Home Blog Page 38

તલંગપુર ઉમ્બરના રહીશો અને મહિલા મંડળનો સ્થાનિક ત્રણ ફેકટરીઓ પર હલ્લાં બોલ…

0

મેં.કલેક્ટર શ્રી તથા સંબંધિત કચેરીઓને લેખિત ફરિયાદ કરી, કોઈ પરિણામ ન આવતા આજે સમૂહમાં હલ્લા બોલ કાર્યક્રમ યોજી,

ફેક્ટરી માલિકોને ફેક્ટરીઓ બંધ કરવા જણાવેલ છે, તંત્ર પણ આ બાબતે યોગ્ય પગલાં લે એવી અમારી માંગ છે.: જયેશ પટેલ માજી સરપંચ તલંગપુર

સચિન વેસ્ટ તરફ આવેલ અને તલંગપુર ઉમ્બરની આજુબાજુમાં આવેલ જીઆઇડીસી ફરતે આવેલા ગામડાઓમાં પ્રદુષણની ફરીયાદ વ્યાપક બની રહી છે. તલંગપુર ગ્રામજનોમાં યુવા અભિષેકના કહેવા પ્રમાણે કોલસી બાળવાને કારણે ફેલાતા પોલ્યુશનથી અમો ગ્રામ લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલ બન્યું છે. કેન્સર જેવા અસાધ્ય રોગ વધ્યા છે. જયારે મનીષાબેન જયેશ પટેલે પણ કહ્યું આખા દિવસમાં ઘર કાળું કાળું બને છે. પોંછા મારી મારીને બહેનો થાકી જાય છે, તાલુકા સદસ્ય નરેશ પટેલે કહ્યું કે અમારા ઓટલા અને બધી ગાડીઓ કાળી થઈ જાય છે. બાળકોના પગ કાળા થાય છે બીમાર પડે છે અમને વ્યાપક નુકસાન થઇ રહયું છે.

ત્યારે કાલુ ઉર્ફે કાર્તિકે પટેલે કહ્યું કે, આ બાબતે મેં.કલેટરશ્રી તથા સંબંધિત કચેરીઓને લેખિતમાં આપ્યું છે. કોઈ કાર્યવાહી થઇ નથી ગ્રામજનોમાં નીરવ દેસાઈ, ભાજપ યુવા પ્રમુખ વોર્ડ ૩૦, રાજુ પટેલ ઉપ પ્રમુખ વોર્ડ ૩૦, ધનસુખ પટેલ માજી સરપંચ ઉંબર, જયેશ પટેલ માજી સરપંચ તલંગપૂર તથા સામાજિક કાર્યકર કાલુ ઉર્ફે કાર્તિક પટેલ અને અક્ષય ચૌહાણે વધુમાં જણાવ્યું કે આ ટેક્ષટાઇલ ઝોન છે તો અહીં કેમિકલ ફેક્ટરીઓને કેવી રીતે આવી? આને શરુ કરવાની પરમિશન કોણે આપી છે ? અમે વર્ષ ૨૦-૨૧ થી પોલ્યુસનથી હેરાન પરેશાન થઇ રહ્યા છીએ આવા પ્રશ્ને બાબતે તંત્રએ જાગૃત બની નકકર પગલા ભરવા જોઇએ. જે ભરતા નથી.

તો તાત્કાલિક પગલાં ભરે એવી અમારી લોકમાંગણી છે. આજે અમે સમગ્ર ગામ વાસીઓ દ્વારા, એકત્ર થઇ હલ્લાં બોલની જેમ જઈને દરેક ફેક્ટરી પર થાળીઓ વગાડી કહ્યું છે. કે, પ્રદુષણ બંધ કરો ભાઈ બંધ કરો, અહીં વર્ષો થી ટેક્ષ્ટાઇલ ઝોનમાં સરકારી પરવાનગીઓ દ્વારા એ વ્યવસાય ચાલે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેમિકલની ફેકટરીઓ અહીં કેવી રીતે આવી ગઈ? જે તાત્કાલિક બંધ કરવી એ જ અમારી માંગ છે. અમારા ગામ નજીક આવેલ નીમલોન મેટાલિક, સાગર મેટાલિક અને જે એમ ટી ઇન્ડિયા નામની કંપનીમા કોલસીની ભુકીનો ઉપયોગ થઇ રહ્યો છે અને રાત-દિવસ ચાલતા આ કાર્યથી આજુબાજુના વીસ્તારોમા આ કોલસાની ભુકી ઉડતી હોય પ્રદુષણ ફેલાવવા સાથે ઘરોને, ગ્રામજનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહયુ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કશું જ કરતા નથી અમે બધે રજુઆત કરી છે.

છતા કોઇ કાર્યવાહી ન થતા તંત્ર તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરે અને ફેકટરીઓ બંધ કરાવે. કેમ કે પોલ્યુસનની અસર જોતા તેમા કોલસી , રબ્બર, ખરાબ કેમીકલ્સ, ઓઇલનો પણ ઉપયોગ થતો હોઈ શકે ? અને એટલેજ પોલ્યુશન ફેલાય રહ્યું છે જે બંધ થવું જોઈએ. આ અંગે તંત્ર મારફત યોગ્ય કાર્યવાહી યુદ્ધના ધોરણે કરાય તેવી ગ્રામજનોની માંગ હાલમાં કરાઇ છે. જો તંત્ર તાત્કાલિક પગલાં નહિ ભરશે તો ઉગ્ર આંદોલન થશે અને જેની જવાબદારી સંબધિત અધિકારીઓની રહેશે એવું તલંગ પૂર ના ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું છે.

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા વાર્ષિક-2024 કેલેન્ડરનું વિમોચન કરાયું

0

કેલેન્ડર વિમોચન પ્રસંગે સમાજના પ્રમુખ, તેમજ મહિલા મંડળ હાજર રહી.

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 14 વર્ષોથી નવા વર્ષના કેલેન્‍ડર પ્રકાશીત કરવામાં આવે છે આ કેલેન્‍ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોધડીયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહીતની અનેક વિગતો સાથેનું માહીતી સભર કેલેન્‍ડર બહાર પાડવામાં આવે છે. સદરહું કેલેન્‍ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪ ના કેલેન્‍ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવેલ હતું,પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશ ભાઈ સાવંત, મહિલા કમિટીના જ્યોતિ અનંત કાલગુડે, નલિની અનંત શેડગે, સવિતા દિલીપ ગાયકવાડ, ક્રીર્તિ સુરેન્દ્ર ગાયકવાડ,મંદા રમેશ પવાર,શુંભાંગી ગણેશ કડુ,રોશની રાકેશ ભોસલે,માનસી મંગેશ શિંદે,સુરેખા દિપક તાંદલેકર,રીના જીતેન્દ્ર ઝાંઝે,તન્વી પાર્થ શિંદે,આરતી રમેશ કદમછાયા યુવરાજ જાધવ, સુનિતા તુલસીરામ અવઘડે,ગૌરી ગણેશ કુંડલે તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દીનદર્શીકા કેલેન્ડર 2024 વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા.

મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું:

0
kranti samay

સુરત, આવનારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શહેરમાં જાહેર સલામતી હિતાર્થે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધો મૂકયા છે. જે અનુસાર સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ વ્હીલર વાહનોને તા.૧૪/૧/૨૦૨૪થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે. આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવેલા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે, દેશ-વિદેશના ૫૦થી વધુ પતંગબાજો ભાગ લેશે

0
kranti samay

સુરત, સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તા.૧૦મી જાન્યુ.એ અડાજણ રિવરફ્રન્ટની બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કાઇટ ફેસ્ટિવલની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.

કલેકટરએ રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૫૦ થી વધુ પતંગબાજો ભાગ લેશે, જેમના અવનવા પતંગોના કરતબો માણવાની સોનેરી તક મળી રહેશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે એમ તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, સિટી પ્રાંત-સુરત નાયબ કલેક્ટર વી.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નર ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.

સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ વિસ્તારવા માટે કામ કરતું સુરતનું ટ્રસ્ટ એટલે કે માં કાલી એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ

0
165 મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે

સુરત શહેરની 165 મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ઘોડ દૌડ રોડ નજીક આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં આવેલ ઘનરાજ ગેરેજની બાજુમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી વિવિધ લોક ઉપયોગી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

માં કાલી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલે જણાવ્યું હતું કે આજે 8મી જાન્યુઆરીના રોજ ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિવિધ 11 પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 150 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લગભગ 1000 થી વધુ લોકોને આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધાવસ્થા પેન્શન, મોતિયાની તપાસ, આંખની તપાસ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, પેટને લગતા રોગો વગેરે જેવી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં. 21ના કાઉન્સિલર અશોક રાંદેરિયા, વૃજેશ ઉનડકટ, ડિમ્પલ કાપડિયા, સુમન ગાડિયા, વોર્ડ પ્રમુખ કીર્તિ કાકા ધવલભાઈ અને વિવિધ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના જન્મદિવસે લોકસેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જૈસવાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બાગિયાવાલા તેમજ ટ્રસ્ટના સભ્યોનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

SMC: સ્થાનિક મિલકતોના વેરા બાકી છે. તેઓને તાકીદે વેરા ભરપાઇ કરવા જણાવવામાં આવે છે.

0
સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ ધ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા

વોર્ડ ૩૦માં ૨૮૧ મિલકતોમાં વસુલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે પૈકી ૧૦૨ મિલકતોમાં સીલ કરવામાં આવેલ અને ૧૨૧ મિલકતોમાં કાર્યવાહી દરમ્યાન સ્થળ પર કુલ રૂ.૬૭,૩૪, ૪૭૯ લાખની વસુલાત કરવામાં આવી.

જન સંપર્ક વિભાગ સુરત મહાનગર સેવા સદન ની યાદીમાં જણાવ્યા મુજબ ડે.મ્યુનિ.કમિશનરશ્રીનાં સુચનાનુસાર સુરત મિલકત વેરા ભરપાઇ કામગીરી મહાનગરપાલિકાના સાઉથ ઝોન- બી(કનકપુર) નાં આકારણી અને વસુલાત વિભાગે વિવિધ વિસ્તારમાં સધન વેરા વસુલાત ઝુબેશ અંતંગત સચીન, કનકપુર- કનસાડ,ઉન, પારડી-કણદે, તલંગપુરના જુદા-જુદા વિસ્તારમાં કુલ ૨૮૧ મિલકતોમાં વસુલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જે પૈકી ૧૦૨ મિલકતોમાં સીલ કરવામાં આવેલ અને ૧૨૧ મિલકતોમાં કાર્યવાહી દરમ્યાન સ્થળ પર કુલ રૂ.૬૭,૩૪,૪૭૯ લાખની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ એડવાન્સ ચેક પેટે રૂ. ૧૦,૨૨,૯૩૦/- લેવામાં આવેલ છે.

સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ ધ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા ચાલું નાણાકીય વર્ષ દરમિયાન ૬૧ કરોડની ડિમાન્ડની સામે આજદિન સુધી ૨૯ કરોડ વસુલાત થયેલ છે. હજુ પણ મિલકત વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર મિલકતદારોની મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેકશન, ડ્રેનેજ કનેકશન કાપવા જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય જે મિલકતોના વેરા બાકી છે. તેઓને તાકીદે વેરા ભરપાઈ કરવા જણાવવામાં આવે છે. આથી જે કરદાતાઓનો બાકી તેમણે તમામ ઝોન ઓફિસ તથા સીવીક સેન્ટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરા ભરવા ખાસ જણાવવામાં આવે છે.

વોર્ડ નંબર ૩૦ ના ૧૦૨ મિલકતોને એસ એમ સી બી ઝોન કનકપુર દ્વારા સિલ મારવાની કાર્યવાહી કરાઈ, અને બાકી વેરા વહેલી તકે ભરવા તાકીદ કરાઇ

સેલવાસા થી શશી પકડાયા રેલ્વે ના ગેરકાયદેસર રીતે ટીકીટ બનાવતા.

0

ગેરકાયદે સોફટવેરથી ટિકિટ બુકિંગ કરતો 17.36 લાખની 631 ઇ-ટિકિટ જપ્ત

પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમે બાતમી આધાર પર સેલવાસામાંથી તત્કાલ બુકિંગ કરનારા શશી પ્રકાશ સિંહની ધરપકડ કરી છે. જે ગેરકાયદેસર સોફ્ટવેરથી ટ્રેનોની ટિકિટ બુક કરીને ટિકિટ વેચી રહ્યો હતો. ટીમને શશીના ઘરની તપાસ કરી તો નેક્સસ અને ગદર એમ બે ગેરકાયદેસર સોફ્ટવેર મળી આવ્યા હતા. 15 એપ્રિલથી યુપી અને બિહાર તરફની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતા પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે.જેના પગલે તેમને પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે. જોકે, એ વાતની જાણ પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમને થતા જ તેમણે ઇ-ટિકિટમાં ફ્રોડ કરનાર સાથે ઇ-ટિકિટ બુક કરવા માટે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ આઇપી એડ્રેસ સાથે એક સમયે ત્રણ જેટલા સર્વર ઓપરેટ કરતો હોવાનું જણાયું છે. એના લેપટોપમાંથી 1.20 લાખથી વધુની 38 તત્કાલ અને ઓપનિંગ ટિકિટ મળી હતી. નેક્સસ અને ગદર સોફ્ટવેરમાંથી રીકવર કરાયેલ છેલ્લા 30 દિવસના ટિકિટ ઇતિહાસની સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 539 પીએનઆર જનરેટ થયાનું જણાયું હતું, જેની કિંમત રૂ. 14.62 લાખ છે. આરોપી શશી પેસેન્જરોને ટિકિટ મોકલવા માટે 17 ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરતો હતો. દરમિયાન તપાસમાં 17.36 લાખ રૂપિયાની 631 ઇ-ટિકિટ પકડાઈ છે.

કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા

0
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે

ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો રાજ્યની ભાતીગળ સંસ્કૃતિને નીરખવા સુરત આવ્યા

◆» યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ:
◆» ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ
◆» દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ-:સાંસદ પ્રભુભાઈ વસાવા

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તા.૪ થી ૧૦ જાન્યુ. દરમિયાન આયોજિત યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ: ગુજરાતની શાંતિ અને સલામતી અને વિકાસની અનુભૂતિ કરશે આદિવાસી યુવાનો

એક સપ્તાહ સુધી યુવાનોને રાજ્યની રહેણીકરણી, પ્રવાસનસ્થળો અને ખાનપાનથી અવગત કરાશે

સુરતઃગુરૂવારઃ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીડિહ, લાતેહાર, વેસ્ટ સિંઘભૂમ, સરાઈકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લઈ રહ્યા છે.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત સમારોહમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને સલામતીનું પ્રતિક રહ્યા છે. ચાર રાજ્યોમાંથી આવેલા આદિજાતિ યુવાનો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે.
પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો.


ભારત મહત્તમ યુવાશક્તિ ધરાવતો દેશ છે. દેશની વસ્તીના વિવિધ વયજૂથમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે યુવાનો જ દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ છે એમ જણાવી સાંસદશ્રીએ ગુજરાતની મુલાકાત આ યુવાનો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે એમ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, લઘુ ભારત સમાન સુરતમાં દેશના તમામ રાજ્યોમાંથી આવેલા ભારતીય નાગરિકો વસે છે, એટલે જ સુરત વિવિધતામાં એકતાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રી વસાવાએ મેરા ભારત પોર્ટલ MyBharat.Gov.in (https://mybharat.gov.in) માં વધુને વધુ રજિસ્ટ્રેશન કરીને જોડાવાનું ઉપસ્થિત સૌ યુવાનોને આહ્વાન કર્યું હતું.
નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ મહાનુભાવો અને આદિવાસી યુવાઓને આવકારી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એક સપ્તાહ દરમિયાન આ યુવક-યુવતિઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકીય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષાની ઝાંખી કરશે એની વિગતો તેમણે આપી હતી.
નોંધનીય છે કે, ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વી.કે. પીપળીયા, મામલતદારશ્રી આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી.પટેલ, કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત પરિવારને મળ્યો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ

0
લાભાર્થી હંસાબેન પટેલ

આયુષ્માન કાર્ડ યોજનાએ આરોગ્યની દરેક સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવી છે: લાભાર્થી હંસાબેન પટેલ

સુરત:ગુરૂવાર: ‘સર્વે સન્તુ સુખિન: સર્વે ભવન્તુ નિરામયા’સંસ્કૃત સુભાષિતની આ પંક્તિને સરકારની આયુષ્માન ભારત યોજના સુપેરે સાર્થક કરી છે. સૌને સ્વાસ્થ્ય લાભ થાય અને દેશની જનતા નિરામય જીવન પ્રાપ્ત કરે એ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીની શ્રેષ્ઠ સારવાર સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે છે.
વેલફેર સ્ટેટના સિધ્ધાંતને વરેલી સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો જ લાભ દેશના નાગરિકોને મળતા થયો છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી અદનામાનવીને પણ જીવન જીવવું સરળ બન્યું છે. આરોગ્યની સુર્દઢ સેવા દેશના ગ્રામીણસ્તર સુધી પહોંચી છે જેનું એક પ્રત્યક્ષ ઉદ્દાહરણ ઓલપાડ તાલુકાના શેરડી ગામના લાભાર્થી હંસાબેન પટેલનો પરિવાર છે.


ઘૂંડણના અસહ્ય પીડાથી મુક્ત થતા ઓલપાડ તાલુકાના શેરડી ગામે રહેતા 60 વર્ષિય હંસાબેન પટેલે કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ઘુંટણનો દુ:ખાવો થતો હતો. દુ:ખાવાના કારણે ચાલવા બેસવામાં ભારે તકલીફ પડતી હતી. દરેક કાર્ય માટે વહુનો સહારો લેવો પડ્તો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ઘૂંટણની ઢાંકણીમાં ઘસારો થતો હોવાનું જણાયું અને સ્નાયુઓની પકડ નબળી પડતા વધુ દુખાવો થતો હતો. અને આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરવું પડે તેમ હતું. ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થશે એમ કહેતા પરિવારજનોને ચિંતા મુકાયા હતા. પરંતુ કેન્દ્ર સરકારની આરોગ્ય સુવિધા આયુષ્માન કાર્ડ અંતર્ગત સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કર્યું હતું જે તદ્દન નિશુલ્ક થયું હતું. ઓપરેશન કરાવ્યાના 20 દિવસમાં જ હું મારા પગભેર ફરી ચાલતી થઈ ગઈ છું અને ઘરના કામ સાથે મારી દૈનિક ક્રિયા પણ જાતે જ કરી શકું છું. આ તો સારુ કહેવાય કે, સરકારે અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે રહેવા, જમવા સાથે આરોગ્યની સંભાળ રાખી રહી છે એ બદલ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભારી રહી એમના ઋુણી રહીશું.-મહેશ કથીરિયા

સુરત સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત

0

સ્વાસ્થ્ય આપતો શિયાળો હાલ ચાલી રહ્યો છે. તેમ છતાં રોગચાળા કાબુ ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક લોકોના રોગચાળાના ભરડામાં મોત થઈ રહ્યાં છે. ત્યારે અંકલેશ્વરના 3 મહિનાના માસૂમ બાળકનું ન્યુમોનિયાથી મોત થયું છે. એક મહિનાથી પીડિત માસૂમને સારવાર દરમિયાન ટીબી પણ થયો હતો. જેની સારવાર ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ચાલતી હતી. જ્યાં તેનું આજે મોત થયું હતં.

અંકલેશ્વરમાં રહેતા ઉત્કર્ષ વિશ્વકર્માને એક મહિના અગાઉ ન્યુમોનિયા થયો હતો. જેથી અંકલેશ્વરમાં શરૂઆતમાં સારવાર બાદ માસૂમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

એક મહિનાની સારવાર બાદ પણ દિવસે દિવસે બાળકની હાલ સુધરવાને બદલે કથળતી જતી હોવાનું પરિવારે કહ્યું હતું. તબીબોએ ભરપૂર પ્રયત્નો કરવા છતાં તેને બચાવી શકાયું નહોતું. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો મૃત બાળકની અંતિમ વિધિ માટે મૃતદેહ લઈને ગયા હતાં.