Home CRIME બ્રિજેશ દુબે મોર્ફફોટા વાયરલ કરવાની ધમકી આપી વિધવા સાથે તાતીથૈયાના યુવાનનું દુષ્કર્મ

બ્રિજેશ દુબે મોર્ફફોટા વાયરલ કરવાની ધમકી આપી વિધવા સાથે તાતીથૈયાના યુવાનનું દુષ્કર્મ

5
0

જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો

બે બાળકની ૩૪ વર્ષીય માતા અને ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ દુબે સાથે નોકરી કરતા હતા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતાને જુદીજુદી સહાય અપાવવા મોબાઈલમાં ફોટો પાડી બાદમાં મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર તેની સાથે નોકરી કરતા તાતીથૈયાના ૩૦ વર્ષીય અપરણિત યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતા ટિફિન સર્વિસવાળાને ત્યાં નોકરી કરે છે.ત્યાં જ ડિલિવરીમેન તરીકે નોકરી કરતા ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ રાજેશભાઈ દુબે (રહે. તાતીથૈયા ગામ, તા.પલસાણા, જી.સુરત) એ વિધવા સાથે મિત્રતા કેળવી હતી અને તેને જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો, બાદમાં તેણે ફોટો મોર્ફ કરીને નગ્ન બનાવ્યો હતો અને તેના આધારે વિધવાને શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. એટલું જ નહીં તે વિધવા પાસે પૈસાની પણ માંગણી કરતો હતો અને પૈસા નહીં આપે કે શરીર સંબંધ નહીં બાંધે તો વિધવાના માતાપિતા અને બાળકોને મારી નાખવાની અને તેમને ઊંચકી જવાની ધમકી આપી ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગે વિધવાએ ગતરોજ બ્રિજેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here