Home Blog Page 10

પાંડેસરા GIDCમાં દુર્ઘટના, પ્રયાગરાજ ડાઈંગ મિલમાં 26 વર્ષીય યુવાનને લાગ્યો કરંટ સારવાર દરમિયાન મો-ત, સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલો

0
પાંડેસરા GIDCમાં દુર્ઘટના, પ્રયાગરાજ ડાઈંગ મિલમાં 26 વર્ષીય યુવાનને લાગ્યો કરંટ સારવાર દરમિયાન મો-ત, સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલો

સુરત, પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગરાજ ડાઈંગ મિલમાં એક ભારે બેદરકારીભરી ઘટના સામે આવી છે. ડ્યુટી દરમિયાન મિલમાં કામ કરતાં 26 વર્ષીય યુવકને કરંટ લાગતાં ગંભીર સ્થિતિમાં સારવાર માટે સેવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પાંડેસરા GIDCમાં દુર્ઘટના, પ્રયાગરાજ ડાઈંગ મિલમાં 26 વર્ષીય યુવાનને લાગ્યો કરંટ સારવાર દરમિયાન મો-ત, સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલો

પ્રાપ્ત માહિતી મુજબ 21 તારીખના સાંજે 7:00 વાગ્યા ના આશરામાં પાંડેસરા જીઆઇડીસી ના પ્રયાગરાજ ડાઈંગ મિલ માં કામ કરતા રાહુલ વર્મા ને બીજલી નો કરંટ લાગતા નીચે પડ્યો હતો જેથી તેના સાથે મિત્ર એ પ્રાથમિક સારવાર અર્થે તેને સેવા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ દુર્ઘટનાએ ડાઈંગ મિલોની આંતરિક સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું મિલમાં ઇલેક્ટ્રિક લાઇન અને સાધનોની નિયમિત ચકાસણી થાય છે? શું કામદારોને પર્સનલ પ્રોટેક્શન સાધનો (PPE) આપવામાં આવે છે? આ તમામ પ્રશ્નો હજુ અંધારામાં છે અને જવાબદારી લીધા વિના મિલ પક્ષ મૌન વળગી રહ્યાનું સૂત્રો જણાવે છે.

સૂત્રો ની માનીએ તો મૃતકના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે, “મિલમાં સુરક્ષાની સંપૂર્ણ અવગણના છે. યોગ્ય ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ન હોવાના કારણે જ આ દુર્ઘટના બની છે.”

હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ કર્મચારીના મૃત્યુ પછી પણ મિલ સંચાલકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય, તો એની જવાબદારી કોની?

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઘણા ઉદ્યોગોમાં કામદારોની સલામતી માત્ર કાગળ પર જ રહેલી છે. જ્યારે સુધી કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે તેમ નથી.

સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી

0
સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી

સુરત, 21 જૂન 2025: સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એન્જાઈમ-16 ના વિદ્યાર્થીઓએ NEET-2025 ની પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવીને પોતાનું અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધાર્યું છે.

NEET-2025 ની જાહેર થયેલી પરિણામ યાદી પ્રમાણે, વિદ્યાર્થી ગજેરા કાવ્યએ 720 માંથી 622 ગુણ મેળવીને સુરત શહેર અને જિલ્લામાં ત્રીજા ક્રમે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને, EWS કેટેગરીમાં સમગ્ર દેશમાં 24મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર શહેર અને પોતાની સંસ્થા તથા માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

એન્જાઈમ-16 ના બીજા વિદ્યાર્થીઓ, માગુકિયા મન એ 581 અને ગજેરા પૂર્વએ 578, ગજેરા મીત 514, ઘોઘારી જય 509, ડોબરીયા પ્રિયાંશી 500 ગુણ મેળવીને પણ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે. આ વિદ્યાર્થીઓએ માત્ર પોતાના સપનાને જ નહીં, પણ સમગ્ર યોગીચોક વિસ્તારને ગર્વ અનુભવાડ્યો છે.

એન્જાઈમ-16 સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્થાએ વર્ષોથી NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સમર્પિત તાલીમ આપીને અનેક સફળતાઓ મેળવી છે, અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ તેમને મળેલ માર્ગદર્શનને સાર્થક કર્યો છે.

સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એક વર્ષે ધરપકડમાં આવી.

0
સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એક વર્ષે ધરપકડમાં આવી.

સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા હતા.

સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત સાત સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેતે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી. કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી ભાગતી ફરતી હતી. જેને કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર સંતાનની માતાને લગ્નની લાલચ આપી,દુષ્કર્મ કરનાર નાવડી ઓવારાના રામજી મંદિરના પૂજારીની ધરપકડ

0
ચાર સંતાનની માતાને લગ્નની લાલચ આપી,દુષ્કર્મ કરનાર નાવડી ઓવારાના રામજી મંદિરના પૂજારીની ધરપકડ

મંદિરમાં સફાઈ કામ માટે આવતી પરિણીતાને લગ્નનો વાયદો કરી ત્રણ વર્ષ ભોગવી તરછોડી

પૂજારીને મંદિરમાંથી કાઢી મુકાયો, હાલ વોચમેનની નોકરી કરે છે

સુરતઃ અઠવાલાઇન્સ પોલીસે પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર નાનપુરા ખાતે આવેલા નાવડી ઓવારના રામજી મંદિરના પૂજારીની ધરપકડ છે. ભોગ બનનાર પરિણીતા મંદિરમાં સફાઈકામ કરવા આવતી હતી. દરમિયાન આરોપી પૂજારી સાથે તેની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ તેણીને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.શહેરના નાનપુરા નાવડી ઓવાર પર રામજી મંદિર આવ્યું છે. જ્યા બિહારના સીતામઢી જિલ્લાનો વતની વિવેકકુમાર પ્રતિહસ્ત પૂજારી તરીકે સેવા આપી રહયા છે.દરમિયાન મંદિરમાં સફાઈકામ માટે એક પરિણીતા આવતી હતી.દરમિયાન પૂજારી વિવેકકુમાર સાથે આંખ મળી ગઈ હતી.ત્યારબાદ પરિણીતાને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.

ચાર સંતાનોની માતાને પૂજારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. પૂજારીએ મહિના પહેલા અન્ય યુવતી જોડે લગ્ન કરી લીધા હતા. આ અંગે પરિણીતાએ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે મંદિરના પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્ત(26)(રહે,પલસાણા, મૂળ રહે,રીંગા,બિહાર)ની સામે રેપનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. અગાઉ નાનપુરામાં રહેતી 37 વર્ષીય પરિણીતા નાનપુરાના એક મંદિરમાં સાફ-સફાઈનું કામ કરતી હતી તે વખતે મંદિરના પૂજારીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.

પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી પહેલા મંદિરના પહેલા માળે રૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાંડેસરા અને ઉધનાની હોટેલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી બાદમાં લગ્ન નહિ અન્ય યુવતી જોડે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. પૂજારીની ગંદી હરકતને કારણે તેને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો છે અને હાલમાં તે સિક્યુરિટી ગાર્ડ તરીકે પાંડેસરામાં નોકરી કરે છે.

જોકે હવસનો શિકાર બનેલી પરિણીતાએ ન્યાય માટે અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કરી આપબીતી જણાવી હતી.જેથી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી રામજી મંદીરના આરોપી પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્તની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી

0
મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી

અક્ષય પંડ્યાએ શો-કોઝ નોટિસનો જવાબ આપવા 90 દિવસ માગ્યા

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે પણ અઠવાડિયા નો જવાબ આપવા તેમણે સમય માંડ્યો હતો. તેની ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે ઇન્ક્વાયરી વિભાગ દ્વારા અગાઉ ચાર્જશીટ ફટકારવામાં આવી હતી તેથી તેનો વકીલ સાથે પરામર્શ બાદ જવાબ રજુ કરવા ફરી ત્રણ મહિના જેટલો સમય માંગ્યો છે. તેમના નિવૃત્તિના લાભો પર હાલ રોક લાગી ગઈ છે.

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી

વિગતો મુજબ સ્થાયી સમિતિમાં ગત 12 જૂન 2023ના રોજ કોમ્પ્રિહેન્સીવ માસ્ટર પ્લાન અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં, સમિતિએ બે એજન્સી છતાં એકમાત્ર કન્સલ્ટન્ટ કંપની ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરીંગ સર્વિસિસ પ્રા.લી.ને પાંચ વર્ષ માટે સુએઝ અને સ્ટ્રોર્મ ડ્રેનેજની કામગીરી સોંપવાનો વિવાદિત ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. આ દરખાસ્ત હાઇડ્રોલિક વિભાગ દ્વારા કમિશનરને રજૂ કરી દેવામાં આવી હતી.

લંડન જતી ફ્લાઇટમાં 242 પેસેન્જર સવાર હતા.તમામના મોત

0
લંડન જતી ફ્લાઇટમાં 242 પેસેન્જર સવાર હતા.તમામના મોત
અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત.

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી એ દાવો કર્યો છે. 

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું.  અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે.

ટેક્સટાઈલ માર્કેટની એક દુકાનમાં કોઈ શખસ દ્વારા તાલિબાની સજા આપવામાં આવી,બે યુવકોને નગ્ન કરીને માર મારવામાં આવ્યો

0
ટેક્સટાઈલ માર્કેટની એક દુકાનમાં કોઈ શખસ દ્વારા તાલિબાની સજા આપવામાં આવી,બે યુવકોને નગ્ન કરીને માર મારવામાં આવ્યો

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઈલ માર્કેટનો એક વીડિયો વાઈરલ થયો હોવાની ચર્ચા છે. જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે માર્કેટમાં સાડીના વેપારી દ્વારા બે યુવકોને ઝડપી પાડી તેમને નગ્ન કરવામાં આવે છે. ત્યાર બાદ બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વીડિયો બાનવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં સમયાંતરે કપડાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે, ત્યારે અનમોલ માર્કેટમાં બે વ્યક્તિઓ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું છે. ચોરી કરતા સમયે ઝડપાઈ ગયા બાદ વેપારીઓ ભારે ગુસ્સામાં આવીને તેને માર મારી રહ્યા છે. બે વ્યક્તિઓને નગ્ન કરવામાં આવ્યા હતા. તેમને ઉઠક બેઠક કરાવીને અમે ચોર છીએ અને હવે પછી અમે માર્કેટમાં નહીં આવીએ એ પ્રકારનું બોલાવવામાં આવ્યું હતું.

વીડિયો સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટનો છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.વાઈરલ વીડિયો અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બે વ્યક્તિઓને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાનં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વીડિયો આજનો છે કે ક્યારે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સુધી કો સ્પષ્ટતા થઈ નથી.

ACBએ સફળ છટકું,કલેક્ટર કચેરી કેમ્પસમાં વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ લોકોએ 75,000 લાંચ માગી હતી

0
ACBએ સફળ છટકું,કલેક્ટર કચેરી કેમ્પસમાં વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ લોકોએ 75,000 લાંચ માગી હતી

અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીમાં આવેલા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા. તે સમયે બે વકીલ અને અન્ય ચાર લોકોએ ભેગા મળીને તેની પાસે આ કામ કરાવી આપવા માટે 75 હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટીકરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીને આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ લાંચ માંગનાર વ્યક્તિઓમાં બે મહિલાઓ હોવાનું પણ સામે આવી રહ્યું છે.મળતી માહિતી પ્રમાણે, એક વ્યક્તિના ભાઇનું અવસાન થયું હતું અને મરણજનાર અપરિણીત હોવાથી તેઓના સીધી લીટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા. તે વ્યક્તિના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયા હતા. જેથી પોતાની તરફેણમાં હક્ક રિલીઝ માટે દસ્તાવેજ કરાવવા તેમણે આરોપી વકીલ રાજેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો અને કામગીરી સોંપી હતી. જેથી તેમણે આ કામ કરવાના બદલામાં 14,850 ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવ્યા હતા અને નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લિધી હતી.

ACBએ સફળ છટકું,કલેક્ટર કચેરી કેમ્પસમાં વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ લોકોએ 75,000 લાંચ માગી હતી

ફરિયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી ન થતા તેમણે રાજેશભાઈને પૂછ્યું હતું ત્યારે પઢીનામામાં ‘ક્વેરી’ હોવાનું જણાવી, આ ‘ક્વેરી’ ઉકેલવા મટે રાજેશભાઈએ સાબરમતી-13ના સબ રજીસ્ટ્રારને રૂ. 75000 આપવા પડશે તેવું જણાવી લાંચનાં નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા નહોતા જેથી ભોગબનનારે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે રાજેશભાઇના કહેવાથી આરોપી કુશ મેહતા, સામાન્ય વ્યક્તિ અને ભારતી બેન વકીલે સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના નાણાં રૂ.75000 ફરિયાદી પાસે માંગણી કરી રુપિયા લીધા હતા.ભારતી બહેનની પાસેથી રૂ. 33,500, કોમ્પ્યુટર ઓપરેટર દલપત સિંહ રૂ. 40,500 અને ખ્યાતિબહેન સ્કેનિંગ ઓપરેટર પાસેથી રૂ. 500ની રકમ રીકવર કરવામાં આવી છે. જ્યારે આરોપી બળદેવ પરમાર ઓપરેટર રૂ. 500 લઈ સ્થળ પરથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલી ભીડનો લાભ લઈ ભાગી ગયો હતો. જેને પકડી નાણાં રીકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે?

આરોપી:

  1. રાજેશકુમાર ઉર્ફે રાજાભાઇ પ્રભુભાઇ પ્રજાપતિ, ઉ.વ.30, એડવોકેટ.
  2. કુશ રાજુભાઇ મહેતા, ઉ.વ.34, પ્રજાજન.
  3. ભારતીબેન મોતીભાઇ પરમાર ઉ.વ.49, એડવોકેટ.
  4. દલપતસિંહ ગાડાંજી ઠાકોર ઉ.વ.42, કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારિત).
  5. ખ્યાતીબેન દિનેશભાઇ જોષી ઉ.વ.42, સ્કેનીંગ ઓપરેટર(કરાર આધારિત).
  6. બલદેવ ઉર્ફે બકુલભાઇ પરમાર, ઓપેરેટર (કરાર આધારિત-નાસતા ફરતા).

મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વધુ એક યુવતીના આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

0
મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વધુ એક યુવતીના આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

સુરત શહેરમાંથી મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વધુ એક યુવતીના આ-ત્મહ-ત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવા વિસ્તારમાં રહેતી અને રેવેન્યુએબ્યાલક્યુઝાઇર એજન્સીમાં કામ કરતી ૨૩ વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ ગ-ળેફાં-સો ખાઈને જીવનનો અંત આણ્યો છે. અંજલીની એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ છે, જેમાં તેણે લખ્યું છે કે, “આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ જ નથી તારા માટે.” આ પોસ્ટ તેના માનસિક તણાવ અને સંબંધોમાં આવેલા ભંગાણ તરફ ઈશારો કરે છે. પ્રાથમિક તપાસમાં બોયફ્રેન્ડ સાથે મનદુઃખ થવાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે’નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે.સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી.અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલિની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી. જ્યારે પ્રાથમિક રીતે અંજલિએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આ શંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને અંજલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જે હાલ લોક છે.

પોલીસે મોબાઈલનો CDR (Call Detail Record) ચેક કરીને અને પરિવારજનોનો સંપર્ક કરીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે.

UP-ગાજીયાબાદમાં યુવતીએ મહિલાની સાથે સંબંધ બાંધ્યા, ગુજરાતમાં બાંધક બનાવી રાખી.

0
UP-ગાજીયાબાદમાં યુવતીએ મહિલાની સાથે સંબંધ બાંધ્યા, ગુજરાતમાં બાંધક બનાવી રાખી.
મહિલાના પતિની ફરીયાદના આધારે પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કરીને ગુજરાત પહોંચી અને પીડિતાને મુક્ત કરાવી.

ગાજિયાબાદમાં એક યુવતીએ મહિલા સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા. તેણે તેનો વીડિયો બનાવીને બે વર્ષ સુધી બ્લેકમેલ કરી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાને ગુજરાત લઈ ગઈ. ત્યાં ત્રણ દિવસ સુધી મહિલાને બાંધક બનાવી સમલૈંગિક સંબંધ બાંધ્યા. મહિલાના પતિની ફરીયાદના આધારે પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કરીને ગુજરાત પહોંચી અને પીડિતાને મુક્ત કરાવી. ઘટના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંની છે. પીડિતાની ઉમર 30 વર્ષ છે. લગભગ 10 મહિનાની ઘટના બાદ મહિલાએ હરિયાણાના પલવાલ નિવાસી રેખા વિરુદ્ધ કેસ નોંધાવ્યો.

14 ઓગસ્ટ 2024ના રોજ તેણે મને એક સરનામું મોકલ્યું અને ત્યાં આવવા કહ્યું. મેં મારા પરિવારને કંઈ કહ્યા વિના રેખા દ્વારા આપેલા પતાએ જતી રહી. ત્યાર બાદ રેખા મને ગુજરાત લઈ ગઈ, જ્યાં તેણે મને બાંધક બનાવી દીધી. ત્યાં પણ તેણે મારા સાથે સંબંધ બાંધ્યા અને વીડિયો બનાવ્યા. એ તરફ મારા પતિએ પોલીસ મથકે મારી ગુમશુદગીની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસ સક્રિય થઈ ગઈ. પોલીસે મારો મોબાઇલ લોકેશન ટ્રેસ કર્યો તો એ ગુજરાતનો આવ્યો. ગાજિયાબાદ પોલીસ તુરત ગુજરાત પહોંચી અને મને મુક્ત કરાવી. આરોપી રેખાએ ગુજરાતમાં એક રૂમ ભાડે લીધો હતો, જ્યાં તે મને ત્રાસ આપતી અને શારીરિક સંબંધ બાંધતી હતી. દરેક વખતે તેણે વીડિયો પણ બનાવ્યા.

પીડિતાએ જણાવ્યું કે મારી લગ્નજીવનને 10 વર્ષ થઈ ગયા છે અને મારા પતિ ગાજિયાબાદમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. ગાજિયાબાદના એડિશનલ પોલીસ કમિશ્નર આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે પીડિતાની તહરીરના આધારે રેખા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પીડિતાના પતિ દ્વારા ગાજિયાબાદ પોલીસમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાને ગુજરાતથી શોધી કાઢવામાં આવી છે. હવે તહરીરના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે પીડિતા અને આરોપી મહિલાની 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી અને બંને વચ્ચે વારંવાર વાતચીત થતી હતી.

મુરાદનગરની રહેવાસી એક પરિણીતાએ જણાવ્યું કે 2023માં ઈન્સ્ટાગ્રામ પર મારી રેખા સાથે દોસ્તી થઈ હતી. થોડા દિવસો બાદ રેખાએ મને ગાજિયાબાદ બસ સ્ટેન્ડ પર બોલાવ્યું અને કહ્યું કે તે મારી સાથે મળીને કપડાંનો વેપાર શરૂ કરવા માગે છે. હું ત્યાં પહોંચી ગઈ. તેણે મને ઊંધાળું પદાર્થ ગોળેલો ગણના જ્યુસ પિવડાવ્યો.

આ બાદ રેખા અને તેની એક સાથી યુવતીએ મને સિહાની ગેટ પોલીસ સ્ટેશન તરફ જતા રોડ પર આવેલા એક હોટલમાં લઈ ગઈ. હોટલમાં રેખાએ મારા સાથે સમલૈંગિક સંબંધ બાંધ્યા અને અશ્લીલ વીડિયો બનાવી લીધા.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે ત્રણ દિવસ બાદ તેણે મને અશ્લીલ ફોટા અને વીડિયો મોકલ્યા અને કહ્યું, “જોઇલે…” ત્યારબાદ પૈસાની માંગ કરી. જો પૈસા નહીં આપ્યા તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી. સાથે સાથે આ પણ ધમકી આપી કે જો મારી વાત નહીં માની તો આ બધું તારા પતિને મોકલી આપીશું.

આ ધમકીના આધારે તેણે મને ઘણા વખત જુદી-જુદી જગ્યાએ બોલાવી, સમલૈંગિક સંબંધ બાંધ્યા અને દરેક વખતે વીડિયો બનાવ્યા.

મહિલાએ કેસ નોંધાવ્યો છે કે વર્ષ 2023માં સોશિયલ મીડિયા મારફતે રેખા નામની એક યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે દોસ્તી થઈ હતી. આરોપ છે કે એક દિવસ રેખાએ તેને હોટલમાં બોલાવી અને નશીલો પદાર્થ પિવડાવીને શારીરિક સંબંધ બાંધ્યા. આરોપી સાથે બીજી એક યુવતી પણ હાજર હતી. બંનેએ અંદાજે 7 કલાક સુધી પીડિતાની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધ્યા.

માત્ર એટલું જ નહીં, પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો પણ બનાવી લીધા. આરોપ છે કે રેખા આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાનું યૌન શોષણ કરતી રહી છે. હાલ રેખા પીડિતાના પતિને આ ફોટા-વિડીયો મોકલવાની ધમકી આપી રહી છે.

એસીપીએ જણાવ્યું છે કે પોલીસે સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.