વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર-ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે. સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી, આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે.વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દૃશ્યો ચોંકાવનારા છે. જ્યાં લોકો આરોગ્ય સુધારવા જતા હોય છે, ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.