Home Blog Page 12

સચિનનમાં ડમી માલિક ઊભા કરી 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ, હોસ્પિટલના માલિક સહિત ત્રણ પકડાયા

0
સચિનનમાં ડમી માલિક ઊભા કરી 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ, હોસ્પિટલના માલિક સહિત ત્રણ પકડાયા

મૂળમાલિક આરોપી સંતોષના ગામના છે, સંતોષને ખબર હતી કે તેનો 3 વર્ષથી કોઈ અત્તોપત્તો નથી.

સચિનના સાઈદર્શન રો-હાઉસના ચારેય ફ્લેટ એક જ માલિકના છે.

સર્ચ રિપોર્ટથી ચાર ફ્લેટની ડિટેઈલ કઢાવી, જેના આધારે દસ્તાવેજ લેખ તૈયાર કરાયો.

વિકાસ મિશ્રા સાથે 44.30 લાખમાં સોદો કરી નાખ્યો હતો. પ્રદીપ શાહુના ખાતામાં 2.30 લાખ અને 40 હજારની રકમ સંતોષને આપી હતી. 2 લાખની રકમ વકીલને સ્ટેમ્પ પેપર માટે આપી હતી. તેઓ બે સાક્ષી પણ લાવ્યા હતા, જેમાં એક સાક્ષીનું નામ માનીકચંદ કલાક અને બીજાનું નામ પ્રમોદ પાંડે છે. જીશાન સુધીર નામ ધારણ કરીને મિલકત વેચાણ દસ્તાવેજ કરવા માટે આવ્યો હતો.

બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફલેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા બે સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતાં બંને ખરીદનારને ઓળખી છીએ, વેચનારને ઓળખતા નથી. એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી. તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધારકાર્ડ જોતાં બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો. સબ રજિસ્ટ્રારના સ્ટાફના કર્મચારી અંજનાબેન મુંગલસરાએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે જીશાન મોહંમદ રફીકખાન (રહે, સાઇનાથ એપાર્ટ, સચિન), સંતોષ દામોદર પાણીગ્રાહી (રહે, ઓમસાઇ પાર્ક, સચિન) અને પ્રદીપ કાશીનાથ શાહુ (રહે, નૂપૂર હોસ્પિટલ, નાનપુરા) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. સંતોષના ગામના સુધીર લિંગરાજ ગૌંડાએ સચિન ખાતે સાઇપાર્ક બિલ્ડિંગમાં 4 ફલેટ ખરીદી કર્યા હતા, પરંતુ તેમનો છેલ્લાં ઘણાં વર્ષોથી કોઈ પત્તો નથી.

સબરજિસ્ટ્રારે દસ્તાવેજમાં મિલકત વેચનાર અને ખરીદનારના આધારકાર્ડ અને પાનકાર્ડની ઝેરોક્સ તેમજ ફ્લેટના ફોટા અને સાક્ષી બનેલાના આધારકાર્ડ ચકાસી ચારેય ડ્રાફ્ટ દસ્તાવેજમાં લાગેલાં ઇ-ચલણ પર સિક્કા મારી સહી કરી હતી અને એન્ટ્રી કરવા ઓપરેટર ઉર્વી શાહને દસ્તાવેજ આપ્યા હતા. ત્યાર બાદ સાક્ષીઓના ફોટોગ્રાફ લીધા હતા અને સાક્ષીઓને રૂબરૂ બોલાવી ‘મિલકત વેચનારને ઓળખો છો?” પૂછતા બંને સાક્ષી માણીકચંદ કલાક અને પ્રમોદ પાંડેએ કહ્યું કે, અમે ફ્લેટ ખરીદનારના સાક્ષી છીએ એટલે વેચનારને ઓળખતા નથી. ત્યાર પછી ડ્રાફ્ટ દસ્તાવેજમાં રજૂ કરેલો વેચનારનો આધારકાર્ડ જોતાં અને દસ્તાવેજ માટે ડમી વેચનાર બનીને આવેલા વ્યક્તિનો ચહેરો જોતાં બંને અલગ દેખાતાં શંકા ગઈ હતી એટલે પૂછ્યું તો વેચનારે પોતાનું નામ અસલ માલિક સુધીર ગૌડા હોવાનું જણાવ્યું હતું. પછી જન્મ તારીખ પૂછતાં યાદ નહીં હોવાનું કહ્યું હતું. જેથી શંકા જતાં સિનિયર અધિકારીને બોલાવી મિલકત વેચવા આવનારની વધુ પૂછપરછ કરી તેનો ઓરિજિનલ આધારકાર્ડ માંગ્યો હતો, જે મોબાઈલમાં બતાવતાં તેમાં જીશાન મોહંમદ રફીખ ખાન લખેલું હતું. આ જોતાં સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. આ સમયે ઓફિસની બહાર ઉભેલા સંતોષ પાણીગ્રાહી અને પ્રદીપ શાહુને પણ અંદર બોલાવી પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે ચારેય ફ્લેટના અસલ માલિક સુધીર ગૌડા છે.

યુવતી કિશોરને ભગાડી મહારાષ્ટ્રમાં પત્ની બનીને રહતી કિશોર સાથે શરીર સંબંધ બાંધ્યાનો ખુલાસો થતા યુવતી વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ થયો.

0
યુવતી કિશોરને ભગાડી મહારાષ્ટ્રમાં પત્ની બનીને રહતી કિશોર સાથે શરીર સંબંધ બાંધ્યાનો ખુલાસો થતા યુવતી વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ થયો.

પહેલા દુષ્કર્મ ની ઘટના માં ભોગ થનાર હવે યુવતીઓ કિશોરનું શરીર શોષણ ની સુરત માં બીજી ઘટના બની જે ચર્ચાઓમાં લિંબાયતની 19 વર્ષીય યુવતીની લસ્ટ સ્ટોરી સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બની છે. આ યુવતી 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી ગઇ હતી. મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લામાં બે મહિના સુધી એક ઝૂંપડામાં રાખી તેનું યૌનશોષણ કર્યાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભાગતા પહેલા અને ભાગ્ય બાદ પણ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની સગીરની કબૂલાત આધારે યુવતી વિરુદ્ધ પોક્સોની અલગ-અલગ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.17 વર્ષના કિશોરને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપી હું કંઈ કરી લઈશ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. લિંબાયત પોલીસે કિશોરના મિસીંગની તપાસ દરમિયાન મળેલી હકીકતના આધારે આ બનાવમાં યુવતી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી બંનેને તેઓ બે દિવસ પહેલા સુરત પરત આવતા ઝડપી પાડી યુવતીની ધરપકડ કરી હતી.

સગીરાના પિતાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર અને તેનો પરિવાર અગાઉ જયાં રહેતો હતો તે લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી પણ તેના ઘરેથી તે સમયે જ ગાયબ છે.પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને બે દિવસ અગાઉ તેઓ સુરત પરત ફરતા બંનેને ઝડપી પાડ્યા હતા.

બંને એકબીજાના ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને તેમાં મેસેજ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્રણેક મહિના પહેલા સગીર તેના ઘરે એકલો હતો ત્યારે યુવતી મળવા આવી હતી. યુવતીએ તેને અડપલાં કરી શરીર સંબંધ બાંધ્યો હતો.યુવતીએ સગીરને ‘હું કંઈ કરી લઈશ’ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. તેઓ પહેલા ઉજ્જૈન ગયા હતા અને ત્યાં ત્રણેક દિવસ રોકાઈને તેઓ જલગાંવના ભડગાંવ ખાતે પતિ-પત્નીની જેમ રહેતા હતા. ત્યાં બંને વચ્ચે અવારનવાર શરીર સંબંધ બંધાયો હતો. લિંબાયત પોલીસે શિવાંશની કબૂલાતના આધારે આ બનાવમાં વિવિધ કલમનો ઉમેરો કરી યુવતીની ધરપકડ કરી હતી.

પોલીસ પકડે નહિ તે માટે સગીરને ફોન તેના ઘરે જ મૂકવા જણાવ્યું હતું. પોલીસે પહેલા સગીર ગુમ થયો ત્યારે પોલીસે માત્ર અપહરણની કલમ 137(2) મુજબ ગુનો નોંધ્યો હતો. સગીર સાથે યુવતીએ દુષ્કર્મ કર્યાનું બહાર આવતાં કોર્ટમાંથી મંજૂરી લઇ પોલીસે પોક્સોની કલમ 4, 6, 8 અને 12નો ઉમેરો કર્યો હતો.

સચિન GIDCમાં થયેલી મહિલા ની હત્યા માં પ્રેમી જ હત્યારો નીકળ્યો,લોકેશન ટ્રેસ કરીને બિહાર થી પકડી લીધો.

0
સચિન GIDCમાં થયેલી મહિલા ની હત્યા માં પ્રેમી જ હત્યારો નીકળ્યો,લોકેશન ટ્રેસ કરીને બિહાર થી પકડી લીધો.

ક્રૂર રીતે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પ્રેમી હતો.

આરોપી હત્યા કર્યા પછી બિહાર અને ત્યાંથી નેપાળ સુધી ભાગી ગયો હતો, ફરી થી બિહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મુન્નીદેવીનું એક યુવાન અરમાન છોટેબાબુ હાસમી (ઉ.વ. 21) સાથે પ્રેમસંબંધ હતો.

ઝઘડાઓથી કંટાળેલા અરમાને મહિલા ની હત્યા કરી હતી.

સુરત સચિન GIDC વિસ્તારમાં આવેલા રામેશ્વર કોલોનીની ઝાડીઓ વચ્ચે મળી આવેલી અજાણી મહિલાની અંગે સુરત ક્રાઈમ બ્રાંચ ખુલાસો કર્યા કે થયો છે કે, તેની ક્રૂર રીતે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પ્રેમી અરમાન હતો.

સચિન GIDCમાં થયેલી મહિલા ની હત્યા માં પ્રેમી જ હત્યારો નીકળ્યો,લોકેશન ટ્રેસ કરીને બિહાર થી પકડી લીધો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આરોપી હત્યા કર્યા પછી બિહાર અને ત્યાંથી નેપાળ સુધી ભાગી ગયો હતો થી તેને બિહાર માં ધરપકડ કરવામાં આવી હતી.08 મેના રોજ સચિન GIDC પોલીસ સ્ટેશનની હદમાં રામેશ્વર કોલોની નજીક એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ હતી, જે જોઈને પોલીસને તરત શંકા ગઈ કે, આ કોઈ સામાન્ય મોત નહીં પરંતુ એક ક્રૂર હત્યાનું કૃત્ય છે. મહિલાની ઓળખ ન થવાથી સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી હતી અને પોલીસ દોડધામમાં લાગી ગઈ હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાની ગંભીરતા જોતા અલગ-અલગ ટીમો બનાવીને તાબડતોબ તપાસ શરૂ કરી. લગભગ 5આસપાસ નાં બધા જ CCTV કેમેરા ચકાસવામાં આવ્યા અને ખાનગી બાતમીદારોના સહયોગથી આખરે મૃતકની ઓળખ મુન્નીદેવી ચૌહાણ (ઉ.વ. 35) તરીકે થઈ હતી. મુન્નીદેવી મૂળ બિહારના ઓરંગાબાદ જિલ્લાના ચંદોલી ગામની વતની હતી અને હાલમાં સુરતના સચિન GIDC વિસ્તારમાં શિવનગરમાં ભાડે રહેતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુન્નીદેવીનું એક યુવાન અરમાન છોટેબાબુ હાસમી (ઉ.વ. 21) સાથે પ્રેમસંબંધ હતો. બંને અલગ ભાડાના મકાનમાં મળતા હતાં. છેલ્લા થોડા મહિનાથી બંને વચ્ચે અવરનવર અવિશ્વાસ અને ઝઘડાઓ એટલા વધી ગયા હતા. મુન્નીદેવી પોતાના પ્રેમી અરમાન પર શંકા કરતી હતી, જેને કારણે સંબંધમાં તણાવ વધી રહ્યો હતો. ઝઘડાઓથી કંટાળેલા અરમાને એક દિન મુન્નીદેવીને બોલાવી સચિન GIDCની રામેશ્વર કોલોની પાસે આવેલા એકાંત વિસ્તારમાં લઇ ગયો. ઝાડીઓ વચ્ચે તેણે લોખંડની સળિયાથી તેના માથાના આગળ અને પાછળ ભાગે ઘા કરીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટયો હતો.

આરોપી મૂળ સપહી, થાણા બ્રહ્મપુર, જિલ્લો બકસર – બિહારનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરીને તેને સચિન GIDC પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. હાલ વધુ પૂછપરછ તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.


નાયબ કાર્યપાલક ઇજનેર ACB ટ્રેપમાંથી છટક્યા પણ ફોન રેકોર્ડિંગમાં ભરાયા, ૬ વર્ષ પછી ગુનો દાખલ થયો.

0

ફરિયાદીએ તા. 20/11/2018 ના રોજ વડોદરા શહેર એ.સી.બી. માં ફરીયાદ આપતા ફરીયાદ અનુસંધાને તા. 21/11/2018 ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા લાંચિયા અધિકારીએ લાંચની રકમ સ્વીકારેલ નહિ અને છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું. જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુદ્ધ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદ ની વિગત એ રીતે છે.કે વડોદરા મહાનગર સેવા સદનના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારે વર્ષ 2018માં વડોદરા મહાનગર પાલીકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ આશરે રૂપીયા 60,00,000/- નું વડોદરા મહાનગર પાલિકા ધ્વારા ટેન્ડર બહાર પાડેલ જે કામ કરવા માટે ફરિયાદીએ ઓનલાઇન ટેન્ડર ભર્યું હતું.આ કામના આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારે ફરિયાદીનો સંર્પક કરી તમારું ટેન્ડર મંજુર થયું છે જેના 5 ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ અગાઉ રૂ. 1,50,000/-  કૌશિક શાંતીલાલ પરમારને આપ્યા હતા. પરંતુ ફરિયાદીનું કામ ન થતા તેણે નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારનો સંર્પક કરતા લાંચિયા અધિકારીએ જણાવ્યું હતું કે બાકીના રૂ. 1,50,000/- આપી દો. જેનું રેકોર્ડીંગ ફરિયાદીએ કરી લીધું હતું.જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું. જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુદ્ધ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

“ભાજપ નેતાએ બનાવ્યા યૌન સંબંધ, સીસીટીવીમાં નગ્ન હાલતમાં થયો કેદ”

0
“ભાજપ નેતાએ બનાવ્યા યૌન સંબંધ, સીસીટીવીમાં નગ્ન હાલતમાં થયો કેદ”

મંદસૌરમાં નેશનલ હાઈવે પર મહિલા સાથે અશ્લીલ સ્થિતિમાં જોવા મળેલા ભાજપના નેતા મનોહર ધાકડ વિરુદ્ધ પોલીસએ શુક્રવારે કેસ દાખલ કર્યો છે. ભાજપ નેતાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ઘટના ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવેની છે.

ભાનપુરાના ટી.આઇ. આર.સી. દાંગીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ વીડિયો 13 મેની રાતનો છે અને ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસએ મનોહર ધાકડ અને બીજા એક શખ્સ વિરુદ્ધ કલમ 296, 285, અને 3(5) બીએનએસ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે.

વિડિયો સંબંધે ભાનપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 296, 285, 3(5) હેઠળ કેસ નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આ માહિતી રતલામ રેન્જના ડી.આઈ.જી. મનોજકુમાર સિંહ દ્વારા આપવામાં આવી હતી.

મંદસૌરના બની ગામના રહેવાસી મનોહર ધાકડની પત્ની વોર્ડ ક્રમાંક-8માંથી જિલ્લા પંચાયત સભ્ય છે. 13 મેની રાત્રે મનોહર ધાકડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઉભેલી સફેદ બલેનો કાર (MP14CC4782)માં એક મહિલા સાથે અશોભનિય હાલતમાં જોવા મળ્યા છે. બુધવારથી તેમનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના 8-લેન એક્સપ્રેસવે પર લગાવવામાં આવેલા હાઈ સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયો એટલો અશ્લીલ અને અભદ્ર છે કે આપણે તે ન તો બતાવી શકીએ અને ન જ વર્ણવી શકીએ.

વિડિયો સંબંધે ભાનપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 296, 285 અને 3(5) હેઠળ પ્રકરણ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
– મનોજકુમાર સિંહ, ડી.આઈ.જી., રતલામ રેન્જ

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના એક નેતાનો એક મહિલાસાથે અશોભનિય સ્થિતિમાં હોય તેવો નિવેદિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં તેમને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા તરીકે બતાવવામાં આવ્યા છે.

ભાજપ તરફથી સ્પષ્ટ કરાયું છે કે વીડિયોમાં દેખાતા વ્યક્તિ પક્ષના પ્રાથમિક સભ્ય નથી. મળેલી માહિતી અનુસાર, આ નેતાનું નામ મનોહરલાલ ધાકડ છે અને તેઓ ઉજ્જૈનમાં રજિસ્ટર્ડ ધાકડ મહાસભાના રાષ્ટ્રીય મંત્રી તરીકે પણ ઓળખાય છે.

મંદસૌરમાં ભાજપ નેતા મનોહર ધાકડનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર એક મહિલાસાથે અશોભનિય સ્થિતિમાં જોવા મળે છે. આ મામલે ભાજપ જિલ્લાના અધ્યક્ષ રાજેશ દિક્ષિતે કહેલું કે વીડિયોની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સુરતના લીંબાયત યુવતી તરૂણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઈ, ઉલ્ટી ગંગાનો વધુ એક કિસ્સો

0
સુરતના લીંબાયત યુવતી તરૂણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઈ, ઉલ્ટી ગંગાનો વધુ એક કિસ્સો

19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

રત્નકલાકાર તરીકે નોકરી કરતા પોણા અઢાર વર્ષના તરુણને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને ‘હું કંઈ કરી લઈશ’ તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી.

 ફરી સામે આવી ‘છોટી સી લવ સ્ટોરી’

આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત 27 માર્ચ 2025ના રોજ જ્યારે મારા કામ પર માતાવાડી ખાતે હાજર હતો. મારી પત્ની સુનીતાનો મને ફોન આવ્યો હતો કે,“આપણો છોકરો સાઇરાજ બપોરના આશરે બારેક વાગ્યાથી ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર તેનો મોબાઇલ ફોન ઘરે જ મુકીને ક્યાંક ચાલ્યો ગયો છે અને હજુ સુધી ઘરે પરત આવ્યો નથી.” ત્યારબાદ ઘરે આવીને આસપાસ તથા સગા સંબંધી ત્યાં પૂછપરછ અને શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતાં પોલીસે મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 

વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જૈન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ. 25 હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા.સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહરાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.

સુરત સચીન બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલ બતાવી ને લૂંટ કરી.

0
સુરત સચીન બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલ બતાવી ને લૂંટ કરી.
પોલીસે પાંચ ટીમો બનાવી લૂંટારુંને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી

સુરત શહેરના સચિન સ્લમ બોર્ડ માં ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલ બતાવી પોણા 3.76 લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. જે ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓને પિસ્તોલના બતાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે.

ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને તપાસ કરી લેવાયો હતો અને આરોપીનું પગેરું શોધવા માટે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

BJPનો મહામંત્રી અને તેના મિત્ર સાથે મળી યુવતીને માદક પીણું પીવડાવી,વારાફરતી OYO હોટલમાં યુવતી ઉપર ગેંગરેપ આચર્યું

0
BJPનો મહામંત્રી અને તેના મિત્ર સાથે મળી યુવતીને માદક પીણું પીવડાવી,વારાફરતી OYO હોટલમાં યુવતી ઉપર ગેંગરેપ આચર્યું
સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપ

બીચ પર જવાનું કહી યુવતીને બોલાવી, કારમાં માદક પીણું કોલ્ડ્રીંક પીવડાવ્યું

ઈન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ ફોન નંબરની આપલે થઈ.

સુરત,ભાજપના વોર્ડના નબર ૮ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક ઓયો હોટલમાં લઈ ગયા હતા. અહીં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

આ મામલે યુવતીના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે બી.એન.એસ,૨૦૨૩ની કલમ ૭૦(૧), ૭૫(૨), ૧૨૩ મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરીને બંનેને ધરપકડ કરી છે.આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

જે ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો. થોડાક દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી. આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી ગઈ હતી.થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતાં ફોન પર અવારનવાર વાતો થતી રહી હતી.

ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું, જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી. જોકે, આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રીંક આપ્યું હતું. આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેભાન જેવી થઈ ગઈ હતી. જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટેલમાં લઈ ગયા હતા. જ્યાં યુવતીની અનુમતિ વગર બન્ને યુવકે વારાફરતી શારીરસંબંધ બાંધી ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી. જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.

ગુજરાત પોલીસનો સાયબર ગુનાખોરી વિરુદ્ધ મોટો પ્રહાર

0
ગુજરાત પોલીસનો સાયબર ગુનાખોરી વિરુદ્ધ મોટો પ્રહાર

15 દિવસમાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગ અને ડિજિટલ એરેસ્ટ સહિતના 12 મહત્વના કેસ ઉકેલીને મોટો ભાંડો ફોડ્યો.

સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.

છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે.

ગુજરાત પોલીસનો સાયબર ગુનાખોરી વિરુદ્ધ મોટો પ્રહાર

02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.

15/05/2025ના રોજ વીમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.

90 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો

0
ગુજરાત પોલીસનો સાયબર ગુનાખોરી વિરુદ્ધ મોટો પ્રહાર

સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટિઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા. આ મામલામાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો.

ગુજરાત પોલીસનો સાયબર ગુનાખોરી વિરુદ્ધ મોટો પ્રહાર

પાર્થ ગોયાણી છેલ્લા 3 મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલસેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તાજેતરમાં તે નેપાળથી લખનૌ આવ્યા બાદ ફરી કમ્બોડિયા જઈ રહ્યો હતો. ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત સાઇબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો.સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, પાર્થ ગોયાણી અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ફેક બેન્ક એકાઉન્ટ્સ મેળવતો હતો, તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને ત્યારબાદ તેનો રૂપાંતર ક્રિપ્ટોકરન્સી USDTમાં કરી ચાઈનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો. વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં દેશમાં કુલ 173 જેટલા ગુનાઓ આચર્યા છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 9 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પાર્થ ગોયાણી કમ્બોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સને નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલસેન્ટર ચલાવતો હતો. તેના સંપર્કમાં ઘણા ચાઇનીઝ ગેંગના સહભાગી પણ જોડાયેલા હતા. તે પાકા પ્લાન હેઠળ સોફ્ટવેર દ્વારા ભોગ બનેલા લોકોના ફોન- લેપટોપ પર કન્ટ્રોલ લઈ લેતા અને પછી તેને ડિજિટલ એરેસ્ટમાં રાખી લોન લઈ પૈસા ટ્રાન્સફર કરાવતા.