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ-પત્નીની જોડીને આખરે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસથી પત્નીને બચાવવા પતિએ પત્નીને ‘એડ્સ’નું બહાનું બનાવ્યું હતું. આ દંપતીએ સુરત અને મુંબઈના વેપારીઓને અંદાજે 2.45 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે.