Home Blog Page 11

હોટેલમાં સેક્સ રેકેટ ચલાવતો ભાજપ નેતા જબલપુરમાં ઝડપાયો.4 મહિના પહેલા ભાગી, હવે ધમકી મળતા પોલીસ સ્ટેશન પહોંચી યુવતી.

0
હોટેલમાં સેક્સ રેકેટ ચલાવતો ભાજપ નેતા જબલપુરમાં ઝડપાયો.4 મહિના પહેલા ભાગી, હવે ધમકી મળતા પોલીસ સ્ટેશન પહોંચી યુવતી.

દરેક ગ્રાહક પાસેથી 2 થી 5 હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવતાં

યુવતીએ જણાવ્યું કે તે ઘણીવાર ત્યાંથી નીકળી જવા માગતી હતી, પરંતુ અતુલ અને શીતલ તેને ડરાવી અને ધમકાવીને અટકાવી લેતા હતા. અંદાજે ચાર મહિના પહેલા તે કોઈ રીતે તેમનાં ચંગુલમાંથી ભાગી નીકળી અને એક ભાડાના મકાનમાં રહેવા લાગી. હમણાં તાજેતરમાં જ્યારે તેણે પોતાનાં બાકી પૈસાની માંગ કરી, ત્યારે અતુલ અને શીતલ તેને ધમકાવા લાગ્યા. ડરના કારણે યુવતી સીધી ગઢા પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર હકીકત પોલીસને કહી. ફરિયાદ મળતા જ પોલીસે તરત કાર્યવાહી કરી હોટેલ પર દરોડો પાડ્યો અને અતુલ ચૌરસિયાની ધરપકડ કરી. જયારે શીતલ દુબે હાલ ફરાર છે.

MP-જબલપુરમાં સ્થાનિક ભાજપ નેતા તેના સાથી સાથે મળીને હોટેલની આડમાં સેક્સ રેકેટ ચલાવી રહ્યો હતો. આસામની એક યુવતીની ફરિયાદના આધારે પોલીસએ રવિવારના મોડી રાત્રે ગઢા વિસ્તારમાં આવેલી હોટેલ “અતિથિ”માં દરોડો પાડી ભાજપના પૂર્વ મંડળ અધ્યક્ષ અતુલ ચૌરસિયાને ઝડપી લીધો છે. જ્યારે તેના સાથી શીતલ દુબેની શોધખોળ ચાલી રહી છે.યુવતીએ પોલીસને જણાવ્યુ હતું કે તે ત્રણ વર્ષ પહેલાં નોકરીની શોધમાં જબલપુર આવી હતી. તે દરમિયાન એની મુલાકાત અતુલ અને શીતલ સાથે થઈ. બંનેએ પહેલા તેને હોટેલમાં રોકાવ્યું અને ત્યારબાદ મોટી કમાણીનું લાલચ આપી જબરજસ્તી દેહવ્યાપારમાં ધકેલી દીધી.

પોલીસે રવિવારની મોડી રાત્રે ગઢા વિસ્તારમાં આવેલી હોટેલ અતિથિ પર દરોડો પાડી આરોપી અતુલ ચૌરસિયાની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. જયારે શીતલ ઉર્ફે મથુરા દુબે હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ શોધખોળ કરી રહી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, અતુલના હોટેલમાં શીતલ ઉર્ફે મથુરા દુબે યુવતીઓની સપ્લાઈ કરતો હતો. આ માટે આરોપીઓ આસામ, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હીની યુવતીઓને લાલચ આપી બોલાવતા હતા. ગઢા થાના ઇન્ચાર્જ પ્રસન્ન શર્માના જણાવ્યા મુજબ તમામ તથ્યોના આધારે તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું છે કે આ કેસ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી શકે છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હોટેલમાં આવતા પુરૂષોને સીધા તેના રૂમમાં મોકલવામાં આવતા હતા. દરેક ગ્રાહક પાસેથી 2 થી 5 હજાર રૂપિયા લેવાતા હતા, પરંતુ તેને તેમાંમાંથી બહુ ઓછો પૈસા આપવામાં આવતાં. જ્યારે પણ તે પૈસાની માગ કરતી, ત્યારે તેને ઠાળવામાં આવતી અને શાંત રાખવામાં આવતી. ઘણા વખત તેને ધમકી પણ અપાઈ હતી.પોલીસને આપેલ નિવેદનમાં આસામની પીડિતાએ જણાવ્યું કે તે લગભગ 3 વર્ષ પહેલા કામની શોધમાં જબલપુર આવી હતી. તે સમયે તેનો સંપર્ક જબલપુર ભાજપના પૂર્વ મંડળ અધ્યક્ષ અતુલ ચૌરસિયા અને તેની સાથી શીતલ ઉર્ફે મથુરા દુબે સાથે થયો. બંને મળીને એક હોટેલ ચલાવે છે અને નોકરી આપવાની વચન આપી ગઢા વિસ્તારમાં આવેલા ગઢા બજારિયામાં સ્થિત અતિથિ હોટેલમાં રોકાવી દીધા. ત્યારબાદ ભાજપ નેતાએ તેનો દુષ્કર્મ કરી અને દેહવ્યાપારમાં ધકેલી દીધો.

CCTV, રજિસ્ટર અને કોલ ડીટેલ ખંગાળી રહી છે પોલીસ

ગઢા પોલીસ હોટેલના ગેસ્ટ એન્ટ્રી રજિસ્ટર અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ માત્ર સ્થાનિક પરંતુ એક સંગઠિત સેક્સ રેકેટ છે, જે લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યો હતો. આરોપીઓના મોબાઈલની કોલ ડિટેઇલ પણ ખંગાળવામાં આવી રહી છે, જેથી આ ધંધાથી જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરી તેમની ધરપકડ કરી શકાય.

પોલીસની શરૂઆતની તપાસમાં ખુલ્યું છે કે આસામ ઉપરાંત કોલકાતા, સિક્કિમ અને રાયપુરમાંથી પણ અહીં યુવતીઓ લાવવામાં આવતી હતી. હાલ સુધીમાં માત્ર એક યુવતીએ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની કાર્યવાહી પહેલાં જ હોટેલમાં હાજર યુવતીઓ ગાયબ થઈ ગઈ હતી. પીડિતાના મોબાઈલમાંથી કોઈ ખાસ પુરાવા મળ્યા નથી, હા તો અમુક ફોટા અતુલ ચૌરસિયા અને શીતલ દુબેના મળી આવ્યા છે.

EOW વિભાગમાં ફરજ બજાવતા PSI સિસોદિયા પાસે જેટલી પણ તપાસની અરજીઓ હતી,તેમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા

0
EOW વિભાગમાં ફરજ બજાવતા PSI સિસોદિયા પાસે જેટલી પણ તપાસની અરજીઓ હતી,તેમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા

CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સર્ચ ઓપરેશન

EOWના PSI સિસોદિયાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI પાસે આર્થિક ગુના નિવારણ વિભાગની ઘણી બધી તપાસો છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ હતી. CID ક્રાઈમના EOW વિભાગની કાર્ય પદ્ધતિ સુધારવા માટે SMC હાલ તપાસ કરી રહી છે. SMC ના DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના આપવામાં આવી છે.

ત્યારે હાલના તબક્કે CID ક્રાઈમના EOW વિભાગમાં મહત્વની અરજીઓ તથા કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદોમાં પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. મુખ્યત્વે EOW વિભાગમાં ફરજ બજાવતા PSI સિસોદિયા પાસે જેટલી પણ તપાસની અરજીઓ હતી તેમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગાંધીનગર CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ વિભાગમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

EOWના PSI સિસોદિયા પાસે ઘણા લાંબા સમયથી ઘણી બધી તપાસોની અરજીઓ પેન્ડિંગ હતી. જેને પગલે પીએસઆઈ સિસોદિયાને બુધવારના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.CID ક્રાઈમના EOW વિભાગમાં ચાલતી કાર્ય પદ્ધતિનું મૂલ્યાંકન કરવું તથા કાર્ય પ્રણાલીની અંદર સુધારો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર CID ક્રાઈમના EOW વિભાગમાં ચાલતી લાલિયાવાડી તથા બેદરકારી અંગેની અનેક મૌખિક રજૂઆતો ધ્યાને આવી હતી. જેના બાદ વિભાગીય સુધારા કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલને સૂચના આપવામાં આવી છે.

વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંગ નામક મહિલા સાથે દોસ્તી તેણી બહેનપણી કંચન લતા સિંહ જોડે હોટલ માં બુલાવી લુંટ કરી.

0
વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંગ નામક મહિલા સાથે દોસ્તી તેણી બહેનપણી કંચન લતા સિંહ જોડે હોટલ માં બુલાવી લુંટ કરી.

FBથી મિત્રતા કરીને સુરતના યુવકને દમણની હોટલમાં લૂંટી લીધો.

સોનાની ચેઇન, બ્રેસલેટ- ફોન લૂંટનારી 2 મહિલા સહિત 3 ઝબ્બે.

સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરીને ધનિક લોકો સાથે મિત્રતા કરીને પાર્ટી કરવના બહાને હોટલમાં બોલાવી લૂંટ કરનારી મહિલા ગેંગને દમણ પોલીસે ઝડપી પાડી છે. નાની દમણના કડૈયા સ્થિત પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક ફરિયાદ નોંધાય હતી કે, સુરતમાં રહેતો એક વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંગ નામક મહિલા સાથે દોસ્તી થઇ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમીત વાત થતા રિયાસિંગ અને ભોગ બનનારા યુવક વચ્ચે વિશ્વાસ વધ્યો હતો. ગત 14મી મેના રોજ રિયા સિંગ અને તેની બહેનપણી લાલી સાથે તેઓ કાર લઇને દમણ ફરવા માટે આવ્યા હતા જેમાં સુરતના યુવકને પણ બોલાવ્યો હતો. દમણના સી ફેસ તથા અન્ય વિસ્તારમાં ફરીને તેઓ એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યુ હતું.

વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંગ નામક મહિલા સાથે દોસ્તી તેણી બહેનપણી કંચન લતા સિંહ જોડે હોટલ માં બુલાવી લુંટ કરી.

રાત્રિએ બંને મહિલાએ યુવકને દારૂ પીવડાવ્યા બાદ અર્ધ બેભાન અવસ્થામાં સુવડાવી દીધો હતો. મળસ્કે જ્યારે યુવકની ઊંધ ઊંડી તો બંને મહિલા હોટલના રૂમમાંથી ગાયબ હતી. આ ઉપરાંત યુવકની સોનાની ચેઇન, બ્રેસલેટ તથા મોબાઇલ ફોન પણ ગાયબ હતા. પોતે લૂંટાયો હોવાની ખબર પડતા યુવકે કડૈયા દમણ પોલીસ સ્ટેશનમાં બંને મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં દમણની પોલીસે બંને મહિલાની ધરપકડ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ એનાલિસિસના આધારે બંને મહિલાની ઓળખ કરીને નજર રાખવામાં આવી રહી હતી. જોકે, બંને મહિલા લોકેશન બદલતી રહેતી હોવાથી પોલીસને પકડવામાં મુશ્કેલી આવી રહી હતી. આખરે પોલીસે બંને મહિલા આરોપી જેની ઓળખ રામલાલી સંજય શહાદે રહે. નવી સુડા વસાહત, વેસુ -સુરત અને કંચન લતા સિંહ રહે. શિવમ રેસિડેન્સી, વેદનગરી કામરેજ – સુરતની ધરપકડ કરી હતી.

ત્રણ યુવતી મારફતે દેહ વિક્રય કરાવતી મહિલા સંચાલક પણ ઝડપાઇ,એક જ રૂમમાં નીચે ગાદલાં પાથરી પડદાની આડશ રાખી કામગીરી કર્તા હતા.

0
ત્રણ યુવતી મારફતે દેહ વિક્રય કરાવતી મહિલા સંચાલક પણ ઝડપાઇ,એક જ રૂમમાં નીચે ગાદલાં પાથરી પડદાની આડશ રાખી કામગીરી કર્તા હતા.

વરાછામાં રહેણાંકમાંથી ઔદ્યોગીક વિસ્તાર બનેલી ધણી સોસાયટીઓમાં કુટણખાના ધમધમે છે.

વરાછા ઘનશ્યામનગર વિસ્તારમાં શેરી નં.16 મકાન નં.165 ના ત્રીજા માળે એક રૂમમાં રેડ કરતા 20 x 15 ની રૂમમાં ત્રણ પડદાની આડશ ઉભી કરી નીચે ગાદલાં પાથરી ચાલતું કુટણખાનું મળ્યું હતું.પડદાંની આડશમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ કઢંગી હાલતમાં મળતા પોલીસે તેમને તેમજ ત્યાં શરીરસુખ માણવા માટે રાહ જોઈને નીચે ગાદલા પર બેસેલા અન્ય ચાર પુરુષ તેમજ રૂમના દરવાજા પાસે પલંગ પર બેસેલી મહિલા સંચાલક લતાબેન ઉર્ફે રીયાબેન હિતેશભાઈ પટેલ ( ઉ.વ.45, રહે.ઘર નં152, લક્ષ્મીનગર સોસાયટી, સીમાડાગામ, સરથાણા, સુરત.મૂળ રહે.ધર્મજ ગામ, તા.બોરસદ, જી.આણંદ ) ને પણ ઝડપી લીધી હતી.

ત્રણ યુવતી મારફતે દેહ વિક્રય કરાવતી મહિલા સંચાલક પણ ઝડપાઇ,એક જ રૂમમાં નીચે ગાદલાં પાથરી પડદાની આડશ રાખી કામગીરી કર્તા હતા.

પોલીસે ત્યાંથી ટીફીન બોક્સમાં રાખેલા રોકડા રૂ.64,460, બે મોબાઈલ ફોન, 83 કોન્ડોમ અને ઓનલાઈન પેમેન્ટ માટેનું પેટીએમ સ્કેનર વિગેરે મળી કુલ રૂ.66,960 નો મુદ્દામાલ કબજે કરી ત્યાં શરીર સુખ માણવા આવેલા 17 વર્ષના તરુણ સહિત છ ગ્રાહકને ઝડપી લીધા હતા.જયારે એક બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણ યુવતીને મુક્ત કરાવી હતી.સ્પા સંચાલક લતાબેન ઉર્ફે રીયાબેન શરીરસુખ માણવા આવતા ગ્રાહકો પાસેથી રૂ.500 લઈને યુવતીને રૂ.300 ચૂકવતી હતી.સંચાલક લતાબેન ઉર્ફે રીયાબેને રૂમ 15 દિવસ અગાઉ નમ્રતાબેન હસમુખલાલ પાસેથી ભાડે રાખ્યું હતું.સંચાલક પાસેથી જે પેટીએમ સ્કેનર મળ્યું તે પણ તેજલ નિલેશભાઈ સાવલીયાના નામનું હતું.વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

કોણ કોણ પકડાયું 

(1) સંચાલક લતાબેન ઉર્ફે રીયા સોલંકી હિતેશભાઈ પટેલ ( ઉ.વ.45, રહે.ઘર નં.152, લક્ષ્મીનગર સોસાયટી,  સીમાડા ગામ, સરથાણા, સુરત. મૂળ રહે.ધર્મજ ગામ, તા.બોરસદ, જી.આણંદ )

(2) રીક્ષા ચાલક વિજયપાલ અમરસિંહ ગેહલોત ( ઉ.વ.31, રહે.ઘર નં.28, શેરી નં.13, ઘનશ્યામનગર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ રહે.અંબા ગામ, તા.પોરસા, જી.મુરૈના, મધ્યપ્રદેશ )

(3) ગ્રાહક પાણીપુરી વેચતો સોનુ સોમનાથ યદુવંશી ( યાદવ ) ( ઉ.વ.18, રહે.પાટીચાલ ઝુપડપટ્ટી, વરાછા, સુરત. મૂળ રહે.બિસુનપુર, તા.મડિઆઉ, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ )

(4) ગ્રાહક શ્રમજીવી પીટું બાબુભાઇ વસાવા ( ઉ.વ.35, રહે.ઘર નં.120/બી/2, કોસાડ આવાસ, અમરોલી, સુરત )

(5) ગ્રાહક 17 વર્ષનો તરુણ 

(6) ગ્રાહક સિલાઈકામ કરતો અરવિંદકુમાર ભૌહરે ચૌહાણ ( ઉ.વ.30, રહે.ઘર નં.બી/184, જગદીશનગર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ રહે.બૌહારીયા ગામ, તા.તરબગંજ, જી.ગૌડા, ઉત્તરપ્રદેશ )

(7) ગ્રાહક કર્મકાંડી બ્રાહ્મણ રાજ હિતેશભાઈ જાની ( ઉ.વ.25, રહે.ઘર નં.104, આલીશાન હોમ્સ, વ્રજચોક પાસે, સરથાણા જકાતનાકા પાસે, સરથાણા, સુરત. મૂળ રહે.ભાદરા ગામ, તા.મહુવા, જી.ભાવનગર )

(8) ગ્રાહક સિલાઈકામ કરતો મો.સાર્જન આલમ મો.હાસીમ શેખ ( ઉ.વ.20, રહે.નાગોરી ચા ની ઉપર, પંડોળ, ચોકબજાર, સુરત. મૂળ રહે.પતલવા ગામ, જી.કિશનગઢ, બિહાર ) 

સુરત કડોદરા GIDCમાં 5 વર્ષની બાળકીની દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર ઝડપાયો

0

કડોદરા GIDC વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી હતી. પડોશમાં રહેતો રાજસ્થાનના પાલી જિલ્લાનો ગણપતલાલ ચંદ્ર પ્રકાશ સરગરા 5 વર્ષ અને 2 મહિનાની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. જેમાં આરોપીએ બાળકીને લાલચ આપીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેમાં માસૂમ બાળકી બૂમાબૂમ કરતા આરોપીએ માથામાં પથ્થરના ઘા ઝીંકી મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.જેમાં આજે પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાનું રિ-કન્ટ્રક્શન કર્યું છે.

પોલીસની કડક પૂછતાછમાં આરોપીએ જણાવ્યું હતું કે, બાળકીને ઘરથી 1.5 કિલોમીટર દૂર વાંકાનેડા ગામની હદમાં ખાડી કિનારા નજીક એક શેરડીના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા તેને માથામાં પથ્થરના ઘા ઝીંકી મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

UP-Mainpuri, BJP મહિલા નેતા સીમા ગુપ્તાના પુત્ર શુભમ ગુપ્તાના 130થી વધુ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

0
UP-Mainpuri, BJP મહિલા નેતા સીમા ગુપ્તાના પુત્ર શુભમ ગુપ્તાના 130થી વધુ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મેનપુરી,ઉત્તર પ્રદેશમાં ભાજપા મહિલા નેતા સીમા ગુપ્તાના પુત્ર શુભમ ગુપ્તાના 130થી વધુ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે યુવકની પત્નીએ ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં માનસિક અને શારીરિક પીડન, દહેજ માટે ત્રાસ, અને અન્ય મહિલાઓ સાથેના અશ્લીલ સંબંધોનો સમાવેશ થાય છે . ઉત્તર પ્રદેશના મેનપુરીમાંથી એક આંચકાજનક મામલો સામે આવ્યો છે. અહીં ભાજપાની મહિલા મોરચાની પૂર્વ નગર અધ્યક્ષ એક નેત્રીનો પુત્ર આરોપોની જકડમાં આવ્યો છે. તેના ઘણા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સાથે જ, આ યુવાનની પત્નીએ તેના સામે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં દહેજ માટે ત્રાસ અને બીજી મહિલાઓ સાથેના અવૈધ સંબંધોનો સમાવેશ થાય છે.

મેનપુરી કોથવાલી વિસ્તારની રહેવાસી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે સસરા પક્ષ તરફથી વધારાના દહેજની માગણી કરીને તેને હેરાનગતિ કરવામાં આવી રહી છે. વધુમાં, તેણીએ તેના પતિ પર શહેરની બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ પણ મૂક્યો છે. ફરિયાદ બાદ, પતિના બીજા મહિલ ના કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. જણાઇ રહ્યું છે કે વીડિયોમાં દેખાતો યુવાન ભાજપાની પૂર્વ નેત્રીનો પુત્ર છે.

મેનપુરીમાં આ યુવકના અનેક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જે અત્યંત અપત્તિજક છે. મળતી માહિતી અનુસાર,વીડિયો અલગ-અલગ જગ્યાએ શૂટ કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ યુવક પહેલેથી જ વિવાહિત છે અને વીડિયોમાં દેખાતી મહિલા પણ મેનપુરી શહેરની જ રહીશ હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપા નેત્રીના પુત્ર શુભમ ગુપ્તાની લગ્નજીવન 2021માં શીતલ ગુપ્તા સાથે થઈ હતી. પત્ની શીતલ ગુપ્તાએ પતિ શુભમ ગુપ્તા સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. શીતલનું કહેવું છે કે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી પતિની આવી જ હરકતોને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો રહ્યો છે.શીતલ ગુપ્તાના આરોપો અનુસાર, તાજેતરમાં શુભમ તેને સિગારેટથી દાઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે પોલીસને બોલાવી હતી, પરંતુ પછી મામલો ઉકેલાઈ ગયો હતો અને કોઈ કાર્યવાહી થઈ નહોતી.તેણે એવો પણ આરોપ મૂક્યો છે કે શુભમ તેની પ્રેમિકા સાથેના અશ્લીલ વિડિઓઝ બનાવીને તેને બતાવતો હતો અને શારીરિક તેમજ માનસિક રીતે પીડિત કરતો હતો. શીતલના કહેવા મુજબ, શુભમ વારંવાર ધમકી આપતો હતો કે, “મારી મમ્મી ભાજપાની નેતા છે, મોટા નેતાઓ સાથે ઉઠબેસ છે, મારું કોઈ કંઈ ઉખાડી શકતું નથી, હું જે ઈચ્છું તે કરું છું.”

આ મામલાની ગંભીરતા જોતા મેનપુરી પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.પોલીસે જણાવ્યું છે કે તપાસમાં જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર જાહેર જીવનમાં પાત્રતા (શુચિતા) અને વ્યવહારના નૈતિક ધોરણો પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે સત્તારૂઢ પક્ષના નેતાઓના પરિવારના સભ્યો તેમાં સંડોવાયેલા હોય. સાથે જ, આ મામલામાં શુભમની પત્ની શીતલ સહિત ઘણા અન્ય લોકો સામે પણ એક મહિલાએ કેસ નોંધાવ્યો છે. તે મહિલાનો આરોપ છે કે તેના પૂર્વ પ્રેમી નીરજ ગુપ્તા, તેની પત્ની અને નીરજની બહેન શીતલ ગુપ્તાએ તેનો એક જૂનો વીડિયો — જેમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે — અને કેટલીક તસવીરો “કોઈ રીતે ચોરી કરીને” સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે.

શીતલે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિએ તેને ઘરમાં બંધ કરી રાખી હતી અને ખાવાની પણ ના આપતો હતો. આ તમામ ફરિયાદોને લઈને શીતલ ગુપ્તાએ મેનપુરી મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. યુવકની માતા, સીમા ગુપ્તા, જે અગાઉ ભાજપાની મહિલા મંડળ અધ્યક્ષ રહી ચુકી છે, તેમને 2022માં પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા .

આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે, જેમાં વિપક્ષી પક્ષોએ ભાજપા પર આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ મુદ્દે ટિપ્પણી કરી છે .

મામલો હાલમાં તપાસ હેઠળ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે.

સુરતના ઝોન-6માં આવતા અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

0
સુરતના ઝોન-6માં આવતા અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસતંત્ર તાજેતરમાં જ ઝોન-6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારનાં 73 અસામાજિક તત્ત્વને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી. તમામ લોકો મિલકત સંબધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે. ઝોન-6માં આવતાં અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનના કુલ 73 આરોપીને ભેગા બોલાવવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ હાલમાં જામીન પર છે. તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે.

સુરતના ઝોન-6માં આવતા અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનોના કુલ 73 આરોપીઓને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં. કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે, સાથે જ આ તમામ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે.પોલીસે આ આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોડેલના પૂર્વ પ્રેમી સાથે 2017માં દોસ્તી થઈ ને 2024માં મોડેલએ રેપનો કેસ કર્યો. પછી આ ઘટના બની.

0
મોડેલના પૂર્વ પ્રેમી સાથે 2017માં દોસ્તી થઈ ને 2024માં મોડેલએ રેપનો કેસ કર્યો. પછી આ ઘટના બની.

સુરત,સુરતના પોશ વિસ્તારમાં 29 મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મોડેલે આ મામલે બે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ જૈન નામના વેપારીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી. મર્સિડીઝને આગ ચાંપવા મામલે વેસુ પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીની ઝડપી પાડ્યો છે. બન્ને આરોપીમાંથી એક મિતેશનો મિત્ર છે.

મોડેલે મિતેશ જૈન પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે 2017માં અમારી દોસ્તીની શરૂઆત થઈ હતી. તે પરિણીત હોવાનું તેણે જણાવ્યું નહોતું. 2018માં તે પરિણીત હોવાની મને જાણ થઈ હતી. જેથી મેં આ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે સંબંધનો અંત લાવવા માગતો નહોતો, એટલે તે હેરાન કરવા લાગ્યો, જેને કારણે મેં તેના પર 2024માં રેપની ફરિયાદ કરી હતી.

એપ્રિલમાં વેપારીની પત્નીએ પણ મોડેલ સામે ફરિયાદ કરી હતી.

ગત 22 એપ્રિલે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યાં હતાં.વેપારીની પત્નીએ મોડેલ પર સોશિયલ મીડિયા મારફત ચરિત્રહનન કર્યાનો ગંભીર આક્ષેપ કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર વેપારીની પત્ની તથા તેના પતિ મિતેશના ફોટો સાથે સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ કરી મોડેલે ત્રણ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત વાઇરલ કર્યા હતા.

સમગ્ર મામલે ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હાલમાં વેસુ પોલીસ CCTVના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આગ ચાંપનાર યુવકની ઓળખ કરવા ટેક્નિકલ સોર્સિસ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પાછળ શંકાસ્પદ એજન્ડા કે જૂની અદાવત છે કે નહીં એ બાબતે પોલીસ તપાસમાં લાગી છે. આ જ રીતે મોડેલના જીજાની પણ કાર બે અજાણી વ્યક્તિ દ્વારા સળગાવવામાં આવી હતી.. બન્ને ઘટનાની તપાસ ચાલુ છે, સાથે મોડેલે આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે કે જ્યારે તેમના સંબંધ હતા ત્યારના ફોટો ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને અપલોડ કરવામાં આવ્યા છે. ત્રણેય કેસની તપાસ કરવામાં આવી રહી છે. મોડેલે અગાઉ મિતેશ જૈન પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી, જોકે હાઇકોર્ટમાં તેના નિવેદન પર ક્વોશિંગની પ્રક્રિયા થઈ હતી.

એક જ દિવસે બે પોલીસકર્મી દુષ્કર્મ ની ફરિયાદ,4 મહિનાથી શારીરિક શોષણનો આરોપ,પોક્સો હેઠળ ગુનો દાખલ

0
એક જ દિવસે બે પોલીસકર્મી દુષ્કર્મ ની ફરિયાદ,4 મહિનાથી શારીરિક શોષણનો આરોપ,પોક્સો હેઠળ ગુનો દાખલ

બે પોલીસકર્મીએ ખાખીને લજવી! એક એ મહિલા પર તો બીજાએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ

અમરેલીમાં હેડક્વાર્ટરના પોલીસકર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હવસ સંતોષી

ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટના સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરાએ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાવી છે. તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસકર્મીએ સામે ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 4 મહિનાથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના પર શારીરિક અડપલાં કરીને શારીરિક સંબંધ બાંધતો હતો. આ ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુન્હો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એક જ દિવસમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સબંધ બાંધવાનો આરોપ

માહિતી અનુસાર, અમરેલીમાં વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મનાં ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં સીમરણ ગામે રહેતી 30 વર્ષીય યુવતીને અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ કમાભાઈ સોલંકીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે અમરેલી સિટી પોલીસમાં પોલીસકર્મી મહેશ સોલંકી સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાબરામાં પોલીસકર્મી સામે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ

અમરેલીનાં બાબરામાં પણ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ થયો છે. છેલ્લા 4 માસથી પોલીસકર્મી સગીરાને અડપલાં કરતો, તેણીની માતાને પણ હેરાન કરતો હોવાનાં આક્ષેપ સાથે બાબરા પોલીસ મથકમાં (Babra Police Station) સગીરાનાં પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસકર્મી વિરુદ્ધ અપહરણ, પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. બાબરા પોલીસે ખાખીને કલંકિત કરનારા ફરાર પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની શોધખોળ આદરી છે.


સચીન વોર્ડ માં સેટીંગ.કોમ માં બધું બરાબર ચાલે છે.બધા જ કેમ ચુપ કાયદેસર નું કામગીરી કે સેટીંગ.કોમ

0
સચીન વોર્ડ માં સેટીંગ.કોમ માં બધું બરાબર ચાલે છે.બધા જ કેમ ચુપ કાયદેસર નું કામગીરી કે સેટીંગ.કોમ

પહેલા મકાન બનવા દે, પછી નોટિસ, સેટીંગ નથાય તો તોડે, પછી સેટીંગ થાય તો બનવા દે, જેમાં કોઈ નું સેટિંગસ ન થાય તે વાત ની ચર્ચાઓ ચાલે છે.

જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરે મુદ્દો ઉઠાવ્યો.

સુરત, શનિવાર પહેલા મકાન બનવા દે, પછી એની નોટિસ આપે, જો નોટીસ પછી પણ સેંટીંગ ના થાય તો તોડી આવે, તોડયા પછી ફરી સેંટીંગ કરીને પાછુ બનવા દે. પાલિકામાં આજે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરે આ પ્રશ્ન ઉઠાવીને સરથાણા ઝોનમાં સાંજે ફકત સેંટીગ કરનારા એજન્ટો જ આવે છે. આ બીજુ કોઈ નહીં ભાજપના ધારાસભ્ય જ કહે છે.

રેસીડેન્શીયલમાં કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ: સરથાણા ઝોનમાં સાંજે સેટીંગ કરનારા એજન્ટો જ આવે છે તે ભાજપના જ ધારાસભ્યએ કહ્યું છે.

સુરત મહાનગર પાલિકા ખાતે આજે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આપના કોર્પોરેટર સેજલ માલવિયાએ વિવિધ મહત્વપૂર્ણો પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં કાપોઢા ચાર રસ્તા પર ફુટ ઓવરબ્રિજ બનાવવા માંગ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં ભારે ભીડ રહે છે. ટ્રાફિકની અવરજવર વાળો વિસ્તાર છે.વિદ્યાર્થીઓ, રોજિંદા કામદારો, ગૃહિણીઓ, વુદ્વોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી ફુટ ઓવરબ્રિજ બનાવવા બાબતે રજુઆત કરી હતી. બેઠકમાં ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન ઉઠયો હતો. જેમા તેમણે આક્ષેપ કર્યા હતા કે બધી જ જગ્યાએ ગેરકાયદે બાંધકામ ચાલે છે. રેસીડન્સીયલ સોસાયટીમાં કોર્મશિયલ અને ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો ચાલી રહ્યા છે. સોસાયટીના રહીશો ફરિયાદ કરે છે પણ કોણ એને સાંભળે છે ? સ્થળ તપાસ કરવા માટે કહીએ તો કાર્યપાલક ઈજનેર જવાબ નથી આપતા. ઝોનમાં ચાલતી ગતિવિધિ અંગે તેમણે આક્ષેપ કર્યા હતા કે ઝોન કેવી રીતે ચાલે છે. તે હું જાણુ છુ.પહેલા મકાન બનાવા દે, પછી સેંટીંગ ના થાય તો તોડી આવે, તોડયા પછી ફરી સેંટિંગ કરીને પાછુ બનવા દે, જે મકાન પહેલા ગેરકાયદેસર હોય તે સેંટિંગમાં કાયદેસર થઈ જાય છે. આવી પાલિકાની કામગીરી છે. આ વાત પરથી એવી ચર્ચા ઉપડી છે કે રાજકોટની ઘટના પછી થોડા દિવસ પછી પાલિકામાં જૈસે થે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે પાલિકા દ્વારા ફરિયાદો મળતા કાર્યવાહી પણ થાય છે.

સરથાણા ઉપરાંત પોશ વિસ્તારો છે તે અઠવા ઝોન સહિત તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામો છે. મેટિંગ માં ધારાસભ્યનાં ચર્ચાઓ માં લેવામાં આવેલ છે.

ગેરકાયદે બાંધકામમાં સેટીંગનો ઇસ્યુ સરથાણા જ શહેરના તમામ ઝોનમાં છે. પોશ વિસ્તારો આવે છે તે અઠવા ઝોનમાં પણ સોસાયટીઓમાં મનફાવે તેમ લોકોના ઘરો ઢંકાઈ જાય તે રીતે બાંધકામ કરનારાઓ સામે અઠવા ઝોનના અધિકારીઓ મૌન થઈ જાય છે. મંજુરી વગર થતા આવા બાંધકામ સામે વારંવાર ફરિયાદો કરવા છતા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. જોકે, આગામી દિવસોમાં આવા કારભારી અધિકારી-કર્મચારીઓને કાયમ માટે ઘરભેગા થવું પડી શકે છે.