સુરત શહેરના મેયર આ શું બોલી ગયા. એ સુરત શહેર ના મેયર શ્રી ભૂલી ગયા. લિબાયંત ખાતે આયોજિત દશેરા માં રાવણ દહન કાર્યક્રમ માં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી અને સત્ય ઉપર અસત્ય ની જીત થઈ. ખરેખર એવું લાગે છે. કે જે હકીકત હતી તે જ મંચ ઉપર થી બોલી ગયા. જેની વિડીયો પણ શોશલ મિડીયા માં વાયરલ થયું છે.
દશેરાના રાવણ દહન કાર્યક્રમમાં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી સત્ય પર અસત્યની જીત થઈ મેયરનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
વાંસદામાં રહેતા ધનરાજ વૈષ્ણવ કારમાં બહેન અને માતાને લઈને ઘરે આવ્યા હતા અને ગાડીમાંથી માતા તથા બહેન ઉતાર્યા હતા. બે મિનિટ માટે કાર ઘર બહાર ઊભી રાખી હતી. તે સમય દરમિયાન પોલીસકર્મીઓ તેને લઈ ગયા હતા તેમજ તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો એવો આક્ષેપ સાથે ધનરાજ વૈષ્ણવે સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો.
અને પુલીસ બીજી તરફ પોલીસે એફઆઇઆર નોંધી હતી. તેમાં વાંસદા પીએસઆઇ એ.એચ.પટેલ પોલીસકર્મીઓ સાથે ટાઉન બીટ વિસ્તારમાં રાજય સેવક તરીકેની કાયદેસરની ફરજના ભાગરૂપે ફૂટ પટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન વાંસદા મેઇન બજાર સત્યમ ફૂટવેરની સામે રસ્તા પર કાર (નં. જીજે-21-બીસી-4352)ના ચાલક ધનરાજભાઈ વૈષ્ણવ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કાર રાખી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલ.આર.પો.કો. કાનાભાઈ ચૌધરીએ ઘનરાજને તેની કાર પોલીસ સ્ટેશનમાં લઇ જવા જણાવ્યું હતું.તે સમયે ઘનરાજે કાનાભાઈને કહ્યું કે,”મારી ગાડી અહીંથી નહીં હટે, હું પોલીસ સ્ટેશનમાં મારી આ ગાડી નહી લઈ જાવ, તારાથી થાય તે કરી લે, હવે હું તને બતાવું કે હું કોણ છું’ તેમ ધમકી આપી પોતાની ગાડી પૂરઝડપે બજારમાં ફરતા લોકોની જીંદગી જીખમમાં મુકી તે રીતે વાંસદા ચંપાવાડી તરફ જતા રસ્તાએ હંકારતા મેડિકલ જનરલ સ્ટોર્સની સામે રસ્તા પર પોલીસકર્મી કાનાભાઈએ ગાડી ઉભી રખાવી હતી. અન્ય પોલીસકર્મીઓ સાથે ધનરાજને પીસીઆરમાં વચ્ચેની સીટ ઉપર બેસાડવાની કોશીશ કરતા હતા તે દરમિયાન વાહનના દરવાજા સાથે લગાડેલ લોખંડની જાળી તેના મોઢાના ભાગે દબાતા તેને નીચેના હોઠ ઉપર પોતાનો દાંત વાંગતા લોહી નીકળ્યું હતું. ધનરાજભાઈ વૈષ્ણવે એલઆર પોકો કાનાભાઈ ચૌધરીની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ એફઆઇર અને ધનરાજ વૈષ્ણવના વહેતો થયેલા વીડિયોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જે કે યુવક પોતાની રજુઆત એસપીની કરવા માટે ની વિડીયો વાયરલ કર્યા કે બચાવ માટે તે તપાસ માં બહાર આવશે.
14 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, મુસ્લિમ યુવકે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી.
સુરત-માંડવી,અચાનક ગર્ભપાત થતાં તબિયત લથડી હતી.જેથી સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
સુરતના માંડવી તાલુકાના એક ગામમાં રહી ખાનગી કંપનીમાં કામ કરતાં પરિવારની 14 દીકરીને માંગરોળ તાલુકાના ભાટકોલ ગામના અરબાઝ સિરાજ પઠાણે પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2023ના ઓગસ્ટ માસથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.દરમ્યાન માર્ચ 2024માં અરબાઝે તરૂણીને મળવા બોલાવી હતી. ત્યારબાદ ઓટો રિક્ષામાં બેસાડીને હરિયાલ ગામથી આગળ નહેરવાળા રસ્તે સૂમસામ જગ્યા પર લઈ ગયો હતો, ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. યુવકે આવું ચારથી પાંચ વખત કર્યું હતું. જેથી સગીરા ગર્ભવતી થઈ હતી.4 માસનો ગર્ભ રહી ગયો હતો. જેથી સગીરાના સગીરાના ભૃણને વિધર્મી યુવકે પીડિતાના ઘરની પાછળ વાડામાં જ દાટી દીધું હતું. જોકે મિસકેરેજ થતાં સગીરાને લોહી વહેવા લાગ્યું હતું અને તેની તબિયત લથડી પડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દરમિયાન હાજર તબીબોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.
ગર્ભપાતના કારણે સગીરાની તબિયત બગડી હતી. સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરે પોલીસમાં એમ.એલ.સી. નોંધાવતા આખો મામલાનો પર્દાફાશ થયો હતો.પોલીસે જમીનમાં દફનાવેલી 4 માસનો ગર્ભ પણ બહાર કાઢ્યો હતો. ઘટના અંગે સગીરાના પિતાએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરતાં આરોપી અરબાજ વિરુદ્ધ બળાત્કાર ઉપરાંત પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જોકે આજે બપોર બાદ શિવશંકર ચૌરસિયા નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી તેને સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું.. જ્યારે બાદ બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો.શું છે માંગરોળનો સામુહિક બળાત્કાર કેસ?
નવરાત્રિમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા અને યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી.
દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી, ગેંગરેપ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સામે આવી.
દાહોદની તોયણી પ્રાથમિક શાળાથી લઇને વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર અને સુરત સહિતના બનાવોને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા.
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે નવરાત્રિમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા અને યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી. દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી, ગેંગરેપ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ પણ સામે આવી.તમામ માટે જવાબદાર સરકાર જ છે. ગૃહમંત્રીએ અડધો ટકો પણ શરમ હોય તો હવે રાજીનામું આપી દેવું જોઈએ. છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ગુનાઓનો ગ્રાફ વધ્યો. એક મહિનામાં 30થી 40 દીકરીઓ ભોગ બની રહ્યા છે. પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં આવી ઘટનાઓ બને તો ગુજરાત સરકાર વિરોધ નોંધાવે, ધરણાં કરે અને રજૂઆતો કરે છે, પણ ખુદ ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે સરકાર કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ત્યાં કોંગ્રેસના નેતાઓએ પીડિતોનાં પરિવારજનોની મુલાકાત લઇને આશ્વાસન આપ્યું છે. બેન-દીકરીઓ સુરક્ષિત રહે એ માટે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરીશું અને પરિવારોની સાથે કોંગ્રેસ પક્ષ બધે જ સાથે રહશે. જરૂર પડશે તો અમે ધરણાં અને આંદોલન પણ કરીશું.
બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ
પલસાણામાં બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ: રૂ.૫૪૦૦ ના દંડની વસૂલાત.
સુરત:બુધવાર: સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓને તેમજ જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારી રૂ.૫,૪૦૦ની દંડ વસુલાત કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩”ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપી નિયમાનુસાર નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવા જણાવાયુ હતું.
બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈબિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈબિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈબિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ
આ કામગીરીમાં સ્ક્વૉડ ટીમમાં એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, તા. હેલ્થ સુપરવાઈઝર હસમુખ પરમાર અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. દિનેશભાઈ રાઠવા સહિત પલસાણા પોલીસકર્મીઓ જોડાયા હતા.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી, મહિલા સુરક્ષાના લીરેલીરાં ઉડી રહ્યા એક બાદ એક ઘટનાક્રમ સામે આવી રહ્યા .
સુરત,સુરત માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે રાત્રે સમય ગાળા માં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યાં તેસમય અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. ત્યાં થી દુષ્કર્મના આરોપીએ મહિલાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી મૂક્યો હતો. નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી અને મોબાઇલ સુદ્ધાં ઝૂંટવી લીધો હતો. જેથી તે કોઇનો સંપર્ક કરી શકે નહી. વાત અહીં જ અટકી ન હતી ત્યારબાદ આ તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો,અને પછી એક બાદ એક સગીરાને પીંખી. પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી.
સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે મંગળવારે રાત્રે ના સમય માં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ ની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી. તેની મિત્ર ને ભગાડી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલું. ઘટના ની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.
સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ.
સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર ની પણ પૂછપરછ કરાઈ.
સુરત,ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુનાં કૌભાંડની વિગતો સામે આવી રહી છે. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો માં વધારો થાય એવી સંભાવના અધિકારીયાઓ ના સૂત્રોના પાસે થી મળી રહ્યા છે .
સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ-એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આવી પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકાર ની આવાં બનાવટી બિલિંગ,બનાવટી દસ્તાવેજો અને અન્ય ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે, જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સગીરા ગેંગરેપ કેસના આરોપી 3 વિધર્મી લંગડાતાં-લંગડાતાં મેડિકલ માટે પહોંચ્યા હતા.
ડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ BNS અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટિમનો મોબાઇલ આરોપીઓ લઇ ગયા હતા,એના આધારે આખો ગુનો ઉકેલાયો છે.સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા,વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ACPના સુપરવિઝનમાં 02 પોલીસ-ઇન્સ્પેક્ટર, 08 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, 55 પોલીસકર્મચારીઓ મળી કુલ 65 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્યા હતા. બનાવ બન્યો એ પરિસર સહિતના 45 કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે 1100 ઉપરાંતના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. બનાવ બન્યો એ જગ્યાના વિસ્તારમાં પણ સતત તપાસ કરાઈ હતી. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી.