Home AHMEDABAD પુલીસ સ્ટેશન માં CCTV માંગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી-ગુજરાત માહિતી...

પુલીસ સ્ટેશન માં CCTV માંગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી-ગુજરાત માહિતી આયોગ

8
0

ઘટનાના 30 દિવસમાં RTI થાય તો ફૂટેજ સાચવવા પડશે.

ગુજરાત હાઈકોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં CCTV ના લગાડ્યા હોય અને લગાડ્યા હોય તો બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલા લેવા પણ આદેશ કર્યો હતો. કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTVને લઈને માહિતી આયોગે મહત્વનો ચૂકાદો આપ્યો છે. માહિતી આયોગે પોલીસ દ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ ન આપવાની ફરિયાદો અને રજૂઆતના આધારે ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં ટાંક્યું હતું કે, ઘટનાના 30 દિવસમાં RTI થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે. માગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી કરાશે. માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરાવવા સૂચના આપી હતી.

માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો કડક અમલ કરાવવા સૂચના આપી હતી. આ સિવાય CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત માહિતી આયોગે CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને સૂચના આપી હતી. તાજેતરમાં શહેર કોટડા પોલીસ મથકે CCTVની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે RTI હેઠળ CCTV ફૂટેજ નહીં આપતા મામલો માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. જેથી માહિતી આયોગે આ અંગે સામાન્ય વહીવટ વિભાગના સીસીટીવી ફૂટેજ અંગેના પરિપત્રનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી હતી. માહિતી આયોગે આપેલા ચૂકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, ઘટના બન્યાના 30 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here