Home GUJARAT જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક...

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

5
0

માહિતી બ્યૂરો:સુરત:શનિવાર: સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી.
જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ તરફથી મળતી રજૂઆતોનો સત્વરે નિકાલ આવે તે જરૂરી છે. કલેકટરશ્રીએ છેલ્લા એક વર્ષ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા-તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રજુ થયેલા પ્રશ્નો યોગ્ય નિકાલ થયો છે કે કેમ તેનો રીવ્યું કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.


કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ નૈતિક જવાબદારી સમજી પ્રજાના પ્રતિનિધિઓ પ્રશ્રનો રજુ કરે તે પહેલા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે આવશ્યક છે.
બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ ગભેણી-બુડીયા બ્રિજની નીચે કચરાનો નિકાલ કરવા, ચોર્યાસીના કરાડવા ગ્રામ્ય વિસ્તારમાં મધુરમ સર્કલ થી કરાડવા કેનાલ રસ્તા પર ઘરેલું અને ઔદ્યોગિક કચરો ખૂબ જ મોટા પ્રમાણમાં એકઠો થયો હોય સત્વરે દુર કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ સબંધિત અધિકારીને પ્રશનોનો યોગ્ય ઉકેલ લાવવા સુચના આપી હતી. પાલ લેક ગાર્ડન થઈ ગૌરવપથ તરફ જતા રસ્તાની વચ્ચે જેટકોના મોટા બે હાઈટેન્શન ટાવરની લાઈન અંડર ગ્રાઉન્ડ કરવાની રજુઆતો કરી હતી. જે સંદર્ભે કલેકટરશ્રીએ જેટકોના અધિકારીઓએ સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સુડા-૧,૨,૩ સચિન ખાતે આવેલા કોમન પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલ હોય દબાણો દુર કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સંત્વરે સુડાના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સણીયા-કણદે આગળ રસ્તાને તાત્કાલિક રીકાર્પેટ કરવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મરામત કરવા જણાવ્યું હતું. બુડીયા, દીપલી, જીઆવ, સોનારી ગામોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોય જે સંદર્ભે કલેકટરશ્રીએ ડી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યશ્રીએ મેટ્રો રેલ પ્રોજેકટના કારણે અનેક જગ્યાયાએ રસ્તાઓ નુકસાનગ્રસ્ત થયા છે. બેરીકેટના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી બિનજરૂરી બેરીકેટ દુર કરવાની રજુઆત અંતર્ગત મેટ્રોના અધિકારીએ જણાવ્યું કે, સુરત શહેરમાં હાલમાં ૩૦ કિ.મી.ના બેરીકેટમાંથી ૧૫ કિ.મી.ના બેરીકેટ દુર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂરી ન હોય તેવા તમામ બેરીકેટ હટાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી અરવિંદ રાણાએ અશાંતધારા કાયદાનો કડક અમલ કરવાની રજુઆત કરી હતી. ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે ધામદોડલુંભા ગામે અનેક સોસાયટીઓમાં વરસાદના કારણે પાણી ભરાવાના કારણે મુશ્કેલી પડતી હોવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે રહીને દબાણો દૂર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કલેકટરશ્રીએ નગર નિયોજન અધિકારીઓને ખાડીની આસપાસ મકાન બાંધકામોની પરવાનગી આપતી વેળાએ સિંચાઈ સાથે સંકલન કરીને પરવાનગી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નગરપાલિકા તથા ગ્રામ પંચાયતોમાં રેશીડેન્સ સોસાયટી કે ઔદ્યોગિક બાંધકામો થયા હોય ત્યારે વીજ મીટરોના કનેકશનો આપતી વેળાએ ગ્રામ પંચાયત કે નગરપાલિકાની એન.ઓ.સી. રજુ કર્યા બાદ જ મીટરો આપવાની રજુઆત કરી હતી, જે સંદર્ભે કલેકટરશ્રીએ ડી.જી.વી.એલ.ના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઉધના વિધાનસભાના ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે ઉધના ઉદ્યોગ નગર, ભેસ્તાન જેવા વિસ્તારોમાં તપેલા ડાઈગ મીલો કેમિકલયુકત પાણી ગટરમાં છોડવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. કલેકટરશ્રીએ પ્રદુષણ નિયત્રણ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંકલન સાધી પ્રશ્નનું નિરાકરણ કરવા સુચના આપી હતી.
ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ બારડોલી-અનાવલ ફોર લેન મંજૂર થયો છે, જેના સંપાદનની કાર્યવાહી તથા વલવાડા ગામે બની રહેલા બ્રિજના કામ માટે જમીન સંપાદન માટેની કાર્યવાહી તત્કાલ કરવાની રજૂઆત કરતાં પ્રાંત અધિકારી બારડોલીને જરૂરી સુચનાઓ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સહિત અધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. સંકલન બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર વિજય રબારીએ બેઠકનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here