Home Blog Page 3

ઈજાગ્રસ્ત વ્યકિતને માર ખાધા બાદ કલાકો સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો બાબત ના આક્ષેપો

0
ઈજાગ્રસ્ત વ્યકિતને માર ખાધા બાદ કલાકો સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો બાબત ના આક્ષેપો

CCTV વાયરલ થતા સચિન GIDC પુલીસ કાર્યવાહી કરી

20 લોકોનું ટોળું પાઈપ-લાકડીથી યુવક પર તૂટી પડયું હતું.

ભોગ બનનાર અંકુરસિંહે સચિન GIDC પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સચીન ખાતે તલંગપુર રોડ ઉપર આવેલી શિવાંજલી સોસાયટીમાં ગત 22 ડિસેમ્બરના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ એક CCTV વાયરલ થયો હતો જેમાં એક હચમચાવી દે તેવી ઘટના બની હતી. જૂની અદાવતનો ખાર રાખીને અંકુરસિંહ નામના કામદાર યુવક પર 15થી 20 જેટલા શખ્સોએ લાકડાના દંડા અને પાઈપ વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, અંકુરસિંહ સોસાયટીમાં શાંતિથી બેઠો હતો, ત્યારે અચાનક લાકડાના દંડાથી સજ્જ 15થી 20 જેટલા યુવાનોનું ટોળું તેના પર ત્રાટકે છે. અંકુરસિંહને કઈ સમજાય તે પહેલા જ આરોપીઓ તેના પર તૂટી પડે છે અને એક પછી એક લાકડીઓના ફટકા મારવા લાગે છે. હુમલો એટલો ગંભીર હતો કે અંકુરસિંહનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો જેથી તે કોઈને મદદ માટે ફોન ન કરી શકે.ફરીયાદીનો આક્ષેપ છે કે ઘટના 22 ડિસેમ્બરની છે અને ફરિયાદ 24 ડિસેમ્બરના રોજ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનનાર અંકુરસિંહે સચિન GIDC પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ઘટના બાબત માં સચિન GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહ ગોહિલે આ આરોપોને નકારી કાઢ્યા છે.આ ઘટના જૂની અદાવતમાં બની છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવું માહિતી પુલીસ વિભાગ તરફ થી જાહેર કરવામાં આવેલ છે.

ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો

0
ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો

ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો.

હોટલની ફાયર NOCના બદલામાં 1 લાખની માગણી કરી

એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-3 અધિકારી ઇશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

સુરત ACBની ટીમે મુગલીસરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.ACB દ્વારા સ્થળ પરથી લાંચની 1 લાખની પૂરેપરી રકમ રિકવર કરવામાં આવી છે. આરોપી ઇશ્વર પટેલ (ઉ.વ. 48) સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો. સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી ACB પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરને એ.સી.બી. એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો

0
ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરને એ.સી.બી. એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો

જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં લાંચ માંગી હતી

સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી.વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉ.વ. 38) એ 10,000 ની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.



સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો

0
ઈજાગ્રસ્ત વ્યકિતને માર ખાધા બાદ કલાકો સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો બાબત ના આક્ષેપો

સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અદાવતના કારણે યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસની કાર્યવાહી પર મૌન સેવાતું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાંક ઇસમોએ એક યુવક પર લાકડાં અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો છે. છતાં પણ કડક કાર્યવાહી કરવાના બદલે પોલીસે બંને પક્ષોને બોલાવી સમગ્ર મામલો રફેદફે કરી દીધો હોવાનો આરોપ લાગી રહ્યો છે.


આ મામલે ફરિયાદીએ જણાવ્યું છે કે તેની સાથે અન્યાય થયો છે અને હુમલાખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી તેની માંગ છે. ફરિયાદી દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે.
હાલ તો જોવાનું રહેશે કે સચિન GIDC પોલીસ આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં.

ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો ‘સાઈકો’ ઝડપાયો

0
ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો ‘સાઈકો’ ઝડપાયો

અડપલાં કરી બાઈક પર ભાગી જતો

મહિલા પોલીસકર્મીઓએ રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીની સાન ઠેકાણે લાવી દીધી

સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઈકસવાર પૂરઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર એક-બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય, તેની પાછળ બાઈક ધીમી પાડી મહિલાના કમરના નીચેના ભાગે અડપલાં કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું.

આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો આરોપી એટલો સાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો. છેડતી સમયે જે બાઈક પર સવાર થઈને નીકળતો તે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો. જેથી પોલીસ સીસીટીીવ તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય.

પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિશાદ (20 વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાંની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો-સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો.

સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ આરોપીને ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’ માટે ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો. ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે જે સ્ત્રીઓને નબળી સમજે છે. પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.

અલથાણમાં આવેલી શિવ રેસીડેન્સી દિવાલ ધરાશાઈ

0
અલથાણમાં આવેલી શિવ રેસીડેન્સી દિવાલ ધરાશાઈ

રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે બની ઘટના

સુરત, સુરત અલથાણ ખાતે આવેલ શિવ રેસીડેન્સી ની દીવાલ ધરાશાઈ થવા ની ઘટના સામે આવી. રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે બની ઘટના દિવાલ સાથે અન્ય ગાડીઓ પણ ખાડામાં પડી.પોલીસ અને ફાયર તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું.

ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાના પગમાં ગોળી વાગતા જ ફફડી ઊઠ્યો અને બે હાથ જોડીને માફી માગતો જોવા મળ્યો

0
ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાના પગમાં ગોળી વાગતા જ ફફડી ઊઠ્યો અને બે હાથ જોડીને માફી માગતો જોવા મળ્યો

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે. ગોડાદરા પોલીસ શિવાને અમદાવાદથી પકડી સુરત લાવી રહી હતી ત્યારે ગોડાદરાના દેવધ ગામ નજીક તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને પોલીસ દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શિવા ટકલાને 108માં લાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા ઊંચકીને તેને ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટ્રેચર પર સૂતેલા શિવાને જ્યારે મીડિયાએ સવાર કર્યો કે, તે આ ડબલ મર્ડર શા માટે કર્યા? ત્યારે શિવાએ જોરથી અંગ્રેજીમાં ત્રાડ પાડીને કહ્યું હતું કે, “I Said Keep Quiet!” ત્યાર બાદ ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, સુરત પોલીસ દ્વારા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

0
CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

ACBએ છટકું ગોઠવી PK પટેલ અને વિપુલ દેસાઈને ઝડપી પાડ્યા.

કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી. CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું. કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ત્યારે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકાર ની ઘટના થી ગુજરાત પુલીસ ભવન માં ચર્ચાઓ ચાલે છે. કે CID ક્રાઈમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઇ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભિત ધમકીઓ આપી તગડી રકમ લાંચ પેટે માગી હતી. હાલમાં તો CID ક્રાઈમના પીઆઇ અને કોન્સ્ટેબલના લીધે ખાખીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

ACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને

આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ

આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક ડી.એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

 કોંગ્રેસે સ્ટિંગ કરી પોલીસની પોલ ખુલી વર્ષે 180 કરોડના હપતા વસૂલતી હોવાનો દાવો.’સ્ટિકર લગાવો, રિક્ષા દોડાવો’

0
 કોંગ્રેસે સ્ટિંગ કરી પોલીસની પોલ ખુલી વર્ષે 180 કરોડના હપતા વસૂલતી હોવાનો દાવો.’સ્ટિકર લગાવો, રિક્ષા દોડાવો’

અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં સ્ટિકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો હપતા લેતા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષામાં દર મહિને અલગ-અલગ પ્રકારનાં સ્ટિકર લગાવી ગેરકાયદે હપતાની ઉઘરાણી કરતી હોવાનો કોંગ્રેસ દ્વારા વીડિયો જાહેર કરી દાવો કરવામાં આવ્યો છે. એક રિક્ષાદીઠ 1000 રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ વિભાગ 180 કરોડથી વધુના ગેરકાયદે હપતા પેટે ઉઘરાણાં કરીને ભ્રષ્ટાચાર કરે છે, જેની તપાસ કરવામાં આવે એવી ગૃહમંત્રી પાસે માગ કરી છે.અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એની અંદર જે શટલ ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટિકર બનાવવામાં આવે છે અને આ સ્ટિકર એ પોલીસ સ્ટેશનવાળા નહીં, પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એમાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં. આ જે સ્ટિકર છે એના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 ગેરકાયદે રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. દર મહિને 1,000 એટલે વાર્ષિક એક રિક્ષાના 12000 રૂપિયા આ સ્ટિકર લગાવી વસૂલાય છે.

દર મહિને એનું સ્ટિકર બદલાઈ જાય, દિવાળી આવે તો સામાન્ય એમ લાગે છે કે આ દિવાળીના સ્ટિકરના દીવા છે, પરંતુ, એ દિવાળીના દીવા નથી હોતા, એ સ્ટિકર ભ્રષ્ટાચારનું સ્વરૂપ હોય છે. પોઇન્ટ પર વારંવાર રિક્ષાને રોકવામાં આવે છે અને સ્ટિકર હોય તો તેને જવા દેવામાં આવે છે. જે ગરીબ રિક્ષાવાળાએ સ્ટિકર ના લગાવ્યું હોય તેની રિક્ષા ડિટેઈન કરીને દંડની કાર્યવાહી કરવામાં આવે છે.

 કોંગ્રેસે સ્ટિંગ કરી પોલીસની પોલ ખુલી વર્ષે 180 કરોડના હપતા વસૂલતી હોવાનો દાવો.’સ્ટિકર લગાવો, રિક્ષા દોડાવો’

મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલ અને ખંડણીનો ખેલ રંગેહાથ ઝડપી પાડ્યા :ક્રાઈમ બ્રાંચે

0
મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલ અને ખંડણીનો ખેલ રંગેહાથ ઝડપી પાડ્યા :ક્રાઈમ બ્રાંચે

હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગેહાથ ઝડપાયા.

બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 લાખની ખંડણી માગવાનો મામલો સામે આવ્યો છે.

સુરતમાં રહેતા બિલ્ડરનો વર્ષ 2022માં હેતલ બારૈયા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ તેઓ એકબીજાને હળતા મળતા હતા. હેતલને લાગ્યું કે બિલ્ડર પૈસા પાત્ર છે તો તેના પાસેથી સારી એવી રકમ પડાવી શકાય તેમ છે.

હેતલને આવેલા આ વિચાર બાદ હનીટ્રેપની શરૂઆત થઈ.હેતલ દ્વારા બિલ્ડર સાથે વાતચીત દરમિયાન સામાન્ય વીડિયો કોલ અને ન્યૂડ વીડિયો કોલ કર્યા. બિલ્ડરની જાણ બહાર કોલ રેકોર્ડીંગ કરી લીધા અને પછી ખંડણીનો ખેલ શરૂ કર્યો. ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની અને દુષ્ક્રમ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી. જો ફરિયાદ ન કરવી હોય તો અંતે રૂ. 42.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા.હેતલ અને તેના સાગરિત વકીલ અભિષેક શેઠીયાએ બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો આપવા માટે VR મોલમાં આવેલા ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો. બિલ્ડરે હનીટ્રેપ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસની ટીમ પણ એક્ટિવ હતી. ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી રૂપિયા 20 લાખ રૂપિયા લઈને હેતલ અને અભિષેક શેઠિયા નીકળે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાંચે બંનેને 20 લાખની રોકડ સાથે દબોચી લીધા હતા.