પ્રતિનિધિ સચિન : શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ સચિન સુરત નાં મહારાષ્ટ્ર મહિલા મંડળ પ્રમુખશ્રી સૌ. પૂનમબેન પ્રકાશ ભાવસારનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ વખતે મહિલાઓ દ્વારા આયોજિત સેક્રેટરીશ્રી સૌ. રેખાબેન લક્ષ્મણ પાટિલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સૌ. સુમનબેન સંજય માને ખજાનચી નીતાબેન રાકેશ પાટીલ, સદસ્ય માયાબેન અશોક મોરે તથા અન્ય પદાધિકારી બહેનો દ્વારા વિવિધ મનગમતી સ્પર્ધાઓ સાથે સફળતા પૂર્વકનો આ પવિત્ર હલ્દી ફૂંકુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સચિન તથા આજુબાજુની ૨૦૦થી વધુ મરાઠી સુહાગન બહેનો પોતાના પરિવાર સહ ઉપસ્થિત રહી હતી.

જેથી મંદિરમાં વધુ ભીડ જામી હતી, સાથે બાળકોએ પણ એન્જોય કર્યું હતું, પ્રોજેક્ટ ડાયરેકટર સૌ. સુમન સંજય માનેના જણાવ્યા મુજબ આ વખતે ભજન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો, હલ્દી ફૂંકુનાં વાન માં આ વખતે કોઈ વાસણ નાં સ્થાને ઘરમાં બરકત રહે એ હેતુથી પ્રથમ વાર તુલસી નો નાનો છોડ દરેક સુહાગન બહેનોને અર્પણ કરાયો છે. આ સાથે અમે ખૂબ એન્જોય કર્યું, સંગીત ખુરસી, ફુગડી, મરાઠી ગીતો ભજન, ડાન્સ અને ઉખાણાં જેવી રમતો રાખવામાં આવી હતી. સૌ.નીતા રાકેશ પાટીલ ખજાનચી એ કહ્યું કે આ વખતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમે મહિલા મંડળ દ્વારા જ કરવામાં આવ્યું અને અનેક બહેનોએ સારો એવો રોકડ ફાળો આપ્યો જેનાથી કાર્યક્રમ સફળ બન્યો. પ્રમુખ સૌ.પૂનમ પ્રકાશ ભાવસાર અને મહા મંત્રી સૌ. રેખા લક્ષણ પાટિલે કહ્યું કે, સુરત સચિન કનકપુર જેવા ગામ શહેરમા વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે ખાસ હલદી- કંકુનો આ કાર્યક્રમ દર વર્ષે ધામધૂમથી યોજવામાં આવે છે તેમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો છે, આ વર્ષથી અમે જાન્યુ ૨૩ થી ડીસે ૨૩ એક વર્ષની સદસ્ય ફી ફક્ત ૫૦ રૂપિયા નક્કી કરી છે. આ વખતે કાર્યક્રમમાં સહુ માટે પ્રસાદી રૂપે નાસ્તો સૌ. આરતીબેન દીપકભાઈ ચૌધરી તરફથી રહ્યો, તિલગુલ લાડુ સૌ સુમનબેન માને તરફથી, માઇક સેટ પાણી અને પ્રોત્સાહિત ઇનામો વગેરે સૌ. પૂનમબેન ભાવસાર તરફથી હતું સહુનો આભાર માન્યો, હવે આવતાં ૨૦૨૪નાં હલ્દી ફૂંકુ પ્રોગ્રામ બાદ તા. ૧૯/૦૨/૨૦૨૪ નાં રોજ આ બોડીના ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી બોડીની રચના થશે, સમગ્ર કાર્યક્રમ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર કૃષ્ણકુંજ કનકપુર ખાતે યોજાયો જેથી મંદિર ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જ્યારે સદસ્ય સૌ. માયાબેન અશોક મોરે અને સદસ્ય સૌ. યોગિતાબેન ભટુ પાટિલે કહ્યું કે આ હલદી- કંકુનો કાર્યક્રમ સૌભાગ્યવતી બહેનોનો ખાસ પવિત્ર કાર્યક્રમ હોય છે. એક મેક ને હલ્દી કૂંકુ કપાળે તિલક કરી તલ સાંકડી અને તલ નાં ગોડ ગોડ લાડુ તથા ખાસ વાન ભેટ આપી સહુ બહેનોનો સૌભાગ્ય અખંડ રહે તે માટે બધી બહેનો પ્રાર્થના કરીએ છીએ, ઉપપ્રમુખ સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે અને સદસ્ય સૌ. સરલાબેન રમણભાઈ પટેલે પણ ઉમેર્યું કે સમગ્ર વર્ષ દરમિયાન કઈ ખોટું બોલાયું હોય તો માફી માંગી કહે છે “તિલ ગૂળ ઘ્યા અને ગોડ ગોડ બોલા”, જેથી સમગ્ર મરાઠી સમાજની બહેનો ખાસ આવા પર્વ પર એકત્ર થાય છે અને હજી વધુ સંગઠિત થાય અને સામાજિક ઉન્નતિ થાય તેવા પ્રયાસ અમે કરતા રહીશું. અંતે સૌ.પૂનમ ભાવસારે હલ્દી કુંકૂ નો સફળ કાર્યક્રમમાં સહભાગીદાર અમારા પદાધિકારીઓની મહેનત રહી છે જેમાં પ્રમુખશ્રી સૌ.પૂનમતાઇ પ્રકાશભાઇ ભાવસાર, ઉપપ્રમુખ શ્રી સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે
મહામંત્રી શ્રી સૌ. રેખાતાઇ લક્ષ્મણભાઇ પાટીલ, પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી સૌ. સુમનતાઇ સંજયભાઇ માને ખજાનચી શ્રી સૌ. નિતાતાઇ રાકેશભાઇ પાટીલ,
સહ ખજાનચી શ્રી સૌ. સુનિતાતાઇ તુષારભાઇ ઘાડગે, સહ મંત્રી શ્રી સૌ. કલ્પનાતાઇ વાણી, સર્વ કાર્યકારી સદસ્યશ્રીમાં સૌ.
સમિધાતાઇ સંજયભાઇ જોષી
સૌ. યોગિતાતાઇ ભટુભાઇ પાટીલ,
સૌ. શિખાતાઇ જયેશ બડગુજર,
સૌ.માયાતાઇ અશોક્ભાઇ મોરે
સૌ. સરલાતાઇ રમણભાઇ પટેલની દરેક પ્રકારની મહેનત ફળી છે જેથી સહુનો આભાર માનું છું સાથે શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળના સહુનો પણ આભાર માનીએ છીએ જણાવ્યું.
