Home GUJARAT સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી જતાસારવાર દરમિયાન...

સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી જતાસારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.

6
0

પતંગની દોરીમાં વીજકરંટ આવતા કિશોરનું મોત.

સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પિતાએ જણાવ્યું હતું મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો.સચિનની મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર સંતાનોમાં મોટો દીકરો પ્રિન્સ (ઉ.વ.13) ધોરણ-4માં અભ્યાસ કર્યો હતી. ગતરોજ(બુધવારે) સ્કુલેથી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો.એક કલાક પછી ચિચયારી સાંભળી દોડીને ગયા તો પ્રિન્સ મકાન બહારથી જતી હાઈટેનશન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા તેની હાલત ગંભીર હોવાનું તબીબો એ જણાવીને દાખલ કરી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here