પ્રતિનિધિ સચિન : વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બાળકોને, શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગેની બેઝિક તાલીમ આપવામાં આવી જેમાં પ્રાથમિક સારવારના સાધનો વિશે જેની ઇજાઓ વિશે શરીરમાં જુદા જુદા ફેક્ચર થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી જેની તાલીમ આપવામાં આવી જેમાં દર્દી બીમાર હોય ત્યારે યા અકસ્માત થઈ ગયેલ હોય તેવા સમયે સ્ટેચર કેવી રીતના બનાવવું અને તેનો ઉપયોગ દર્દી ને લઈ જવામાં કેવી રીતના કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે ફાયર સેફટી માટે ના ઉપકરણોની જરૂરિયાત ક્યાં પડે છે અને આગ કયા કયા પ્રકાર ની હોય છે ને આગ લાગે ત્યારે આપણે કેવી રીત આગને ઓલવી આગ પર કાબુ મેળવી શકાય,
જેની પણ તાલીમ સ્કુલ ના મોટા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ ને આપવામાં આવી. આ તાલીમ વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સેવા બજાવતા અને સચીન હોમગાર્ડઝ યુનિટ ના જવાન પ્રકાશ મૌર્ય ( પ્લાટુન સર્જન) દ્વારા આપવામાં આવી જેમાં સ્કુલ ના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ માથુર અને પ્રિન્સિપાલ શ્રી રામ થાપા સાથે સ્કુલ ના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ જ ધ્યાન પુર્વક લીધી હતી.