Home Blog Page 26

માંડવીની નરેના આશ્રમશાળાની વિદ્યાર્થિઓને કોઈક બહાને રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા

0
માંડવીની નરેના આશ્રમશાળાની વિદ્યાર્થિઓને કોઈક બહાને રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા

રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે.

સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. માંડવી તાલુકાની નરેના આશ્રમ શાળાની એક ઘટના સામે આવી છે. અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ તા. 24 જૂલાઈનો છે. આશ્રમ શાળાનાં આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા.

સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આશ્રમ શાળાની એક નહી પરંતુ 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનારનું બેન્ક ખાતું ફરિયાદ કરીને ફ્રીઝ કરાવનાર મહિલા સહિત ચાર સામે ફરિયાદ

0
કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનારનું બેન્ક ખાતું ફરિયાદ કરીને ફ્રીઝ કરાવનાર મહિલા સહિત ચાર સામે ફરિયાદ

બે વ્યક્તિ સાથે મળી રત્નકલાકારનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપી હતી.

સુરત,પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ઉમરાળા દડવા રાંદલના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ગાયત્રી સોસાયટી એ/44 માં રહેતા 33 વર્ષીય કૈશીકભાઇ રમેશભાઇ માંગુકીયા વરાછા ભવાની સર્કલ ખાતે કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.છ મહિના અગાઉ સાથે કામ કરતા ઘનશ્યામ જાસોલીયા મારફતે તેમની ઓળખાણ સરથાણા જકાતનાકા ખાતે અવધ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા શેર બ્રોકર કુંજ પારેખ સાથે થઈ હતી.કૈશીકભાઇએ કુંજ પારેખ પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.જોકે, કુંજ પારેખ ટ્રેડ કરવા કહેતો હતો છતાં પૈસા ન હોય કૈશીકભાઇનું ટ્રેડીંગ એકાઉન્ટ દોઢ મહિના સુધી આમ જ પડી રહ્યું હતું.કુંજ પારેખે થોડા સમય બાદ હું તમારા એકાઉન્ટમાં પૈસા નંખાવું છું, થોડા સમય બાદ પાછા આપી દેજો તેમ કહેતા કૈશીકભાઇએ હા પાડતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાના એકાઉન્ટમાંથી રૂ.25 હજાર કૈશીકભાઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી બાદમાં ટ્રેડીંગ એકાઉન્ટમાં લઈ ટ્રેડ કરવા કહ્યું હતું.જોકે, કૈશીકભાઇને તેમાં ગતાગમ પડતી ન હોય કુંજ પારેખના કહ્યા મુજબ ટ્રેડીંગ કરતા તમામ રકમનું ત્રણ જ દિવસમાં નુકશાન થયું હતું.કુંજ પારેખે વધુ પૈસા નાંખવા કહ્યું હતું.પણ કૈશીકભાઇએ વધુ પૈસા નથી તેમ કહેતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાએ નાખેલા પૈસા પરત કરવા કહ્યું હતું.કૈશીકભાઇ પૈસાની સગવડ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો.જોકે, ત્યાર બાદ કુંજ પારેખ અને શ્રદ્ધા ગજેરા કૈશીકભાઇને અવારનવાર ફોન કરી પૈસાની માંગણી કરતા હતા.

વરાછા લંબે હનુમાન રોડ ખાતે રહેતા મૂળ ભાવનગરના રત્નકલાકાર પાસે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી રૂ.25 હજાર નંખાવી નુકશાન કર્યા બાદ તે રકમ પરત માંગી તેનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપતા શેર બ્રોકર, મહિલા સહિત ચાર વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

HONEY TRAP- हनी ट्रैप-હની ટ્રેપ-सभी लोग सावधान हो जाए, एक गिरोह इस तरह से काम करता हैं जिसके कुछ लोग…… पुरा वीडियो देखो

પલસાણા ના તાંતીથૈયા અનુસંતોષ મિલમાં મશીનનું ટેમ્પરેચર વધી જતાં બ્લાસ્ટ થયો,જેટ મશીન ફાટતા 3 દાઝયા

0
પલસાણા ના તાંતીથૈયા અનુસંતોષ મિલમાં મશીનનું ટેમ્પરેચર વધી જતાં બ્લાસ્ટ થયો,જેટ મશીન ફાટતા 3 દાઝયા

સુરત,પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ અનુસંતોષ મિલ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ આવેલ છે. આ મિલમાં આવેલું જેટ મશીન શુક્રવારના રોજ મધરાત્રે 2.00 વાગ્યાની આસપાસ પ્રેસર વધી જવાને કારણે ધડાકાભેર ફાટ્યું હતું. જેને લઈ અંદરથી નીકળેલી ગરમ વરાળને કારણે નજીકમાં કામ કરતાં કામદાર આદિત્ય ઈન્દુભુષણ પાસવાન (30) (રહે. કડોદરા) સંજીવકુમાર વીરુ ચૌહાણ (20) (રહે. સોનીપાર્ક તાંતીથૈયા), આનંદ કુમાર રામ ક્રિષ્ના યાદવ (24) (રહે. સોની પાર્ક, તાંતીથૈયા) નાઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે પલસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મશીન ફાટવાને કારણે મિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ ની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના.

0
ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના.

16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

સુરત,ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર રાહુલ ( નામ બદલ્યું છે ) અને 13 વર્ષની પુત્રી શિવાની( નામ બદલ્યું છે ) પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે.જયારે ખુશ્બૂ ધો.8 માં અભ્યાસ કરે છે.ગત સોમવારે સવારે ખુશ્બૂને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનોગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જેથી દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં શિવાનીએ કોઈ જવાબ આપ્યો નહોતો.બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું.

ધો.8 માં ભણતી કિશોરીએ ઈન્કાર કરતા દુષ્કર્મ કરી માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું

નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

0
નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

ઓગષ્ટ મહિના દરમિયાન ૨ બાળશ્રમિક અને ૩ તરૂણશ્રમિકોનું પુન:વસન.

સુરત:સોમવાર: નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ઓગષ્ટ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.


મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, ઓગષ્ટ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા કુલ ૩ રેડ કરવામાં આવી હતી, જેમાં ૨ બાળશ્રમિક અને ૪ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમાંથી ૨ બાળશ્રમિક અને ૩ તરુણ શ્રમિકના પુનર્વસનની કામગીરી કરવામાં આવી હતી. ૧ સંસ્થા સામે એફઆઈઆર અને ૨ નિયમનનો કેસ કર્યો હોવાની વિગતો શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જે એમ પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મુકેશભાઇ ગામીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪:રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો

0
ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪:રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો

વિજેતા ખેલાડીઓ ભોપાલ ખાતે ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લઇ સુરતનું પ્રતિનિધિત્વ કરશેઃ

સુરત:સોમવારઃ ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ રૂસ્તમપૂરા તરણ કુંડ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૨૫થી વધુની વયના ૧૬૦થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરત મનપા સંચાલિત સિંગણપોર તરણ કુંડના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર વિરલ સેલરના માર્ગદર્શન હેઠળ સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં કેટલીક રમતમય સિદ્ધિઓ નોંધાઇ, જેમાં ભરતકુમાર સેલરે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ, મનીષકુમાર ગાંધીએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ, રાજેશકુમાર ચૌધરીએ બે ગોલ્ડ અને બે સિલ્વર અને જયસુખ ઘોઘારીએ એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ સફળતાના પરિણામે, આ ખેલાડીઓ હવે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લેવા માટે ભોપાલ જશે. ગુજરાત સ્ટેટ એકવેટીક એસો.એ ખેલાડીઓની સિદ્ધિઓ પર આનંદ વ્યક્ત કરી આગામી ચેમ્પિયનશિપમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

વાયરલ વિડીયો:વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા હપ્તા માંગવા બાબતે

0
વાયરલ વિડીયો:વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા હપ્તા માંગવા બાબતે
વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ

સુરત,પાંડેસરા હાઉસિંગ વિજય સિનેમા પાછળ આવેલ હીરા નગર માં ચાલતા બુટલેગર ફૂલવા @ લંગડી ના દારૂ ના અડ્ડા ઉપર વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા દારૂ ના અડ્ડા ઉપર હપ્તા માંગવા બાબતે બુટલેગર ફૂલવા @ લંગડી સાથે થયેલ બબાલ નો વિડીયો વાયરલ..

ગેરકાયદેસર બાંધકામોને કાયદાકીય ગૂંચને કારણે 13,400 ફાઈલો નામંજૂર

0

બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો માટે બે વર્ષ પહેલાં ઈમ્પેક્ટ ફીનો કાયદાનો અમલ શરૂ કર્યો હતો. જેની મુદત ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.રાજ્યના તમામ શહેરોમાં મોટા પાયે બિનઅધિકૃત બાંધકામોની ફરિયાદ મળતા સરકાર દ્વારા તમામ મિલકતધારકો પાસે એક નક્કી કરેલી ફી લઇને તમામ બિનઅધિકૃત બાંધકામોને નક્કી કરેલા કાયદાને અંતર્ગત રેગ્યુલર કરવા માટે વર્ષ 2022માં છ મહિના માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક નિયમોને લીધે લોકો તરફથી મોળો પ્રતિસાદ મળતા તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સરકાર દ્વારા ચાર વાર મુદત વધારવામાં આવી છે. છેલ્લીવાર 17 જૂનના રોજ છ મહિના માટે મુદત વધારવામાં આવી હતી. જે 16 ડિસેમ્બર 2024 સુધીની છે.

ઇમ્પેક્ટ ફીના કાયદા ખૂબ ગૂંચવણ ભરેલા છે કે જે મોટાભાગના લોકો પાળી શકતા નથી. ઈમ્પેક્ટ ફીની એક જોગવાઈ એવી છે કે મિલકતધારક પાસે નક્કી કરેલા ધારાધોરણ મુજબનું પાર્કિંગ હોવું જરૂરી છે. આ જોગવાઇના લીધે મોટાભાગના લોકો ફાઈલ મૂકવા તૈયાર થતા નથી.

કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની ‘સુરત પોષણમાહ કાર્યશાળા’ યોજાઈ

0
કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની ‘સુરત પોષણમાહ કાર્યશાળા’ યોજાઈ

કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો અભિગમ:

સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા મંત્રી ભાનુબેન બાબરિયા

અન્ન પ્રાસન, બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ કીટનું વિતરણ કરાયું.

વ્હાલી દીકરી યોજના, મહિલા આર્થિક સ્વાવલંબન યોજના અને ગંગા સ્વરૂપા સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ

સુરતઃ શનિવાર:- સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં ૭માં પોષણ માહ ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજના રામ કબીર શૈક્ષણિક સંકુલના દલપત રામા હોલ ખાતે પોષણમાહ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ‘સુરત પોષણમાહ કાર્યશાળા’ યોજાઈ હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ ‘પોષણ માહ’નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દ્વારા બાળકો અને મહિલાઓને કુપોષણ મુક્ત કરવા સપ્ટેમ્બર મહિનાને પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારી શક્તિના સશક્તિકરણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોષણમાંહ થકી કુપોષણ મુક્ત બાળ અને મહિલાના લક્ષ્યને સિદ્ધ કરવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.


પોષણ માહ દરમિયાન મળતા સારા પરિણામનું કાર્ય એ એક દિવસનું નથી એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, બાળકના જન્મ સમયે દરેક માતાએ ઘરગથ્થુ રિવાજથી દૂર રહેવું જોઈએ. બાળકના જન્મ સમયે કલાકમાં જ માતાનું દૂધ આપવું એ અમૃત સમાન હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રી ભાનુબેને ખાસ કરીને બાળકના યોગ્ય ઉછેર અને જતન માટે જન્મ સાથે માતાનું દૂધ મળી રહે તેમજ પારણું અને હાલરડું એ આપણી પરંપરા જાળવી રાખવા ખાસ સૂચન કર્યું હતું. વધુમાં મંત્રી શ્રીએ બાળકોને પરંપરાગત રમતો રમવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. દીકરીઓને પોષણ યુક્ત આહાર અને શિક્ષણનો હક હોવાનું જણાવી આજની દીકરીઓ આવતીકાલની માતા અને સક્ષમ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર અને સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, આંગણવાડી દ્વારા પુરક આહારનું વિતરણ થઈ થયું છે. કુપોષણ દૂર કરવા સખી મંડળની બહેનો સાથે મળીને સુરત મહાનગર પાલિકાએ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની તત્પરતા દર્શાવી ખૂબ સરાહનીય છે. સમગ્ર ગુજરાતમાં સુરત ઈકોનોમિક ગ્રોથ હબના વિકાસ સાથે માતા અને બાળકના પોષણ માટે આંગણવાડીની બહેનો વધું ધ્યાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રે છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરિકને કેન્દ્રમાં રાખીને અનેક જનકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે જ દરેક આંગણવાડીમાં બાળક આવે ત્યારે માતાનું કાર્ય આંગણવાડી વર્કર બહેનો કરે છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટીએચઆર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી સહાય સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પોષણમાહ કાર્યશાળામાં કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ICDS વિભાગ ગુજરાતના જોઈન્ટ ડિરેક્ટર અવંતિકાબેન દરજી, તા . પંચાયત-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લાઓના પી.ઓ., આઈ.સી.ડી.એસ., સી.ડી.પી.ઓ.ના સ્ટાફગણ સહિત આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૦મુ અંગદાન

0
સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૦મુ અંગદાન

નર્મદાના ડેડીયાપાડાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાના બે લિવર તથા એક કિડનીનું અંગદાન.

નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૦મું સફળ અંગદાન.

સુરતઃશનિવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૦મું સફળ અંગદાન થયું હતું. નર્મદાના ડેડીયાપાડાના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાનું અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય અજબસિંગભાઇ વસાવા તા.૨૨/૦૯/૨૦૨૪ના રોજ ગાડી પર ખુદાદીથી બલગામ જતા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે એક્સિડેન્ટ થયું હતું. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા હો.રીફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ કે સારવાર કરી કર્યા પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલમાં તાઃ૨૬મીએ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અર્થે લવવામાં આવેલ. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરવામાં આવેલ હતાં. સધન સારવાર બાદ હેડ ઈન્જરીના કારણે તાઃ૨૮મીએ ડો.હેમલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ અજબસિંગભાઇના ધર્મ પત્ની રમિલાબેન, દિકરી રંજનાબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવિન્દ્રભાઇ વસાવા દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.
આજે તા.૨૮મી સપ્ટે.એ બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૦મું અંગદાન થયું છે.